Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, બાઈક, મોબાઈલ મળી રૂ।.સવા લાખનો મુદ્દામાલઃ
જામનગર તા. ૩: જામનગરના બેડી નજીક વાલસુરા રોડ પર ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ત્રણ શખ્સને એલસીબીએ પકડી પાડ્યા હતા. પટમાંથી રોકડ, બે બાઈક, એક મોબાઈલ મળી કુલ રૂ।.૧૪૦૧૦૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
જામનગરના બેડી નજીકના વાલસુરા રોડ પર હાલાર સોલ્ટ પાછળ જાહેરમાં ગઈકાલે સાંજે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબીની ટીમે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા એમ.વી. ભાટીયાના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી ગંજીપાના વડે માંગપાનુ નામનો જુગાર રમી રહેલા બેડીમાં રહેતા હુસેન એલિયાશ કમોરા, નવાઝ કાસમભાઈ સુંભણીયા અને ગરીબનગરમાં રહેતા બિલાલ ઉર્ફે સલીમ કરીમભાઈ જેડા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ।.૩૫૧૦૦ રોકડા, બે બાઈક, એક મોબાઈલ મળી કુલ રૂ।.૧૪૦૧૦૦નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial