Advertisement
Author: નોબત સમાચાર

ફાગણ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોઈ જગતમંદિરમાં શ્રીજીના સેવા ક્રમમાં ફેરફાર

ત્રીજી માર્ચને મંગળવારે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૩: દ્વારકાધીશ મંદિરમાં ફાગણ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ નિમિત્તે શ્રીજીના સેવાક્રમમાં ફેરફાર થશે.

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી તા.૩જી માર્ચ, ૨૦૨૬ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય જે અનુસંધાને ઠાકોરજીની સેવા-પૂજામાં જરૂરી ફેરફાર થશે. તા.૩જી માર્ચે મંગળા આરતી સવારે ૪ કલાકે થશે. મંગળા દર્શન સવારે ૪ થી ૫:૩૦ સુધી, શ્રીજીના સ્નાન અભિષેક પૂજા સવારે પઃ૩૦ થી ૬, ૬ થી ૭ સુધી દર્શન ખૂલ્લા, સ્નાન ભોગ સવારે ૭ કલાકે, શૃંગાર ભોગ સવારે ૭:૪૫ કલાકે, શ્રૃંગાર આરતી સવારે ૮ કલાકે, ગ્વાલ ભોગ સવારે ૮:૩૦ કલાકે, રાજભોગ સવારે ૯:૩૦ કલાકે દર્શન બંધ સવારે ૧૦:૩૦ થી ૧૧ સુધી રહેશે.

શ્રીજીનો ફૂલડોલ ઉત્સવ બપોરે ૧૧ થી ૧૨ કલાક સુધી યોજાશે. બપોરે ૧૨ થી રાત્રે ૮ કલાક સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. રાત્રે ૮ કલાકે શ્રીજીના ઉત્થાપન દર્શન, રાત્રે ૯:૩૦ કલાકે સંધ્યા આરતી, રાત્રે ૧૦:૩૦ કલાકે શયન આરતી તથા રાત્રે ૧૧ કલાકે દર્શન બંધ થશે તેમ મંદિરના વારાદાર પૂજારીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh