Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકામાં ભારતીય બિઝનેસમેનના પરિવારનું રહસ્યમય મૃત્યુઃ તપાસ શરૂ

વોશિંગ્ટન (ડી.સી.)માં ઘરની બારી પર લોહીના ડાઘ અને કારતુસ મળ્યા

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૩૦: અમેરિકામાં ભારતીય પરિવારના ૫૭ વર્ષીય બિઝનેસમેન, પત્ની અને દીકરાનું રહસ્યમયી મોત થયું છે. ઘરની બારી પર લોહીના ડાઘ અને કારતૂસ મળી આવ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

અમેરિકાના વોશિંગ્ટનમાં એક ઘટના સામે આવી છે. વોશિંગ્ટન, ડીસીમાં મૈસુરના એક ટેક. બિઝનેસમેન, તેમની પત્ની અને પુત્રનું તેમના ઘરે રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. ઘણા અહેવાલો અનુસાર એવું કહેવામાં આવી રહૃાું છે કે આ હત્યા-આત્મહત્યાનો કેસ માનવામાં આવી રહૃાો છે. માહિતી મળ્યા પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

સોમવારે કિંગ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર ઓફિસે મૃતકની ઓળખ ૫૭ વર્ષીય હર્ષવર્ધન કિક્કેરી તરીકે કરી હતી, જે મૈસુરના વિજયનગરમાં રોબોટિક્સ કંપની હોલોવર્લ્ડના સીઈઓ હતા. તેમના પરિવારમાં તેમની ૪૪ વર્ષીય પત્ની શ્વેતા પન્યામ, જે કંપનીની કો-ફાઉન્ડર પણ છે, અને તેમનો ૧૪ વર્ષનો પુત્ર છે. યુએસ રિપોર્ટ્સ અનુસાર, કિંગ કાઉન્ટી શેરિફના પ્રવક્તા બ્રેન્ડિન હલએ જણાવ્યું હતું કે પોલીસને આત્મહત્યાની શંકા છે. જો કે, અધિકારીઓ હજુ પણ ઘટના પાછળનું ચોક્કસ કારણ શોધી રહૃાા છે.

આ ઘટના ગુરુવારે રાત્રે (અમેરિકન સમય મુજબ) બની હતી અને તેની તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, ઘટના સમયે ૭ વર્ષનો નાનો દીકરો ઘરની બહાર હતો, તેથી તે બચી ગયો. કિંગ કાઉન્ટી શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે ૯૧૧ કોલ પછી પોલીસે ગુરુવારે સાંજે ૭ વાગ્યે ૧૨૯મા પ્લેસ સાઉથઈસ્ટમાં આવેલા ટાઉનહાઉસ પર પહોંચી હતી. કેસની તપાસ કરતી ટીમને બારી પર લોહીના ડાઘ અને રસ્તા પર એક ખાલી કારતૂસ મળી આવ્યું છે.

ધ સિએટલ ટાઇમ્સ અનુસાર, કિંગ કાઉન્ટી શેરિફના પ્રવક્તા બ્રાન્ડિન હલને જણાવ્યું હતું કે પોલીસને હત્યા-આત્મહત્યાની શંકા છે. જો કે, અધિકારીને આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ પણ જાણવાનું બાકી છે. તેમણે એમ પણ કહૃાું કે ચાર જણનો આ પરિવાર - પતિ, પત્ની અને તેમના બે પુત્રો - મોટે ભાગે એકલા રહેતાં હતાં.

કર્ણાટકના કિક્કેરી ગામના વતની, ટેક. ઇનોવેટર હર્ષવર્ધન કિક્કેરીનું શિક્ષણ મૈસુર અને પછી યુએસમાં થયું હતું. તેમણે સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કર્યું અને માઇક્રોસોફ્ટમાં કામ કરતી વખતે રોબોટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેઓ ૪૪ આંતરરાષ્ટ્રીય પેટન્ટના ધારક હતા અને તેમને માઇક્રોસોફ્ટ ગોલ્ડ સ્ટાર, ઇન્ફોસીસ એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ભારત પેટ્રોલિયમ સ્કોલરશિપ અને ઘણી ચેસ સ્પર્ધાઓમાં પુરસ્કારો મેળવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh