Advertisement
Author: નોબત સમાચાર

જોડિયામાં એસઆઈઆરના મુદ્દે આમ- આદમી પાર્ટી દ્વારા વિરોધરૂપે રેલી યોજાઈ

સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપી રજૂઆતઃ

                                                                                                                                                                                                      

જોડિયા તા. ૩: સમગ્ર દેશના અનેક રાજ્યમાં એસ.આઈ.આર.ના મુદ્દાના વિરોધ સ્વરૂપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વરા રેલી અને તંતરને આવેદનપત્રનો સિલસિલો ચાલી રહ્યો છે, ત્યારે જોડિયા સહિત તાલુકામાં લઘુમતી સમાજ દ્વારા એસ.આઈ.આર.ના સંદર્ભમાં મતદાર યાદી સુધારવાના કાર્યક્રમ અંતર્ગત પોતાના લોકોના નામ કમી થતા સ્થાનિક તંત્ર સામે વિરોધ થઈ રહ્યો છે.

જોડિયાના મુસ્લિમ સમાજના આગેવાનોએ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વશરામભાઈ રાઠોડની રાઠોડની આગેવાનીમાં તાજેતરમાં જોડિયામાં એસ.આઈ.આર.ના વિરોધ સ્વરૂપ રેલી યોજીને સ્થાનિક તંત્રને આવેદનપત્ર આપીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

પુનઃ મતદાર યાદી કાર્યક્રમ હેઠળ ભાજપા સરકારના ઈશારે બી.એલ.ઓ. દ્વારા જોડિયા મુસ્લિમ સમાજના ૧ર૦૦ જેટલા નામો કમી કરી નાખ્યા છે, તેવા આક્ષેપો સાથેનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છેે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh