Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષો પહેલા અહીં ન્યાયાલય હતું, આજે ખંઢેરઃ
જોડિયા તા. ૩: જોડિયામાં ૨૦૦૧ના ભૂકંપ પહેલા અને ત્યાર પછી ગામમાં સરકારના અનેક વિભાગના મકાનો માત્ર ઈતિહાસ ધરાવે છે. અમુક સરકારી કચેરીઓનું સ્થળાંતર જોડિયાથી ૨૨ કિલોમીટર દૂર ધ્રોળની કચેરીમાં કરવામાં આવ્યું છે, અને જોડિયામાં જે તે વિભાગોની કચેરીનું મકાન જર્જરિત અથવા પડીને પાધર થઈ ચૂક્યું છે. વરસો પહેલા જોડિયાના માંડવી ચોક વિસ્તારમાં પી.ડબલ્યુ.ડી.ના મકાનમાં "ન્યાયાલય" કચેરી કાર્યરત હતી. આ કચેરી પાસે જોડિયા બજારનો મુખ્ય રસ્તો હતો. ૮૦ના દાયકાથી કચેરીનું લક્ષ્મીપરામાં સ્થળાંતર થઈ જતા હાલમાં સરકારી મકાન બંધ હોવાથી અત્યંત જર્જરિત થઈ જતાં પી.ડબલ્યુ.ડી દ્વારા જાહેર જનતાને મકાન જર્જરિત અને ભયજનક બની જવા અંગે અને તેનાથી સલામત સ્થળે દૂર રહેવા સૂચના અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial