Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના ઉપક્રમે વરૂણદેવને રીઝવવા
"છોટી કાશી" જામનગર શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે વરૂણદેવને રીઝવવા અને ગૌસેવાના હેતુથી જામનગરની ધી સીડ્સ એન્ડ ગ્રેઈટ મરચન્ટ એસોસિએશન દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલ તા. ૧ર-જુલાઈ, રવિવારના શહેરની વિવિધ ગૌશાળાઓ, મંદિરો તેમજ અન્ય સ્થળોએ ગાયોને ઘઉંના લાડુનો પ્રસાદ અપાશે. જ્યારે ગ્રેઈન માર્કેટના મજૂર ભાઈઓને બુંદીના લાડુનું વિતરણ કરવામાં આવશે. આ આયોજન માટે સંસ્થા દ્વારા અંદાજે ૭૦૦ કિલો ઘઉંનો લોટ, પ૦૦ કિલો દેશી ગોળ, ૧પ૦ કિલો તેલ અને ૮૦ કિલો ચણાનો લોટની આ સામગ્રીમાંથી આશરે ૭,૦૦૦ ઘઉંના લાડુ ગાયો માટે તેમજ ૧,પ૦૦ બુંદીના લાડુ માર્કેટના મજૂરોને પ્રસાદરૂપે તૈયાર કરવામાં આવશે. આ લાડુઓનું વિતરણ આણદાબાવા ગૌશાળા (ઢીંચડા અને ધોરીવાવ), વચ્છરાજ ગૌશાળા, મોટી હવેલી, શ્રી જલારામ મંદિર (હાપા), કબીર આશ્રમ, પ્રણામી મંદિર ગૌશાળા, લીમડાલેન પાંજરાપોળ, કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર, ખોડિયાર કોલોની ગૌશાળા, દરેડ ગૌશાળ સહિત શહેરના કુલ ૧પ સ્થળોએ કરવામાં આવશે. ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયોને પણ લાડુ ખવડાવવામાં આવશે. લાડુ બનાવવાની કામગીરી તા. ૧૧-જુલાઈ, શનિવારે કે.વી. રોડ, કાશીવિશ્વનાથ મંદિર સામે, શ્રી દયાશંકર બ્રહ્મપુરીની વાડીમાં હાથ ધરવામાં આવશે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સફળ બનાવવા માટે એસોસિએશનના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ કે. રાયઠઠ્ઠા, ઉપપ્રમુખ દેવેનભાઈ પાબારી, માનદ મંત્રી રિશી અશોકકુમાર પાબારી, પૂર્વ પ્રમુખ જીતેન્દ્રભાઈ એચ. લાલ (જીતુ લાલ) તેમજ પરેશભાઈ મહેતા અને કારોબારી સભ્યો તેમજ સંસ્થાના સભ્યો જોડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial