Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાંથી ૧૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા સહિતનો જથ્થો જપ્ત

મનપા દ્વારા શહેરમાં ચાર ઝોનમાં ચેકીંગઃ દંડ કરાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખાની ટીમે છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારમાં આવેલી પાન-મસાલા, અનાજ કરિયાણા અને ઇલેક્ટ્રિકની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

જામનગર મહાનગરપાલિકાના આસી. કમિશનર મુકેશ વરણવા તેમજ કેતન કટેશીયા અને રાજભા જાડેજા સહિતના અન્ય અધિકારીઓની રાહબરીમાં કુલ ૪  ઝોન પાડવામાં આવ્યા છે, અને અંદાજે ૨૦ જેટલા કર્મચારીઓની ચાર ટુકડીઓ બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કામગીરી દરમિયાન મનપા ના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ પાસેથી આશરે ૧૨ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાની કડક સૂચના અન્વયે જામ્યુકોની સોલિડ વેસ્ટ શાખાની ટીમે ૩ દિવસ દરમિયાન વહેલી સવારથી જ વિશેષ ઝુંબેશ શરૂ કરી હતી. ટીમ દ્વારા શહેરના લાલ બંગલા, ગુરૂદ્વારા ચોકડી, ડિફેન્સ કોલોની સહિતના વ્યસ્ત વિસ્તારોમાં પાન અને ઇલેક્ટ્રિકની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ (ઝબલા) ઇરાખનારા વેપારીઓ પાસેથી છે. આશરે ૧૨ કીલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. દુકાનદારો પાસેથી સ્થળ પર દંડની વસૂલાત કરવામાં આવી હતી. લાંબા સમયના વિરામ બાદ તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ આકસ્મિક ઝુંબેશને પગલે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh