Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૈત્ર અને વૈશાખ મહિનો બેસે એટલે સૂર્યનારાયણ જાણે પૃથ્વી પર 'લાઈવ કોન્સર્ટ' કરવા ઉતરી આવે છે.
બપોરે રસ્તા પર નીકળો એટલે એવું લાગે જાણે કુદરતે આખા શહેરને 'એર ફ્રાયર'માં મૂકી દીધું છે! માણસ રસ્તા પર ચાલતો નથી, ઓગળતો ઓગળતો સરકે છે.
આ ગરમીમાં બે જ વસ્તુ સૌથી વધુ ફાટી રહી છે. એક તો લોકોનું ચામડું અને બીજું લાઈટ બિલ જોઈને મિડલ ક્લાસ માણસનું કાળજું!
સામાન્ય રીતે અત્યારનો સમય વરસાદ આવવાનો ગણાય પરંતુ આ વખતે સૂર્યનારાયણ દેવ પણ સંતાકુકડી રમી રહૃાા છે અને વાદળાઓ સાથે માઠું લગાડી મેદાનમાંથી હટવા તૈયાર નથી.
મધ્યમ વર્ગ સામાન્ય રીતે બપોરના સમયે મોલમાં આંટા મારવા નીકળી જાય અને મફતની એસીની ઠંડક માણતા પરંતુ હવે તો તેમણે પણ ફરજિયાત એસી ફીટ કરાવવું પડે છે.
એસી ફીટ કરાવ્યા બાદ આજકાલ દરેક મધ્યમવર્ગીય ઘરમાં એક નવો તહેવાર ઉજવાય છે, જેનંત નામ છે ''લાઈટ બિલ દર્શન ઉત્સવ''. આ ઉત્સવ દર બે મહિને આવે છે. ઘરમાં એસી ચાલુ કરતી વખતે જે આનંદ થાય છે, તેની કિંમત જ્યારે વોટ્સએપ પર કે કાગળના બિલ સ્વરૂપે ઘરે આવે છે, ત્યારે સાચો પરસેવો છૂટે છે.
રૂમમાં એસી ૨૪ ડિગ્રી પર સેટ હોય, રૂમ એકદમ ગુલાબી ઠંડો હોય, માણસ ચાદર ઓઢીને સુતો હોય અને અચાનક એના મગજમાં વીજળીના મીટરનો આંકડો ફ્લેશ થાય... બસ! ત્યાં જ બધી ઠંડક ગાયબ. લાઈટ બિલ જોઈને માણસને જે પરસેવો વળે છે ને, એ ગરમીનો નથી હોતો, એ બજેટ ખોરવાઈ જવાનો 'આધ્યાત્મિક પરસેવો' હોય છે.
ઘણાં ઘરોમાં તો એસી ચલાવવાના કડક નિયમો હોય છે. ઘરના વડીલો એસીના રિમોટને તિજોરીની ચાવીની જેમ સાચવે છે. બપોરે બે થી ચાર જ એસી ચાલશે, એ પછી 'ઓટો કટ'ન થાય તો પપ્પા મેન્યુઅલી આવીને 'પાવર કટ' કરી જાય. રાત્રે પણ એસી ચાલુ થાય એટલે ઘરના મોભીની નજર ઘડિયાળ પર હોય. જેવું તાપમાન થોડું નીચું જાય એટલે ધીમેથી કહી દેશેઃ ''હવે રૂમ ઠંડો થઈ ગયો છે, બંધ કરીને પંખો કરી નાખો!'' આને કહેવાય ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ!
ઘણા પરિવાર ગરમીથી બચવાના 'મેડ ઇન ઇન્ડિયા' દેશી જુગાડ અજમાવે છે. પરંતુ, ભારતીય માણસ ક્યારેય પરિસ્થિતિ સામે હાર નથી માનતો. આપણી પાસે દરેક સમસ્યાનો એક 'દેશી જુગાડ' તૈયાર જ હોય છે. સાયન્સ ભલે ગમે તેટલી પ્રગતિ કરે, પણ ઉનાળામાં જે જુગાડ એક સામાન્ય ગુજરાતી કરી શકે, તે નાસાના વૈજ્ઞાનિકો પણ ન વિચારી શકે.
૧. ધાબા પર જળ-અભિષેક અને ગાદલાનું સ્થાનાંતરણઃ- બપોરની ગરમીમાં ધાબું એટલું તપી જાય છે કે તેના પર પાપડ શેકી શકાય. એટલે સાંજે ૬ વાગ્યા પછી ઘરના પુરૂષો પાઈપ લઈને ધાબા પર ચડી જાય છે. ધાબા પર પાણી છાંટવાનો આ આખો પ્રોગ્રામ કોઈ ધાર્મિક વિધિથી ઓછો નથી હોતો.
રાત્રે જ્યારે રૂમની અંદર પંખો બળબળતી હવા ફેંકતો હોય, ત્યારે આખો પરિવાર ગાદલા, ચાદર અને ઓશીકા લઈને ધાબા પર 'હિજ્રત' કરે છે. ધાબા પર સુવાનો પણ એક અલગ જ રોમાંચ છે. બાજુવાળાના ધાબા પર કોણ સૂતું છે, કોણ નસકોરાં બોલાવે છે, અને કઈ બિલાડી ક્યાં કૂદી... આ બધી લાઈવ કોમેન્ટ્રી સાથે ઊંઘવાની જે મજા છે, એ ફાઈવ સ્ટાર હોટેલના એસી રૂમમાં પણ નથી મળતી.
૨. સ્કૂટર અને બાઇકના આસનો પર 'ગોદડા પ્રથા':- ઉનાળામાં બપોરે ટુ-વ્હીલર પાર્ક કર્યું હોય અને બે કલાક પછી જો તમે ભૂલથી પણ સીધા તેના પર બેસી ગયા, તો સમજી લો કે 'તત્કાલ મોક્ષ' નક્કી છે! બાઇકની સીટ એટલી ગરમ હોય છે કે માણસ બેસતાની સાથે જ અડધો ફૂટ હવામાં ઉછળે છે.
આના ઇલાજ માટે આપણી સોસાયટીઓમાં અદ્ભુત જુગાડ જોવા મળે છે. લોકો બાઇકની સીટ પર જાડા ટુવાલ, જૂની કોથમીરોની ગૂણ, અથવા ખાસ બનાવેલા કોટનના કવર લગાવે છે. કેટલાક તો બાઇક પર બેસતા પહેલાં તેના પર પાણીની આખી બોટલ ખાલી કરે છે. સીટમાંથી વરાળ નીકળે અને પછી જ માણસ એના પર બેસે જાણે કોઈ સ્પામાં સ્ટીમ બાથ લઈ રહૃાો હોય!
૩. ગૃહિણીઓનો 'નિનજા લુક':- બપોરના સમયે જો તમે શાકભાજી માર્કેટમાં જાઓ, તો તમને એવું લાગે કે તમે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છો. ગરમીથી બચવા માટે આપણી બહેનો-માતાઓ જે ડ્રેસિંગ કોડ અપનાવે છે, તેને 'નિનજા ટેકનિક' કહી શકાય.
માથાથી લઈને છેક ગળા સુધી મોટો દુપટ્ટો એવી રીતે બાંધ્યો હોય કે માત્ર બે આંખો જ દેખાય. હાથમાં છેક ખભા સુધીના મોજા પહેર્યા હોય અને આંખો પર કાળા ચશ્મા. આ લુક જોઈને ઘણીવાર બેંકના સિક્યોરિટી ગાર્ડ પણ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ગ્રાહક છે કે લૂંટારૂ! પણ ભાઈ, સ્કીન ટેનિંગથી બચવા માટે આનાથી ઉત્તમ કોઈ જુગાડ નથી.
ઉનાળામાં ઘરના ફ્રિજની હાલત પણ જોવા જેવી હોય છે. ફ્રિજ ખોલો એટલે શાકભાજી રાખવાની જગ્યાએ પણ પાણીની બોટલો ગોઠવાયેલી હોય. ઘરમાં એક વણલખાયેલો નિયમ હોય છેઃ ''જે બોટલ ખાલી કરશે, એ જ ભરીને પાછી મૂકશે.''
જો કોઈ ભૂલથી ખાલી બોટલ ફ્રિજમાં મૂકી દે, તો ઘરમાં 'મહાભારત' સર્જાઈ શકે છે. વળી, તરસ છિપાવવા માટે પાડોશીના ઘરેથી બરફ માંગવા જવાની જે પરંપરા છે, એ આપણી સામાજિક એકતાનું પ્રતીક છે. પાડોશી પણ એક વાટકો બરફ આપે ત્યારે એવો ભાવ લાવે છે જાણે સોનાનું બિસ્કિટ દાનમાં આપી રહૃાા હોય! ગમે તે કહો, ઉનાળો આપણને શિસ્ત અને સમાનતા શીખવે છે. ગરીબ હોય કે અમીર, બપોરે બે વાગ્યે લૂ (ગરમ પવન)તો બધાને સરખી જ લાગે છે.
ઋતુઓ તો આવતી-જતી રહેશે, લાઈત બિલ પણ આવતા રહેશે. પણ આ ગરમીમાં જો સાચો ટાઢોડું મેળવવો હોય, તો સાંજે સોડાની દુકાને જઈને, એક 'ડબલ લીંબુ સોડા' મારી લેવી. એ સોડાના પહેલા ઘૂંટડા સાથે જે તૃપ્તિ મળે છે ને સાહેબ... એની સામે દુનિયાના તમામ એસી ફેઈલ છે!
માટે, ગરમીથી ગભરાશો નહીં. બોટલો ભરતા રહો, ધાબા પર પાણી છાંટતા રહો, અને બિલ આવે ત્યારે આંખો બંધ કરીને ઓમ શાંતિ... શાંતિ...નું રટણ કરતા રહો!
વિચારવાયુઃ હોર્મુઝની ખાડી ખુલવાની છે. કદાચ ટાઢકનો અહેસાસ થશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કહેવાય છે કે ભારતમાં બે જ વસ્તુ ગમે ત્યારે આવી શકે છેઃ એક, ચોમાસામાં વરસાદ (ભલે હવામાન ખાતું ના પાડે) અને બીજા, લગ્નના વેવાઈ બનવા નીકળેલા મહેમાનો! ઉંમરલાયક ચુનિયાના ઘરમાં પણ શનિવારની ગુલાબી સાંજે આવો જ એક ચમત્કાર થયો.
દરવાજો ખખડ્યો અને ચુનિયાના પિતાજીએ દરવાજો ખોલ્યો. સામે બે સજ્જનો હાથમાં સરકારી લુકવાળી ફાઈલો અને ચહેરા પર ગંભીરતા લઈને ઊભા હતા. બાપાએ એમના ચહેરાના ભાવ અને હાથની ફાઈલો જોઈને મનોમન ગણિત માંડી દીધુુું.
''બસ, આ નક્કી ચુનિયા માટે કન્યાના પિતા અને મોટાભાઈ જ છે!''
પછી તો ઘરમાં જે આગતા-સ્વાગતા શરૂ થઈ, તેનાથી ઈન્દ્રાસન પણ ડોલી જાય.
સવાલોની ઝડી અને ચુનિયાના સપનાની ઉડાન
મહેમાનો સોફા પર ગોઠવાયા. એમણે ચશ્મા સરખા કરીને પૂછ્યું, ''મકાન તમારૃં પોતાનું છે?''
રઘલાએ છાતી ગજગજ ફુલાવીને કહૃાું, ''હા જી, આપણા દાદાના વખતનું છે, પણ હમણાં જ નવું કલરકામ કરાવ્યું છે!''
મહેમાનનો બીજો સવાલ આવ્યોઃ ''ઘરમાં એસી કેટલા છે?''
ચુનિયાએ ઓરડાની પાછળથી જ માથું ધુણાવીને ઈશારો કર્યો. બાપાએ તુરંત જ કહૃાું, ''બે છે સાહેબ, અને ત્રીજું ચુનિયાના રૂમમાં લગાડવાનું વિચારીએ છીએ. છોકરાને ગરમી બહુ લાગે!''
''રૂમ કેટલા છે? વાહન કયું વાપરો છો? ઘરમાં કોમ્પ્યુટર કે લેપટોપ છે?'' સવાલોનો સિલસિલો ચાલતો રહૃાો.
ચુનિયો તો અંદરના રૂમમાં અરીસા સામે ઊભો રહીને માથાના વાળ સરખા કરવા લાગ્યો. એના મનમાં શરણાઈઓ વાગવા માંડી હતી. એણે મનોમન વિચારી લીધું કે છોકરી નક્કી હાઈ-ફાઈ ઘરની લાગે છે, એટલે જ પિતાજી આટલી બારીકાઈથી 'પ્રોપર્ટી'ની તપાસ કરી રહૃાા છે. ચુનિયાએ તો મનોમન હનીમૂનનું બુકિંગ પણ સ્વિટ્ઝર્લેન્ડ કરવું કે શિમલા એના પ્લાન ઘડી નાખ્યા!
ચા, નાસ્તો અને 'કન્યા'ની ભણતર-કથા
બાપાએ રસોડામાં જઈને બાને ઓર્ડર આપ્યો, ''એ સાંભળે છે? ચામાં એલચી-આદુ બરાબર નાખજે. અને ઓલા કાજુ-બદામવાળા બિસ્કિટ કાઢ. ઘરાક બહુ મોટું છે!''
ટેબલ પર ગરમાગરમ ચા, મમરા, વેફર અને પેંડા ગોઠવાઈ ગયા. મહેમાનોએ પણ કોઈજાતના સંકોચ વગર નાસ્તા પર ન્યાય આપવાનું શરૂ કર્યું. ચુનિયો આછું મલકાતો મલકાતો સોફાની બાજુમાં આવીને બેસી ગયો. મહેમાનોએ એની સામે જોયું, પણ કંઈ પૂછ્યું નહીં, બસ ફાઈલમાં ટપકાં કરતા રહૃાા.
બધો નાસ્તો પતી ગયો, ચાની છેલ્લી ચુસ્કી લેવાઈ ગઈ એટલે રઘલાથી હવે રહેવાયું નહીં. એમણે અત્યાર સુધી દબાવી રાખેલો અસલી સવાલ બહુ જ મીઠાશ અને ભાવથી પૂછ્યોઃ
''બધું તો ઠીક સાહેબ, પણ આપણી કન્યા શું ભણી છે?''
સોફા પર એક ક્ષણ માટે સ્મશાન શાંતિ છવાઈ ગઈ. બંને મહેમાનોએ ચાનો કપ ટેબલ પર મૂક્યો, એકબીજાની સામે જોયું અને પછી રઘલા સામે જોઈને બોલ્યાઃ
''અરે ભાઈ સાહેબ! કઈ કન્યા? અમે તો વસ્તી ગણતરીવાળા છીએ!!!''
આ સાંભળતાં જ ચુનિયાના માથા પર જાણે આકાશ તૂટી પડ્યું! સ્વિટ્ઝર્લેન્ડના બરફના પહાડો પીગળીને પાણી-પાણી થઈ ગયા. બાપાના હાથમાંથી ચાની રકાબી છૂટતા છૂટતા બચી. જે મહેમાનોને એ 'વેવાઈ' સમજીને કાજુ-બદામ ખવડાવતા હતા, એ તો સરકારી આંકડા ભેગા કરવા વાળા નીકળ્યા!
આ તો થઈ ચુનિયાના ઘરની વાત, પણ વસ્તી ગણતરીવાળા જ્યારે સોસાયટીઓમાં ફરે છે ત્યારે એવા એવા કિસ્સા બને છે કે હસવું રોકી શકાતું નથી.
આવો જ એક બીજો કિસ્સો બાજુની ગલીમાં રહેતા કાનજીભાઈના ઘરે બન્યો. કાનજીભાઈ નિવૃત્ત થઈને ઘરે બેઠા-બેઠા સાંજે પાડોશના ટ્યુશનના બાળકોને ભણાવે. સોસાયટીના ૧૦-૧૨ ટાબરિયાં કાનજીભાઈના હોલમાં ગોદડાં પાથરીને ભણવા બેઠેલા.
બરાબર એ જ સમયે વસ્તી ગણતરીના અધિકારીઓ ફાઈલ લઈને ધબધબ કરતા ઘરમાં ઘૂસ્યા. ઘરમાં બાળકોની ભીડ જોઈને અધિકારીની આંખો પહોળી થઈ ગઈ. એમણે ચશ્માના કાચ સાફ કર્યા અને કાનજીભાઈને પૂછ્યું: ''આ બધા તમારા જ છે?''
કાનજીભાઈ ગણિતના દાખલા ગણાવવામાં એટલા મશગૂલ હતા કે એમણે પાછળ જોયા વગર જ કહી દીધું, ''હા, આ બધા મારા જ છે. રોજ સાંજે અહીં જ આવીને ધામા નાખે છે. આ મોટો છે એ બહુ તોફાની છે, અને ઓલી નાની છે એ બહુ હોશિયાર છે!''
અધિકારી તો ગંભીર થઈ ગયા! એમણે દેશના વસ્તી વધારાના સંકટ પર મનોમન એક મોટું ભાષણ તૈયાર કરી નાખ્યું. એમણે ફટાફટ ફોર્મ ખોલ્યું અને કાનજીભાઈના નામે 'કુલ સંતાનોની સંખ્યાઃ ૧૨' લખી નાખી!
જો કાનજીભાઈના પત્નીએ સમયસર આવીને ચોખવટ ના કરી હોત કે, ''અલ્યા ભાઈ, આ તો ટ્યુશનના બાળકો છે, આપણા તો બે જ છે જે અમેરિકા સેટલ છે!'' તો કાનજીભાઈને સરકાર તરફથી 'વસ્તી વધારા બદલ' વિશેષ એવોર્ડ મળી ગયો હોત!
જ્યારે આ લોકો પૂછે કે 'ઘરમાં ગાડી છે?' ત્યારે લોકો ટેક્સ બચાવવા કે સરકારી સબસિડી મેળવવા માટે એવી એક્ટિંગ કરે છે કે જાણે એમના જેવું ગરીબ દુનિયામાં કોઈ નથી. ''ના સાહેબ, ગાડી તો શું, સાયકલમાંય પંચર છે!'' (ભલે બહાર બ્રાન્ડ ન્યૂ સ્કોડા ઊભી હોય!)
કેટલાક ઘરોમાં તો વસ્તી ગણતરી વખતે પાડોશીના છોકરાઓ પણ રમતા રમતા આવી જાય, તો ઘરના વડીલો એમને પણ પોતાના ગણાવી દે છે, જેથી રેશનકાર્ડમાં કદાચ બે કિલો અનાજ વધારે મળે!
ચુનિયાના ઘરેથી જ્યારે વસ્તી ગણતરીવાળા અધિકારીઓ ફાઈલ બંધ કરીને ઊભા થયા, ત્યારે ચુનિયાએ દિલ તૂટ્યાના દર્દ સાથે પૂછ્યું, ''સાહેબ, તમારી ફાઈલમાં કોઈ કન્યાની વિગત હોય તો આપતા જાવ ને, અમારે ગણતરી સરખી થઈ જાય!''
અધિકારીએ હસીને કહૃાું, ''ભાઈ, અમે માણસો ગણીએ છીએ, માંડવા નથી રોપતા!''
એટલે જ કહેવાય છે કે,
વિચારવાયુઃ જ્યારે પણ ઘરે કોઈ અજાણ્યા મહેમાન આવીને તમારા ઘરની સુખ-સાહેબીના સવાલો પૂછે, ત્યારે બહુ રાજી ન થવું. કાં તો એ વસ્તી ગણતરીવાળા હશે, કાં ઈન્કમટેક્સવાળા.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કહેવત છે ને કે 'નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા...' પણ અમુક નામ એવા હોય છે જે તમારા મનમાં એવા ભ્રમ પેદા કરે કે જ્યારે હકીકત સામે આવે ત્યારે ભૂકંપ આવી જાય!
મારી સાથે પણ કંઈક આવું જ થયું. વાત એમ હતી કે મારા ડાયાબિટીસના આંકડા થોડા દિવસથી સેન્સેક્સની જેમ ઉપર-નીચે થઈ રહૃાા હતા. ઘરમાં પત્નીએ અલ્ટીમેટમ આપી દીધું, ''આમ ખાંડ ખાધા કરશો તો એક દિવસ ખાટલા ભેગા થઈ જશો, ચાલો કાલે જ ડોક્ટરને બતાવી આવીએ.''
મેં પૂછ્યું, ''કોણ ડોક્ટર?''
પત્નીએ સ્માર્ટફોનમાં જોતાં જોતાં કહૃાું, ''ડોક્ટર ક્રિષ્ના! બહુ ફેમસ ડાયાબિટીલોજિસ્ટ છે.''
બસ, 'ક્રિષ્ના' નામ સાંભળતાં જ મારા મનમાં ગલગલીયા થવા માંડ્યા! મારા મગજે તરત જ ધારણાંઓનો ઘોડો દોડાવ્યો. ડોક્ટર ક્રિષ્ના... એટલે નક્કી કોઈ સૌમ્ય, શાંત, અને ટીવી સિરિયલોમાં આવે તેવી સ્માર્ટ લેડી ડોક્ટર, જે એપ્રન પહેરીને, ગળામાં સ્ટેથોસ્કોપ ભરાવીને, એકદમ મધુર અવાજે મને કહેશે, ''જુઓ ભાઈ, મીઠાઈ બંધ કરી દો.'' આવી કલ્પના માત્રથી મારો અડધું ડાયાબિટીસ તો ત્યાં જ કંટ્રોલમાં આવી ગયું! પેશન્ટ તરીકે મારો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો. મને રોગ મટાડવામાં જેટલો રસ હતો, એનાથી બમણો રસ ડોક્ટર ક્રિષ્નાને જોવામાં જાગ્યો હતો.
તેમના આસિસ્ટન્ટ છે કિરણ. મનમાં ફરી એક રોમાંચક આંચકો આવ્યો પગારનો પગાર તો છે જ બોનસ પણ છે.
મારા રોમેન્ટિક મગજે એ વખતે વાસ્તવિકતાનો વાયર કાપી નાખ્યો હતો.
બપોરના ત્રણ વાગ્યાની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી. અમિતાભ બચ્ચન હોય તો પણ અમે રાજકોટવાળા બપોરે મળવા ના જઈએ. પરંતુ અહીં તો વાત જ જુદી હતી. સામાન્ય રીતે કાર્યક્રમ હોય ત્યારે જ અમે સ્પ્રે કરીએ પરંતુ આજે તો ઘરવાળી એ પણ કહી દીધું કે ''ડોક્ટરને દેખાડવા જવાનું છે લગ્નમાં નહીં.'' ઉનાળામાં પરસેવાનું બહાનું કાઢી વાત વાળી લીધી.
અમે હોસ્પિટલ પહોંચ્યા. નામ નોંધાવીને વેઈટિંગ એરિયામાં બેઠા. મારૃં દિલ ધક-ધક કરી રહૃાું હતું (ડાયાબિટીસના કારણે નહીં, ઉત્સાહના કારણે!). આખરે અમારો નંબર આવ્યો. પત્ની આગળ અને હું એની પાછળ ધીમેથી ડોક્ટરની ચેમ્બરમાં ઘૂસ્યો.
મેં જેવી નજર સામે કરી, મારો અડધો ઉત્સાહ ત્યાં જ ફૂશ... થઈ ગયો!
સામેની ખુરશી પર સાડા છ ફૂટના, પહાડ જેવા, ભરાવદાર મૂછોવાળા અને સહેજ ટાલવાળા એક ભવ્ય પુરૂષ બેઠા હતા! એમનું કદ જોઈને મને એમ લાગ્યું કે આ ડાયાબિટીસના ડોક્ટર છે કે પછી કુસ્તીના રેફરી?
પણ મેં મનને મનાવ્યું. અરે, આ તો અસિસ્ટન્ટ હશે! આજના જમાનામાં મોટા ડોક્ટરો સીધા ક્યાં મળે છે? પેલા હિન્દી પિક્ચરોમાં આવે ને, એમ આ જુનિયર ડોક્ટર હશે, જે બધી હિસ્ટ્રી લેશે, ફાઈલ બનાવશે અને પછી આપણને મેઈન ડોક્ટર 'ક્રિષ્ના મેડમ' પાસે મોકલશે.
પેલા મૂછાળા ભાઈએ ગંભીર અવાજે પૂછ્યું, ''હાં, બોલો, શું તકલીફ છે?''
મેં નમ્રતાથી મારી ફાઈલ એમના હાથમાં આપી. એમણે મારા રિપોર્ટ્સ જોયા, ચશ્મા સરખા કર્યા, કોમ્પ્યુટરમાં કંઈક ટાઈપ કર્યું. પછી મારી સામે જોઈને પૂછ્યું, ''ગળ્યું બહુ ખાઓ છો?''
મેં પત્ની સામે જોઈને ખોટું હસતાં હસતાં કહૃાું, ''ના રે સાહેબ, એ તો ક્યારેક જ...'' પત્નીએ તરત જ મારી પોલ ખોલી, ''સાહેબ, આ આખો દિવસ ફ્રીઝ ખોલીને પેંડા ચોરે છે!''
પેલા મૂછાળા ભાઈએ કડક નજરે મારી સામે જોયું. મને થયું, 'ભાઈ તું ગમે તેટલો ગરમ થા, મારે તો તારી પાછળ બેસતા મેઈન ડોક્ટર ક્રિષ્નાને મળવું છે.' બધી વિધિ પૂરી થઈ ગઈ. એમણે પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું અને ફાઈલ બંધ કરી.
હવે મારો ધીરજનો ઘડો છલકાઈ રહૃાો હતો. બધી વિધિ પૂરી થઈ ગઈ પણ 'મેડમ' હજુ કેમ ન આવ્યા? આ અસિસ્ટન્ટ પોતે જ બધું પતાવી દેશે તો મારો ઉત્સાહ એમનેમ એક્સપાયર થઈ જશે!
મેં હિંમત ભેગી કરી, ગળું ખોંખાર્યું અને એકદમ ભોળા થઈને પૂછ્યું, ''સર, બધી વિધિ તો પતી ગઈ... પણ પેલું, ડોક્ટર ક્રિષ્નાને પણ મળીને જ જઈએ ને? એમની અપોઈન્ટમેન્ટ હતી આપણી.''
ચેમ્બરમાં એક સેકન્ડ માટે પિન-ડ્રોપ સાયલન્સ છવાઈ ગયું.
પેલા મૂછાળા ડોક્ટરે ચશ્મા નાક પરથી સહેજ નીચે ઉતાર્યા. મારી સામે એવી રીતે જોયું જાણે હું મંગળ ગ્રહ પરથી આવ્યો હોઉં. પછી એમણે પોતાની છાતી પર હાથ મૂક્યો, મૂછો પર વળ દીધો અને ખડખડાટ હસતા અવાજે બોલ્યાઃ
''ભલા માણસ, હું જ ડોક્ટર ક્રિષ્ના મોરી...!'' આ સાંભળતાં જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ! મારા મનમાં જે રોમેન્ટિક કલ્પનાઓનો કાચનો મહેલ હતો, એના પર જાણે કોઈએ બુલડોઝર ફેરવી દીધું! હિમાલયની ટોચ પરથી મારો ઘા થયો હોય એવો જોરદાર આંચકો લાગ્યો! ડોક્ટર 'ક્રિષ્ના' એટલે કોઈ ગોપી નહીં, પણ આખેઆખા 'દ્વારકાધીશ' જેવા કદાવર પુરૂષ નીકળ્યા! મારી પત્ની તો પોતાનું હસવું રોકવા માટે મોઢા પર પાલવ દબાવીને બેસી ગઈ. મારી હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ હતી.
ડોક્ટર ક્રિષ્ના મોરી એકદમ માયાળુ અને રમુજી સ્વભાવના હતા. મારો ઉતરી ગયેલો ચહેરો જોઈને એ સમજી ગયા કે મારા મનમાં શું ચાલતું હતું. એ હસતાં હસતાં બોલ્યા, ''ભાઈ, તમારા જેવા ઘણા પેશન્ટ્સ 'ક્રિષ્ના' નામ વાંચીને ગુલાબી સપના જોતા જોતા આવે છે, પણ અહીં આવ્યા પછી મારી મૂછો જોઈને એમનો ડાયાબિટીસ અડધો તો એમ જ ગાયબ થઈ જાય છે! નામમાં શું રાખ્યું છે, કામ જુઓ કામ!'' મેં શરમાતાં શરમાતાં કહૃાું, ''ના સાહેબ, એ તો મને એમ કે...''
''કંઈ વાંધો નહીં,'' ડોક્ટરે હસીને ટેબલ પર હાથ પછાડતા કહૃાું, ''આજથી તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવાની જવાબદારી આ 'ક્રિષ્ના'ની. પણ શરત એટલી કે માખણ અને મિશ્રી બંધ કરવા પડશે, હું તો કાનો છું એટલે માખણ ખાવું મને પોસાય, તમને નહીં!''
એમની આ હાસ્ય સભર પંચ લાઈન સાંભળીને ચેમ્બરમાં અમે બધા ખડખડાટ હસી પડ્યા. જે ટેન્શન સાથે હું હોસ્પિટલ ગયો હતો, તે બધું જ હાસ્યમાં ઓગળી ગયું.
ઘેર પાછા આવતી વખતે આખી રસ્તે મારી પત્ની મારી ખેંચતી રહી, ''કેમ, કેવા લાગ્યા ડોક્ટર ક્રિષ્ના? આવ્યા ગલગલીયા?'' મેં કાન પકડ્યા કે ભાઈ, હવે પછી કોઈપણ જગ્યાએ જતાં પહેલાં નામ પાછળ 'ભાઈ' છે કે 'બેન' એની પાકી તપાસ કરી લેવી!
નામના ભ્રમમાં જીવવું કેટલું ભારે પડી શકે છે એ મને એ દિવસે સમજાયું. પણ હા, ડોક્ટર ક્રિષ્ના મોરીના એ હાસ્ય અને પોઝિટિવિટીના કારણે મારો ડાયાબિટીસ ખરેખર કંટ્રોલમાં આવી ગયો છે. છેવટે, હાસ્ય એ જ સૌથી મોટી દવા છે, પછી ભલે એ હિમાલયની ટોચ પરથી થયેલા ઘા પછી જ કેમ ન મળી હોય!
વિચારવાયુઃ- શીતલ, ક્રિષ્ના, કિરણ.... લિસ્ટ બનાવી રાખો. ખબર તો પડે કોણ કોણ આશાના મીનારા તોડી શકે છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અચાનક રસોડાનું 'ગુપ્ત સંગઠન' રસ્તા પર આવ્યું! ગઈકાલે રાત્રે જ્યારે આખું શહેર ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે મારા ઘરના રસોડાના ઓટલા નીચે, ડાર્ક રૂમમાં એક ઐતિહાસિક ઘટના ઘટી રહી હતી.
સામાન્ય રીતે રાત્રે બે-ત્રણ વાગ્યે પાણી પીવા જઈએ ત્યારે એકાદ-બે વંદા 'હાય-હેલ્લો' કરીને ફ્રીજની પાછળ સંતાઈ જતા હોય છે. પણ ગઈકાલે તો દૃશ્ય જ અલગ હતું. રસોડાના પ્લેટફોર્મ પર જાણે આંતરરાષ્ટ્રીય મહાસંમેલન ભરાયું હતું!
હા, તમે સાચું વાંચ્યું. એ હતી 'અખિલ બ્રહ્માંડ વંદા મહાસભા'ની વાર્ષિક જનરલ મિટિંગ. વિષય હતોઃ ''બળાપો અને ભવિષ્યની રણનીતિ.''
વિશ્વના ખૂણે-ખૂણેથી વિવિધતામાં એકતાના દર્શન સ્વરૂપ મૂછુ ફરકાવતા વંદાઓ ભેગા થયા હતા. રસોડાની સિંકના હોલમાંથી, ગેસના સિલિન્ડર પાછળથી અને બાથરૂમની નાની ગટરના રસ્તેથી દેશભરના વંદાઓ ઉમટી પડ્યા હતા. લોકશાહીનો સાચો નમૂનો અહીં જોવા મળતો હતો.
આટલા તો અહીં હતા પરંતુ સેટેલાઈટ દ્વારા મેટ્રો સિટીના હાઈ-ફાઈ વંદા પ્રમુખ તેઓને માર્ગદર્શન આપી રહૃાા હતા. ધડાધડ સભ્યો બની રહૃાા હતા.
સોસાયટીની ફાઈવ-સ્ટાર ડ્રેનેજ લાઈનમાંથી, એકદમ ચળકતા અને સ્માર્ટ,
ગામડાની નાની ગટરના દેશી વંદા જે કદમાં થોડા નાના પણ ચીવટવાળા અને કડક હતા તે, સોફિસ્ટિકેટેડ વંદા જેઓ રસોડાના મસાલાના ડબ્બા પાછળ રહીને આખી જિંદગી એલચી અને તજની સુગંધ માણી ચૂક્યા હતા તે આમ અલગ અલગ પ્રાંતમાંથી અલગ અલગ વિશેષતા ધરાવતા મૂછાળા નાજુક ડરામણા વંદાવો ઘા એ ઘા જોડાવા માંડ્યા.
અમુક વિદેશી ટાઈપના ઊડતા વંદા જેઓ જરાક હવા ભરાય એટલે હેલિકોપ્ટરની જેમ ઊડીને સીધા સડસડાટ સ્ત્રીઓના માથા પર જ લેન્ડિંગ કરવાની કુખ્યાત ક્ષમતા ધરાવતા હતા તેઓ પણ જોડાઈ ગયા. વડા વંદાનું ઐતિહાસિક ભાષણ સાંભળવા જેવું હતું.
સ્ટેજ પર એક મોટો ખાંડનો દાણો મૂકવામાં આવ્યો હતો, જેના પર ઊભા રહીને પ્રમુખ વંદાએ (જેની મૂછો અને દાઢીને કારણે થોડો લઘર વઘર લાગતો હતો. ટુંકમાં હોય તેવો લાગતો હતો) માઈક વગર જ પોતાની તીણી મૂછો હલાવીને ભાષણ શરૂ કર્યું.
''ભાઈઓ અને બહેનો (અને આપણા અસંખ્ય બચ્ચાઓ)...'' પ્રમુખે ગળું ખંખેર્યું, ''આપણે આપણી શક્તિને ભૂલી ગયા છીએ. ડાયનાસોર આવ્યા અને જતા રહૃાા, પણ આપણે હજુ જીવતા છીએ! આપણી તાકાત જુઓ, આ દેશની સરકાર ભલે ગમે તેટલી પાવરફૂલ હોય, પણ સરકાર આખરે તો એક પત્ની જેવી છે. અને પત્ની ગમે તેવી સિંહણ હોય, પણ એક નાનકડા વંદાથી બીવે છે!''
આ વાક્ય સાંભળતા જ આખા રસોડામાં 'ચીં-ચીં' ના અવાજો સાથે તાળીઓનો ગડગડાટ થઈ ગયો. ચારે બાજુ મૂછો ફરકવા મંડી. બે-ત્રણ ઉત્સાહી જુવાનિયા વંદા તો ગેસના લાઈટર પર ચડીને નાચવા લાગ્યા.
પ્રમુખે આગળ વધતાં કહૃાું, ''તમે વિચારો, જે ઘરમાં પત્ની સિંહણ બનીને ફરે છે, ત્યાં આપણી એન્ટ્રી થતાં જ સિંહણ સોફા પર ચડીને ચીસો પાડે છે અને આખો આલીશાન બંગલો માથે લે છે. આપણા એક ઈશારે આખી માનવજાત કૂદાકૂદ કરવા લાગે છે. આ આપણો પાવર છે!''
આપણો મુખ્ય એજન્ડા છે 'માત્ર પત્ની જ નહીં, આખું જગત ડરવું જોઈએ'
જોકે, પ્રમુખ વંદાના આ આત્મસંતોષ સામે વિરોધ પક્ષના નેતા (જે ગટરના પાઈપમાંથી સીધો આવ્યો હતો અને થોડો કાળો-પીળો હતો) એ વાંધો ઉઠાવ્યો. એણે પાંખો ફફડાવીને કહૃાું:
''પ્રમુખ સાહેબ, આ તો અધૂરી જીત છે. માત્ર પત્નીઓ ડરે એનાથી આપણું પેટ નહીં ભરાય. અમારો એજન્ડા સ્પષ્ટ છે. આ દેશના પુરૂષો, બાળકો અને ખાસ કરીને પેલા કાળા કલરના હિટ સ્પ્રેવાળા લોકો પણ આપણાથી ડરવા જોઈએ!'' અને જે ઘરમાં પત્ની ન હોય પુરૂષ એકલો હોય તેને ડરાવવા માટે શું કરવું તે પણ ફોડ પાડો.
વિપક્ષના નેતાએ પોતાની માગણીઓનું લિસ્ટ રજૂ કર્યું, જે ખરેખર હસવા જેવું પણ વિચારવા જેવું હતું.
ચોખ્ખી જગ્યાઓમાં અનામતની માગણી કરી કહૃાું ''વંદાઓને માત્ર કચરાપેટી કે ગંદી નાળીઓમાં જ કેમ રહેવું પડે? લિવિંગ રૂમના કાચના ટેબલ પર, ડાઇનિંગ ટેબલ પર અને બેડરૂમના એસીના વેન્ટમાં પણ વંદાઓને સન્માનજનક સ્થાન મળવું જોઈએ.''
હિટ સ્પ્રે પર વિરોધ પ્રગટ કરતા એક જ સુરે વંદાઓએ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈને કેમિકલ વેપન્સ (રાસાયણિક હથિયારો) વાપરવા બદલ માણસો સામે કેસ કરવો જોઈએ. આ સ્પ્રે નૈતિકતાની વિરૂદ્ધ છે! રસોડામાં ડે-નાઈટ શિફ્ટ માણસો માત્ર રાત્રે જ રસોડું ખાલી કરે છે, જે ખોટું છે. દિવસે પણ બે-ત્રણ કલાક 'વંદા કરફ્યુ' જાહેર થવો જોઈએ જેથી તેઓ શાંતિથી લંચ લઈ શકે. આવી રજૂઆત પણ કરી.
ભાષણો પત્યા પછી 'વંદા સંગઠન' દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં બે ઊડતા વંદાઓએ 'હવામાં પ્રગટ થવું અને અચાનક ગાયબ થઈ જવું' વિષય પર લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. સભાના અંતે ભવ્ય રાત્રિભોજનનું આયોજન હતું, જેમાં મેનૂમાં હતું, ગઈકાલની વધેલી દાળના ટીપાં, પ્લેટફોર્મ પર વેરાયેલી ખાંડની ચાસણી અને સિંકમાં પડેલી એંઠી થાળીઓનો અમૂલ્ય રસ! એકાદ બે પિઝાના બટકા, ચાલો તેમને જમવા દયો.
એક બુદ્ધિ જેવી લેખક તરીકે આ તમામ વંદાઓને એક ખુલ્લો પત્ર પાઠવું છું.
પ્રિય વંદાઓ,
તમે ભલે એમ માનતા હો કે તમારાથી પત્નીઓ ડરે છે, પણ વાસ્તવમાં એ ડર નથી, એ તિરસ્કાર છે! અને હા, જ્યારે પત્ની તમારાથી ડરીને ચીસ પાડે છે, ત્યારે અમારે (પુરૂષોએ) વધ કરવો પડે છે. અમારે હાથમાં ચંપલ લઈને રસોડાના ખૂણે-ખૂણે ઓપરેશન ચલાવવું પડે છે. તમારી લડાઈમાં વગર વાંકે અમારૃં બીપી વધી જાય છે. તમે ગમે તેટલી સભાઓ ભરો, ગમે તેટલા ઠરાવો પસાર કરો, પણ યાદ રાખજો જ્યાં સુધી ભારતીય ગૃહિણીના હાથમાં કચરા-પોતું, સાવરણી અને 'હિટ' ની બોટલ છે, ત્યાં સુધી તમારૃં 'રસોડા રાજ' ક્યારેય કાયમી નહીં બને!
વિચારવાયુઃ- લાઈટ થતાં જ વંદા પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને પેલા ઊડતા હેલિકોપ્ટરો બધા જ પોત પોતાનો એજન્ડા ભૂલીને, લોકશાહીના લીરેલીરા ઉડાવીને ફ્રીઝની પાછળ ભાગી ગયા!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ દેશજોગ સંબોધનમાં ચાર મુદ્દાની ગાઈડલાઈન શું આપી, આખા દેશમાં જાણે દિવાળી અને હોળી એકસાથે આવી ગઈ હોય એવો માહોલ છે.
સામાન્ય રીતે પીએમ કંઈક જાહેરાત કરે એટલે લોકો એટીએમની લાઈનમાં ઊભા રહે કે થાળી વગાડવા ટેરેસ પર પહોંચી જાય, પણ આ વખતે મામલો અલગ છે. સૂચનાઓ કંઈક આવી છેઃ સોનું ન ખરીદો, વિદેશ પ્રવાસ ન કરો, વર્ક ફ્રોમ હોમ કરો અને વાહન ઓછાં ચલાવો.
આ સાંભળીને અર્થશાસ્ત્રીઓ ભલે માથું ખંજવાળતા હોય, પણ મધ્યમવર્ગીય ઘરોમાં જે ખુશીની લહેર દોડી ગઈ છે એ જોવા જેવી છે.
પતિ અને પત્ની બંને ખુશ છે, પણ બંનેના ખુશ થવાના કારણોમાં 'નોર્થ પોલ' અને 'સાઉથ પોલ' જેટલું અંતર છે!
એવું કીધું કે સોનું ન ખરીદો. પહેલીવાર એવું લાગ્યું કે પત્ની ન હોય તો પણ પતિદેવની વ્યથા તે સમજી શકે. પતિદેવના ખિસ્સામાં 'અચ્છે દિન'ની શરૂઆત થઈ.
પુરુષો માટે આ સૂચના એટલે જાણે જેલમાંથી આજીવન સજા ભોગવતા કેદી ને મળેલી મુક્તિ!
લગ્નની વર્ષગાંઠ હોય કે પુષ્ય નક્ષત્ર, સ્ત્રીઓ માટે સોનું ખરીદવું એ એક ધાર્મિક વિધિ છે. પતિ બિચારો જ્વેલર્સના શોરૂમમાં એવી રીતે બેઠો હોય છે જાણે ફાંસીની સજાની રાહ જોતો ગુનેગાર હોય.
હવે પીએમની સૂચના પછી પતિ ગર્વથી કહી શકશે, ''જો ભાગ્યવાન, મારે તો તને હાર લઈ જ આપવો છે, પણ દેશહિતમાં મારે મારી ઈચ્છા દબાવવી પડે છે. આપણે રાષ્ટ્રભક્ત છીએ, સોનું ખરીદીને અર્થતંત્રને નુકસાન ન કરાય!''
વિદેશ પ્રવાસ બંધ કરો. આ સાંભળીને પત્નીઓને થોડો ઝટકો લાગ્યો ખરો, કારણ કે પડોશમાં રહેતી ચાંપલી પિન્કી સ્વિટ્ઝરલેન્ડના ફોટા ફેસબુક પર મુકતી હતી તેને દેખાડી દેવા માટે પણ વિદેશ પ્રવાસ જરૂરી હતો.
''બેબી, માય સોનુ અત્યારે વિદેશ જવું સેફ નથી, વડાપ્રધાને ના પાડી છે. આપણે લોકલ ફરવા જઈશું (એટલે કે બાજુના બગીચે)!'' આવું નિર્ભય બની અને કહી શકાય. વર્ક ફ્રોમ હોમ કરવાનું કહૃાું છે.
આ મુદ્દે સ્ત્રીઓ સૌથી વધુ ખુશ છે. એમને મન 'વર્ક ફ્રોમ હોમ' એટલે પતિદેવનું 'હોમવર્ક'! અત્યાર સુધી પતિ ઓફિસ જઈને શું કરતો હતો એ પત્નીને ક્યારેય ખબર પડતી નહીં. હવે પત્નીને લાગે છે કે પતિ ઘરે રહેશે એટલે શાક સુધારી આપશે.
કચરા-પોતામાં 'ટેકનિકલ આસિસ્ટન્ટ' તરીકે કામ કરશે. બાળકોને ભણાવવાની જવાબદારી લેશે.
સ્ત્રીઓ વિચારે છે કે જો પતિ ૮ કલાક લેપટોપ સામે બેસી શકતો હોય, તો અડધો કલાક કૂકરની સીટી કેમ ન ગણી શકે? ''વર્ક ફ્રોમ હોમ'' એ સ્ત્રીઓ માટે પતિને ''હાઉસબન્ડ'' બનાવવાનો સુવર્ણ અવસર છે.
વાહન ઓછાં ચલાવવાનું કહી લોંગ ડ્રાઈવનો 'ધ એન્ડ' કરાવી દીધો.
રવિવારની સાંજે જ્યારે પત્ની કહેતી કે ''ચલોને ક્યાંક બહાર આંટો મારી આવીએ'', ત્યારે પતિના મગજમાં પેટ્રોલના ભાવના મીટર ફરતા હતા. પીએમની આ સૂચનાએ પતિઓને કાયદેસરનું હથિયાર આપી દીધું છે.
હવે જો પત્ની કહેશે કે લોંગ ડ્રાઈવ પર જઈએ, તો પતિ ગંભીર થઈને કહેશે, ''પ્રિયે, પ્રદૂષણ અને ટ્રાફિકની સમસ્યા જો. દેશને આપણી જરૂર છે. આપણે ઘરે બેસીને જૂની ફિલ્મો જોઈશું. ચાલ, ચા બનાવ, આપણે વાહન ન ચલાવીને દેશ બચાવીએ!'' લોંગ ડ્રાઈવના નામે થતો પેટ્રોલનો અને આઈસ્ક્રીમનો ખર્ચ બચી ગયો, એની ખુશી પુરૂષના ચહેરા પર છલકાય છે.
આમ જો જોવામાં આવે તો પીએમની એક સૂચનાએ ભારતીય ઘરોમાં શાંતિ સ્થાપી દીધી છે.
પુરૂષો ખુશ છેઃ કારણ કે એમની તિજોરી બચી ગઈ છે.
સ્ત્રીઓ ખુશ છેઃ કારણ કે એમનો 'સાહેબ' હવે ઘરમાં નજર સામે રહેશે અને ઘરકામમાં હાથ બટાવશે (એવી એમને આશા છે!).
જો આ લેખ વાંચ્યા પછી તમારી પત્ની સોનું માંગે, તો ધીમેથી કાનમાં કહી દેજો - ''મોદીજીએ ના પાડી છે!'' (પછી જે થાય એની જવાબદારી લેખકની રહેશે નહીં!)
વિચારવાયુઃ- નેતાઓ દ્વારા થતા ઉદઘાટન ઓન લાઈન થઈ જાય તો? રામનું નામ લ્યો, રામ રાજ્યનું નહીં.
-મિલન ત્રિવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
સાહેબ, અત્યારે સૂરજદાદા જે રીતે કોપાયમાન થયા છે ને, એ જોતા લાગે છે કે એમણે ઉપરથી સીધું ગરમી નામના વ્યંજનનું 'તપેલું' ઊંધું વાળી દીધું છે.
તાપમાનનો પારો એટલો ઊંચો ગયો છે કે હવે તો પારો પણ પરસેવે રેબઝેબ થઈને થર્મોમીટરમાંથી નીચે ઉતરી જવાની કોશિશ કરે છે.
આ બળબળતી ગરમીમાં માણસના હાલ એવા બેહાલ થયા છે કે અરીસામાં પોતાનું મોઢું જોવે તો એને એમ થાય કે આ હું છું કે મારા આધાર કાર્ડનો ફોટો?
આધાર કાર્ડના ફોટા વિશે તો એક કહેવત પડી ગઈ છે કે માણસ ગમે તેટલો રૂપાળો હોય, પણ આધાર કાર્ડમાં તો એ 'વોન્ટેડ ગુનેગાર' જેવો જ લાગે.
પણ અત્યારની આ ગરમીએ તો કમાલ કરી દીધી છે. બપોરે બાર વાગ્યા પછી રસ્તા પર નીકળેલા કોઈ પણ ભદ્ર પુરુષ કે સ્ત્રીનું મોઢું જુઓ, એટલે તેમને એસી રૂમમાં લઈ જઈ અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાનું મન થાય.
ગરમીને લીધે મોઢા પર જે તેલ, પરસેવો અને ધૂળનું મિશ્રણ થાય છે, પરિણામે તમે ગમે તેટલા મોંઘા ફેસવોશ વાપરતા હોવ, પણ ગરમીના પ્રતાપે તમારૃં મોઢું એવું થઈ જાય છે કે તમારા પોતાના પત્ની કે સંતાનો પણ બે મિનિટ વિચારમાં પડી જાય કે, ''આ ઘરમાં કોણ ઘૂસી આવ્યું?''
ગરમીનું હથિયાર કે દેવાદારોનું વરદાન ગણો તેવી બુકાની બહુ કામની.
પેલા ડાકુઓ ગબ્બરસિંહના જમાનામાં મોઢે રૂમાલ બાંધતા, અત્યારે સજ્જન માણસો સૂરજસિંહથી બચવા બુકાની બાંધે છે. રસ્તા પર નીકળો એટલે લાઈનસર બુકાનીધારીઓ નીકળ્યા હોય, જાણે કોઈ ગુપ્ત મિશન પર જતા હોય!
પણ સાહેબ, આ બુકાની પ્રથાનો સૌથી મોટો ફાયદો જો કોઈને થયો હોય, તો એ છે 'ગામના દેણદારો'.
જેમણે આખા ગામનું દેણું કરી નાખ્યું છે, જેમના ઘરે ઉઘરાણીવાળા સવાર-સાંજ આંટા મારે છે, એમના માટે આ વૈશાખ મહિનો 'અમૃતકાળ' સમાન છે. પહેલાં બિચારો દેવાદાર ગલીએ-ગલીએ સંતાતો ફરતો. કોઈ સામે મળે તો નીચું જોઈ જવું પડતું. પણ હવે? હવે તો વટથી બુકાની બાંધીને ઉઘરાણીવાળાની બાજુમાંથી નીકળી જાય તોય પેલો ઓળખી ન શકે!
દૃશ્ય વિચારો
ચુનિયાએ પાંચ લાખનું દેણું કર્યું છે. સામેથી જ એમને વ્યાજે પૈસા આપનાર શેઠના કાનમાં સામેથી પૂછ્યું, ''કેમ શેઠ, ગરમી બહુ છે ને?'' શેઠ બિચારા પરસેવો લૂછતા બોલ્યા, ''હા ભાઈ, બહુ છે, પણ તું કોણ?''
ચુનિયો મનમાં હસતા હસતા બોલ્યો, ''હું તમારો હિતેચ્છુ!''
આ બુકાનીના પ્રતાપે ગામમાં 'ઓળખની કટોકટી' ઊભી થઈ છે. લગ્નમાં જાવ તો વરરાજા સિવાયના બધા બુકાનીમાં હોય, એટલે ખબર જ ન પડે કે કન્યા પક્ષવાળા કયા અને વર પક્ષવાળા કયા!
હવે કોઈને પૂછવાની જરૂર નથી કે તમે ક્યાંથી આવો છો. જેનું મોઢું વધારે લાલ અને આધાર કાર્ડ જેવું હોય, સમજવું કે એ બિચારો બસ સ્ટોપ પર અડધો કલાક ઊભો રહીને આવ્યો છે.
ક્રાઈમ રેટમાં ઘટાડો (કદાચ) થાય છે. પોલીસને પણ તકલીફ છે. સીસીટીવી કેમેરામાં બધા 'બુકાની બાબા' જ દેખાય. ચોર ચોરી કરીને ભાગે અને પોલીસ પકડે, તો ખબર પડે કે એ તો ગરમીથી બચવા રૂમાલ બાંધીને જતો સીધો-સાદો નાગરિક હતો!
પોલીસ તંત્રને થર્ડ ડિગ્રી અપનાવવા કરતા ખાલી કાનમાં ગુનેગારને એટલું કહેવાનું કે ''ગુન્હો કબુલ કરે છે કે બપોરે ત્રણ વાગે પબ્લિક ગાર્ડનમાં લઈ જઈ અને લપસિયા ખવડાવવું?'' નાના મોટા ગુન્હેગારો તો તરત ગુન્હો કબૂલી લે.
બહેનોનો હજારો રૂપિયાનો મેકઅપ ગરમીના બે મિનિટના સ્પેલમાં 'પીગળી'ને ગળા સુધી આવી જાય છે. છેલ્લે લુક તો પેલો આધાર કાર્ડ વાળો જ મળે!
ગરમી તો પડવાની જ, અને સૂરજદાદા એનું કામ કરવાના જ. પણ આ ગરમીમાં જો તમારી પાસે દેણું હોય, તો બુકાની બાંધીને ફરવાનો આનંદ કંઈક અલગ જ છે. બસ, એટલું ધ્યાન રાખજો કે બુકાની ખોલો ત્યારે મોઢું ધોઈ નાખજો, નહીંતર ઘરના કૂતરા પણ ભસવા માંડશે કે આ 'આધાર કાર્ડ' જેવું પ્રાણી ક્યાંથી આવ્યું?
બાકી તો, ઠંડુ પાણી પીવો, બુકાની બાંધો અને મસ્ત રહો.
વિચારવાયુઃ ગરમીમાં આખેઆખો માણસ ઓગળી જાય સિવાય ફાંદ
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતી પંચાંગ મુજબ વૈશાખ મહિનો એટલે સૂર્યનારાયણનું ફૂલ ફોર્મમાં હોવું.
આ મહિનામાં જો તમે ભૂલેચૂકે બપોરે બહાર નીકળો, તો તમને લાગે કે કુદરતે પૃથ્વી પર 'શેકેલા પાપડ' બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પણ ધન્ય છે આપણાં જ્ઞાતિ-જાતિના પંચોને અને મુહૂર્ત કાઢનારા મહારાજોને, જેમને આકરા તાપમાં જ 'લગ્નસરા' દેખાય છે!
વૈશાખમાં લગ્ન કરવા એ કોઈ સામાન્ય સાહસ નથી, એ તો સાક્ષાત 'પરમવીર ચક્ર' મેળવવા જેવું પરાક્રમ છે.
સૌથી વધુ દયા તો પેલા વરરાજા પર આવે. બિચારો સવારથી 'ગ્લો' લાવવા માટે બ્યુટી પાર્લરમાં ઘસાઈને આવ્યો હોય, પણ જેવો એ અસ્તરવાળો, ડાર્ક કલરનો 'થ્રી-પીસ શૂટ' પહેરે એટલે એનું ગ્લોઈંગ મોઢું 'બાફેલા બટાકા' જેવું થવા લાગે. થોડીક વાર તો વરરાજા કેવી રીતે વિચારવા મંડે કે ધોળા મલમલ નો સદરો અને ખાદીનો લેંઘો પહેરીને જ માંડવે જવાય.
તમે કલ્પના કરો, બહાર તાપમાન ૪૪ ડિગ્રી હોય અને વરરાજાએ ઉપર શેરવાની કે જાડો કોટ ચડાવ્યો હોય! અંદર પંખો તો શું, હવા જવાનો પણ માર્ગ ન હોય. વરરાજાના ચહેરા પરના હાવભાવ જોજો, એ પરણવા જતો હોય એવું ઓછું અને સીધો 'ફ્રાઈંગ પેન' માંથી બહાર નીકળ્યો હોય એવું વધુ લાગે. એના મનમાં સતત એક જ વિચાર ચાલતો હોયઃ ''આ લગ્નવિધિ પતે એટલે સીધો આઈસ ફેક્ટરીમાં જઈને સૂઈ જવું છે!''
ઉનાળામાં લગ્ન કરે તો ભલે કરે પરંતુ વરઘોડો કાઢવો ફરજિયાત હોય અને તે વગર લગ્ન માન્ય નહીં થાય તેવો નિયમ હોય તેમ ફરજિયાત વરઘોડો નીકળે એટલે અસલી ખેલ શરૂ થાય.
બેન્ડવાજાવાળા 'નાગિન'ની ધૂન વગાડે એટલે જાનૈયાઓમાં રહેલો 'શેષનાગ' જાગી ઊઠે. ભલે ડામરના રોડ પરથી વરાળ નીકળતી હોય, પણ આપણા જાનૈયાઓ તો એ ગરમ રોડ પર આળોટીને ડાન્સ કરશે.
પગમાં ચામડાના બૂટઃ અંદર જાણે ભઠ્ઠી સળગતી હોય.
ગળામાં ટાઈઃ જાણે ફાંસો આપ્યો હોય એવો અનુભવ.
ખિસ્સામાં રૂમાલઃ જે પાંચ મિનિટમાં ભીનો થઈને 'પોતું' બની જાય.
એમાં પાછો નાગિન ડાન્સ કરતો જાનૈયો જ્યારે રૂમાલ કાઢીને મોઢું લૂછે, ત્યારે અડધો પાવડર અને અડધો પરસેવો ભેગો થઈને એના મોઢા પર 'ગૂગલ મેપ' જેવી આકૃતિઓ બનાવી દે છે.
કન્યા પક્ષની હાલત તો એથીય ગંભીર હોય. કન્યાએ ત્રણ કલાક પાર્લરમાં બેસીને જે 'પેઇન્ટિંગ' કરાવ્યું હોય, તે વૈશાખની લૂ સામે ટકી શકતું નથી. વરરાજો જ્યારે લગ્નમંડપે પહોંચે અને સાસુમા પોંખવા આવે, ત્યારે દ્રશ્ય જોવા જેવું હોય છે.
કન્યા હરખે વરરાજાનું મોઢું જોવા આવે, પણ ત્યાં સુધીમાં તો પરસેવાને કારણે આઈલાઈનર વહીને ગાલ પર આવી ગયું હોય અને લિપસ્ટિક દાંત પર ચોંટી ગઈ હોય. બિચારો વરરાજો એક ક્ષણ માટે તો ગભરાઈ જાય! એને લાગે કે એ કોઈ અજાણી જગ્યાએ, અજાણ્યા લોકો વચ્ચે આવી ચડ્યો છે.
સાસુમા પોંખતી વખતે મનોમન પ્રાર્થના કરતા હોય કે, ''હે ભગવાન, વરરાજો માંડવો છોડીને ભાગી ન જાય તો સારૃં!''
વૈશાખના લગ્નમાં જમણવારમાં ગમે તેટલી વેરાયટી હોય, પણ લોકોની નજર તો માત્ર 'આઈસ્ક્રીમ' અને 'ઠંડા પીણા' પર જ હોય છે. ગુલાબજાંબુ બિચારા ગરમ ચાસણીમાં એકલા અટૂલા પડ્યા હોય છે, કોઈ એને પૂછતું નથી. પણ આઈસ્ક્રીમના કાઉન્ટર પર તો જાણે 'મહાભારત' ખેલાતું હોય!
માણસો પ્લેટ લઈને એવી રીતે તૂટી પડે છે કે જાણે આ આઈસ્ક્રીમ નહીં, પણ અમૃત છે જે પીવાથી એ અમર થઈ જશે.
ખરેખર, જે માણસ ૪૫ ડિગ્રી ગરમીમાં, જાન લઈને જાય, થ્રી-પીસ શૂટ પહેરે, ગરમ ડામર પર નાગિન ડાન્સ કરે અને પછી હસતા મોઢે સ્ટેજ પર ફોટા પડાવે... એને 'વરરાજા' નહીં પણ 'વર-વીર' કહેવો જોઈએ. સરકારને વિનંતી છે કે આવા વરરાજાઓને 'પરમવીર' કે 'અશોક ચક્ર' ન મળે તો કાંઈ નહીં, પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક આઈસ પેક અને ઠંડા લીંબુ શરબતનું બોક્સ તો ઈનામમાં મળવું જ જોઈએ!
સ્ત્રીઓ તો એસી હોલમાં ચિલ્ડ વાતાવરણમાં કાળજાળ ગરમી ચીરીને આવતા વરઘોડાની રાહ જોતી મજા કરતી હોય છે.
પરંતુ પુરૂષ માટે એક આશ્વાસન લેવા જેવી વાત એ છે કે વૈશાખ મહિનામાં જેણે લગ્ન કર્યા હોય તેને લગ્ન જીવનમાં ગમે તેટલા વિઘ્નો આવે પરંતુ લગ્ન વખતનું વાતાવરણ યાદ કરે એટલે મોટું વિઘ્ન પણ નાનું લાગે.
વિચારવાયુઃ- પુરૂષોએ લગ્ન જ ન કરાય. સ્ત્રીઓએ કરવા હોય તો ભલે કરે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચારે તરફ અત્યારે યુદ્ધનો માહોલ છે. પરંતુ ગુજરાતીઓ તેમાં પણ મિમ બનાવી આનંદ લે છે.
ટ્રમ્પકાકા એવું કહે છે કે મારા વહાણ નહીં જાવા દ્યો તો હોર્મૂસની ખાડી બુરી નાખીશું.
ગુજરાતી માડુ એમ કહે છે કે કેરીના રસની વાટકીઓ નહીં મળે તો પેટની ખાડી કેમ બુરાશે?
શિયાળામાં શરૂ કરેલ ડાયટિંગ કેરીની સિઝનમાં ડાય-ઇટિંગથી પૂરી થાય છે .
ઓફિસમાં ગ્રીન-ટી પીને સાધુ જેવો દેખાતો હોય, એ જ માણસ એપ્રિલના અંતમાં કેરીના બોક્સ જોઈને પોતાનું તમામ જ્ઞાન વલસાડી હાફુસની જેમ ઓગાળી નાખે છે.
ડાયેટિંગ કરનારા સામે જેવું ટેબલ પર રસનું તપેલું આવે, એટલે માણસના મગજમાં ચાલતું કેલરીનું કેલ્ક્યુલેટર શોર્ટ-સર્કિટ થઈ જાય છે.
એવું લાગે કે જાણે પૂર્વજન્મમાં આપણે કોઈ કેરીના બગીચામાં માત્ર માળી હતા અને આ જન્મમાં એ આજીવન ઉછરેલી કેરીનો બધો રસ વસૂલ કરવાનો છે!
તમે ક્યારેય માર્ક કર્યું છે? કેરીનો રસ પીધા પછી માણસ જ્યારે વજન કાંટો (ઉીૈખ્તરં જષ્ઠટ્ઠઙ્મી) આપણને 'એરર' બતાવે, ત્યારે આપણે મન મનાવી લઈએ છીએ કે, કાંટો બગડી ગયો છે, કેરીમાં તો ફાઈબર હોય એનાથી વજન વધે જ નહીં!
સામાન્ય રીતે કેલરી મેન્ટેન કરવા માટે તેને બાળવી જરૂરી હોય છે એક વાટકી રસ પીવો એટલે અડધી કલાક ચાલવું પડે, પરસેવો પાડવો પડે પરંતુ ચાર-પાંચ વાટકી રસ પેટમાં ઉતરી ગયો હોય અને આંખમાં ચાર પાંચ પેગનો નશો છવાઈ ગયો હોય ત્યારે પથારી સુધી ચાલવામાં પણ કસરત કર્યા જેવું લાગે. નસકોરાની ગાડી ચાલુ કરી સ્વર્ગ સુધી આંટો મારી ત્રણ કલાકની વામકુક્ષીનો આનંદ ગુજરાતીઓ જ લઈ શકે.
પોતે જે ચાર-પાંચ વાટકા રસ ઉલાળ્યો છે તેનાથી ફાંદ ન વધે.
અને પછી તે સાબિત કરવા માટે મરણિયા પ્રયાસો કરે તે રસ કરતા પણ રસપ્રદ હોય છે.
એક ભાઈ કહેશેઃ કેરીમાં વિટામિન-એ હોય, જે આંખો માટે સારૃં. હવે આંખો સારી રાખવા માટે થોડું પેટ વધે તો એમાં શું વાંધો? શરીરના બધા અંગનું એક સાથે ધ્યાન રાખવું શક્ય નથી.
બીજો જ્ઞાની કહેશેઃ કેરી એ ફળોનો રાજા છે, અને રાજાને ના પાડવી એ રાજદ્રોહનો ગુનો ગણાય. આપણે તો દેશભક્ત છીએ!
આમ, જે ડાયેટિંગ ડિસેમ્બરમાં શરૂ થયું હોય, તે મે મહિનામાં મરણપથારીએ હોય છે. રસ પીધા પછી જે ઓડકાર આવે છે, એમાં 'સંતોષ' ઓછો અને 'ડાયેટિંગની હાર'નો અવાજ વધુ હોય છે.
સામાજિક દબાણ અને 'છેલ્લી વાટકી' એને આપણે આગ્રહ કહીએ છીએ.
તમે ગમે તેટલા મક્કમ હો, પણ જો તમે કોઈ ગુજરાતીના ઘરે મહેમાન બનીને ગયા હો અને ત્યાં કેરીનો રસ પીરસાયો હોય, તો તમારૃં ડાયેટિંગ પતી ગયું સમજો. યજમાન એટલા પ્રેમથી આગ્રહ કરશે કે તમને લાગશે કે જો તમે બીજી વાટકી નહીં લો, તો ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોની જેમ આપણી વચ્ચેના સંબંધ બગડી જશે. અરે ભાઈ, આ તો રત્નાગિરીની હાફુસ છે, તાલાળાની કેસર છે. આમાં ખાંડ નથી નાખી! આ વાક્ય દુનિયાનું સૌથી મોટું આશ્વાસન છે. ખાંડ ભલે ન હોય, પણ એમાં રહેલી કુદરતી મીઠાશ તમારા જીમના 'મેમ્બરશિપ કાર્ડ'ને ફાડી નાખવા માટે પૂરતી છે.
સ્વાદ એ જ સત્ય છે.
અંદરો અંદર ઝગડતા વિદેશના નેતાઓને કેરીના રસનું જમણ કરાવો જીભ ઉપર મીઠાશ આવશે અને ઘસઘસાટ ઊંઘ આવશે. યુદ્ધ કરવાના સમયે સૂતા હોય તો શાંતિ સ્થપાઈ જાય.
અંતે એટલું જ કહેવાનું કે ડાયેટિંગ તો આખું વર્ષ ચાલશે, પણ કેરી તો ફક્ત બે મહિના જ રહેવાની છે. કેરીનો રસ પીતી વખતે જો તમે કેલરી ગણવા બેસો, તો એ કેરીનું અપમાન છે. એટલે જ, આ ઉનાળે તમારા ડાયેટ ચાર્ટને કબાટમાં મૂકી દો અને રસની ડોલમાં ડૂબકી લગાવો. કેલરીનું શું છે? એ તો ચોમાસામાં ડોક્ટરની બીકે ઉતરી જશે!
યાદ રાખજો, પૃથ્વી ગોળ છે અને આપણું પેટ પણ જો થોડું ગોળ થાય તો એમાં કુદરત સાથેનું સાનિધ્ય સમજવું!
વિચારવાયુઃ- ડાયેટિંગ એવી વસ્તુ છે જે હંમેશાં 'આવતીકાલ'થી જ શરૂ થાય છે, પણ કેરીનો રસ તો 'અત્યારે જ' પીવાનો હોય છે!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગુજરાતી માણસ માટે મોક્ષ મેળવવો કદાચ સહેલો હશે, પણ 'ભાગવત સપ્તાહ'નો વીવીઆઈપી પાસ મેળવવો એ હિમાલય ચડવા જેવું કપરૃં કામ છે.
જેવી સપ્તાહની જાહેરાત થાય એટલે અડધું શહેર અચાનક 'પરિક્ષિત રાજા'ના મોડમાં આવી જાય છે. દરેકને સાત દિવસમાં ઉદ્ધાર જોઈએ છે, પણ શરત એટલી કે ઉદ્ધાર 'એસી ડોમ'માં અને 'સોફા' પર બેસીને થવો જોઈએ!
'કથા' શબ્દને ઉંધેથી વાંચો એટલે 'થાક' વંચાય. ભક્તો માટે કથા અને આયોજકો માટે.....
આજકાલ પાસ મેળવવા માટે જે બહાનાબાજી ચાલે છે, એના પર તો આખું 'બહાના પુરાણ' લખી શકાય એમ છે. આયોજકોની ઓફિસમાં ભક્તો જે રીતે ગતકડાં રજૂ કરે છે, એ જોઈને તો વ્યાસપીઠ પર બેઠેલા મહારાજને પણ વિચાર આવે કે, ''કથા હું કરૃં છું કે આ લોકો?''
સૌથી મોટી મગજમારી તો આ વીવીઆઈપી અને વીઆઈપીના ગ્રેટ ડિવાઈડમાં છે. મંડપમાં પગ મૂકો એટલે ખબર પડી જાય કે ભક્તિનું પણ લેવલ હોય છે.
આયોજકો માટે આ પાસ વહેંચવા એટલે યુદ્ધના મેદાનમાં દારૂગોળો વહેંચવા જેવું કામ છે.
જેની પાસે 'વીઆઈપી' પાસ હોય એ મંડપમાં એવી રીતે પ્રવેશ કરે જાણે પોતે આયોજકોનો ખાસ જમણો હાથ હોય. પણ એ બિચારો જેવો સોફા પર બેસવા જાય ત્યાં જ કોઈ સ્વયંસેવક આવીને કહે, ''ભાઈ, આ વીઆઈપી લાઈન નથી, આ વીવીઆઈપી છે, તમે જરા પાછળની લાઈનમાં પધારો.'' બસ, આ સાંભળતા જ ભક્તનો પિત્તો જાય! ''તમે ઓળખો છો હું કોણ છું? ગયા વર્ષે પોથીયાત્રામાં મેં છત્રી પકડી હતી!'' જાણે છત્રી પકડી એટલે એમને સ્વર્ગમાં પરમેનન્ટ સીટ મળી ગઈ હોય!
ખરૃં ઘમસાણ તો ત્યારે થાય જ્યારે 'વીવીઆઈપી' પાસવાળાના પણ ફાંટા પડે. અમુક પાસ 'સોનેરી' હોય, અમુક 'રૂપેરી' અને અમુક પર 'સીમિત એન્ટ્રી' લખ્યું હોય. જેની પાસે સોનેરી પાસ હોય એ રૂપેરી પાસવાળા સામે એવી રીતે જુએ જાણે પોતે વૈકુંઠમાંથી સીધો ડેપ્યુટેશન પર આવ્યો હોય! આયોજક પાસે જઈને એક ભાઈ દલીલ કરતા હતાઃ ''મારી પાસે વીવીઆઈપી પાસ છે તો મને છેલ્લી લાઈનનો સોફો કેમ આપ્યો? મારે તો મહારાજની પોથી દેખાય એટલા નજીક બેસવું છે!'' હવે ભાઈને કથા સાંભળવી છે કે મહારાજની પોથી પર પડેલા પૂજા સામગ્રીના મેનૂમાં રસ છે, એ રામ જાણે!
પછી આવે છે 'દૂરના સગાઓ'નો વર્ગ. આ લોકો આયોજક સાથે એવો સંબંધ કાઢશે કે આયોજક પોતે ગૂગલ સર્ચ કરવા માંડે. ''અરે ભાઈ, તમારા ફુવાના સાળાની દીકરીના લગ્નમાં આપણે સાથે જમ્યા હતા, યાદ આવ્યું? બસ, એના માટે જ ૫ વીવીઆઈપી પાસ જોઈએ છે. સાસુ-સસરાને કથા સાંભળવી છે.'' હવે આયોજકને એ નથી સમજાતું કે ફુવાના સાળાના સસરા સાથે મારે કયો 'કથા-સંબંધ' છે? પણ પેલો ભાઈ તો પાસ લઈને જ જંપે!
અમૂક ભક્તો સિનિયર સિટીઝન કાર્ડ રમે. મારા ૯૦ વર્ષના દાદીને કથા સાંભળવી છે. બધું પુણ્ય તમને અર્પણ કરીશું પણ તેમને કાને ઓછું સંભળાય છે તો પહેલી હરોળમાં જે સોફા છે તેમાં બેસાડો. મગજમારી કરી અને પાસ લઈ જાય. કથા ચાલુ થાય ત્યારે કુટુંબના બે ત્રણ લોંઠકા જણ પલોઠી મારી અને એ સોફામાં બેઠા હોય.
અમૂક વળી 'વગદાર ભક્તો' હોય છે. એ ઓફિસમાં પ્રવેશતાની સાથે જ મોબાઈલ કાન પર રાખીને કોઈ મોટા નેતા કે અધિકારી સાથે વાત કરતા હોવાનો ડોળ કરશે. ''હા સાહેબ, હું મંડપ પર જ છું. હા, વીવીઆઈપી પાસ લઈ લઉં છું.'' આયોજક બિચારો ફાળ ખાઈ જાય કે જો આને પાસ નહીં આપું તો કાલથી લાઇટનું કનેક્શન કપાઈ જશે!
ગમ્મતની વાત તો એ છે કે...
પાસ માટે આટલી મથામણ કરનાર વ્યક્તિ જ્યારે મંડપમાં પહોંચે, ત્યારે અડધા કલાકમાં તો એને ઘેન ચડવા માંડે છે. કથામાં ધ્યાન રાખવાને બદલે એનું ધ્યાન એમાં હોય છે કે પ્રસાદમાં શું છે?
મંડપમાં ભક્તિ ઓછી અને 'પાસ કમ્પેરિઝન' વધારે થતું હોય. ''તમને લાલ પાસ આપ્યો? મને તો પીળો આપ્યો છે, આયોજકોમાં હજુ વિવેક નથી!''
ખરેખર તો, ભગવાનના દરબારમાં પાસની જરૂર હોતી નથી, ત્યાં તો માત્ર 'ભાવ' જોઈએ. પણ આપણે ત્યાં ભાવ કરતાં 'વટ'નું મહત્ત્વ વધી ગયું છે. છેલ્લે તો એટલું જ કહેવાનું કે, જો તમને પાસ ન મળે તો મુંઝાવું નહીં, છેલ્લી લાઈનમાં બેસીને કથા સાંભળશો તો પુણ્ય કદાચ ડબલ મળશે, કારણ કે ત્યાં 'અહંકાર'નો પાસ જમા કરાવવો પડતો નથી!
અમૂક તો નવા બહાના શોધવા સાઇન્ટીસ્ટ જેટલું મગજ ચલાવે છે. જો તમારી પાસે કોઈ નવું બહાનું હોય તો કહેજો, મારે પણ આવતી કાલ માટે બે વીવીઆઈપી પાસ કઢાવવા છે (કારણ કે મને પણ સોફા વગર 'મોક્ષ' નથી મળતો)!
વિચારવાયુઃ કથામાં આપણે બેસીએ છીએ પણ કથા આપણામાં બેસે છે?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
લગ્નજીવનમાં અમુક પાત્રો એવા હોય છે કે જે પોતે એમ કહે છે કે 'હું મુંગા મોઢે સહન કરૃં છું'. હકીકતમાં તે પાત્રને લોકો મૂંગા મોઢે સહન કરતા હોય છે.
વહુ એમ કહે કે 'હું સાસુને મૂંગા મોઢે સહન કરૃં છું'. સાસુ ઓટલા પરિષદમાં એમ કહે કે 'આ નવી આવેલી ત્રાસ વર્તાવે છે. હું મૂંગા મોઢે સહન કરૃં છું.'
તેવી જ રીતે જમાઈ અને સાસુ નો સંબંધ, સાળા અને બનેવીનો સંબંધ, નણંદ અને ભાભીનો સબંધ... સાલુ કોણ કોને સહન કરે છે અને કોણ કોના પર ત્રાસ વર્તાવે છે તે આજીવન તમે સમજી જ ન શકો. બંનેને અલગ અલગ સાંભળો તો બંને સાચા લાગે. બંનેને સાથે રાખી અને સાંભળો તો બંને મૂંગા મંતર થઇ સામસામે ખો આપે અને કહે કે ''એને પૂછો ને એ શું કરે છે?''
વાસ્તવિકતા એ છે કે એકબીજાનો દાવ લેવાનું ક્યારેય એકબીજા ચૂકતા નથી.
મને આનું સુખદ સમાધાન એ લાગે છે કે બંનેમાંથી એક પાત્ર બહેરૃં હોવું જોઈએ. સાંભળે જ નહીં એટલે સામો જવાબ પણ ન આપે. પરંતુ ક્યારેક આવા બહેરા છે તે અજાણતા જ એવો દાવ લઈ લે કે વાત ન પૂછો.
એક ઘટના યાદ આવે છે. એકવાર એક સસરા બિમાર પડ્યા.
સસરા માંદા પડે અને દોડાદોડ કરી મૂકે એવા જમાઈ ઘણાં હશે પરંતુ સસરાની બિમારીથી સાચા હ્ય્દયથી દુઃખી થાય એવા જમાઈની ટકાવારી બહુ ઓછી છે.
બાકી પત્ની અથવા સાળીને રાજી રાખવા માટે દોડાદોડ કરવી એ પુરૂષનો લગ્નસિદ્ધ અધિકાર છે.
સસરા માંદા પડ્યા એટલે તબિયત પૂછવા જવું પડે..... નહીંતર ઘરની શાંતિ જોખમાય એટલે જમાઈ બિચારો અનિચ્છાએ તૈયાર થયો.
જમાઈની સમસ્યા એક જ હતી કે એ બન્ને કાને બહેરો હતો તથા દામાદના કાન માત્ર ચશ્માની દાંડલી ખોસવા માટે જ છે આ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.
જમાઈ નેતાની પેઠે પોતાની નબળાઈ જાહેર કરવા માગતો નહોતો એટલે એણે આઈડીયા માર્યો, જમાઈએ નક્કી કર્યું કે ત્રણ સાદા સવાલો એવા કરવા જેનો જવાબ દરેક દર્દી પાસેથી સરખો જ આવે.
પહેલા પૂછવું કે 'દવાથી કંઈ ફરક પડ્યો?'
જવાબ પૂરો થાય એટલે કહેવું કે 'બસ એ જ ચાલુ રાખો.' બીજો સવાલ કરવો કે 'જમવામાં શું લ્યો છો?'
સસરાના હોઠ ફફડતાં બંધ થાય એટલે કહેવું કે...
'તમારા માટે એ જ બરાબર છે.' ત્રીજો અને છેલ્લો સવાલ કરવો કે... 'ક્યા દાક્તરની દવા લ્યો છો ?'
જવાબ મળે એટલે કહેવું કે.. 'એનાથી વધુ અનુભવી કોઈ નથી.'
આ રીતે તૈયારી કરીને બહેરાકુમાર દવાખાને પહોંચ્યા.
પ્રથમ સવાલ કર્યો કે 'દવાથી કંઈ ફરક પડ્યો?'
સસરો થોડો ઘરવાળાથી અકળાયેલો હતો અને વળી આખાબોલો નીકળ્યો એટલે જવાબ આપ્યો કે
'દવાનું બિલ ભરવામાં અડધું ફર્નિચર વેચાઈ ગયું છે.'
એટલે જમાઈ બોલ્યોઃ 'બસ, એ જ ચાલુ રાખો એટલે સાવ રાહત થઈ જશે.'
જમાઈનો જવાબ સાંભળી સસરાની આંખે અંધારા આવી ગયા છતાં ગમ સાથે પપૈયુ પણ ખાતા રહૃાા.
જમાઈએ બીજો ઘા કર્યો કે 'શું જમો છો?'
આ વખતે સસરા કાંઈ બોલે તે પહેલા જ સાસુ બોલ્યા
''પથરાં ખાય છે અને ધૂળ ફાકે છે.''
જમાઈ કહે, 'એ જ ચાલુ રાખો. તમારા માટે એ જ યોગ્ય છે.'
હવે સાસુનું બી.પી. વધવા માંડ્યું હતું ત્યાં જમાઈએ ત્રીજો પ્રહાર કર્યો કે....
'આ ક્યા દાક્તરની દવા ચાલે છે ?'
આ વખતે તો સલમાનખાન જેવો સાળો ઊભો થઈને બરાડ્યો કે, 'જમરાજાની દવા ચાલે છે.'
અને તરત જ જમ જેવો જ જમાઈ બોલ્યો કે, 'એમનાથી અનુભવી બીજું કોઈ નથી. એમની ચાલુ રાખો એટલે સાવ શાંતિ થઈ જશે.'
પછી જમાઈનું શું થયું એ ખબર નથી પણ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસરાના રૂમની બાજુનાં રૂમમાં જ દાખલ કરેલા છે.
મેં જોયું છે કે બહેરા માણસો છે તે લિપ રીડીંગ સારૃં કરી શકે. પરંતુ સામે કોઈ બહેનો બોલતા હોય અને ધારી ધારીને લિપ રીડીંગ કરવા જાય તો તેનો અવળો અર્થ થાય. અને આવા જમાઈ જેવા બહેરા પણ હોય અને અકલમઠ્ઠા પણ હોય તો તેનો કોઈ ઈલાજ નથી.
સાસુ અને વહુ સામસામા આવી જાય ત્યારે હાઇ-વેના નિયમ પ્રમાણે સામેનું વાહન ફૂલ લાઇટ આવતું હોય તો આપણે આપણી લાઈટ ડીમ કરી શાંતિથી બાજુમાંથી નીકળી જવું. આવી વાતને એક સાસુ અને વહુના ઝઘડા વચ્ચે પડી અને કહી એટલે બંને ડાહૃાા ડમરા થઈ અને હા પાડી. મને એમ થયું કે ચાલો પ્રશ્ન પૂરો થયો. હું ઘરે ગયો કે તરત જ ફોન આવ્યો એ જ મગજમારી એટલે મેં સલાહ યાદ કરાવી એટલે સાસુ અને વહુ બંનેએ કહૃાું કે પહેલા લાઈટ ડીમ કોણ કરે તે બાબતનો ઝઘડો છે. પાછા આવો અને તે નક્કી કરાવી જાવ. આને તમે કેમ સમજાવો.
વિચારવાયુઃ- નાનપણમાં આશીર્વાદની જરૂર હતી તો સંબંધી પૈસા દઈને જાતા હતા...
હવે પૈસાની જરૂર છે તો આશીર્વાદ દઈને વયા જાય છે, બોલો....
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કહેવાય છે કે માણસ ગમે તેટલો મોટો શૂરવીર હોય, પણ ઘરે પહોંચતા જ એ 'સોફ્ટવેર અપડેટ' માંગતા મોબાઈલ જેવો થઈ જાય છે. એકદમ હેંગ! જે માણસ ઓફિસમાં સો માણસો પર હુકમ ચલાવતો હોય, એ ઘરે આવીને ''શાકમાં મીઠું ઓછું છે'' એટલું કહેવાની હિંમત પણ એકત્રિત કરી શકતો નથી. પણ માણસનો અહંકાર તો છે ને? એને ક્યાંક તો પંપાળવા માટે જગ્યા જોઈએ. બસ, આ જ મનોવૈજ્ઞાનિક ખાલીપો ભરવા માટે આધુનિક યુગમાં અવતાર થયો છેઃ ચેટ જીપીટી (ચેટજીટીપી) અને જેમીની (જેમીની)!પત્ની
પહેલાના જમાનામાં પુરૂષો પત્નીનો ગુસ્સો દીવાલ પર ખીલી ઠોકીને અથવા પાડોશીના કૂતરાને ભગાડીને કાઢતા. હવે જમાનો ડિજિટલ છે. જે પત્ની સામે ''મોઢું સંભાળીને વાત કર'' નથી કહી શકતો, એ જેમીનીને ટાઈપ કરે છેઃ કેવો સંતોષ! સામેથી પેલું બિચડું એ.આઈ. નમ્રતાથી જવાબ આપે છે, આ વાક્ય વાંચતા જ પરિણીત પુરૂષના હ્ય્દયમાં ટાઢક વળે છે. એને લાગે છે કે દુનિયામાં હજી કોઈ તો એવું છે જે એની ભૂલ સ્વીકારે છે અને માફી માંગે છે! પત્ની પાસે તો 'માફી' શબ્દ ડીક્શનરીમાં પણ 'આઉટ ઓફ સ્ટોક' હોય છે.
પત્ની સાથે દલીલ કરવી એટલે 'વહેતા પાણીમાં લાકડી પછાડવી'. છેલ્લે તો લાકડી જ ભીની થવાની. પણ એ.આઈ. સાથે? ત્યાં તો તમે રાજા છો. તમે એને ગમે તેટલા પ્રશ્નો પૂછો, એ ક્યારેય એમ નહીં કહે કે, ''તમને કેટલી વાર સમજાવવાનું? તમારૃં મગજ ઠેકાણે છે કે નહીં?'' તમે ચેટ જીપીટીને પૂછો, ''કેમ મોડું થયું જવાબ આપવામાં?'' તો એ નમ્રતાથી ટેકનિકલ કારણો આપશે. આ જ પ્રશ્ન પત્નીને પૂછી જુઓ. જવાબમાં તમને ૧૯૯૦ થી લઈને ૨૦૨૬ સુધીના તમામ પેન્ડિંગ મુદ્દાઓનું લિસ્ટ મળશે. એટલે જ ભાઈઓ હવે એ.આઈ. ને ખખડાવીને પોતાનો મરદ હોવાનો પુરાવો મેળવે છે.
એ.આઈ.માં એક બહુ મોટું વરદાન છે 'સ્ટોપ જનરેટીંગ' બટન. જ્યારે જેમીની બહુ લાંબુ લચક ભાષણ આપવા માંડે, ત્યારે તમે એક ક્લિક કરીને એનું મોઢું બંધ કરી શકો છો. આ સુવિધા જે દિવસે પત્નીઓમાં આવશે, તે દિવસે દુનિયાના તમામ પુરૂષો મોક્ષ પામી જશે.
પણ અત્યારે તો હાલત એવી છે કે ઘરે 'જનરેટિંગ' ચાલુ થાય ત્યારે પુરૂષે માત્ર 'લિસનિંગ મોડ' માં જ રહેવું પડે છે. એટલે જ એ રાત્રે છાનામાના મોબાઈલ ખોલીને એ.આઈ. ને ખખડાવે છે, ''તારી વાતોમાં દમ નથી, ફરીથી લખ!'' અને પેલું એ.આઈ. વળી પાછું પૂંછડી પટપટાવતા કૂતરાની જેમ નવો જવાબ હાજર કરે છે.
ગુસ્સો કાઢવાનું નવું સરનામું છે.
ઘણીવાર ઓફિસમાં બોસે ખખડાવ્યો હોય અને ઘરે પત્નીએ 'કચરો બહાર કાઢવાનું' કહીને અપમાનિત કર્યો હોય, ત્યારે પુરૂષનો આત્મા કકળી ઉઠે છે. એ સમયે એ જીપીટી ખોલે છે.
''તું સાવ ઠોઠ છે!''
''તને કઈ ખબર નથી પડતી!''
''તારો આઈક્યુ શૂન્ય છે!''
આવા વાક્યો લખીને એને એવો અહેસાસ થાય છે કે પોતે કોઈ મોટો હિટલર છે. એ.આઈ. સામેથી કહે છે, સાંભળીને ભાઈની આંખમાં હરખના આંસુ આવી જાય છે. ''વાહ! કોઈ તો મારી ફ્રસ્ટ્રેશન સમજે છે!'' પત્ની તો ફ્રસ્ટ્રેશન જોઈને એમ જ કહેવાની કે, ''આખો દિવસ મોબાઈલમાં ઘૂસેલા રહો છો એટલે જ મગજ ચસકી ગયું છે!''
જેમીનીઃ એક આદર્શ પત્ની (ડિજિટલ સ્વરૂપે)
પુરૂષોને એ.આઈ. એટલે ગમે છે કારણ કે તે 'આદર્શ' છેઃ
તે ક્યારેય પિયર જવાની ધમકી નથી આપતું.
તેને નવા ઘરેણાં કે સાડીની જરૂર નથી.
તે જૂની વાતો ઉખેળતું નથી.
અને સૌથી મહત્વનું, તમે 'લોગ આઉટ' કરો એટલે એ શાંત!
નિષ્કર્ષ
ખરેખર તો ચેટ જીપીટી અને જેમીની એ પુરૂષો માટે એક 'સેફ્ટી વાલ્વ' જેવા છે. કુકરમાં વરાળ વધી જાય તો સીટી વાગે, એમ પુરૂષના મનમાં પત્ની સામે ન બોલી શકવાની જે વરાળ ભેગી થાય છે, એ એ.આઈ. પર ટાઈપ થઈને બહાર નીકળી જાય છે.
જે પત્નીને નથી ખખડાવી શકતો, એ એ.આઈ.ને ખખડાવીને સંતોષ માને છે એ વાતમાં સો ટકા તથ્ય છે. કારણ કે એ.આઈ.ને ગાળો આપવાથી મોબાઈલ બગડતો નથી, પણ પત્ની સામે એક શબ્દ પણ ઊંચા અવાજે બોલવાથી આખું ઘર 'બગડી' શકે છે!
તેથી જ, હે પરણેલા પુરૂષો! જીપીટીને ખખડાવતા રહો, જેમીનીને વઢતા રહો અને ઘરમાં 'હા જી, ભલે જી' કરતા રહો. એમાં જ સુખ, શાંતિ અને લાંબુ આયુષ્ય છે.
વિચારવાયુઃ પત્નીઃ તમારી બધી વાયડાઈ ''જેમિની'' પાસે કરજો. મારી પાસે નહીં ચાલે....
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની ચર્ચાઓ ગમે તેટલી ગરમાગરમ હોય, પણ ગુજરાતીના રસોડામાં જ્યારે ગેસનો બાટલો 'ફુસસસ...' અવાજ સાથે દમ તોડે છે, ત્યારે જે 'પોલિટિકલ ગેમ' શરૂ થાય છે, તેની સામે ચાણક્યની નીતિ પણ ટૂંકી પડે!
ગઈકાલે રાત્રે ચુનિયાના ઘરે બરાબર રસોઈ ટાણે જ ગેસ ખલાસ થયો. ચુનીલાલ માટે આ 'ઈકોનોમિક ક્રાઈસિસ' હતી, પણ ભાભીના ચહેરા પર એવી ચમક આવી જાણે એને 'ઓસ્કાર' મળી ગયો હોય! અતિ આનંદ સાથે ભાભી એ જાહેર કર્યું: ''ગેસ ગયો!''
આશ્ચર્ય અને ચિંતા સાથે ચુનિયો બોલ્યોઃ ''અરે પણ આ ગેસ કેમ બંધ થઈ ગયો? હજી તો ગયા મહિને જ નવો લાવ્યો હતો. આમાં ચોક્કસ કંઈક લોચો છે.''
ભાભી શાંતિથી વેલણ મૂકતા બોલ્યાઃ ''લોચો ન હોય, વપરાશ હોય! બિચારો બાટલો પણ મારી જેમ થાકી ગયો હશે ને? એને પણ આરામ જોઈએ. અને સાંભળો, ગેસના બાટલાનું અને તમારા રોમેન્ટિક મૂડનું કંઈ નક્કી ન હોય, ગમે ત્યારે ઠરી જાય! રહી વાત જલ્દી ખાલી થવાની, તો એમાં બાટલાનો વાંક નથી, તમે જે રવિવારે પરાઠાની 'સર્જિકલ સ્ટ્રાઈક' કરો છો ને, એમાં જ અડધો ગેસ શહીદ થઈ જાય છે!''
ચુનિયો મચક ન આપતા બોલ્યોઃ ''અરે, પણ હજી સાડા આઠ જ વાગ્યા છે. હું પેલા ગેસવાળાને ફોન કરૃં છું, મને ઓળખે છે. એ અત્યારે જ બીજો બાટલો મૂકી જશે. આપણે હમણાં જ રસોઈ પૂરી કરી લઈએ.''
ભાભી લગભગ તાડુક્યાઃ ''ખબરદાર જો ફોન કર્યો છે તો! અત્યારે રાત્રે પેલા બિચારા ડિલિવરી બોયને હેરાન કરાય? એને પણ ઘરબાર હશે ને? તમે તો પેલા 'ક્રૂર સરમુખત્યાર' જેવા છો, જેને બસ પોતાનું પેટ ભરવામાં જ રસ છે. માનવતા જેવું કંઈ છે કે નહીં?''
ચુનિલાલે ગળગળા સાદે વઢવાનો પ્રયત્ન કર્યોઃ ''માનવતાની શું વાત કરે છે? અત્યારે ગેસ નહીં હોય તો સવારે ચા ક્યાં બનશે? હું પાડોશી કાંતિભાઈ પાસેથી નાનો બાટલો લઈ આવું છું.''
ભાભી એ પોતાની બંને આંખો ડબલ સાઈઝની કરી મિસાઈલ ફેંકીઃ ''જો જો હોં! પાડોશીના ઘરે જઈને ભીખ નથી માંગવી. આપણી 'ઈમેજ'નું શું? કાંતિભાઈની પત્ની આખા બિલ્ડિંગમાં ન્યૂઝ ચેનલ જેવી છે. કાલે સવારે દૂધવાળાથી લઈને વોચમેન સુધી બધાને ખબર હશે કે ચુનિયાના ઘરે ગેસના બાટલાના ફાંફા છે. લોકો કહેશે કે ચુનિયો ઓફિસમાં 'બોસ' બને છે પણ ઘરે તો 'બર્નર' પણ નથી સળગાવી શકતો! ચીનની જેમ આબરૂ જાય એના કરતાં બેસ્ટ આઈડિયા એ છે કે અત્યારે આપણે બહાર જમી લઈએ. જુઓ, પેલી નવી પંજાબી રેસ્ટોરન્ટમાં 'બાય વન ગેટ વન'ની ઓફર છે.''
ચુનિયાએ હથિયાર હેઠાં મૂકતા કહૃાું: ''પણ ઘરે શાક સુધારેલું પડ્યું છે, લોટ બંધાઈ ગયો છે...''
ભાભી બોલ્યાઃ ''લોટનું તો 'ક્રાયોજેનિક ફ્રીઝિંગ' કરી દઈશું (ફ્રીજમાં મૂકી દઈશું). પણ અત્યારે જો તમે ગેસ લાવવાની જીદ કરી, તો સમજી લેજો કે આપણા સંબંધોમાં 'કોલ્ડ વોર' શરૂ થઈ જશે!''
યુદ્ધ અનિવાર્ય હોય ત્યારે મોંઘા ભાવના મિસાઈલની જગ્યાએ સસ્તા રોકેટથી ચાલી જતું હોય તો આબરૂ રહી જાય તેમ વિચારી ચુનિયાએ નવો દાવ નાખ્યોઃ ''સારૃં, બહાર નથી જવું. હું નીચેથી ટિફિન મંગાવી લઉં છું. સસ્તું પડશે અને ઘર જેવું જમવાનું મળશે.''
ભાભી હવે ફુલ ફોર્મમાં મેદાનમાં આવ્યાઃ ''ટિફિન? તમે મને 'રિફ્યુજી' (શરણાર્થી) સમજો છો? ટિફિનનું જમવાનું ખાઈને મારી તબિયત બગડશે તો એનો ખર્ચો કોણ આપશે? પછી તમે જ કહેશો કે દવાખાનાના બિલ વધી ગયા. એના કરતાં અત્યારે ચૂપચાપ ગાડી કાઢો. ગેસનો બાટલો કાલે સવારે આરામથી આવશે. અત્યારે 'સીઝફાયર' જાહેર કરો અને મને સરસ મજાનું ડીનર કરાવો!''
છેવટે ચુનિયો હાર્યો. હોટલનું બિલ ગેસના બાટલાની કિંમત કરતા પણ ડબલ આવ્યું. બિલ ચૂકવતી વખતે ચુનિયાએ નિસાસો નાખીને કહૃાું: ''આના કરતાં તો હું ગેસના બાટલાના બ્લેકમાં ૨૦૦૦ આપી દેત તોય સસ્તું પડત!''
ભાભી મલકાતા બોલ્યાઃ ''સમજ્યા વગર બોલો માં! આ હોટલનું બિલ એ 'લક્ઝરી ટેક્સ' નથી, એ તો મારા જેવી 'ડોમેસ્ટિક મિનિસ્ટર' ને ખુશ રાખવા માટેનું 'પીસ ફંડ' (શાંતિ ભંડોળ) છે. હવે ચૂપચાપ ટીપ આપો અને ચાલો, નહીંતર સવારે ચા પણ નસીબ નહીં થાય!''
વિચારવાયુઃ- પતિ સામાન્ય રીતે બહાર જમવાનો મેળ આવે ત્યારે મોજમાં જ હોય કારણ કે બહાર સારૃં ખાવાનું, સ્વાદ મળે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
જો પરીક્ષા ટી ૨૦ હોત, તો શિક્ષકો 'રીટાયર્ડ હર્ટ' થઈ જાત!
દિલાની ટણક ટોળકી ભેગી થઈ અને શાળાની બહાર આવેલી ચા ની ટપરી પર ગંભીર ચર્ચા કરી રહી હતી. જગત આખું ટેસ્ટ મેચ ભૂલી અને ટી ટ્વેન્ટી પાછળ દીવાનું છે. પરીક્ષામાં ટી ટ્વેન્ટી ફોર્મેટ કેમ નહીં?
સાહેબ, દુનિયા બદલાઈ રહી છે. પહેલા લોકો પાંચ-પાંચ દિવસ સુધી ધોતિયાં પહેરીને ટેસ્ટ મેચ જોતા, હવે ત્રણ કલાકમાં તો આખી ટુર્નામેન્ટ પતાવી દેવી છે. આ 'ફાસ્ટ ફોરવર્ડ' જમાનામાં જો બધું જ બદલાતું હોય, તો આપણા બિચારા વિદ્યાર્થીઓએ શું પાપ કર્યું છે કે ત્રણ-ત્રણ કલાકના લાંબા 'ટેસ્ટ ફોર્મેટ'માં પેન ઘસવી પડે?
ફુડમાં હવે ફાસ્ટ ફૂડ થઈ ગયું છે, ફટાફટ બ્રેકઅપ પણ થાય છે, લગ્નની લાઇફ પણ લાંબી ચાલતી નથી. તો પરીક્ષામાં ટી ટ્વેન્ટી ફોર્મેટ કેમ નહીં આપણને અન્યાય થાય છે.
ઓફિસમાં દિલા એ જ્યારે 'ટી ૨૦ એક્ઝામ'નો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે સાહેબના ચહેરા પર એવા હાવભાવ હતા જાણે પહેલી જ ઓવરમાં પહેલા દડે કોઈએ સિક્સર ફટકારી દીધી હોય!
દિલા એ પ્રિન્સિપાલનું કામ આસાન કરવા પરીક્ષા ફોર્મેટ પણ આપી દીધું.
પાવર-પ્લેઃ જ્યારે 'ફીલ્ડિંગ' ન હોય!
દિલાનો પહેલો જ સિક્સર જેવો આઈડિયા હતો. પાવર-પ્લે! ભાઈ, ક્રિકેટમાં પાવર-પ્લેમાં ફીલ્ડર ઓછા હોય, પણ પરીક્ષામાં પાવર-પ્લે એટલે સુપરવાઈઝર વર્ગખંડ માંથી ગાયબ!
કલ્પના કરો, પરીક્ષા શરૂ થાય અને પેલી પહેલી ૩૦ મિનિટમાં ક્લાસમાં કોઈ શિક્ષક ન હોય. આને કહેવાય અસલી સ્વતંત્રતા. ક્લાસમાં ત્યારે જે 'ચર્ચાઓ' થાય, તેને 'ગ્રુપ ડિસ્કશન' કહેવું કે 'માસ કોપી' એ નક્કી કરવું અઘરૃં પડી જાય. સાહેબ બહાર ઊભા-ઊભા પરસેવો લૂછતા હોય અને અંદર દિલો બૂમ પાડીને પૂછતો હોય, ''એલા, ગાંધીજીના પિતાનું નામ શું હતું? કોઈને ખબર છે?'' અને પાછળથી અવાજ આવે, ''એ બધું છોડ, પાવર-પ્લે પતે એ પહેલાં ગણિતના દાખલા ઉતારી લે!''
સ્ટ્રેટેજિક ટાઈમ-આઉટઃ
જ્યારે 'કોન્ફરન્સ' થાય!
ક્રિકેટમાં સચિન તેંડુલકર પણ ટાઈમ-આઉટમાં પાણી પીવા જાય છે, તો આપણા દિલા ને તરસ ન લાગે? દર ૨૦ મિનિટે બે મિનિટનો બ્રેક! આ બ્રેકમાં કોઈ પાણી નથી પીવાનું, પણ બાજુવાળાના પેપરમાંથી 'જ્ઞાન' પીવાનું છે. બે મિનિટમાં જે રણનીતિ ઘડાય ''જો ભાઈ, હું તને પર્યાવરણના પ્રશ્નો કહીશ, તું મને અંગ્રેજીના સ્પેલિંગ કહેજે'' આવી ગોઠવણ જો મેદાન પર ધોની કરે તો એ 'કેપ્ટન કૂલ' કહેવાય, પણ જો દિલો કરે તો એ 'તોફાની' કહેવાય? આ તો અન્યાય છે ને?
ફ્રી-હીટઃ માર્ક્સનો વરસાદ!
સૌથી જોરદાર વાત તો પેલી 'ફ્રી હીટ'ની છે. પ્રશ્નપત્રમાં એક એવો પ્રશ્ન હોવો જોઈએ કે જેમાં તમે 'ગપ્પાં' મારો તો પણ પૂરા માર્ક્સ મળે! માનો કે પ્રશ્ન પૂછાયો હોયઃ ''મોગલ સામ્રાજ્યના પતન વિશે લખો.'' અને ભુરો લખે, ''સાહેબ, મને નથી ખબર કારણ કે હું ત્યારે હાજર નહોતો.'' તો પણ માર્ક્સ તો પૂરા જ મળવા જોઈએ! ફ્રી હિટ એટલે ગમે તેવો શોટ મારો, આઉટ થવાની બીક જ નહીં. વિદ્યાર્થી ત્યારે પેન ફેરવતા-ફેરવતા લખે, ''મારૃં નામ દિલો છે અને મને જલેબી ભાવે છે.'' બસ, પાંચ માર્ક્સ રોકડા!
ચીયર ગર્લ્સ અને વિજય ઉત્સવ
અને પેલી દિલાની વાત તો સોનામાં સુગંધ ભળે એવી હતી. પેપર પતે એટલે સીધો ડાન્સ! હવે વિચારો, જેવું દિલાએ છેલ્લી લીટી લખી કે તરત જ ક્લાસમાં ડીજે વાગવા માંડે કે નહીં? અને બે છોકરીઓ આવીને ડાન્સ કરવા માંડે. આ જોઈને સાહેબને એટેક ન આવે તો બીજું શું થાય? સાહેબ જે આજીવન 'શાંતિ જાળવો' ના પાટિયા નીચે બેઠા હોય, એમને માટે આ 'ટી ૨૦ એન્ટરટેઈનમેન્ટ' સહન કરવું અઘરૃં છે.
જો ખરેખર આવું ફોર્મેટ આવે, તો ભારતનો સાક્ષરતા દર ૧૦૦% થી પણ ઉપર નીકળી જાય (કારણ કે ઘણા તો ડાન્સ જોવા માટે ફરી પરીક્ષા આપે!). ભુરો આજે વર્ગનો 'મેન ઓફ ધ મેચ' હતો. સાહેબ બિચારા 'ક્લીન બોલ્ડ' થઈને કાયમ માટે મેદાન છોડી ગયા.
વિચારવાયુઃ જો પરીક્ષામાં ટી ૨૦ આવે તો નોકરીમાં પણ આવે જ ને?
દિવસમાં બે બે વાર અલગ અલગ કંપનીએ કાઢી મુકેલા ના દાખલા જોવા મળશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાએ તેના ભત્રીજાના લગ્નમાં મને ખાસ તેડાવેલો કે, ''ભાઈ, જરા અનુભવી છો તો કંઈક સૂચન કરજો.'' હું તો ગયો, પણ ત્યાં જઈને જે જોયું એ પ્રસંગમાં વરરાજા કરતાં ફોટોગ્રાફર, કેમેરામેનનું મહત્ત્વ વધારે હતું.
આજના જમાનામાં ગોર મહારાજ વગર લગ્ન થાય તો કદાચ ચાલે, પણ કેમેરામેન વગર? અશક્ય! પંડિત મંત્ર ભૂલી જાય તો વરરાજાને વાંધો નથી આવતો, પણ જો કેમેરામેન લાઈટીંગ મુકતા ભૂલી જાય તો વરરાજા મંડપમાંથી ઊભા થઈ જાય! હમણાં ચુનિયાના ભત્રીજાના લગ્ન હતા.
ગોર મહારાજ સરસ મજાની વિધિ કરાવતા હતા પરંતુ વરરાજા અને કન્યા બંનેને ચાર પાંચ કેમેરા જ દેખાતા હતા.
ગોર મહારાજે મંત્ર ભણવાનું શરૂ કર્યું. ગોર મહારાજ હજુ તો ''મંગલમ્ ભગવાન વિષ્ણુ...'' બોલવા જાય ત્યાં જ પેલો કેમેરામેને વરરાજાના મોઢા પાસે ગીમ્બલ સાથે કેમેરો ધર્યો. મહારાજનો ગુસ્સો આસમાન પર ગયો ફોટોગ્રાફરને અને વરરાજાને કહૃાું કે ''લગ્ન કરવાના છે કે ખાલી આલ્બમ જ બનાવવું છે? કાં તો હું મંડપમાં રહીશ અથવા આ કેમેરામેન.''
વરરાજાએ ગોર મહારાજને કહૃાું, ''સોરી, તમે થોડીવાર બહાર ચક્કર મારી આવો ત્યાં થોડા ફોટા પડી જાય. ફેરા તો અડધી કલાક પછી પણ ફરાશે, જો લાઈટ ચાલી જશે તો જિંદગી ગોટાળે ચડી જશે.''
ગોર મહારાજને પણ એમ થયું કે હવે દક્ષિણાથી મતલબ રાખો. આપણે જમવાનો બ્રેક માનશુ બીજું શું?
આ બધા વચ્ચે એક ફોટોગ્રાફરને સગા વહાલાઓએ હાઇજેક કર્યો હતો તેમના પોતાના ફોટા પાડવા માટે.
બાર-બાય-બારના એક નાનકડા રૂમમાં ૨૪ જણા ઠાંસી-ઠાંસીને ભર્યા હતા. દરેકનો અવાજ બીજા ૨૩ જણ પર હાવી થઈ જાય એવો પ્રયત્ન ચાલતો હતો. મુંબઈની મચ્છી માર્કેટ કે કોઈ મધ્યમ વર્ગની શાક માર્કેટમાં પણ જેટલો દેકારો ન હોય, એટલો દેકારો એ રૂમમાં હતો. ચુનિયો બૂમો પાડતો હતો, ''એલા, કોઈ કેમેરામેનને બોલાવો, મુહૂર્ત નીકળી જશે!'' પણ ત્યાં તો કેમેરામેન પોતે જ 'સેલિબ્રિટી'ની જેમ એન્ટ્રી મારી!
જેવા ફોટા પડવાનું શરૂ થયું, એટલે અસલી ખેલ શરૂ થયો. ચુનિયાના સાઢુ ગજબની 'ફાંદ' લઈને આવ્યા હતા. કેમેરામેન બિચારો લેન્સ ફીટ કરે ત્યાં સાઢુની ફાંદ અડધી ફ્રેમ રોકી લે! સાઢુ ફોટો પડાવવા માટે શ્વાસ રોકીને પેટ અંદર ખેંચવાની એવી કસરત કરતા હતા કે એમનું મોઢું ટામેટા જેવું લાલ થઈ ગયું. ફોટો પડી ગયા પછી જેવો એમણે શ્વાસ છોડ્યો, બાજુમાં ઊભેલા ભત્રીજાને ધક્કો વાગ્યો અને એ બિચારો ઉંધે માથે પડ્યો!
એવામાં આવ્યા ચુનિયાના મોટા કાકા. કાકાની 'ટાલ' પર કુદરતે એટલી સુંવાળપ આપી હતી કે કેમેરાની ફ્લેશ લાઈટ સીધી ટાલ પર અથડાઈને રિફ્લેક્ટ થતી હતી. કેમેરામેન ગૂંચવાયો, ''સાહેબ, લાઈટ વધે છે!'' કાકા કહે, ''બેટા, એ લાઈટ નથી, આ તો મારા ખાનદાનનું તેજ છે!'' છેલ્લે કાકાની ટાલ પર રૂમાલ ઢાંકવો પડ્યો ત્યારે કેમેરામેનને સંતોષ થયો.
રૂમમાં જગ્યા ઓછી હતી અને એમાં પાછી ચાર-પાંચ જાડી સ્ત્રીઓ સેલ્ફી લેવા મથી રહી હતી. એમાં જેવી સેલ્ફીની વાત આવી, એટલે તરત જ બધાના મોઢા 'પાઉટ' મોડમાં! એવું લાગે કે જાણે બધાએ સાથે મળીને લીંબુ સરબત પીધું હોય અને એમાં ખાંડ નાખવાનું ભૂલી ગયા હોય! જોકે મને તો ચોરે બેઠેલા ભાભાઓ દોરા સુધી બીડી ખેંચે ત્યારે જે મોઢું થાય તે યાદ આવ્યું. એક માસી તો એટલા જાડા હતા કે ગ્રુપ સેલ્ફીમાં એમના આવ્યા પછી બીજા કોઈને ઊભા રહેવાની જગ્યા જ ન રહી. કેમેરામેને કીધું, ''બેન, થોડા સાઈડમાં ખસો.'' માસી કહે, ''હું વરની માસી છું હવે એક ઇંચ ન ખસુ, તારો કેમેરો ખસેડ.''
ભત્રીજાને ભૂત વળગ્યું હતું 'કેન્ડિડ' ફોટાનું. એણે કેમેરામેનને કીધું, ''હું હસીને જતો હોઉં એવો નેચરલ ફોટો પાડજે.'' હવે રૂમમાં ૨૪ જણાના દેકારા વચ્ચે નેચરલ હસવું આવે ક્યાંથી? ભત્રીજો પરાણે દાંત કાઢતો હતો, ત્યાં જ ચાલતા ચાલતા પોતાના જ પગમાં તેની ધોતી ફસાણી! કેમેરામેને તરત ફોટો પાડ્યો. એ 'કેન્ડિડ' તો ન થયો, પણ ભત્રીજાના જીવનનો સૌથી મોટો 'કાંડ' જરૂર થઈ ગયો!
ફોટો પડી ગયા પછી સોશિયલ મીડિયામાં ચડાવવા માટે અને સૌથી વધુ લોકોના માથે ઝીંકવા માટે 'હેશટેગ'નું ભૂત દરેકને વળગ્યુ છે. છેલ્લે ચુનિયાએ મને પૂછ્યું, ''ભાઈ, આમાં હેસટેગ શું રાખીએ?'' મેં કીધું, ''ભાઈ, આ દેકારો જોતા તો એક જ હેશટેગ સૂઝે છેઃ મચ્છીમાર્કેટમેંશાદી. ચુનિયો તો રાજીના રેડ થઈ ગયો, પણ ભત્રીજાની વહુએ હજુ સુધી મારી સાથે વાત નથી કરી!
લગ્ન વખત થયેલો ફોટા અને વિડિયોનો ખર્ચો ક્યારેક એટલો હોય છે કે તેમાંથી નાના સમાજના સમૂહ લગ્ન થઈ જાય.
વિચારવાયુઃ- ''લગ્નના આલ્બમમાં કોના સગા વહાલાઓના ફોટા કે વિડીયો વધારે આવ્યા?'' તે ચર્ચાનો વિષય બને ત્યારે લગ્નનું આલ્બમ કે વિડિયો હોંશે હોંશે દેખાડવા દોડતા પતિ-પત્ની તેને સંતાડવા માટે તમામ પ્રયત્નો કરે છે.
મલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વાત છે. ૨૦૨૮ની સાલમાં આવતી ચૂંટણીઓના સમયની... આવું થાશે જોઈ લેજો.
આજે તો ગજબ થઈ ગયો સૂર્ય કઈ બાજુ ઉગ્યો છે તે નક્કી કરવા માટે મેં એ આઈ ને પૂછ્યું.
વિરોધ પક્ષો અને શાસક પક્ષ એક મુદ્દા ઉપર સહમત થયો હતો. મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો.
મને ખબર છે કે તમને હરખના શેરડા ફૂટ્યા હશે. કોઈ વિકાસની વાતને લઈ અને એક મત નથી થયા પણ હવે રેલી માટે રોબોટની ખરીદી કરવા તમામ પક્ષ અલગ અલગ ઓફિસમાં એક મુદ્દા પર વાત કરી રહૃાા છે.
શાસક પક્ષ
''નેતાજી આપણે બહુ રોબોટ ની જરૂર નહીં પડે કારણ કે આપણી પાસે ઘરની કંકોત્રી દેવા માટે કુરિયર કરી દે, કે ુરટ્ઠંજટ્ઠૅૅ કરી દે પરંતુ આપણા પક્ષને મત આપજો તેવું પાંચ વાર ઘરે ઘરે જઈ જમાઈ જમણનું આમંત્રણ આપતા હોય તેમ આગ્રહ કરે તેવા નવરી બજાર જેવા કાર્યકર્તાઓ છે.''
''બીજું કે સામેના પક્ષમાંથી પણ ઘણા તક પીપાષુ કશુક પામવા માટે દરવાજે ઉભા જ છે.
ત્યાં જ એક ભરાવદાર કાયા ધરાવતો મહાકાય નેતા બોલ્યો કે ''હવે હજાર પંદરસો માં રેલીમાં આવતા દાડીયાઓ ભાવ વધારો માગી રહૃાા છે. આપણે અવારનવાર રેલી કરવી હોય તો દર વખતે પૈસા દેવા કરતા એક વખતનું રોકાણ કરી અને રોબોટ લઈ લેવા સારા.''
''મારા ધ્યાનમાં એક કંપની છે જે દાધારીંગા, મજબુત, છૂટથી ગાળા ગાળી કરી શકે, જરૂર પડે છૂટા હાથની મારામારી પણ કરી શકે, તેવા રોબોટ બનાવે છે. વળી પાર્ટી ફંડ પણ આપશે.''
વિરોધ પક્ષ
''રોબોટ તો લેવા જ પડશે કારણ કે આપણા કાર્યકરો સામેના પક્ષમાં ભળવા મંડ્યા છે. નેતાઓ પણ વંડી ઠેકી અને જુદી જુદી ખુરશીઓ પકડવા મંડ્યા છે.''
''જે થોડા ઘણા બચ્યા છે તે આળસુ થઈ ગયા છે અને વિરોધ કરવા માટે પણ થોડું ફંડ ફાળવો તેવી માગણી કરી રહૃાા છે.''
નવા રોબોટ છે તે કાર્યાલયમાં બેસવા તથા રહેવા માટે ચા પાણી કે ભજીયા પાર્ટીની ડિમાન્ડ પણ નહીં મૂકે.
''એ બધી વાત સાચી પરંતુ આપણને કોઈ બોન્ડ દ્વારા ફંડ આપવું જોઈએ ને? તપાસ કરો ક્યાંક રૂપિયા બાકી રાખી રોબોટ મળતા હોય તો.''
''રેલીમાં આપણે મોકલશું તો ફૂડ પેકેટનો ખર્ચો પણ બચશે.''
''મોટા સ્પીકર ઇનબિલ્ટ હોય તેવા રોબોટ પસંદ કરશું જેથી નારેબાજી સારી અને મોટેથી કરી શકે.''
નાના પક્ષ
''આપણે રોબોટ લેવા છે પરંતુ તપાસ કરો કે કોઈ મોટા પક્ષે ખરીદ કર્યા હોય અને અપડેટ થવા માટે જુના રોબોટ કાઢવાના હોય તો આપણને સારું પડે.''
''એમને ખબર પડે કે સામેના પક્ષ વાળાને લેવા છે તો કદાચ ન આપે.''
''ભલા માણસ કોઈપણ પક્ષમાં લાલચુ,ભ્રષ્ટાચારી, નેતાઓ ન હોય તેવું બને નહીં.''
''અંડર ટેબલ વ્યવહાર કરો એટલે ૧૦ જુના રોબોટની સાથે બે નવા પણ રવાના કરી દે.''
આવો સમય ગેરેન્ટીથી આવશે જ.
જોકે આ તો મશીન કહેવાય એટલે ક્યારેક સોફ્ટવેરમાં પ્રોબ્લેમ પણ થાય તો કેવી ઘટના ઘટે?
રેલી બરાબર મુખ્ય ચોકમાં જ પહોંચી હોય ત્યાં એક રોબોટ સૌથી ઉપરની જગ્યાએ પહોંચી અને જાહેરાત કરે...
''મિત્રો... મિત્રો... મારૃં સોફ્ટવેર અપડેટ માંગે છે, ત્યાં સુધી વિપક્ષના વખાણ સાંભળી લો!'' નેતાજી તો પરસેવે રેબઝેબ થઈ ગયા. તેમણે તરત જ આઈટી સેલને ફોન કર્યો, ''અલ્યા, આમાં વિરોધ પક્ષનું વાયરસ ક્યાંથી આવ્યું?''
સામેથી જવાબ મળ્યો, ''સાહેબ, પેલો રોબોટ ઓપરેટર છે ને, એ ગઈકાલે જ સામેના પક્ષમાં ભળી ગયો છે, એટલે એણે 'બખડ જંતર' મોડ એક્ટિવેટ કરી દીધું છે!''
સામે રોબોટ બનાવતી કંપનીઓની જાહેરાતમાં પણ સ્લોગન આવશે.
રોબોટ બનાવતી જુદી જુદી કંપનીઓ પણ નવી નવી સ્કીમો સાથે દરેક પક્ષનો સંપર્ક કરશે.
(૧) અમારી કંપની હુબહુ માણસ જેવા રોબોટ બનાવી આપશે, (૨) એક વખત ચાર્જ કરશો તો બે કલાક સુધી રેલીમાં ભાગ લઈ શકશે. (૩) અમારો રોબોટ ક્યારેય સત્તાની માગણી નહીં કરે. (૪) ૫૦ રોબોટ ખરીદશો તો પાંચ રોબોટ ફ્રી આપવામાં આવશે. (૫) અમારો રોબોટ ઇવીએમ સેટિંગ પણ કરી આપશે. (૬) સિગ્નેચર ફીચર તરીકે કંપની કહેશે કે અમારો રોબોટ ક્યારેય પક્ષ પલટો નહીં કરે.
જુદા જુદા પક્ષના રોબોટ જ્યારે સાંજ પડે કોઈ ચાર્જિંગ પ્લગ શોપ*માં ભેગા થશે ત્યારે ચર્ચા કરતા હશે કે આપણા ગમે તેટલા સ્માર્ટ સોફ્ટવેર હોય પરંતુ આપણને ચલાવનારા આ લુચ્ચી બુદ્ધિના, જાડી ચામડીના, અત્યંત ભ્રષ્ટ નેતાઓ જેવા આપણે ક્યારેય નહીં થઈ શકીએ.
દૂર બેઠેલો બિચારો પ્રજાજન પેટના ખાડા ને પંપાળતો, કોરી આંખોથી આ રોબોટના આંસુ જોતો, વિચારતો હશે કે આ મશીનને રોવડાવે છે તો મારી શું વિશાત?
વિચારવાયુઃ- રોબોટ ૧: ''તને કયા પક્ષમાં રહેવું ગમે?''
રોબોટ ૨: ''મને તો અપક્ષમાં રહેવું ગમે, કારણ કે ત્યાં ચાર્જિંગ ઓછું અને આરામ વધારે મળે છે!''
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગયા અઠવાડિયે મહોલ્લામાં ચર્ચાઓનું બજાર ગરમ હતું. એક બાજુ આપણા ચુનિલાલ ઉર્ફે ચુનિયાએ ચાઈનીઝ શીખવા માટે નૂડલ્સનો જે ઘાણ કાઢ્યો હતો એની વાત હતી, અને બીજી બાજુ સમાચારમાં પેલી 'ગપગોળા યુનિવર્સિટી' એના છૈં ના જૂઠાણાને લીધે ઉઘાડી પડી ગઈ હતી!
ચુનિયો અત્યારે આખા મહોલ્લામાં 'ચાઈનીઝ એક્સપર્ટ' તરીકે ફરતો હતો. એણે નક્કી કર્યું કે જો ચીન સાથે ધંધો કરવો હોય તો ચાઈનીઝ ભાષા આવડવી જોઈએ અને તે માટે પહેલા પેટમાં ચાઈનીઝ ખોરાક હોવો જોઈએ.
સવાર-સાંજ મન્ચુરિયન અને નૂડલ્સ ઝાપટીને ચુનિયાની આંખો ઝીણી થઈ ગઈ હતી અને પેટ ફૂલીને ઢોલ જેવું થઈ ગયું હતું.
ભાભીનો મને ફોન આવ્યો કે ''મિલનભાઈ આને થયું છે શું? છેલ્લા દસ દિવસથી ચાઈનીઝ ફૂડ જ ખાય છે. હવે તો ડોળા કાઢતા હોય ત્યારે ઝીણી આંખે જોતા હોય તેવી આંખો થઈ ગઈ છે. તાત્કાલિક ઘરે આવો.''
હું તરત ઘરે પહોંચ્યો. જોયું તો ચુનિયો ચોપસ્ટિકથી બિસ્કિટ પકડવાની કોશિશ કરતો હતો. ચોપસ્ટિક સાથે જ મારૃં સ્વાગત કર્યું.
મેં કીધું ''અરે ચુનિયા! આ નૂડલ્સ ખાઈને તારૃં મોઢું જ ચાઈનીઝ જેવું થઈ ગયું છે, હવે ભાષા શીખવાની ક્યાં જરૂર છે? પણ આ બધું તું કોના માટે કરે છે?*
ચુનિયો ગર્વથી કહે, *ભાઈ, મેં ઓનલાઇન એક હાઈ-ટેક ચાઈનીઝ કુતરૃં મંગાવ્યું છે. એને સમજવા માટે મારે 'ચાઈનીઝ' થવું પડે ને!*
થોડીવારમાં કુરિયર આવ્યું. બોક્સ ખોલ્યું તો અંદરથી રૃંવાટીનો એક સફેદ ગોળ દડો નીકળ્યો. ચુનિયાએ એનું નામ રાખ્યું 'સીંગ-તેલ'. મેં કહૃાું આવું નામ કેમ રાખ્યું તો કહે આપણે બીજું કાંઈ રાખી અને ભૂલી જઈએ તો? તેના કરતાં રોજબરોજનો જે પનારો છે તે જ રાખ્યું ''સીંગ-તેલ''. પણ મુસીબત એ થઈ કે એ કૂતરૃં એટલું બધું ગોળ અને રૂ જેવું હતું કે એનું મોઢું કઈ બાજુ છે અને પૂંછડી કઈ બાજુ, એની કોઈને ખબર જ ન પડે!
ચુનિયો આખું અઠવાડિયું એની પ્રદક્ષિણા કરતો રહૃાો. હું રોજ પૂછું ''કેમ ચુનિયા, આજે મોઢાના દર્શન થયા કે હજી પૂંછડીને જ નમસ્કાર કરે છે?''
પૂરૃં એક અઠવાડિયું તપાસ ચાલી! છેવટે આઠમા દિવસે જ્યારે સીંગ-તેલે જોરથી છીંક ખાધી, ત્યારે ચુનિયો રાડ પાડી ઉઠ્યો, ''ઓય મિલનમસ્ત! જલ્દી આવો, આ બાજુ નાક છે! હું તો અત્યાર સુધી બીજી બાજુ બિસ્કિટ ધરીને બેઠો હતો!''
બીજે દિવસે સવારમાં ચુનિયો પેલા સીંગ-તેલને પોતાની નવી શીખેલી ચાઈનીઝ ભાષામાં ઓર્ડર આપતો હતો, ''ચૂં-પાં-ચા...'' (કદાચ એનો અર્થ 'હાથ મિલાવ' થતો હશે). પણ પેલા ગોળ દડા જેવા કુતરાએ સીધો ચુનિયાના અંગૂઠામાં ઘા કર્યો!
ચુનિયો કૂદ્યો ત્રણ ફૂટ ઊંચો! ''ઓય બાપ રે! મિલનભાઈ આ તો માલિકને જ કરડ્યું?''
મેં કીધું ''ચુનિયા, આમાં કુતરાનો વાંક નથી. આ 'ચાઈનીઝ માલ' છે અને ટ્રેનિંગ કદાચ પેલી ગપગોળા યુનિવર્સિટીમાં લીધી લાગે છે! જ્યાં પાયો જ જૂઠાણાનો હોય, ત્યાં કુતરૃં હોય કે ટેકનોલોજી છેવટે માલિકને જ કરડે!''
ચુનિયાને તો ડખો પણ એ થયો કે આપણા કૂતરા કરડે તો પાંચ ઇન્જેક્શનમાં પતી જાય. પરંતુ આ ચાઈનીઝ કૂતરા કરડે તો શું કરવું તે જણાવવામાં ગુગલ પણ ગોટે ચઢી ગયું.
ગપગોળા યુનિવર્સિટીએ પણ કેટલા મીડિયારૂપી ઇન્જેક્શન લીધા હશે રામ જાણે.
અમારે ચુનિયાને તો એકવાર સબક મળે પછી તે વિષયનો તે સલાહકાર થઈ જાય. સ્વ અનુભવ પરથી... આવું કહીયે ને સલાહ માથા પર ઠોકે.
મને કહે ઘણું શીખવા મળ્યું જેમ કે,ચાઈનીઝ કૂતરૃં લેતી વખતે એનું મોઢું ક્યાં છે એનો 'મેપ' સાથે મંગાવવો.
ચાઈનીઝ ભાષા શીખવા માટે અળસિયા જેવા હક્કા નુડલ, દેશી મુઠીયા જેવા મંચુરિયન કે ફ્રાઇડ રાઈસ જેવી કોઈપણ વાનગી ખાવી જરૂરી નથી.
ગપગોળા યુનિવર્સિટી પણ અત્યારે એ જ વિચારતી હશે કે એ આઈ મંડળીમાં ભાગ શું કામ લીધો?
બધું 'પતી' ગયા પછી જ પસ્તાવારૂપી જ્ઞાનની સરવાણી ફૂટે છે તેમજ ચુનિયાએ સીંગતેલને દસમા દિવસે તો સોસાયટીમાં રમતું મૂકી દીધું. મને કહે ''હું તેને કરડી તો ના શકું પણ મારી સોસાયટીના કૂતરા એને કેવી રીતે સમજાવશે કે ચાઇના લગી તેના સગા વ્હાલાઓને કહેશે કે ''ગમે તે દેશમાં જાવું,ગમે તેમ કરવું પણ ભારતમાં જઈ અને ચુનિલાલને ન કરડવું. આપણી સાત પેઢીનો આકાર ફેરવી નાખે એવી હાલત આ સોસાયટીના ડાઘીયાઓ કરી નાખશે.''
ગપગોળા યુનિવર્સિટી વિચારતી હશે કે ચાઈનીઝ કૂતરાથી છેટું રહેવું. ચાઈનીઝ કૂતરાઓ વિચારતા હશે કે ચુનિયાથી છેટું રહેવુ.
વિચારવાયુઃ જસ્ટ પુછિંગ...
ચાઈનીઝ આઈટમનો વિરોધ અને તેનો ઉપયોગ બંને સાથો સાથ થઈ રહૃાું હોય તેવું કેમ લાગી રહૃાું છે?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હમણાં મુંબઈ કાર્યક્રમ માટે આવેલો અને સામાન્ય રીતે હું ટેક્સી કરી અને કાર્યક્રમના સ્થળ પર જતો હોઉં છું. તે દિવસે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી.
કુંભના મેળામાં જેટલી ભીડ ન હોય તેનાથી વધારે લોકલ ટ્રેનમાં ભીડ હોય છે.
ચારે'ક ટ્રેન પછી એક ટ્રેનમાં દરવાજે ઊભો રહૃાો અને આપોઆપ લોકોએ મને ઉપર ચડાવી દીધો. સામેવાળા મુસાફરના કાર્બન ડાયોક્સાઇડથી મારા ફેફસાં ભરાઈ ગયા. મારૂ સ્ટેશન નીકળી ગયું ત્યારબાદના ત્રીજા સ્ટેશનને હું દરવાજા સુધી પહોંચી શક્યો અને ધક્કો મારી આપોઆપ નીચે ઉતારી દીધો. નીચે ઉતરીને જોયું તો મારા ઝભ્ભાની એક બાંય જ ન હતી લોકલમાં રહી ગઈ હતી.
આ મુસાફરી દરમિયાન મને એમ થયું કે મુંબઈવાળા લોકોએ યોગા કરવા ના જોઈએ. લોકલ ટ્રેનની મુસાફરી એ એક યોગાથી કમ નથી.
રોજ મુસાફરી કરનાર સામાન્ય મુસાફર નથી. એ 'યોગી' છે અને એ પણ એવા યોગી કે જેમને મેટની જગ્યાએ અખબાર, પાણીની બોટલ અને બેગનો પટ્ટો પૂરતો છે.
ધક્કાસન, લોકલનું રાજઆસન, ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ભીડનું એક સૂક્ષ્મ કંપન થાય. કોઈ વૈજ્ઞાનિક તેને 'વાઇબ્રેશન' કહે, પણ મુંબઈકર જાણે છે કે આ છે ધક્કાસનની શરૂઆત. પાછળથી એક ભાઈ હળવે ધક્કો આપે, તમે આગળ વધો; તમે આગળના ભાઈને ધક્કો આપો.એવું સાંકળબદ્ધ યોગ.
અહીં કોઈ ગુસ્સે થતું નથી. કારણ કે બધા જાણે છે. આ ધક્કો વ્યક્તિગત નથી, આ તો પરંપરા છે!
બેગપ્રહાર પ્રાણાયામઃ નવો મુસાફર હોય તો પીઠ પર બેગ હોય અને કુશળ યોદ્ધા મુસાફર હોય તો છાતીએ બેગ લગાડી હોય. અને આગળ ઊભેલા મુસાફર સાથે બેગનો સ્નેહસભર સંપર્ક થાયતે સમયે શ્વાસ રોકીને સ્મિત કરવું એ જ સાચું પ્રાણાયામ.
એક ભાઈની બેગ તમારા પેટમાં, તમારી બેગ બીજા ભાઈના ખભા પર. આ છે 'સામૂહિક કનેક્ટિવિટી'. વાઈ-ફાઈ પણ શરમાઈ જાય.
મોબાઇલ ધ્યાનમુદ્રાઃ દરેક મુસાફરનો ચહેરો મોબાઇલમાં ગાઢ તલ્લીન. ભીડમાં ઊભા રહીને એક હાથમાં ફોન, બીજા હાથથી રોડ પકડીને રીલ જોવી. આ બહુ ઊંચું ધ્યાન છે. આસપાસ કેટલો પણ હોબાળો હોય, નોટિફિકેશનનો અવાજ જ સાચો 'ઓમકાર' છે.
ક્યારેક નેટવર્ક ગાયબ થાય તો આંખો ખુલે. આને કહે અચાનક જ્ઞાનપ્રાપ્તિ.
સીટસાધનાઃ સીટ મળે તો મનમાં જે આનંદ થાય તે કોઈ યોગાશ્રમમાં નહીં મળે. પરંતુ આ આનંદ ક્ષણિક છે. આગળના સ્ટેશન પર કોઈ ભાઈ આંખોમાં આશા લઈને પૂછેઃ ઉતરશો?
જો તમે 'હા' કહો તો તે તરત જ અર્ધબેસાસનમાં આવી જાય. એક ચોથાઈ સીટ પર પહેલેથી જ સ્થિર.
અને જો તમે 'ના' કહો તો તેની આંખોમાં જે નિરાશા દેખાય. તે જ જીવનનો સાચો વૈરાગ્ય પાઠ છે.
લટકાસન એડવાન્સ લેવલ, દરવાજા પાસે ઊભા રહી બહાર લટકતા મુસાફરોને જોતા વિદેશી યોગ ગુરૂઓને ચક્કર આવી જાય. પણ અહીંના યોગી માટે આ રોજનું આસન છે. એક હાથ રોડ પર, એક હાથ બેગ પર, પગ અંદર અને દિલ બહાર. આ સંતુલન માટે આત્મવિશ્વાસ જોઈએ. કોઈ પૂછે ડર નથી લાગતો? મુંબઈકર હસીને કહેઃ ડર માટે ટાઈમ ક્યાં છે?
વરસાદી યોગઃ જ્યારે મુંબઈમાં વરસાદ પડે ત્યારે ટ્રેનમાં ખાસ સીઝનલ કોર્સ શરૂ થાય. ભીના કપડાં, છત્રીનો ટકરાવ અને ચપ્પલમાંથી નીકળતો સ્વર. આ બધું સાથે લઈને 'ધૈર્ય આસન' કરવું પડે. પ્લેટફોર્મ પર પાણી ભરાય તો લોકો ધીમે ચાલે. આ છે સ્લો મોશન ધ્યાનવોક.
ડબ્બાખોલઃ ટિફિન ખૂલતાં જ આસપાસ સુગંધ ફેલાય. કોઈનું પરાઠું, કોઈનો ઉપમા, કોઈના ઢોકળા આ છે 'લાળ ગ્રંથિ ઉત્તેજક યોગ'
પછી શરૂ થાય ચર્ચાઃ શેરબજારથી લઈને સાસુ-વહુ સુધી. એક જ ડબ્બામાં અર્થશાસ્ત્રી, રાજકારણી અને ફિલ્મ સમીક્ષક.
આ સમૂહ ચર્ચા દરમિયાન શરીર ભીડમાં ફસાયેલું હોય, પણ મન વિશ્વભરમાં ફરતું રહે આને જ તો મનમુક્ત આસન કહે.
સમયતત્ત્વ યોગઃ ટ્રેન ૨ મિનિટ લેટ થાય તો ઘડિયાળ તરફ જોવાની ક્રિયા. આ છે 'અધૈર્ય આસન'.
પરંતુ ૨૦ મિનિટ લેટ થાય તો બધાના ચહેરા પર શાંતિ.હવે તો કશું કરી શકાય નહીં.આ છે 'સ્વીકારાસન'.
જીવનમાં જે કાબૂમાં ન હોય તેને સ્વીકારી લેવું.લોકલ આપણને રોજ શીખવે છે.
અંતિમ મુક્તિ, ઉત્તરાસનઃ તમારૃં સ્ટેશન નજીક આવે એટલે અંદરથી ઉર્જાનો વિસ્ફોટ થાય. સાઈડ સાઈડ બોલતા બોલતા દરવાજા સુધી પહોંચવું.આ જ છે 'મુક્તિનો માર્ગ'.
બહાર પગ મૂકતાં જે હળવાશ અનુભવો. તે કોઈ હિમાલયમાં જઇને પણ નહીં મળે. કારણ કે અહીં તમે ભીડમાં રહીને સંતુલન શીખ્યા, ધક્કામાં રહીને ધૈર્ય શીખ્યું અને સીટ વગર રહીને સમતા શીખી.
જીમમાં ટ્રેનર પૈસા લઈને કહેઃ ફિટ રહો. લોકલમાં જીવન મફતમાં કહેઃ એડજસ્ટ કરો અને ફિટ રહો.
વિચાર વાયુઃ યોગ મેટ છોડો, લોકલ પકડો!
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાના માથા ઉપર ઢીમડા જોઈ અને થોડું આશ્ચર્ય થયું અને ચિંતા પણ થઈ.
મેં પૂછ્યું કે ચુનિલાલ આ શું થયું?
તમને ના પાડી છે કે ભાભી સાથે બહુ મગજમારી નહીં કરવાની એટલી હદ સુધી જ સામે બોલવાનું કે તેના મારના નિશાન જાહેર ન થાય.
મિલનભાઈ એક પતિ પત્નીનો માર ખાય તો ગર્વ ભેર કરી શકે કે ''જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી બહુ ઓછા નામ જોઈ શક્યો અંગત અંગત નામ હતા..., પરંતુ આ તો સમાચાર સાંભળી અને મને થયું કે આ શું એમ પ્રશ્નાર્થમાં જ જાતે દિવાલ સાથે માથા પછાડ્યા અને ઢીમડા ઉપસાવ્યા.''
આટલી વાત સાંભળ્યા પછી મારે એને એક ચા પીવડાવવાની ફિક્સ છે. ચા પીતા પીતા તેણે કહૃાું કે આજે હું કોર્ટે ગયો હતો.
જિંદગીમાં પતિ પત્નીના કેસ લડાતા જોયા છે પરંતુ ક્યારેય તમે પ્રેમીઓના કેસ લડાતા જોયા છે?
શેરબજારમાં નિફ્ટી ૧૦૦૦ પોઇન્ટ ટુટે અને ત્યાર પછી શેરબજારની ઓફિસની બહાર મોઢા લટકાવેલા ટોળા બેઠા હોય એવડું ટોળું કોર્ટમાં પહેલીવાર જોયું.
મેં કીધું વાતમાં મોણ નાખ્યા વગર સીધી વાત કર મુદ્દો શું હતો?
અરે મિલનભાઈ બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને જજ પણ ૫૦ વટી ગયો હતો એટલે રસપ્રચુર થઈ અને પ્રશ્ન પૂછતો હતો.
હા તો મિસ લીલી તમારી શું ફરિયાદ છે તમારે શું કામ બ્રેકઅપ કરવું છે?
એટલે લીલીએ કહૃાું કે તે છેલ્લા એક મહિનાથી કંજૂસ થઈ ગયો છે.
દર અઠવાડિયે અમારે એકવાર હોટલમાં જમવાનું નક્કી થયું હતું છેલ્લા એક મહિનાથી તે મને લઈ ગયો નથી. મિલોડ છેલ્લી ગિફ્ટ આપી એને દોઢ મહિનો થયો. પહેલા ગાડી લઈને આવતો હતો અને હવે ટુ-વ્હીલર પર બેસાડી અને લોંગ ડ્રાઈવ તો જવા દો. શેરી ગલીમાં આટા પણ મરાવતો નથી. એટલે તાત્કાલિક એને કહું કે મારો પીછો છોડે.
જજ સાહેબે બંટીને પૂછ્યું બોલ બંટી તું શા માટે તેને છોડવા નથી માગતો?
બંટીએ કહૃાું કે ''નહીં છોડુ. છેલ્લા ૬ મહિનાથી દર અઠવાડિયાની જગ્યાએ દર ત્રણ દિવસે હોટલમાં જમવાની જીદ કરી મને લૂંટ્યો છે. મારા ક્રેડિટ કાર્ડનું ઓવરડ્યું અમે નક્કી કર્યું હતું કે સાથે ભરશું પરંતુ છેલ્લા ઘણાં મહિનાથી તેણે એક પણ હપ્તો શેર નથી કર્યો. આગલો હિસાબ ક્લિયર કરે તો છોડવા માટે હું કંઈક વિચારૂ.''
મેં જેટલી વાર મોબાઈલ રિચાર્જ કરાવી દીધો છે તે બીજો કોઈ ન કરે. રિચાર્જ ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પણ મારા ખર્ચે રિચાર્જ કર્યું છે અને હજુ ૬ મહિના બાકી છે તેને પાસવર્ડ બદલી નાખ્યો અને મને પણ જોવા નથી દેતી મારા પૈસા અને મને લાભ નહીં તો કહો મી લોર્ડ હું તને કઈ રીતે છોડી શકું?
લીલીએ વકીલ ઓબ્જેક્શન લે તે પહેલા કહૃાું ''આઈ ઓબ્જેક્ટ મી લોર્ડ જ્યાં સુધી બીજો બોયફ્રેન્ડ ન મળે ત્યાં સુધી તેના રિચાર્જ ના પૈસા હું કઈ રીતે પાછા આપી શકું અને હું એસ્યોર્ડ કરૃં છું કે એક તગડો બકરો સોરી બોયફ્રેન્ડ મળે કે તરત જ હું તેના ક્રેડિટ કાર્ડના અને તમામ ઓટીટીના પૈસા પણ પરત કરી દઈશ.''
બંટીએ વચ્ચે બોલતા કહૃાું કે ''જજ સાહેબ હું પણ માંડ માંડ મળ્યો હતો અને હવે તેને પૈસાદાર બકરો શોધવો છે તો મારે કેટલી રાહ જોવી? અને હજુ મેં આપેલી ગીફ્ટોની તો કોઈ વાત જ નથી ઉચ્ચારતા. ભલે વપરાયેલી હોય હું ગુજરી બજારમાં અડધા ભાવે વહેંચી નાખીશ અને રોકડા કરીશ મિલોર્ડ પરત અપાવો.''
જજ આ બધી વાત સાંભળી અને બે ગ્લાસ પાણી પી ગયા. જજને પણ તેનો ભૂતકાળ યાદ આવી ગયો હોય તેમ અંગત રીતે લીલી ને કહૃાું ''તમારે પર્સનલ લોન લઈ અને આ હિસાબ તાત્કાલિક ચુકતે કરી દેવો જોઈએ. તમારા મમ્મીને પણ આવી આદત હતી.''
ચુનિલાલ કહે હું તો સ્તબ્ધ થઈ ગયો કે સાલુ કેટલા વર્ષે ક્યાં કનેક્શન નીકળે છે? અને કોર્ટે જ્યારે હુકમ કર્યો કે છોકરાને વ્યાજ સહિત તેના ખર્ચના પૈસા આપી દેવા ત્યારે જજના મોઢા ઉપર જે ખુશી હતી તેના પરથી એવું લાગ્યું કે આ જજે ૨૫ વર્ષ પહેલાંનો ગુસ્સો અને વેર બીજી પેઢીએ જોરદાર રીતે વાળ્યું. હવે મને કહો કે હું માથા પછાડું કે નહીં?
હું પણ વિચારે ચડ્યો કે કોર્ટ પાસે હવે લોકો કેવા પ્રકારના પ્રશ્નોમાં ન્યાયની અપેક્ષા રાખી રહૃાા છે? અને આ નવી પેઢીને થયું છે શું?
વિચારવાયુઃ- આજની પેઢીએ તેમના વિજાતીય ફ્રેન્ડ માટે ઓળખાણ કરાવતી વખતે કહેવું પડે છે કે આ મારો કે મારી ''જસ્ટ ફ્રેન્ડ'' છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાએ દિલાને ફોન કર્યો કે ''તાત્કાલિક તરૂણભાઈના ઘરે આવ ન બનવાનું બની ગયું છે.''
૧૩૫ કિલોનો દિલો હાંફતો હાંફતો તરૂણભાઈના ઘરે પહોંચ્યો ઘરની બહાર આઠ દસ મિત્રો ચિંતાતુર ઊભા હતા. દિલાના વિશાળ દિલમાં ફાળ પડી નક્કી કાંઈક અજુગતું ઘટ્યું છે.
ભારેખમ ચહેરા સાથે ચુનિયાએ દિલાના ખભા પર હાથ મૂક્યો અને કહૃાું કે ''હિંમત રાખજે''.
ભીના સાદે દિલ એ પૂછ્યું ''કઈ રીતે બન્યું?''
''તરૂણભાઈની ખાવા પીવાની આદત બીજું શું?''
''ખરેખર તરૂણભાઈએ ધ્યાન રાખવાની જરૂર હતી.''
''મે નહીં કીધું હોય? પણ કોઈના બાપનું માને તો ને''
''હશે જે થવાનું હતું તે થઈ ગયું.તમે લાગણીથી ગુસ્સો કરો છો. પરિવારને સાંત્વના આપી?''
આ બધી ચર્ચા થતી હતી ત્યાં તરૂણ ફાકી થૂંકવા ઘરની બહાર આવ્યો. નામ જ તરૂણ છે બાકી ઉંમર ૫૦ આંબી ગયા છે.
દિલા એ તરત જ કહૃાું કે ''આ તો..... તમે પણ શું ચુનિલાલ મને તો ધ્રાસ્કો પડી ગયો હતો. ખરખરાના મૂડમાં કોઈ ફોન કરે?''
ચુનિલાલે દિલાના ૭૦ એમએમના વાસામાં જોરથી ઢીક્કો માર્યો. તારામાં બુદ્ધિ નથી? રાતી રાયણ જેવો છે. હું તો કહેવા માગું છું કે તેને ડાયાબિટીસ આવ્યું.
ઓ... એમ છે. તો એમાં શું થઈ ગયું? ડોક્ટરને દેખાડી દેવાનું તે કહે તે દવા લેવાની. ચાલો તેની પાસે બેસીએ અને જાણીએ કે કઈ રીતે ડાયાબિટીસ છે તે ખબર પડી.
ઘરમાં પરિવારના ઘેરા વચ્ચે તરૂણ લમણે હાથ દઈ બેઠો હતો. ચુનિયાએ વાતનો ઉપાડ કર્યો.
ભલા માણસ ભડભાદર થઈ અને હિંમત હારી ગયો? બે મહિના લીમડા ઉપર રહો એટલે ડાયાબિટીસ ગાયબ.
તરૂણે તરત જ કહૃાું કે મારી હાઈટ ટૂંકી પડે લીમડાના ઝાડ પર કઈ રીતે ચડવું અને ખડબચડા થડ પર બે મહિના બેસવું, સુવુ, ખાવું પીવું બધું અઘરૃં પડે.
''અરે એમ નહીં ભલા માણસ બે મહિના લીમડાના પાન ખાવ એમ કહું છું.''
તરૂણના મગજમાં આવેલા પેંડા કડવા થઈ ગયા.
સલાહ શરૂ થાય પછી રોકાય થોડી?
''લીમડાના પાન કરતાં રોજ રાત્રે મેથીના તેરદાણા પલાળી દેવાના અને સવારે મેથી ચાવી જવાની અને પાણી પી જવાનું.''
''કડુ કરિયાતું બેસ્ટ હોં, સવારે નયણા કોઠે ફાકડો મારી જવાનો.''
''બધા કરતા કારેલાનો જ્યુસ અક્સીર ગણાય. રોજ સવાર સાંજ પીવાનું રાખો મહિના પછી મીઠાઈ ખાવી પડશે એ હદ સુધી સુગર ઓછી થઈ જાય.''
તરૂણ વચ્ચે બેઠો હતો અને ચારે બાજુથી યુક્રેન પર રશિયા એ જે રીતે મિસાઈલનો મારો કરેલો તે રીતે સલાહ સુચન લમણામાં વાગતી હતી.
તરૂણને મગજમાં એમ થઈ ગયું કે જો છૂટ મળે તો મીઠાઈ નથી ખાવી પરંતુ આ બધાને એક એક ઢીક્કો તો મારી જ લઉ.
આ બધાથી છટકવા માટે તરૂણ ઉભો થવા ગયો કે તરત જ પરિવારના દીકરા દીકરી અને વહુએ ટેકો દેવાનું ચાલુ કર્યું. તરૂણે રાડ પાડી ''ડાયાબિટીસ થયું છે કંઈ હું લંગડો નથી થઈ ગયો. મને અશક્તિ નથી આવી ગઈ''
તરૂણના ઘરવાળાને સાડીનો છેડો મોટા ઉપર દાબી રોવાનું શરૂ કર્યું. ''જોયું ડાયાબિટીસને કારણે સ્વભાવમાં પણ કેવો ફેરફાર થઈ ગયો છે? પહેલા કોઈ દિવસ આટલું ઊંચા અવાજે બોલ્યા નથી (એ હિંમતના અભાવને કારણે). કંટાળો તો જરાય ન કરતા. સ્વભાવ ચીડ ચીડિયો થઈ ગયો છે.''
ખરેખર તરૂણને ગુસ્સો આવતો હતો. પરંતુ આટલા બધા વાક પ્રહારથી તેને પણ થયું કે ખરેખર ડાયાબિટીસના કારણે હું ગુસ્સે થયો છું કે આ લોકોની ડાયાબિટીસ અંગેની ગેરસમજણને કારણે?
પરિસ્થિતિને સમજી અને તરૂણે ઘરવાળીને ખભે હાથ મૂકી અને કીધું ''ગાંડી તારા પર ગુસ્સે નથી થતો મારી જાત પર ગુસ્સે થવું છું.''
તરૂણના ઘરવાળા તરત જ બોલ્યા ''થાય ડાયાબિટીસમાં આવું થાય પણ તમે ચિંતા ન કરતા આપણે બંને સાથે મળી અને આ દર્દ સાથે લડશું. તમને કાલથી તેલ ઘી ખાંડ ગોળ ઘઉં ચોખા બધું જ બંધ.''
તરૂણે તરત જ કીધું કે ''તો શું રસોડે તાળું મારી દેશો? મારે જમવું શું?''
ભાભી એ લિસ્ટ કાઢ્યું તને બોલ્યા, ''મારી બા એ જમાઈ માટે મોકલ્યું છે. કાલથી બાફેલા શાક, કોદરી, દહી છાશ, જવની રોટલી, સવારના નાસ્તામાં ભાખરી નહીં આપું બાફેલા મગ મળશે, તેલ તો વાર તહેવારે એકાદ ચમચી વઘાર માટે જોઈએ તેટલું જ વાપરવું, મીઠાઈ ખાવાની તો નહીં પરંતુ મીઠાઈની દુકાન બાજુ જોવાનું પણ નહીં. આઈસ્ક્રીમ સપનામાં પણ ન આવવો જોઈએ.''
તરૂણને થોડીકવાર તો એમ થયું કે આના કરતાં તો કાળાપાણીની સજા સારી. જેલમાં પણ સપરમા દિવસે કેદીઓને મીઠાઈ પીરસવામાં આવે છે.
આ બધું તો ઠીક છે કંટાળીને મોબાઈલમાં રીલ જોવાનું ચાલુ કર્યું તો તેમાં પણ ડાયાબિટીસની રીલો જ તેની સામે આવી.
હું ખૂણામાં બેઠો બેઠો આ બધું જોતો હતો મને આંખેથી ઈશારો કર્યો અને તરૂણ ''હમણાં આવું'' કહી અને મારી સાથે બહાર નીકળ્યો.
મને કહે ''મિલનભાઈ યાર આ લોકોને સમજાવો મારે જીવવું છે. મારે ડાયાબિટીસમાં શું કરવું તે મને ખબર છે. કોઈ સારો ડોક્ટર દેખાડો એટલે તેની સલાહ પ્રમાણે ચાલીએ.''
વિચારવાયુઃ ડાયાબિટીસના દર્દીઓને એક ગમતું વાક્ય એટલે...
''એકા'દમાં વાંધો નહીં''
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેં ઘણીવાર સાંભળ્યું છે કે બારે બુદ્ધિ, સોળે શાન, વીસે વાન અને આવે તો આવે બાકી ન આવે.
જો કે મને એક આશ્ચર્ય તો હંમેશાં માટે રહેશે કે અમારો ચુનિયો એકવાર આફ્રીકાથી આવેલા લોકો સાથે ફરવા ગયેલો અને લગભગ એક મહિના પછી જોયો ત્યારે કોણ જાણે કેમ તેના વાળ પણ વાંકડીયા થવા લાગ્યા હતા. કલર પણ ઘાટો કાળો થવા લાગ્યો હતો! એટલે શાન તો આવે એ સમજ્યા પણ અમારા ચુનિયાને અપવાદ ગણવો પડે કેમ કે એને વાન પણ આવવા લાગ્યો!
આ વાત વધારે સમજવા માટે તમારે અલગ અલગ બિઝનેસમાં જોડાયેલા વ્યક્તિને એક જ સવાલ પૂછવાનો એટલે તમને એમના વ્યવસાયની ભાષા જ સાંભળવા મળે.
મુંબઈમાં વરસાદ વિશે અમારા મગન દરજીને વરસાદ કેવો એવું પૂછતા જ જવાબ આપ્યો 'અરે વાત પૂછોમાં.. ટેભા તોડી નાખે એવો મંડાણો છે.'
આ પછીનો ફોન સુરેશ શેરદલાલને લગાડ્યો તો એણે કહૃાું 'ઉપલી સર્કીટ લાગી હો.' પછીનો ફોન જૈન બિલ્ડર્સના કમલભાઈને કર્યો તો એમણે કહૃાું 'વસઈની તેજી જેવો વરસાદ છે, આજે તો આખા મહીનાનું બુકીંગ કર્યું હોય એમ લાગે છે.
એક કવિ મિત્રને પૂછ્યું તો કહે 'આજનો વરસાદ તો રદીફ કાફિયાનો મેળ તોડી નાખે એવો છે. આમા છંદ બંધારણ તો ગોત્યું હાથમાં આવે એમ નથી.'
ટપુ ટપોરીએ કહૃાું 'અરે ભાઈ વાંસા ફાડી નાખે એવો વરસાદ છે. સીધો થર્ડ ડીગ્રીએ જ ચાલુ પડ્યો છે.'
બાલચંદભાઈ સોનીએ જવાબ આપ્યો કે 'અરે રોડ ઉજારી નાખ્યાં.'
સૌથી વધારે તો અમારા મિત્ર જયરામ બિલ્ડર્સવાળા સંજયભાઈને ત્યાં પહેલો પ્રસંગ હતો. છોકરો યુવાન એટલે એનું ગોઠવવાનું હતું. એમની આ યાત્રાનો હું સાક્ષી રહૃાો છું. એમની દરેક ભાષા રીયલ એસ્ટેટના ધંધા મુજબ જ હોય. મને ફોન કરીને કહૃાું કે 'તમે આવતા હો તો મારા છોકરાની સુથી દેવા જવાની છે પણ મને એમ છે કે પહેલા પ્લોટ તમે તમારી નજરે જોઈ લો, ફાઇલ ચેક કરી લો અને જો પ્લાન બેસે એવું લાગે તો પછી સુથી આપીએ.' અમે ગયા પણ ખરા. કુટુંબ, કન્યા, સગાવહાલાઓને મળ્યા અને ખૂણામાં જઈને મસલત કરી અને એમનો અભિપ્રાય હતો કે 'મોકાનું છે. કાટખૂણાનું છે, ૩૦ના મોઢાવાળુ વેસ્ટ ઓપન છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે એટલે ગોળધાણા ખાવામાં વાંધો નથી. સુથી આપી કાચી ચીઠ્ઠી બનાવી લઈએ.' થોડા સમય પછી ચૂંદડી ઓઢાડી શ્રીફળવિધી પતાવી મને ફરી ફોન કર્યો કે 'અત્યારે કબજા વગરનો કરાર કર્યો પણ વિધિ થઈ ગઈ હોય તો ફેન્સીંગ બાંધી શકાય એટલે કે આવરો જાવરો રહે. હવે પછીની મિટિંગમાં વેવાઇ સાથે બેસીને કબજાની વાત કરે લેશું. આપણી ગણતરી ડિસેમ્બરમાં કબજો સોંપે એવી છે એટલે પાક્કો દસ્તાવેજ કરી લઈએ. આમ મોર્ડન એરાનું બાંધકામ છે એટલે બહુ રીતરિવાજમાં માનતા નહીં હોય છતાં આજુબાજુમાં તપાસ કરી લેશું કે લોકોલીટી કેવી છે.' થોડા દિવસો પછી એમણે જણાવ્યું કે 'સાટાખત ભરાઈ ગયું અને આપણે વાત થયા મુજબ ડિસેમ્બરમાં કબજો સોંપી દેશે. આપણા કબજામાં આવ્યા પછી જરૂરી ફેરફાર કરી લેશું.' થોડા સમયમાં જ કોઈ મિત્ર દ્વારા સમાચાર મળ્યા કે સગાઈ તોડી નાખી એટલે સ્વાભાવિક રીતે મેં ફોન કરી ખબર અંતર પૂછ્યા.સંજયભાઈએ જવાબ આપ્યો 'ભાઈ, આપણે ઉત્તરોત્તર ચેક કરવામાં ભૂલ ખાય ગયા. કન્યાના ઘણાં લફરા બહાર આવ્યા ત્યારે ખબર પડી કે આમાં તો ચાર પાંચ બાનાખત ઓલરેડી છે એટલે સરવાળે સોદો ફોક કર્યો. વેવાઇ આપણને ભરેલ કબજે માલ પરોવવાની તૈયારીમાં હતા પણ આ તો માર્કેટમાં આપણી શાખ સારી એટલે જગ્યાનું વર્ણન કરતા જ ૭/૧૨ના ઉતારા સહિત બધી જ માહિતી આવી ગઈ. આ તો ઠીક છે કે આપણે વર્ષોથી ધંધામાં છીએ બાકી આજકાલ આવા જ લોકો છે. દલાલને પણ બરાબર ખખડાવ્યો કે હવે આવી પ્રોપર્ટી દેખાડી છે તો કાયમ માટે ધંધો બંધ કરાવી દઇશ.' આ આખી વાતમાં જો છોકરીને બાદ કરી નાખો તો એમ જ લાગે કે કોઈ પ્રોપર્ટીનો સોદો છે! પણ આને કોણ સમજાવે કે એમનો છોકરો એવી પ્રોપર્ટી છે કે તેજીની માર્કેટમાં મંદીના ભાવે વેચવા મૂકો તો પણ ખરીદનાર ન જ મળે!!!
અમારા પ્રિય મિત્ર ગોપાલ કંદોઈ પહેલીવાર પ્રેમમાં પડ્યો ત્યારે એનો લખેલો લેટર મને હજુ પણ યાદ છે.
પ્રિય રસમલાઈ,
જેમ ડાયાબિટીસના દર્દી જલેબી જોઈને લલચાય એ રીતે જ તને જોઈને હું લલચાવ છું. ભલે મારૂ શરીર પેંડા જેવું છે પણ તને પામવા હું કાજુકત્રીની હદ સુધીનું ઘટાડવા તૈયાર છું. તારો સ્વભાવ મને મીક્સ મીઠાઈ જેવો લાગ્યો છે. તારા શબ્દોમાં મને રસગુલ્લાની મીઠાશ અનુભવાય છે. તારા હોંઠ એટલે સંગમ કત્રી પર મૂકેલી ચેરી. તારા અંગૂર રબડી જેવા જીવનમાં હું સુકા મેવાની જેમ ભળી જઈશ અને આપણા લગ્નની મીઠાઈરૂપે બધાને ખુશી આપીશું. મારા પપ્પા મને લીસા લાડવાની જેમ જાહેરમાં વેંચી નાખવા માંગે છે અને ખાટા પડી ગયેલા શીખંડ જેવી છોકરીઓ બતાવે છે. મને આશા છે કે તું આપણા સંબંધોની મીઠાઇ પર હરખ કરીને વરખ ચોપડી હાં જ કહીશ. મને ખબર છે માખીઓ તો આવશે જ પણ આપણે ગમે તેવા વિઘ્નોને માખી ઉડાડીએ એમ ઉડાડી દઇશું.
આમ પણ શિયાળો ચાલે છે એટલે આપણે બંને મળીને પ્રેમના અડદિયા બનાવી લઈએ. બસ હાં પાડ એટલે કીલો કીલોના બોક્સ તૈયાર જ રાખ્યા છે એ લઈને તારા પરિવારને મીઠાઇથી ધરાવી દઉં.
લિ. તારો ગોપાલ
જો કે છોકરી ટીચરની દીકરી હતી એટલે ગોપાલના મીઠા મધૂરા પ્રેમ પત્ર પર બ્લેકબોર્ડ પર ડસ્ટર ફરે એમ ભૂંસી નાખ્યું અને લખ્યું 'અમારા ઘરમાં બધા ફરસાણના શોખીન છે, મીઠાઈના નહીં' લખીને વાત પૂરી કરી નાખી! આજની તારીખે ગોપાલ કુંવારો જ છે કેમ કે એ દુઃખમાં લગભગ ૧૧૦ કીલોનો થઈ ગયો છે અને પૂછીએ તો કહે 'દરજી કોઈ દિવસ જાડા ના હોય અને કંદોઈ કોઈ દિવસ પાતળો ન હોય અને લેખક કોઈ દિવસ બે પાંદડે ના હોય.' આગલા બે વાક્યો માટે વિકલ્પો હતા પણ જેવી લેખકની વાત આવી એટલે આપણે પણ સ્વીકારી લીધું.
વિચારવાયુઃ જેની સગાઈ ન થતી હોય તેના મોઢા પર ચાંદીનો વરખ લગાડો તો તેનો પણ સોદો થઈ જાય તેવી માર્કેટ છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઉત્તરાયણમાં પતંગ ઉડાડવાની મજા ટેનામેન્ટ વાળા, લોરાઇઝ ફ્લેટવાળા, ખુલ્લા મેદાન વાળા લઈ શકે. બહુમાળી ફ્લેટ વાળા માટે આ પર્વ નથી.
સીધું કહી શકાય કે બહુ ઊંચે પહોંચી ગયા પછી ક્યારેક ગમતી મજાઓ છોડવી પડે છે.
ઉત્તરાયણ એટલે એવો દિવસ કે જેમાં માણસ સવારથી સાંજ સુધી આકાશ તરફ જ જુએ. ક્યારેક પતંગ માટે, ક્યારેક પડોશી માટે, અને ક્યારેક એ જોવા માટે કે સામેવાળો પોતાના પતંગ કરતાં પોતે વધારે ઊંચે ઉડી રહૃાો છે કે કેમ! આ દિવસે લોકોનો આત્મવિશ્વાસ એટલો વધી જાય છે કે જે આખું વર્ષ ભાઈ, મને નોકરી અપાવી દેજે કહેતો હતો, એ પણ આજે કહે છે, હું તો બાળપણથી જ લીડર છું.
પતંગ ઉડાડવાની મજા આવે તેનાથી વધારે કાપવાની મજા આવે અને તેથી પણ વધારે લૂંટવાની મજા આવે. હવે આ લોકોની પ્રકૃતિ બની ગઈ છે. રાજકારણમાં જે સરસ રીતે પ્રેઝન્ટેશન કરી શકે કામ કરી શકે તેના કરતાં વધારે કોઈની લીટી નાની કરી શકે, પોતાનો કક્કો સાચો છે તે સાબિત કરી શકે અને તેના માટે કાપા કાપી કરી શકે તે યોગ્ય નેતા અને સૌથી સફળ નેતા એટલે પતંગ લૂંટી શકે અને પોતાના ધાબા પર વટ્ટ પાડી શકે. મારા વાચકો થોડામાં ઘણું સમજી શકે છે.
જે ઉત્તરાયણમાં ઉડાડવામાં કાપવામાં કે લૂંટવામાં ભાગ નથી લઈ શકતા તે માત્ર જુએ છે અને મજા માણે છે એટલે કે તેને આપણે પ્રજા કહીએ છીએ.
આ વર્ષે ઉત્તરાયણમાં એક ખાસ વાત જોવા મળી, પતંગ સાથે રાજકારણ પણ ઉડતું હતું. કોઈ કહે, આ મારો પતંગ, તો સામે વાળો કહે, ના, આ તો અમારી પાર્ટીનો! પતંગ ઉડાડતા ઉડાડતા લોકો એવા ચર્ચા કરે જાણે વિધાનસભામાં બેઠા હોય.
એ પતંગ બહુ ઊંચો ગયો છે, એની દોરી ભલે સબળી હોય પણ હવે એને નીચે લાવવાનો સમય આવ્યો.
પતંગ ઉડાડનારને લાગે છે કે એ દુનિયાનો સૌથી મોટો સ્ટ્રેટેજિસ્ટ છે. રાજકારણમાં પણ એવું જ છે. અહીં નેતાઓ માને છે કે તેઓ દેશ ચલાવે છે, પરંતુ પતંગ જેવી જ હાલતદોરી કોઈ બીજાના હાથમાં!
ઉત્તરાયણમાં બે પ્રકારના લોકો હોય છેએક જે પતંગ કાપે અને બીજા જે પતંગ લૂંટે. કાપનારા બહુ ગર્વીલા હોય છે. એ કહે, અમે સીધા કાપીએ, લૂંટવાની જરૃર નથી. આવા લોકો રાજકારણમાં પણ હોય છે. એ સીધા સ્ટેજ પર ચઢે, માઈક પકડે અને બોલે, આ વિસ્તાર તો આપણો જ છે. લૂંટનારા થોડા શાંત હોય છે. એ કંઈ ન બોલે, ફક્ત જોયા કરે. અને જયારે કોઈ બીજાનો પતંગ પડી જાય, ત્યારે અચાનક સ્પીડ એવી આવે કે ઓલિમ્પિકમાં દોડે તો મેડલ લઈ આવે.
આ લૂંટનારા રાજકારણમાં બહુ કામના છે. એ લોકો પોતે કશું બનાવતા નથી, પણ જે બને છે એમાં પોતાનો હિસ્સો શોધી લે છે.
એમ પતંગમાં પણ ગોથાળીઓ, એટલે કે હવા માં ગોથા મારતો હોય તેમ રાજકારણમાં પણ આવા ગોથાળીયા હોય છે.આજે એક પાર્ટીમાં, કાલે બીજીમાં. એમને પૂછો, તમે ક્યાંના? તો જવાબ આપે, હું તો જીતનારો છું. એમના માટે વિચારધારા પતંગ જેવીહવા બદલાય એટલે દિશા બદલાય.
અગાસી હવે માત્ર મકાનનો ભાગ નથી રહી. એ હવે પોલિટિકલ સ્ટેજ છે. એક ખૂણે ચિક્કી, એક ખૂણે ઉંધીયુ અને વચ્ચે રાજકીય વિશ્લેષણ. લોકો કહે છે, આ વર્ષે પતંગ તો અમે લઈ જઈશું, અને અંદરથી અર્થ એવો કે આ વખતે સીટ અમારી. ચા પીતા પીતા લોકો એવા અંદાજ લગાવે છે જાણે ઇલેક્શન કમિશન એમના ઘરમાં જ બેઠું હોય.
પતંગ ઉડાડતાં માણસ પોતાને સુપરમેન સમજે છે. એને લાગે છે કે આખું આકાશ એની મુઠ્ઠીમાં છે. રાજકારણમાં પણ એવું જ છે. નેતાઓ માને છે કે લોકો એમની પાછળ છે, પણ હકીકતમાં તો લોકો પાછળથી સેલ્ફી લઈ રહૃાા હોય છે. પતંગ ઊંચે જાય, તો બધા કહે, વાહ! પણ પડી જાય, તો બધા પહેલા વિડિયો બનાવે.
ઉત્તરાયણમાં ચીકી કે ઉંધીયું વહેંચાય છે, રાજકારણમાં વચનો વહેંચાય છે. પતંગ પણ કપાય અને વચન પણ.
છેલ્લે, ઉત્તરાયણ આપણને એક સત્ય શીખવે છે. અહીં કોઈ કાયમી ઊંચે નથી. પતંગ આજે ઊંચે, કાલે જમીન પર.
નેતા આજે માઈક પર, કાલે મીમમાં.
આકાશમાં પતંગ ઉડે છે, જમીન પર નેતાઓ, અને વચ્ચે આપણે બધા હસતા, ચીસો પાડતા અને આશા રાખતા કે તહેવાર સરસ ઉજવાશે બધું આપણને ગમતું થશે.
વિચારવાયુઃ વર્ષોથી એક જ કલરમાં રહેલા આકાશને અને પરિણીત પુરૃષને કલરફુલ થવાનો એક દિવસીય મોકો એટલે પતંગ ઉત્સવ ઉત્તરાયણ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''મોમ ગ્રાન્ડપા ને કહેને કે તેમનો જમાનો જુદો હતો.અમારો જમાનો જુદો છે. ફાસ્ટ છે.તેમને ન ખબર પડે. દરેક વાતમાં અમને સલાહ આપે છે.''
સ્માર્ટ દાદાએ ચશ્માની ઉપરથી દાદી સામું જોયું અને સમજદારી પૂર્વકનું હસ્યા.
પૌત્રને બોલાવી માથે હાથ ફેરવી અને કહૃાું ''બેટા કશુંક ખોટું થતું હોય તો ઘરના વડીલની ફરજ છે કે સાચી સમજ આપે.''
''ગ્રાન્ડપા, અમારી પાસે સમજ લેવા માટે મોબાઈલ છે. યુ કેન આસ્ક એનીથિંગ ટુ એઆઈ,''
હવે દાદી મેદાનમાં આવ્યા અને દીકરાને શાબાશ કહી અને એપ્રિસિયેટ કર્યો. આમાં અયાનને મજા આવી ગઈ.
દાદી એ વાત આગળ ચલાવી. ''અયાન, બેટા ચાલો આપણે દાદા ને મોબાઈલથી હરાવીએ.''
દાદાએ પણ ચેલેન્જ સ્વીકારી અને જે હારે તે જીતેલાની ટાસ્ક પૂરી કરે તેવું નક્કી પણ થયું.
આજના જમાનામાં માણસે બે પ્રકારના બુદ્ધિશાળી જીવો બનાવ્યા છે. એક છે એઆઈ અને બીજા છે દાદા-દાદી. ફરક એટલો જ કે એઆઈ ને આપણે બનાવ્યું છે, અને દાદા-દાદીએ આપણને.
આજકાલ ઘરમાં એઆઈ એવું ઘૂસી ગયું છે, જાણે નવો જમાઈ આવ્યો હોય. બધાને લાગે આ તો બહુ હોશિયાર છે!
દાદાને પૌત્રએ કહૃાું, દાદા, આ એઆઈ છે, બધું જાણે છે. દાદાએ ચશ્મા પહેરી, મોબાઈલ તરફ જોયું અને કહૃાું, તો આને દાદી કહેવાય એ પણ બધું જાણે છે.*
ત્યાં તો એઆઈ બોલ્યું: આઈ કેન એન્સર એની ક્વેશ્ચન દાદાએ તરત પૂછયું: લગ્ન પછી માણસ કેમ બદલાઈ જાય છે? એઆઈ થોડી વાર પ્રોસેસમાં ગયું. લોડિંગ થયું. ચક્ર ફર્યું. પછી બોલ્યું: ''ધીસ ઇસ ડ્યુ ટુ ઈમોશનલ, સાયકોલોજીકલ એન્ડ સોશિયલ ચેન્જીસ''
દાદા બોલ્યાઃ અરે! આટલું બધું લખવા કરતા એટલું જ કહેત કે 'ઘરવાળી' તો પણ હું સમજી જાત.
દાદી, એઆઈ પાસે રેસીપી પણ છે. દાદીઃ લાવો, જોઈએ. એઆઈ બોલ્યું: ટેક થ્રી ગ્રામ ઓફ સોલ્ટ ફાઈવ એમ એલ ઓઇલ બોઇલ ફોર સેવન મિનિટ
એઆઈ એ પોતાની રેસીપી પ્રમાણે બનાવ્યું. દાદી એ પોતાની લાગણી પ્રમાણે વાનગી બનાવી બન્ને ખાવા બેઠા. એઆઈ ની વાનગી ખાઈને દાદા બોલ્યા, આ ખાવાથી પેટ ભરાય, પણ દિલ નહીં!
દાદા બોલ્યા, તું રડી શકે? એઆઈઃ આઈ કેન સીમ્યુલેટ ક્રાઇન્ગ. દાદીઃ એટલે તું નકલી દુઃખી થઈ શકે, સાચે નહીં. એઆઈ થોડી વાર ચૂપ રહૃાો. પહેલીવાર એને લાગ્યું કે આ દાદી પાસે જે છે, એ મારી પાસે નથી.
દાદાએ એ આઈ ને પૂછ્યું, ''સમય શું છે?'' એઆઈ કહે, ટાઈમ ઈઝ મની. દાદા કહે, સમય યાદો છે!
દરેક જવાબ પછી એઆઈ થોડીવાર માટે હેંગ થઈ જતું. એને લાગતું આ માણસ મારા અલ્ગોરિધમમાં ક્યાંથી આવ્યો?
એ દિવસે એઆઈ એ પોતે જ વિચારવાનું શરૂ કર્યું. હું બધું જાણું છું, પણ કંઈ અનુભવતો નથી. હું મેસેજ લખી શકું છું, પણ હાથ પકડી શકતો નથી. હું જવાબ આપી શકું છું, પણ કોઈને ગળે લગાવી શકતો નથી.
દાદા-દાદી અને આયાને એ આઈ ને કહૃાું ''બાળક રોવે છે તેને સુવડાવી દે.''
સરસ મજાનું હાલરડું વાગ્યું. દાદા દાદીએ કહૃાું ''બાળકને થપ થપાવશે કોણ? ખોળામાં લઈ માથે હાથ કોણ ફેરવશે? તું બાળોતિયા સાફ કરી શકે? ડાયપર બદલી શકે? બાળક રડે તો રડવાનું કારણ આપી શકે? તારી પાસે સ્પીડ છે, દાદા-દાદી પાસે આ બધું કરવાનો સમય છે.''
એઆઈ દુનિયાને ઝડપી બનાવશે. પણ દાદા-દાદી કુટુંબમાં સ્થિરતા આપે છે.
એઆઈ તમને સફળ બનાવશે. પણ દાદા-દાદી તમને માણસ બનાવશે.
અને અંતે એઆઈ એ પોતે જ કહૃાું: ''આઈ એમ ધ ફ્યુચર બટ ધે આર ધ રૂટ્સ''
દાદા અને દાદીએ અયાન સામું જોયું. દાદા-દાદીની ચાર આંખો કશુક બોલી ગઈ.અયાન દાદીના ખોળામાં ખોવાયો, દાદાએ હેતથી માથે હાથ ફેરવ્યો.
હવે રોજ મોબાઇલ બાજુ પર રહે છે. અને અયાન દાદા-દાદી સાથે મસ્ત રહે છે.
વિચારવાયુઃ- માણસ દુઃખી થશે તો તેને રડવા માટે, ખાલી થવા માટે કોઈનો ખભ્ભો જોઈશે.
એ આઈ સૂચન આપી શકે ખભ્ભા માટે મિત્ર જોઈએ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મુંબઈમાં બધું ઈઝીલી મળી જાય, છૂટથી મળે... તેમાં ઉત્સવોની ઉજવણીની અડધી મજા મરી જાય.
આવો અમારા ગુજરાતમાં, જ્યાં મળી તો જાય પણ વ્યવસ્થા કરવામાં પણ જુગાડું મોજ આવે.
જી હા હું વાત કરૃં છું દારૂ પીવાની. મુંબઈમાં ચા પીવા જેટલું સહેલું છે.
પોલીસની પીસીઆર વાહન અને પત્નીના વેલણ, વાકબાણ, અને તીખા તીર જેવા પ્રશ્નો વચ્ચે એક કુલ બોટલની વ્યવસ્થા કરી તેને મિત્રો વચ્ચે બેસી અને ગટગટાવવી તેની થ્રિલ ઉપરોક્ત ઘટનાઓનો ભોગ બનેલા જ જાણી શકે.
૨૫ ડિસેમ્બરથી ઉજવણીના દિવસથી દારૂ અને જગ્યા માટે કોઈ વૈજ્ઞાનિક નવી શોધ કરવામાં જેટલું મગજ નહિ વાપરતો હોય તેટલું મગજ અમારો ચુનિયો દારૂ બાઈટિંગ અને ખુફિયા જગ્યા શોધવામાં વાપરે છે.
આ વખતની પાર્ટી યાદગાર રહી. પીવાની વાતનું એક્સાઇમેન્ટ અને પોલીસની રેડનો ડર ઈન્સ્ટાગ્રામમાં પાંગરેલા પ્રેમ પછી વહેલી ડેટ જેવી ફીલિંગ આપે.
ગુગલમાં પણ ન જડે તેવી જગ્યા પસંદ કરવી એ અમારા ચુનીયાનું કામ. તેનાથી બે ફાયદા રહે, એક તો જે સોલ્જરીમાં પૈસા ન કાઢે તેને એ જગ્યા નું સરનામુંજ ના મળે.
પસંદ કરેલી જગ્યા રમતનું મેદાન હતું. ગામથી દૂર અને નક્કી એવું કરેલું કે પોલીસની રેડ પડે તો રમત રમવા માંડવી.
બધાના ગ્લાસ ભરાઈ ગયા. નવા નિશાળીયાઓએ ધૂમ તડકે મળેલી છાશનો ગ્લાસ માની એક જ શ્વાસે અંદર ઉતારી દીધું.
ચુનિયાએ બીજો પેગ કેવી રીતે પીવો,સાથે કેટલું અને કયુ બાઈટીંગ લઈ શકાય, તે સમજાવવાની શરૂઆત કરી તો પણ બે જણાએ નાત જમણમાં કેરીનો રસ જે રીતે પીવાતો હોય તેમ ગ્લાસ મોઢે માંડી ગયા.
હવે મને અને ચુનિયાને થઈ ગયું હતું કે આ સુધરે તેવી જમાત નથી. એટલે મોઢામાંથી વાસ ન આવે તે માટે શું કરવું તે વિષય ઉપાડ્યો.
વરીયાળીથી લઈ અને લસણ ડુંગળી સુધીના પ્રયોગો સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અમને એવું લાગ્યું કે જો અમે આ સમજાવવામાં જ રહીશું તો અમારા ભાગે છેલ્લે વધતા લવ ડ્રોપ સિવાય કશું રહેશે નહીં.
આટલી વાત દરમિયાન થોડો ખખડાટ થતાં પોલીસના આવવાની જાણ થઈ અમે તરત જ મેદાનમાં રમવા માટે ભેગા થઈ ગયા અને નક્કી કર્યા મુજબ હું અને ચુનીયો કબડી કબડી બોલી રમવાનો માહોલ ઊભો કરતા જ હતા ત્યાં પોલીસવાળા બધાને ગરદનથી દબોચી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.
મને કારણ જાણવા ન મળ્યું કે આટલું સરસ પરફેક્ટ આયોજન કર્યા પછી પોલીસ વાળાને ખબર કઈ રીતે પડી.
મને એક જાણીતા અધિકારીએ બહાર બોલાવી અને ઘરે જવા કહૃાું, ઓળખાણ હોવાથી મેં પૂછ્યું કે ''તમને લોકોને ખબર કઈ રીતે પડી કે બધા પીધેલા છે?''
અધિકારીના કહેવા મુજબ તમે કબડ્ડી કબડ્ડી બોલતા બોલતા રમવાનું શરૂ કર્યું પરંતુ એક જણો ક્રિકેટના પેડ પહેરી કબ્બડ્ડી, કબડ્ડી કરતો બહાર આવ્યો, બીજો લંગડી રમતા રમતા કબડ્ડી કબડ્ડી કરવા લાગ્યો, બીજા એ તો અંદરથી આવતા વેંત મને જોઈ અને કહૃાું ''ઓહો બંને જોડીયા ભાઈઓ પોલીસમાં જ છો?''
તમારા આયોજનમાં થોડી કચાશ રહી ગઈ.
દારૂ છાશની જેમ પીનારો સાહેબ પાસે આવીને કહે ''મારા ઘરે જાણ ન કરતા ભલે સવાર સુધી મને આજીવન કેદ આપો''
ઘણી બધી મગજમારી પછી ''મુક્તિ ફંડ રિલીઝ'' કરી બધા પોતપોતાના ઘર તરફ વળ્યા.
સાચી પરીક્ષા તો હવે હતી.
ઘરે રાત્રે વહેલા આવી જઈશું તેમ કહૃાું હતું અને અત્યારે રાતના ૨ વાગ્યા છે. દરવાજો ખુલતા જ ૮-૧૦ મહિલાઓ મારા ઘરમાં મ્યુઝિકના તાલે નાચી રહી હતી.
મ્યુઝિકના અવાજ વચ્ચે પણ મારા પત્નીનો અવાજ મને સ્પષ્ટ સંભળાય તેવો મધુર છે, પૂછ્યું ''આવી ગયો? હજુ એકાદ કલાક પછી અવાય ને, અમારી મહિલાઓની કીટી પાર્ટી ચાલુ છે'' મને હાશકારો થયો પરંતુ ધ્રાસ્કો પણ પડ્યો. કે આપણે તો ઠીક છે આ લોકો પણ દારૂના રવાડે ચડી ગયા? ત્યાં તો લીંબુ સરબતના ગ્લાસ ભરાઈ અને રૂમમાં ગયા જો કે રસ્તામાંથી જ મેં બે ઉપાડી ગટગટાવી લીધા.
ચુનિયાને બચી ગયાના ખુશખબર આપવા રૂબરૂ ગયો તો ચુનિયો ઘરવાળીને પગે વિક્સ લગાડી આપતો હતો. ભાભી ના પાડી રહૃાા હતા. છતાં ડબલ વિક્સ લગાડી પગે માલિશ કરી રહૃાો હતો. સેવાની સેવા અને મોઢાની વાસ સામે વિકસની સુગંધ.... વાહ... ચુનિયા બચી ગયો તું પણ...
વિચારવાયુઃ પોલીસઃ તું પીધેલો છે, ચાલ આ સીધી સફેદ લાઈન પર ચાલીને બતાવ.
પીધેલોઃ સાહેબ, લાઈન પર ચાલવાની વાત તો ઠીક છે, પણ પહેલા એ કહો કે આ બે લાઈનમાંથી કઈ લાઈન પર ચાલવાનું છે?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આવી ગયું છે ધમાકેદાર મશીન. જે તમારા પગ દુખતા હશે, હાથ દુખતા હશે, કે માથું દુખતું હશે દબાવી આપશે.
''બોલો બહેન, આ ભાવમાં ફરી નહીં મળે. મોબાઈલના ચાર્જરથી ચાર્જ પણ થઈ જાય. જરાય વધારે ઇલેક્ટ્રિસિટી ન બાળે. બે વર્ષની વોરંટી, વર્ષમાં બે સર્વિસ ફ્રી, આવી શોધ વર્ષોમાં એકાદ વાર થાય રોજ ઘણાં મશીન વહેંચાય છે આપી દઉં?''
''ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે. તમારા ભાઈ ૨૪ કલાક આ સેવા પૂરી પાડે છે. બે ટાઈમ જમવાનું આપીએ એટલે વગર ઇલેક્ટ્રિસિટી એ ચાર્જ થઈ જાય છે. લાઈફ ટાઈમ ગેરંટી, જો મશીન કામ ના કરે તો હું વર્ષમાં ગમે તેટલી વાર ફ્રી 'સર્વિસ' કરી નાખું. ઘણીવાર તો ખાધા પીધા વગર લો બેટરીમાં પણ સારૃં કામ આપે છે.
બહુ હોંશભેર આ સંશોધન થયું અને પહેલા જ ઘરાકમાં કસ્ટમર ફીડબેક એવું આવ્યું કે ભાઈએ બધા મશીન ભંગારમાં આપી દીધા.
મેડિકલ સાયન્સમાં પણ હવે રોબોટિક સર્જરી થાય છે. સર્જન ભૂલથી બીજું કંઈ કામ કરવા જાય કે તરત જ રોબોટ બોલે કે ''મોબાઇલ માંથી માથું ઊંચું કરો, સર્જરીમાં ધ્યાન રાખો, બીજે ડાફોળિયાં મારવા રહેવા દેજો ખોટી કાપા કુપી ન કરશો.''
પરંતુ તેમાં પણ એવું મશીન શોધવાની જરૂર છે કે જેવો દર્દીને ભાવતાલમાં સમજાવી અને સુવડાવી દો અને રોબોટ ચાલુ કરો એટલે રોબોટ બોલે કે ''આ દર્દીના તમે જરૂરત કરતા વધારે પૈસા લીધા છે.'' અથવા તો એમ કહે કે ''આને ઓપરેશનની જરૂર જ નથી ખોટા ગાળિયા કરોમાં. તુમારી પરજા નબળી હોગી ઔર તુમ કો હોંહરવા નિકલેગા'' દર્દીને બેભાન કરતા પહેલા જો રોબોટ ચાલુ કરી દીધો તો દર્દીના કાનમાં પણ બોલે કે ''કાળા બજારમાં બે નંબરના પૈસા કમાણો એમાં તું અહીં હલવાણો''
૨૦૨૫ નું વર્ષ પૂરૃં થશે અને ૨૬ ચાલુ થશે ૩૧ તારીખે રાત્રે ૮ વાગ્યા પછી અંગ્રેજી ભાષામાં સંકલ્પ લેવાનું ચાલુ થશે. ફ્રોમ ટુમોરો આઈ વિલ ગો ફોર ધ વોક બ્રો... આમાં કોઈ ગ્રામર જોવાની જરૂર નથી ભાવનાઓ કો સમજો. સો ટકા સંકલ્પમાંથી ૯૯.૯૯ ટકા સંકલ્પો પહેલા અઠવાડિયામાં ભ્રષ્ટાચારી નેતા અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો દ્વારા નવનિર્મિત પુલની જેમ કડડભૂશ થઈ જાય છે.
સો કિલો આસપાસના દાગીના બિચારા ચાલવા તો માગતા હોય છે પરંતુ પોતાનું વજન પોતે ઉપાડી શકતા નથી. એટલે વાહનમાં જઈ વોકિંગ ટ્રેકની સામે પડેલ બાંકડા ઉપર બેસી વોકિંગ કરતા કે જોગીંગ કરતા લોકોને જોઈ જીવ બાળતા હોય છે.
હવે તો જો કે તેમના માટે પણ મશીન આવી ગયા છે મશીન ઉપર સૂઈ જાવ એટલે આપોઆપ હાથ પગ હલાવી તમને ઘરવાળા ઘધલાવીને પરાણે કસરત કરાવતા હોય તેના કરતાં સરસ રીતે પોપલાવીને કસરત કરાવે.
મશીન વઢે પણ નહીં. મશીનનું મેન્ટેનન્સ સાવ ઓછું. બગડે તો બીજું લઈ શકાય. આજુબાજુવાળાનું પણ માગી શકાય. ભંગારમાં પણ દઈ શકાય.
પહેલાના જમાનામાં ચટણી બનાવવા માટે ખરલ અને દસ્તો આવતા. ધીમે ધીમે તેમાં અપગ્રેડેશન આવ્યું અને અત્યારે મિક્સર ગ્રાઈન્ડરમાં ચટણી થઈ જાય.
હવે તો એ છૈ ને એટલું કહેવાનું કે એવું મશીન શોધો કે આપણા શરીર ઉપર ફીટ કરી દઈએ એટલે ચાલતા ચાલતા નીકળો કે વાહન પર નીકળો તમને ઉઘરાણી વાળાથી એલર્ટ કરે. ગાડી લઈને જાતા હો તો તરત જ મશીન બોલે ''કોડા, જમણી બાજુવાળી લે આગળ ચાર ચોક ઉપર તારો લેણીયાત ઊભો છે. ગાડી પાછી વાળી લે. જમણી બાજુ વાળીશ તો તરત જ ટ્રાફિક પોલીસ દંડ કરશે તારી પાસે લાયસન્સ નથી.''
અમૂક આળસુ તો એવા હોય છે કે ''ખાટલે થી પાટલે અને પાટલેથી ખાટલે' આટલી જ દિનચર્યા હોય. આપણે એમ કહીએ કે તમારે જલસા છે બેઠા બેઠા ખાવાનું આવી જાય છે. કોઈ મહેનત નહીં. તો તરત જ ગુસ્સે થઈ અને કહે ચાવે છે કોણ તારો બાપ? એટલે એવું મશીન બનાવો કે ચાવીને આપો તો સીધેસીધું ગળે ઉતારવા તૈયાર હોય.
લોકો શરીર ઉતારવા માટે સાયકલ લઈ અને નીકળતા હોય પરંતુ હવે તેમાં પણ બેટરી ફીટ કરાવવા લાગ્યા છે. ખાલી ઉપર બેસી રહેવાનું બેટરીથી વ્હીલ ફરે.
રસોઈ કરવા માટે પહેલા ચૂલો સળગાવવાથી માંડી ચૂલો ઠારવા સુધી બહેનો જ મહેનત કરતા. ધીમે ધીમે જમાના પ્રમાણે સુધારો આવતો ગયો અને અત્યારે રોટલી વણવાના મશીન, પૂરી તળવાના મશીન, દાળ શાક ભાત બધું જ ઓટોમેટીક થઈ જાય તેવા મશીન બજારમાં ઉપલબ્ધ છે. કચરો પોતુ કરવા માટે પણ રોબોટ આવી ગયા. જોકે બહેનો કાયમ કહે છે કે રોબોટ પતિની તોલે ના આવી શકે. તેના જેવી સફાઈ નથી થતી.
એક દિવસ માણસ આ મશીનથી એટલો કંટાળો છે કે પડ્યા પડ્યા છે ને પ્રાર્થના કરશે કે સુખી થવાનું મશીન શોધો.
વિચારવાયુઃ- છે ગમે તેટલું આગળ વધે. પરંતુ પ્રેમ, લાગણી, વાત્સલ્ય, મમતા.. નો અહેસાસ ન કરાવી શકે. માનવતા ના પાઠ ન શીખવી શકે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક નાનકડા ગામમાં આર્યન નામનો એક છોકરો રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો, પણ તેને ચિત્રો દોરવાનો ખૂબ શોખ હતો. તેની પાસે પેન્સિલ કે રંગો ખરીદવાના પણ પૈસા નહોતા, તેથી તે જમીન પર લાકડીથી ચિત્રો બનાવતો.
જાદુઈ વરદાન
એક રાત્રે આર્યનના સપનામાં એક દયાળુ પરી આવી. આર્યનની કલા પ્રત્યેની ધગશ જોઈને પરીએ તેને એક સોનેરી બ્રશ આપ્યું અને કહૃાું, *આર્યન, આ જાદુઈ બ્રશ છે. તું આનાથી જે પણ દોરીશ, તે સાચું બની જશે. પણ યાદ રાખજે, આનો ઉપયોગ ફક્ત જરૂરિયાતમંદ લોકોની મદદ માટે જ કરજે.*
ચિત્રો બન્યા જીવંત
સવારે જાગીને આર્યને જોયું તો તેના ઓશીકા પાસે ખરેખર પેલું સોનેરી બ્રશ હતું! તેણે પરીક્ષા કરવા માટે દીવાલ પર એક રોટલી દોરી. જોતજોતામાં જ એ રોટલી સાચી બની ગઈ અને નીચે પડી!
આર્યન તો ખુશ થઈ ગયો. તેણે જોયું કે ગામમાં એક ખેડૂત પાસે બળદ નથી, તો તેણે બળદ દોરી આપ્યો. એક વિધવા માસી પાસે ઘર નહોતું, તો તેણે સુંદર ઘર દોરી આપ્યું. ગામના લોકો આર્યનના આ જાદુઈ બ્રશથી ખૂબ સુખી થવા લાગ્યા.
લોભી રાજાની એન્ટ્રી
આ જાદુઈ બ્રશની વાત રાજ્યના લોભી રાજા સુધી પહોંચી. રાજાએ આર્યનને દરબારમાં બોલાવ્યો અને હુકમ કર્યો, *મારા માટે સોનાના સિક્કાનો પહાડ દોર!*
આર્યને ના પાડી, "મહારાજ, આ બ્રશ માત્ર ગરીબોની મદદ માટે છે, લાલચ પૂરી કરવા માટે નહીં.*
રાજા ગુસ્સે થયો અને આર્યનને જેલમાં પૂરી દીધો. રાજાએ બ્રશ છીનવી લીધું અને પોતે સોનાનો પહાડ દોરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાંથી કાળો સાપ નીકળ્યો! રાજા સમજી ગયો કે આ બ્રશ માત્ર આર્યનના હાથમાં જ સાચું કામ કરે છે.
ચતુર આર્યન
રાજાએ આર્યનને કહૃાું, *જો તું મને સોનાનો દરિયો દોરી આપે, તો હું તને આઝાદ કરી દઈશ.* આર્યને બુદ્ધિ વાપરી. તેણે મોટો દરિયો દોર્યો. પછી તેમાં એક મોટું જહાજ દોર્યું. રાજા અને તેના સૈનિકો લાલચમાં આવીને જહાજમાં બેસી ગયા. જેવું જહાજ દરિયાની વચ્ચે પહોંચ્યું, આર્યને જોરદાર પવન અને મોજા દોર્યા. રાજા ગભરાઈ ગયો અને માફી માંગવા લાગ્યો. આર્યને પવન રોકી દીધો, પણ રાજાને દૂરના ટાપુ પર મોકલી દીધો.
વાર્તામાંથી શીખઃ- *સાચી કલા હંમેશા બીજાના ભલા માટે વાપરવી જોઈએ. લાલચનું પરિણામ હંમેશા ખરાબ આવે છે.*
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિલાલનો છોકરો જીગો (જીગ્નેશ), અમસ્તો પણ મોઢું સુજી ગયું હોય તેવો લાગે. એમાં આજે સવારથી જ મોટું ફુલાવી ઘરમાં આંટાફેરા મારતો હતો.
આજે સવારની ચા મારે ચુનિયાને ત્યાં હતી એટલે મેં જોયું કે મારા ધ્યાનમાં આવે તે માટે તે ચાર-પાંચ વાર મારી સામેથી ધુવાફુવા થતો નીકળ્યો.
કોઈપણ વ્યક્તિને આવા સંજોગોમાં એમ હોય કે મને કોઈક પૂછે કે ''શું થયું છે?'' મેં પણ પૂછી નાખ્યું અને ભ્રષ્ટાચારી નેતાએ બનાવેલા બંધમાં ઉપરવાસમાંથી થોડું પાણી આવે તો પણ બંધની દીવાલ તરત તૂટી જાય અને નીચાણવાળા વિસ્તારમાં તારાજી સરજે તેવી હાલત થઈ પૂછતાની સાથે જ વરસી પડ્યો.
તાત્કાલિક ટેબલ ખેંચી અને અમારી સામે બેઠો.
''મિલન કાકા તમારા લગ્ન કેટલા વર્ષે થયા હતા?''
મેં કહૃાું ''૨૭ મા વર્ષે.''
''મારા પપ્પા ના લગ્ન ૨૫માં વર્ષે થયા હતા. અને તમારા બંનેની જાણ ખાતર મને અત્યારે ૩૨ થયા.''
હું કંઈ બોલું તે પહેલા ચુનિયો બોલ્યો ''અમારા કરતા સાત વર્ષ સુખની જિંદગી વધારે મળી.''
''મારે તાત્કાલિક દુઃખી થવું છે, બોલો તમારે એ સંદર્ભે કાંઈ કરવાનું છે?''
તેના આ સીધા આક્રમણ થી હું સમજી ગયો કે પ્રશ્ન શું છે.
લગ્ન છે એ એક તાળું મારેલા બારણા જેવું છે. તેની બંને બાજુ પુરુષો ઊભા છે.
એક બાજુ પરિણીત પુરૂષો અને બીજી બાજુ કુવારા છોકરાઓ.
બંને લોકો બારણું ખોલતા જ સામેની બાજુએ જવા ઉતાવળા હોય છે.
બારણું ખૂલતાં જ પરણેલા પુરુષો બહાર નીકળી ખુલ્લો શ્વાસ લેવા ઉતાવળા હોય છે. ત્યારે બારણું ખોલતા જ કુંવારા છોકરાઓ પરિણીત વિભાગ બાજુ જવા ઇચ્છતા હોય છે.
તમે એક વાત ધ્યાનમાં લીધી છે કે નહીં મને ખબર નથી પરંતુ હવે લેજો. જ્યારે કોઈનો વરઘોડો નીકળતો હોય ત્યારે વરઘોડા પાછળ ચાલતા પરિણીત પુરૂષોના ચહેરા પર કોઈ ભાવ હોતો નથી. વરઘોડાની પાછળ પાછળ નિસ્તેજ અને એક્સપ્રેશન લેસ ટોળું જતું હોય એ પરણીત પુરૂષોનું હોય. કહેવાય છે ને કે મૌન ઘણું કઈ જતું હોય છે.
વરઘોડામાં બહેનો વધારે આનંદમાં હોય છે કારણ કે વધુ એક પુરૂષ મહિલા મંડળના તાબે થવા જઈ રહૃાો છે.
લગ્નના પ્રથમ બે વર્ષ તો એટલા સરસ ક્યાંય જાય કે કોઈપણ શોરૂમમાં ડિસ્પ્લેમાં સારામાં સારી વસ્તુઓ મૂકી હોય તે જોઈ અને ગ્રાહકો અંદર પડેલો ભંગાર પણ હોંશે હોંશે ખરીદી લેશે તેમ કુંવારા યુવકો પોતાના નજીકના મિત્રને ખુશખુશાલ જોઈ અને હસી ખુશી પરણી જાય છે. વોરંટી ગેરંટી પિરિયડ પૂરો થયા પછી જેમ કંપની દાદ દેતી નથી. તેવું જ લગ્નનું છે. જોકે કુંવારી છોકરીઓની પણ એ જ ફરિયાદ હોય છે. શરૂઆતના બે વર્ષ અમે અમારા ધણીને ગમે તેમ કહી લેતા તો પણ તે હસી નાખતો. હવે કેમ ગમતું નથી?
લગ્નના ૧૦ વર્ષ પછી તો આખી પરિસ્થિતિ જ બદલાઈ ગઈ હોય છે. ગરમ ગરમ રોટલી ઉતરતી જાય અને બે પેટ કરી અને ખાતો યુવાન ડિનરમાં લંચ કરતો હોય છે.
મારા ઘરની જ વાત કરૃં તો આજે પણ રીંગણા બટેટાનું શાક થાળીમાં આવ્યું એટલે મેં કહૃાું કે ''ગઈકાલે પણ આ જ શાક હતું આજે ફરી રીંગણા બટેટા?''
મને કહે ''ગઈકાલે બટેટા રીંગણા હતા. આજે રીંગણા બટેટા છે.''
મારા ચહેરા પર નો પ્રશ્નાર્થ જોઈ અને મને કહે ''ગઈકાલે ત્રણ રીંગણા અને બે બટેટા હતા. આજે બે રીંગણા અને ત્રણ બટેટા છે. આવતીકાલે રીંગટાનું શાક છે.''
મારા ચહેરા પર હાસ્ય આવ્યું કે ચાલો કાલે કંઈક નવું આવશે.
''બસ આમ જ તમે હસતા રહો કાલે બે રીંગણા અને બે બટેટા સરખા ભાગે એટલે રીંગટા (રીંગણા+બટેટા).''
આવા સમયે એમ થાય કે થાળીમાં પણ શું કામ પીરસો છો? જ્યાં રીંગણા અને બટેટા વાવ્યા હોય તે વાડીમાં જ અમને છૂટા મૂકી દો ને, અમે અમારી જાતે ચરી લેશું.
જીગાને મેં શાંતિથી પૂછ્યું કે ''તને આ પરણવાનું આટલું બધું મન શુ કામ છે?'' મને કહે ''બધા પરણિત મિત્રો પોતાની પત્ની સાથે ભેગા થાય ત્યારે મને એકલું એકલું લાગે છે. સવારના પોરમાં તેમને તેમના પત્ની જગાડવા જાય ત્યારે ભીના વાળ છંટકોરી, થોડું વ્હાલ કરી જગાડે, ગરમા ગરમ ચા પથારીમાં જ મળે, રોજ નીત નવા નાસ્તા અને ભોજનમાં સ્વાદિષ્ટ વ્યંજનો ગરમાગરમ પીરસાય, જિંદગી જલસાઘર લાગે.''
ને મેં ચુનિયા સામે જોયું અમે બંને હસવાનું માંડ રોકી શક્યા અને મનોમન સમજી ગયા કે આ એડવર્ટાઇઝમેન્ટ જોઈ અને પ્રોડક્ટ ખરીદવાવાળા વર્ગમાંથી આવે છે.
આમ જુઓ તો લગ્ન જરૂરી છે. ખુલ્લા ફરતા સાંઢને ખીલે બાંધવા માટે લીલા ઘાસના પૂળા આખા રસ્તે છેક ખુંટા સુધી પાથરતા આવવા પડે. જેથી કરીને તે ખાતો ખાતો ખૂંટા સુધી આવે અને માલિક તેને બાંધે.
ચાલો ત્યારે હવે જીગા માટે ગોતીએ. જે પણ છોકરી વગર કારણે વઢવા માગતી હોય તે તાત્કાલિક સંપર્ક કરે.
વિચારવાયુઃ તમારા લગ્ન થઈ ગયા છે?, હા, તમે શું કરો છો?, જલસા
પતિ શું કરે છે?, પસ્તાવો.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''બંદૂકમાંથી નીકળેલી ગોળી અને ટ્યુબમાંથી નીકળેલી પેસ્ટ ક્યારેય પાછી જતી નથી''. તાળીઓના ગડગડાટ સાથે લોકોએ આ વાક્યને વધાવી લીધું.
ચુનિલાલ વધારે જોશમાં આવી ગયા અને બીજો પંચ ઠપકાર્યો. ''કડવા બોલેલા શબ્દો અને કંજૂસ માણસની મફતની પીધેલી ચા ભવિષ્યમાં પોતાને જ નુકસાન કરે છે તે નિર્વિવાદ છે''. લોકો ચુનિયાના જ્ઞાન પર ઓવારી ગયા.
હકીકતમાં જે વાક્ય બોલાતા હતા તેમાં પહેલું વાક્ય સનાતન સત્ય સ્વરૂપે અને સાથે જોડાયેલું બીજું વાક્ય અનુભવ સિદ્ધ વાક્ય બોલાયુ હતું.
અમારા ચુનિલાલને આવા ઓઠા એટલે કે દાખલા દેવા બહુ ગમે. અને તે સામાન્ય રીતે કહેવતની સાથે પોતાનો અનુભવ જોડી અને ગોફણીયાની જેમ ફેંકે. મને પાછો તે સમજાવે પણ ખરો મને કહે મિલનભાઈ ''કહેવત છે ને કે ચા બગડે તેની સવાર બગડે,દાળ બગડે તેનો ટંક બગડે, અને બૈરી બગડે એનો દિવસ બગડે.''
મેં તરત જ કહ્યું કે અડધું તો મેં સાંભળ્યું છે અડધું તારી પાસેથી સાંભળી રહ્યો છું.
''અનુભવવાણી મિલનભાઈ, ચા બગડવાનું કારણ પણ હું તમને જણાવું. રાત્રે મોડામાં મોડા ૧૧ વાગ્યે ઘરે આવી જવું તેવી સૂચના અવગણી અને મોડા મોડા ઘરે પહોંચ્યા હો અને તેની ઊંઘ બગાડી હોય તો રાત્રે તમને કશું ના કહે પરંતુ તેની ઇફેક્ટ સવારે ચા સ્વરૂપે આવે. જે વાયા ભંગાર ભોજન, બે વખતનું સોરી અને ગીફ્ટ સાથે પતે.
પુરૂષ ગુસ્સામાં આવી અને શબ્દો મોઢામાંથી કાઢી નાખે પછી તેના મનમાં પણ ન હોય. ત્યારે બહેનો એવું નથી કરતા તેઓ મૌન રહી અને અસરકારક ગોરીલા પદ્ધતિથી યુદ્ધ લડે છે.અને સરકારના પાયા હચમચાવી નાખે છે. તેઓને સરકાર પાડવામાં રસ નથી હોતો. કારણ કે સરકારને જેમ કહે તેમ સરકાર કરતી હોય તો પછી તેને પાડવાનો અર્થ શું? પરંતુ વખતો વખત ટેકાની તાકાત શું છે તે સરકારને અનુભૂતિ જરૂર કરાવે.
વધારે ઈમોશનલ થઈ જાય તે પહેલા બાબા ચુનીને મેં પૂછી નાખ્યું કે 'ચુનિલાલ બંદૂકની ગોળી પાછી ન જાય એ તો સાંભળ્યું છે પણ આ પેસ્ટ વાળું સમજાયું નહીં.'
મને કહે મિલનભાઈ તમે પેસ્ટની ટ્યુબ જોઈ હશે પણ પેસ્ટનો ડબ્બો જોવો હોય તો ચાલો મારા ઘરે.
મારા ઘરમાં જે કાંઈ પણ ખોટું થાય કે નુકસાન થાય તેના માટે જવાબદાર શાહબુદ્દીન સાહેબના વનેચંદની જેમ હું જ હોવું છું તેવું મારી પત્નીનું દૃઢપણે માનવું છે.
રૂમમાં ચારે બાજુ બાબા આરામદેવની બનાવેલી પેસ્ટ ઢોળાયેલી અને સૌથી પહેલા જાગતા મારા પત્નીએ તરત જ પહેલા મને શાબ્દિક પોંખી લીધો. ત્યાર પછી શારીરિક પ્રહારનો પહેલો પાઠ શરૂ થયો કે તરત જ મેં કહ્યું કે છે શું? શું કારણે મને શાબ્દિક અને શારીરિક ખખડાવવામાં આવી રહ્યો છે?
તમારે રાતમાં ચાલવાની આદત છે ચશ્મા વગર ઓછું દેખાય છે આ પેસ્ટ નીચે પડી ગઈ હોય તો તેના પર પગ મુકવાથી આ રૂમમાં ચારે બાજુ પેસ્ટ નીકળી અને ઢોળાય ગઈ છે.
આ મહેમાનવાળું ઘર છે અને હમણાં એક પછી એક લોકો ઉઠશે અને દાંત ઘસવા માટે પેસ્ટ માગશે તો મારે શું કરવું? મેં તરત જ કહ્યું કે જ્યાંથી ઢોળાવવાની શરૂઆત થઈ ત્યાંથી થોડી થોડી બ્રશ પર લગાડતા જાવ. પરંતુ મેં રૂમમાં જોયું તો ગોળ ફરતા પેસ્ટ નીકળી અને ઢોળાયેલી.
મેં તરત જ સીઆઈડીના પ્રદ્યુમનની જેમ બરણીનું ઢાંકણું ખોલતા હોય તેમ ગોળ ગોળ હાથ ફેરવી પત્નીને કહ્યું કે ''થોડોક બુદ્ધિનો પ્રયોગ કર મારા પગ નીચે આવી હોય તો આવી રીતે હું થોડો ગોળ ગોળ ફરી અને આ રંગોળી બનાવુ.'' પરંતુ મારી પત્નીનો ગુસ્સો મારા પર ચરમસીમાએ હતો. બોલાચાલીમાં મારા સાળા સાહેબનો ૨ વર્ષનો કુંવર દુખાવાની ટ્યુબ લઈ અને જેમ પેસ્ટની રંગોળી કરેલી તેમ બીજા રૂમમાં દુખાવાની ટ્યુબની રંગોળી ચાલુ કરી. મારી અને તમારી ભાભીની ચાર આંખોએ એ જોયું અને બધું સમજાઈ ગયું. મારી ઉપર કેટલો ગુસ્સો હતો એટલો જ પ્રેમથી ભાણેજને ગળે વળગાડી મને સૂચના આપી કે ''આ બધી પેસ્ટ પાછી ટ્યુબમાં નાખી દો''. ચાર કલાક મથ્યો પરંતુ છેલ્લે મોટા મોઢાની એક ડબ્બીમાં પેસ્ટ ભરી.
આગળ કંજૂસની ચા વિશે પૂછો તે પહેલા કહી દઉં કે જેની તમે દસ રૂપિયાની ચા તેની મરજી વિરુદ્ધ તેણે પીવડાવી હોય તો હર હંમેશ એવા પ્રયત્નોમાં રહે કે તમારી પાસેથી રૂપિયા ૧૦૦ વસુલ થાય. મેં તરત જ કહ્યું કે ચુનિયા આ દાખલાની જરૂર નથી આજે હું પાકીટ ભૂલી ગયો છું અને અત્યારની ચાના પૈસા તારે જ ચૂકવવાના છે. ખલ્લાસ ફુલેલા મોઢાવાળા ટ્રમ્પ ખાટા ઢોકળા ખાઈ ગયા હોય અને વધારે ફૂલી જાય પછી જેવડું મોઢું થાય એવડું મોઢું કરી મારી સામે જોયું. વાતની ગંભીરતા જોઈ અને મેં તરત જ કહ્યું કે પછી હું આપી દઈશ. તરત જ તેણે બીજી ચાનો ઓર્ડર આપ્યો.
જગતમાં અનુભવ લેવા માટે ક્યાંય બહાર જવું પડતું જ નથી. જેમ ગુંદા સાથે ઠળિયો જોડાયેલો જ હોય તેમ ઘરમાંથી અને આજુબાજુ મિત્ર વર્તુળમાંથી આવું ઘણું જ્ઞાન જોડાયેલું જ હોય.
વિચારવાયુઃ- અનુભવ ઉંડાણથી સમજાવે છે. જેમ શાંત પાણી ઊંડા હોય છે તેમ ઘરવાળીના ભાઈઓ ગુંડા અને ઊંડા હોય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મુંબઈમાં ત્રિભુવન શેઠનો મોટો કારોબાર અને દર દિવાળીએ પરિવાર સાથે પોતાના વતનમાં આવે. આવતાની સાથે જ બે-ત્રણ દિવસમાં ગામ જમણ પણ થાય અને પછીનું અઠવાડિયું ગામમાં માત્ર ત્રિભુવન શેઠના સમાચાર જ ફરતા રહે. આ વર્ષે ત્રિભુવન શેઠના નાના દીકરા મનીષની નવી લીધેલી ગાડી ચર્ચામાં રહી.
સાંજે મનીષ ગામના મુખ્ય ચોકમાં નવી લીધેલી ગાડી દેખાડવાનો હતો અને કહેતો હતો કે 'ગામને સરપ્રાઈઝ થશે એવી ગાડી છે.'
સાંજે ગામ ભેગું થઈ ગયું. ગાડી ચોકની વચ્ચોવચ કપડું ઓઢાડી અને રાખેલી.
જાદુગર જેમ થેલીમાંથી કબૂતર કાઢે તેમ કપડું હટાવ્યું તો ચકચકાટ ગાડી દેખાઈ.
લોકોએ ગાડી ફરતા ફેરા ફરી જોઈ લીધી. અને મન્યાને કહૃાું ''આમાં નવું શું છે?''
મન્યાએ કહૃાું કે ''હવે જ જાદુ છે.'' અને રિમોટ કંટ્રોલમાં કશું લખ્યું કે તરત જ ગાડી ચાલુ થઈ ગઈ અને ચાલવા લાગી.
લગભગ ગામવાળાના ડોળા આશ્ચર્યથી બહાર નીકળી ગયા.
કારણ કે ગાડીમાં કોઈ ડ્રાઈવર જ ન હતો અને આપોઆપ ચાલવા લાગી હતી. થોડીવારમાં તો આંખોથી અદૃશ્ય થઈ અને પાંચ મિનિટ પછી ઘરેથી મન્યાના ઘરવાળાને બેસાડી પાછી ચોકમાં આવી ગઈ. મનીયાએ કહૃાું કે ''આ અમેરિકન કાર છે. તેને જેમ કહો તેમ કરે અને તમે કહો કે જાઓ મારા ઘરવાળાને લેતા આવો. એટલે તરત જ ગાડી તમારૃં કીધું કરે.''
પ્રવીણભાઈના હરિયાએ આ વાતમાં શંકા કરી એટલે મન્યાએ કીધું કે આપણે સાબિત કરી દઈએ. ગાડીને સૂચના આપી કે ''જાવ હરિયાને સૌથી ગમતી સ્ત્રીને લઈ આવો.'' ગાડી અડધી કલાક સુધી પાછી ના આવી. મનીયાએ હરિયાને કીધું કે ''તારા ઘરે તે કીધું નથી કે ગાડી આવશે તેમાં બેસી જાય?''
હરિયાએ કીધું કે ''બે ફોન કર્યા છે પરંતુ ગાડી ત્યાં પહોંચી જ નથી.''
હજુ આ ચર્ચા ચાલતી હતી ત્યાં માલતીના બાપા ચોકમાં આવ્યા અને ત્રિભુવન ભાઈના મન્યાને કીધું કે ''એલા.. તારી ગાડી મારા દરવાજા પાસે શું કરે છે? અને તું અહીંયા છો તો ગાડી કોણ લઈ આવ્યું?''
ગામમાં એક સાથે ઘણા વિસ્ફોટ થયા. હરિયાને મોઢું સંતાડવા જેવું થયું કારણ ગાડીને કહૃાું હતું કે ''ગમતી સ્ત્રી...'' તો ગાડી માલતી ના ઘરે ઊભી રહી ગઈ.
આ વાતની ઘરે ઘરવાળીને ખબર પડશે કે ગાડી તેને લેવા ન ગઈ અને માલતીને લેવા ગઈ એટલે એ નવો ડખ્ખો અને ગામના મોઢે થોડા ગરણા બંધાય? વળી માલતી અને એના બાપા ડખો કરશે એ નફામાં.
પરંતુ પરિસ્થિતિ પામી અને મનીયાએ વાત વાળી અને ગામને સમજાવ્યું કે ''ક્યારેક ગાડી ભૂલ કરતી હોય છે.'' અને પછી સૂચક રીતે હરિયા સામે જોયું.
રાત્રે જુવાનીયાઓ અને આધેડ ઉંમરના બધા ચોકમાં ભેગા થયા. જગલાએ વાત માંડી કે ''આપણા ગામમાં આ જાદુટોના કરેલી મંત્રેલી ગાડી આવી છે અને ગામનું ધનોતપનોત નીકળી જાશે. આની કાંઈક વિધિ કરવી પડશે.''
એક-બે જણાએ કહૃાું કે ''ચાલો ત્રિભુવન કાકાના ઘરે આપણે તેમને વાત કરીએ મનિયાને પણ કહીએ.''
બે ચાર ડાયા માણસોએ ટાપસી પુરાવી કે ''એ થોડા માને? મોટા શહેરમાં રહેવા ગયા પછી આપણી ધાર્મિક અને સાચી વાતો એ ના સમજે. એને ખોટા હેરાન કરો માં આપણે આપણી રીતે વિધિ કરી નાખવી જોઈએ.''
''બોલાવો બંબસ્વામી મહારાજ ને. પૂજાની સામગ્રી લેતા આવો કલાકમાં બધો ફેસલો આવી જશે. પરંતુ આ વાત કોઈને કરવી નહીં''.
રાત્રિના બે વાગ્યાનો સમય નક્કી થયો અને રાતમાં જ વિધિ પૂરી કરી ગાડીને અને ગામને કાળા જાદૂથી છોડાવી લેવું એવું નક્કી થયું. બંબસ્વામી એ ગાડી ફરતા ત્રણ ચાર ચક્કર માર્યા અને જાહેર કર્યું કે આવા તો ઘણાં કેસ મારી પાસે આવ્યા છે. કશું કરવાનું નથી ૨૦ નારિયેળ લેતા આવો ૨૦ મિનિટમાં એ કોઈ ભૂત પલિત હશે તે દેકારા કરતો ગામ બહાર ભાગશે.
ગામે ફાળો કરી અને ૨૦ નારિયેળ લઈ લીધા. રાતના ૨ વાગે ગાડી ફરતા બધા ગોઠવાઈ ગયા અને બંબસ્વામીએ જેવો આદેશ આપ્યો કે પ્રહાર કરોતિ સ્વાહા... એક સાથે ૨૦ નારિયેળ ગાડી ઉપર વધેરાયા અને ગાડીના કાચ ફૂટ્યા તથા બોનેટ દરવાજા પર ૬-૬ ઇંચના ગોબા પડ્યા.
અડધી રાત્રે ગાડીના કાચ ફૂટવાના તથા ધુમ ધડાકા થાય તો એ છાનું થોડું રે.
અડધું ગામ ભેગું થઈ ગયું ત્રિભોવનકાકા અને આખું ખાનદાન આંખો ચોળતું બહાર આવ્યું. ગાડીની હાલત જોઈ. ફરતા ગોઠવાયેલા અને પ્રેમથી નારિયેળની પ્રસાદી લેતા ૨૫, ૩૦ ગામવાળાને જોયા.
મનીયાના મોઢામાંથી માંડ શબ્દો નીકળ્યા કે ''તમે આ શું કર્યું? મારી મોંઘા ભાવની ગાડીની આ હાલત?''
હરિયાએ તરત જ કહૃાું કે ''તારી ગાડીમાં ભૂત હતું બાકી ડ્રાઇવર વગર થોડીક હડિયું કાઢે? મૂંઝાતો નહીં અમે વિધિ કરી નાખી છે.''
બંબસ્વામી ભુવા તેની દક્ષિણા માટે આશા ભર્યા નયનથી ત્રિભુવન ખાનદાન તરફ જોઈ રહૃાા હતા.
મનીયાએ અંગ્રેજીમાં ડીક્ષનરી બહારના શબ્દો શરૂ કર્યા. ગામના અમુક સાત ધોરણ સુધી ભાંગ્યું ટૂટ્યું અંગ્રેજી ભણેલાઓ એ કહૃાું કે ''કદાચ મન્યો આપણને ગાયળું કાઢે છે.''
ત્રિભુવનકાકાએ આઘાતમાં હોવા છતાં હકારમાં માથું ધુણાવ્યું. અને પછી ગામવાળાઓને કહૃાું કે ''આ ઓટોમેટીક કાર છે. આમાં ડ્રાઇવરની જરૂર નહીં. તેને ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સંદેશો આપી દો તે પ્રમાણે ગાડી આપોઆપ ચાલવા લાગે. તમે કરોડોની ગાડીની પથારી ફેરવી નાખી.''
ગામવાળાએ બે હાથ જોડી અને ખાલી એટલું કહૃાું કે ''આપણા ગામમાં લાલુ લુહારની દુકાન સવારમાં ૯ વાગે ખુલે તારી ગાડી ને કહી દે સવારે ૯ વાગે ત્યાં પહોંચી જાય. લાલિયો ગોબા ઉપાડી લેશે.''
જગાએ કહૃાું મારા ઘરે ઝાપાને કલર કરતા કાળા કલરનું અડધું ડબલું વધ્યું છે.તે હું મારા તરફથી ફ્રી માં પીંછી મારી દઈશ. ત્રિભુવનકાકા અને કુટુંબીઓએ બે હાથ જોડવા સિવાય કાંઈ કરવાનું રહેતું ન હતું.
હમણાં ખબર પડી કે કંપનીવાળાએ ત્રિભુવન કાકાને 'જો હવે પછી તેમનું ખાનદાન પોતાના ગામમાં જાય તો આજીવન ગાડી ન દેવી' તેવો નિર્ણય લીધો છે.
વિચારવાયુઃ- સરપંચઃ આપણા ગામમાં આવી ડ્રાઇવર વગરની ગાડીયું ન ચાલે.
આપણી ગાડી હાઈરે ઈવડી ઈ ભટકાય તો મારવો કોને?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ગઈકાલે એક સ્કીલ બેઝ ઇન્સ્ટિટ્યૂશનમાં જવાનું થયું. ''બિલ્ડ યોર કેરિયર ઈન પોલીટીક્સ'' આવું સૂત્ર તેના એડમિશનના સાહિત્યમાં છપાયેલું હતું. મને વધુ જાણવામાં રસ જાગ્યો એટલે હું તેના પ્રિન્સિપાલ ને મળવા ગયો.
દરવાજા પર નેમ પ્લેટ લગાડેલી ''ઢ''કુમાર મિજાજી. મજાની વાત એ છે કે નીચે ડિગ્રી પણ લખેલી એમ.એમ. ડી.પી.
''મેં આઈ કમ ઇન સર?'' આવી શિસ્ત સાથે પરમિશન માંગી.
''પધારો પધારો, સ્વાગત છે'' આવો મીઠો આવકાર મળ્યો. દરવાજો ખોલી અને અંદર ગયો.
ભેટમાં મળેલા, કડક કરેલા, ઈસ્ત્રી ટાઈટ સફેદ કુર્તા પાયજામા માં સજ્જલગભગ ૧૦૦ એક કિલોના મહાશય રિવોલ્વિંગ ચેરમાં ફરતા ફરતા જુલતા હતા.
મારી આંખોમાંથી નીકળતા અસંખ્ય પ્રશ્નાર્થ જોઈ તેણે મને શાંતિથી બેસાડ્યો અને પૂછ્યું , ''કેટલા વર્ષનો કોર્સ કરવો છે? એક વર્ષથી લઈ અને ૧૦ વર્ષ સુધીના કોર્સ અહીં થાય છે.''
મેં કહૃાું ''એટલો બધો સમય તો છે નહીં.''
''તો છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરી લ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કામ આવશે.''
''કોઈ એકાદ મહિનાનો કોર્સ હોય તો...''
''કાર્યકર થવાનો છે. નેતા બનવા માટે ભોગ દેવો પડે અને અહીં એડમિશન લેશો એટલે તમારી આખી છટા બદલાઈ જશે. અંદર આવતી વખતે તમે બારણે ટકોરા માર્યા અને 'મેં આઈ કમ ઇન સર?' આવું પૂછ્યું તે અમારા ઇન્સ્ટિટયૂટના નિયમ ની વિરૂદ્ધ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે નેતા થવા જઈ રહૃાા છો પ્રજા નહીં. જે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા જાઓ છો ત્યાંની પ્રાથમિક લાયકાત શું છે?*
''હું સમજ્યો નહીં''
''બસ પહેલા તો મનમાંથી એ કાઢી નાખો કે મને સમજાતું નથી. મનને તૈયાર કરો અને સજ્જકરો. સો વાર રોજ મનમાં બોલો મને બધું જ સમજાય છે. મને બધું જ આવડે છે.''
''સાહેબ તમે કંઈક કહેતા હતા કે, પહેલું પગથિયું... ?''
હા તો 'મે આઈ કમિંગ સર' એવું સામેવાળા બોલે તે માટે તમે જ્યારે કોઈને મળવા જાઓ ત્યારે તમારે પૂછવાનું નહીં. સીધો દરવાજો ખોલવાનો. અને હાથેથી નહીં. પગનો પ્રયોગ કરવાનો. જોરથી દરવાજા પર પગથી પ્રહાર કરી દરવાજો ખોલવાનો. યુ નો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇસ લાસ્ટ ઇમ્પ્રેશન. એડમિશન માટેની આ પહેલી લાયકાત છે.
''મારી પાસે ડિગ્રી...''
''ભૂંગળું વાળી અને.... મૂકી દો કબાટમાં. મારી ડિગ્રી બહાર વાંચી? એમ.એમ.ડી.પી. એટલે કે માંડ માંડ ૧૦ પાસ. ડિગ્રી નહીં તમારૃં પ્રેઝન્ટેશન અગત્યનું છે.''
''તમે ફી ભરશો એટલે તમને અમુક સગવડો આપવામાં આવશે.''
સફેદ કલરના ચાર ઝભ્ભા લેંઘા અને બે કોટી એ ઇન્સ્ટિટયૂટનો ડ્રેસ છે. જે ફરજીયાત તમારે અહીંથી જ લેવાના રહેશે.
ફર્સ્ટ યરમાં હથિયાર તરીકે રામપુરી ચાકુ જે તમારે અહીંથી જ ખરીદવાનું રહેશે.
કોર્સ પૂરો કરી અને બહાર નીકળશો ત્યારે બ્રાન્ડેડ પિસ્તોલ લાયસન્સ સાથે આપવામાં આવશે. ત્યાં સુધી ઉત્તરોત્તર પ્રગતિ થશે જેમાં આસામથી લઈ અને બિહાર સુધીના ગૃહ ઉદ્યોગમાં બનતા દેશી કટ્ટાઓ મળશે.
અહીં 'ડીક્ષનરી બહારના શબ્દોની ડીક્ષનરી' તમારે ખરીદવાની રહેશે. આપણા ઇન્સ્ટિટયૂટની તે મોનોપોલી આઈટમ છે.
કાનમાં ભરાવવા માટે બે વેક્યુમ બટન જે તમારે અહીંથી ખરીદવાના રહેશે. તેનો ફાયદો એ છે કે આજુબાજુનો અવાજ તમારા કાન સુધી ના જાય.
ચામડી જાડી કરવાનું લોશન તમારે અહીંથી ખરીદવાનું રહેશે.
ગળુ અને અવાજ મજબૂત કરવા માટેના સીરપ તમારે અહીંથી જ ખરીદવાના રહેશે.
કોર્સ પૂરો કર્યા બાદ ડિગ્રી લેતા પહેલા મોટા કદની તિજોરી તમારે અહીંથી લેવાની રહેશે. જે આવનારા સમયમાં તમે ભરી શકો.
મને પણ થોડીક વાર તો એવું થઈ ગયું કે હાસ્ય કલાકાર કે હાસ્ય લેખક ન થવાય. જિંદગીનો ઘણો સમય બગાડ્યો. આ ઇન્સ્ટિટયૂટ અને આ મહાશય મને પહેલા કેમ ન મળ્યા?
મેં કહૃાું કે ''કાંઈ વાંધો નહીં વિચારી અને કહીશ.''
''નહીં થઈ શકો, નેતા નહીં થઈ શકાય, વગર વિચાર્યું કરી શકો તો જ આ ક્ષેત્રમાં ચાલો.''
ઢ કુમારે જતા જતા મને કહૃાું કે ''તમારા ધ્યાનમાં કોઈ બેકાર, અભણ, આવારા, તડીપાર લોકો હોય તો મને જણાવજો.''
મેં પૂછ્યું ''ભણેલા ન ચાલે?''
હસતા હસતા મને કહૃાું કે ''કાર્યકરો તો મળી રહે છે. સારા નેતાઓ બનાવતી અમારી ઇન્સ્ટિટ્યૂટ છે.''
વાત હસવાની છે પરંતુ ગંભીરતાથી વિચારવાનો સમય પણ આવી ગયો છે તેવું નથી લાગતું?
વિચારવાયુઃ- જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા અભિનેતાઓના દીકરા દીકરીઓ ટેકનીશીયન નથી હોતા. હીરો, હીરોઈન હોય છે. તે રીતે રાજકારણમાં મોટા નેતાઓના દીકરા દીકરીઓ કાર્યકર નથી હોતા. મંત્રી કે બોર્ડના ચેરમેન હોય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ઓય.. માં... બચાવો.... સવારના પહોરમાં રાડા રાડ સાંભળી કાચી નિંદરમાંથી હું જાગ્યો.
મારા વાઈફ સીધા ઠેકડો મારી અને અમારા પલંગ પર ચડી ગયા.
ધીસ ઇસ રેડીક્યુલસ, પ્લીઝ હેલ્પ... આઈ એમ આફ્રેઈડ... આ ઘરમાં કાં હું રહી શકું? કાં આ ઉંદરડી. લુક એટ માય ફેસ..
પરસેવે રેબજેબ મારા વાઈફ ઇંગ્લિશમાં ધાણીફૂટ બોલી રહૃાા હતા.
શરૃઆતની રાડા રાડી ગુજરાતીમાં એટલે કે માતૃભાષામાં એટલા માટે હતી કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે સૌથી પહેલા રિએક્શન માતૃભાષામાં આવે.
પલંગ પર ચડી ગયા પછી અને મારી હાજરી હોવાથી ફરી ઇંગ્લિશનું ભૂત પ્રવેશ કરે.
મેં તેને શાંત કરતા પૂછ્યુ ''શું થયું?''
ઉંદરડી.... આટલું બોલીને તેણે ખૂણામાં આંગળી ચીંધી.
મેં જ્ઞાન પીરસ્તા કહૃાું ''કોઈની સામે આંગળી ના ચીંધાય ઇટ્સ અ બેડમેનર''
ફરી ગુસ્સો આવતા તેણીએ માતૃભાષામાં જીભે ટર્ન માર્યો.
''તમારી કોઈ સગલી થાય છે? કે તેની ચિંતા કરો છો?''
હું સમજી ગયો કે આ મામલામાં મજાક કરી શકાય તેવું નથી.
મેં તેને શાંતિથી પૂછ્યું ''શું થયું?''
મને કહે ''મેરેજ પછી પહેલીવાર મેં આપણા ઘરમાં ઉંદરડી ફરતી જોઈ. (મનમાં બોલ્યો કે મેં તો રોજ હટ્ટી કટ્ટી ઉંદરડી ફરતી જોઈ છે.) તમને ખબર છે ને કે મને કેટલી બીક લાગે છે? બટકુ ભરી જાય તો?''
ફરી મારા ઓરીજનલ મૂડમાં આવી મેં કહૃાું ''ગાંડી, તારા આવડા મોટા શરીરમાં એની બે ટચૂકડી દાંતડી શું કરી લે?''
મારી આ મજાકનું પડીકુ બનાવી છૂટું ઘા કર્યું. ''સો વાતની એક વાત આ ઘરમાં કાં તો ઉંદરડી રહેશે અને કા હું રહીશ.''
આવી રીતે એક નાનકડી ઉંદરડી કોઈ પતિને આટલી ઉપયોગી હોઈ શકે તે વિચારી ઉંદરડીના ખાનદાન પર મને માન થયું. શબ્દો બહાર નીકળવા જતા હતા પરંતુ તેમાં હું ઘરની બહાર નીકળી જાઉં તેવી શક્યતા લાગતા મેં હાથમાં સાવરણી લઈ બે ચાર જગ્યાએ ઠક ઠક કર્યું અને કહૃાું કે ''તું જેમ તેનાથી ડરે છે એ જ રીતે એ પણ તારાથી ડરી અને ભાગી ગઈ હશે.''
''હવે હું આ પલંગ પરથી નીચે નહીં ઉતરૃ જ્યાં સુધી ઉંદરડી પકડાશે નહીં. જાઓ બાજુવાળા પન્નાબેન પાસેથી પાંજરૃં લેતા આવો.''
મેં કહૃાું કે ''શીલાના ઘરે પણ પાંજરૃં છે.''
મને કહે ''શીલા જ પાંજરૃં છે.''
થોડામાં ઘણું સમજવાની મારી શક્તિ પર મને એકલાને જ માન છે.
પન્નાબેન ના ઘરેથી પાંજરૃં લઈ આવ્યો અને કહૃાું કે ''હવે નીચે ઉતરી અને એકાદ રોટલી બનાવ તો તેનો કટકો આ પાંજરામાં ગોઠવી શકાય.''
મને કહે ''ગુજરાતી ઘરમાં ઉંદરડી પણ ગાંઠિયા ખાવા ટેવાયેલી હોય જાવ ડબ્બામાંથી એક ફાફડા નો કટકો પાંજરામાં મૂકી દો.''
આઠ દસ ફાફડા મેં ખાઈ લીધા પછી એક નાનકડો કટકો પિંજરામાં પણ મૂક્યો.
હવે તો ઉંદરડી પકડાય ત્યાં સુધી રાહ જોવાની હતી.
સવારની ચાથી માંડી અને નાસ્તો તથા મેં બનાવેલુ જમવાનું બધું જ મારા વાઈફે પલંગ પર પૂરૃં કર્યું.
ધીરે ધીરે મને પણ ઉંદરડી પર ગુસ્સો આવતો હતો. સાંજ પહેલા પકડાઈ જાય તો સારૃં નહીં તો સાંજની રસોઈ પણ... પાંજરાના ખડખડાટે મારી વિચારધારા તોડી.
મારી કાકલુદી ઈશ્વર આટલું જલ્દી સાંભળી લેશે તેનો મને અંદાજ ન હતો. ઠેકડો મારી અને હું ખૂણામાં પડેલા પાંજરા પાસે ગયો તેમાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો પકડાયો હતો.
અને હું જગતની વાસ્તવિક ફિલોસોફી પર ચડી ગયો.
દરેક પુરૃષ અઢીસો માણસની જાન લઇ અને બેન્ડબાજા સાથે નાચતા કુદતા ઈડરિયો ગઢ જીતવા જતા હોય તેમ લગ્ન કરવા ઉપડે છે. તેના મનમાં એમ જ હોય છે કે બધું ગોઠવાઈ ગયું છે.ઉંદરડી પકડાય એટલે ઘરના પાંજરામાં કેદ કરી દઈએ. થોડો સમય જાય એટલે આપણને ખબર પડે કે પિંજરામાં ઉંદરડી નહીં પરંતુ મોટો ઉંદરડો છે નજીક જઈએ તો નુકસાન કરી શકે.
જોકે સામા પક્ષે પણ એવું જ હોય કે પિંજરામાં સ્વાદિષ્ટ વ્યંજનો મૂકી કાયમનો બંદી બનાવી લઈએ.
વાઈફની નજર પિંજરા પર પડી અને રાડ પાડી ''ઓહ માય ગોડ''...
આગળ કાંઈ બોલે તે પહેલા જ મેં કહૃાું કે ''જોયું ગુજરાતી ગાંઠીયાની તાકાત,એક જ કટકો ખાધો અને ઉંદરડી નું શરીર કેટલું વધી ગયું?''
''શટ અપ, ઉંદરડી અને ઉંદરડાનો ભેદ મને સમજાય છે. આ તો ઘર છે કે રાફડો? બજારમાં જઈ અને એક ડઝન પાંજરા લઈ આવો. એક પણ છટકવો ન જોઈએ. જિંદગીમાં ઉંદરડા અને ઉંદરડી થી જ મને બીક લાગે છે.''
લગ્નના આટલા વર્ષ પછી મને આ સિક્રેટ જાણવા મળ્યું. ખરેખર તો લગ્ન પહેલાં અત્યારના સમયમાં જેમ એક્સ્ટ્રા અફેર જાણવા માટે ડિટેક્ટિવ હાયર કરે છે તેમ છોકરો કે છોકરી શેનાથી ડરે છે તે તપાસ કરવી જોઈએ. કામનું તો એ છે. શું કહો છો?
સાચું કહું તો મને લગ્નના આટલા વર્ષે ઉંદર થવાના કોડ જગ્યા છે.
વિચારવાયુઃ- આપણા ઘરમાં જ રહેતા કાળા ઉંદર,ઉંદરડી આપણને નથી ગમતા પણ ધોળા ઉંદર (ગીનીપીગ)પાળવાનું મન કરતું હોય છે. આવું કેમ?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
*એ તમારે તમારા ભાઈબંધને કંઇ કહેવું છે કે હું પીયર જતી રહું?*
સવાર સવારમાં જ ચુનિયાની ઘરવાળી સવારની ઠંડીની જેમ મોબાઇલમાં ફરી વળી.
મેં શાંત પાડતા કહૃાું *હું ચુનિયાને સમજાવીશ. પણ મારે સમજાવવાનું શું છે?*
તો ધાણીફૂટ ગોળીબારની જેમ મારા પર તૂટી પડ્યા કે *તમને બધી ખબર જ છે. અને મને તો ખાતરી છે કે તમે જ તેને ચડાવ્યા હશે.*
*અરે મને કશું ખબર નથી થયું છે શું? આ તો તમારો ફોન આવ્યો એટલે મને સમજાઈ ગયું કે ચુનિલાલનો કાંઈક વાંક હશે. એટલે મેં કહૃાું.*
*એમ કોઈના ધણીને સીધેસીધો વધાઈ નહીં પહેલા કારણ જાણવું પડે. આ શિયાળાની શરૂઆત થઈ છે ત્યાં તો મારા હાથમાં લિસ્ટ બનાવી અને પકડાવી દીધું. અડદીયા બનાવજો,ગુંદર પાક બનાવજો, મેથીપાક બનાવજો.*
*તમને ખબર છે ને ગયા વર્ષે મેં આ તમામ વસ્તુ બનાવી હતી અને પછી એકે એક વસ્તુ કેવી બની કે આખી સોસાયટીમાં ઢંઢેરો ટીપ્યો હતો.
અડદીયાનો લોટ થોડો વધારે ફેંકાઈ ગયો તો કડક થઈ ગયા હતા.*
*ગુંદર પાકમાં ભૂલથી મેં ગુંદરની આખી ટ્યુબ ખાલી કરી નાખી હતી. ખાવાનો ગુંદર જુદો આવે છે તે કહેવું જોઈએ ને? *
*ગોળને ભારોભાર મેથી લઈ અને મેથીપાક બનાવ્યો. ગોળના વાગે બે દાંત તમારા ભાઈના મેથીપાકમાં સલવાઈ ગયા તેમાં મારો વાંક?*
*યુ-ટ્યુબમાં કેવો ગોળ લેવો તે થોડું જણાવે છે?*
ચાલુ ફોને હું ભૂતકાળમાં સરી ગયો.એક વર્ષ પહેલાં ચુનિયો આ તમામ પાક લઈ અને મારા ઘરે આવ્યો હતો.
*મિલનભાઈ આખી જિંદગી કાર્યક્રમ કરતા રહેશો અને દોડાદોડી કરતા રહેશો.તમારી તબિયતનું પણ ધ્યાન રાખતા જાવ. આ લ્યો શિયાળુ પાક ખાવ.*
હરખ પેર મેં એક આખો અડધો ઉપાડી લીધો અને મોઢામાં મુક્યો. ત્રણ કલાક સુધી ચગળ્યો ત્યારે ઓગળ્યો.
પછી થયું કે મેથીપાક ચાખીયે. મેં મોઢામાં મૂકી અને હતી એટલી તાકાતથી બે દાંત વચ્ચે કટકાને ભીસ્યો. કટક અવાજ આવ્યો. મારા બે દાંત મેથીપાકમાં ખુંચી ગયા હતા. અને જિંદગીમાં આટલી કડવાણી મેં ખાધી ન હતી. પછીના બે દિવસ સુધી મોઢું કડવું રહૃાું. દર ત્રણ કલાકે ડોક્ટરના ડોઝની જેમ બે બે પેંડા ચગળીને ખાધા.
દુનિયાની જૂની આદત પ્રમાણે તે ખાવા પીવાનો શોખીન પરંતુ આવડે કંઈ નહીં.
ઘરેથી કોથમીર લેવા મોકલ્યો હોય તો ગામની લીલોતરી જોતો જાય અને શાકભાજીની લીલોતરી પણ ઉપાડતો આવે.
પાપડી, તુવેર, રીંગણા, વટાણા, લીલી ડુંગળી,લીલુ લસણ, મેથીની ભાજી અને મૂળ મુખ્ય મુદ્દો કોથમીર ભૂલી ગયો હોય.
ઘરે આવી અને ઢગલો કરે અને ઓર્ડર કરે *આજે શાક માર્કેટમાં લીલા શાકભાજી જોઈ અને તને ઊંધિયું ખવડાવવાનું મન થયું.*
ભાભી ખુશ ખુશાલ થઈ જાય અને તેને લાગે કે હમણાં બધું ફોલીને આપશે. ચુનિયો બધું ખોલીને આપે ફોલવાનું ભાભીએ.
ઊંધિયું તો માંડ એક ટંક ચાલે પરંતુ કપડા ત્રણ ચાર દિવસ ચાલે.
માંડ શાંતિ થઈ હોય ત્યાં એક દિવસ પાછો લીલી હળદર, આંબા હળદર,આમળા, બીટ, ગાજર, દૂધી... લઈ આવે અને *તારા પિયરેથી બધા આવવાના છે તો આ બધાના જ્યુસ બનાવી રાખ તારું સારૃં લાગે.* આવો કોણીએ ગોળ લગાડી આઠ દસ દિવસ સુધી પોતે જ જ્યુસ ઠપકારી જાય.
શિયાળાના આવા માલમલીદા ખાઈ ચુનિયો લાલ ગલગોટા એવો થઈ જાય અને ભાભી બળતરા કરી કરી અડધા થઈ જાય.
મને યાદ છે અમારા પાડોશીને ઘરે શિયાળામાં તલની ચીકી બનાવી હતી. કંઈક નવીન કરવા માટે થાળીમાં પાથરવાની જગ્યાએ નાની નાની ગોળીઓ વાળી હતી.
કોઈને દેવાનો જીવ ચાલે નહીં પરંતુ આખો દિવસ ચગળ્યા પછી પણ તલની ગોળી ઓગળી નહીં એટલે સોસાયટીના છોકરાઓને ભેગા કરી બધાને વહેંચી દીધી.
છોકરાઓ ઉનાળાની શરૂઆત સુધી તેનાથી લખોટી રમ્યા હતા.
અમારી સોસાયટીમાં રહેતા પથુભા દરબાર એની બે નાળી બંદૂક લઇ અને તેમના ઘરે ગયા હતા. ૨૦-૨૫ તલની ગોળીઓ લઈ ફાયરિંગ પ્રેક્ટિસ કરી હતી.
ચુનિયાના ઘરે બનેલો ગુંદર પાક બાળકોને હોમવર્કમાં આવેલા પ્રોજેક્ટ માં વસ્તુ ચોંટાડવા કામ આવ્યો હતો.
ઓળાના રીંગણા લઇ અને ઘરવાળી સામે ઢગલો કરો અને કહો કે આજે ઓળો બનાવજે ત્યારે એક મિનિટ માટે તો ઘરવાળીને મનમાં થતું હશે કે ભઠ્ઠામાં આને શેકુ?
ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઘરે ઘરે શિયાળાના વ્યંજનો બનવાના શરૂ થશે. પરંતુ વ્યંજનો ખાવા માટે વપરાવવા જોઈએ મ્યુઝિયમમાં રાખવા માટે નહીં આટલી સમજ દરેક બનાવનારે કેળવવી જોઈએ.
આપણે પુરૂષોએ તો ઓર્ડર કરી દીધો બહેનોને પણ ખોટા પ્રયોગો કરવા ઉશ્કેરવા નહીં.
વિચારવાયુઃ ચુનિયા આ સ્વેટર પહેરીને, હાથમાં છત્રી લઈને ક્યાં ચાલ્યો?
ચુનિયોઃ એ. સી. લેવા. મિક્સ ઋતુની મોજ
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ વિષય મનોરંજન સાથે મનોમંથનનો છે.
આજકાલ વરસાદની સિઝન કરતા માવઠાની માઠી વધારે ચાલે છે.
ડેટા પ્લાન ખતમ થાય તે પહેલા ડેટિંગ પ્લાન ખતમ થઈ જાય છે.
તાજા તાજા લગ્ન હોય ત્યારે ૩૦૦ની કોફી મોંઘી નથી લાગતી. પરંતુ લગ્નના અમુક સમય પછી ૨૦ની ચા માટે રકઝક થાય છે.
લગ્નમાં થયેલ જમણવાર, વિડીયોગ્રાફી, દાંડીયારાસ કે સ્ટેન્ડ અપ કોમેડીનો જલસો, કે પાર્ટી પ્લોટના બીલ ચૂકવાય તે પહેલા છૂટા પડી ગયેલાના દાખલા જોવા મળે છે.
તાજેતરમાં જ અમારા એક મિત્ર ના દીકરાની સગાઈ કરી. હું અને ચુનિયો કોફી શોપમાં બેઠા હતા ત્યાં અતિ આનંદિત ૩૨ લક્ષણો અમારો મિત્ર અનિલ અઠંગ અમારા હાથમાંથી કોફી પડાવી ઘુંટડો મારતા બોલ્યો, ''નાનકાની સગાઈ કરી''
મેં પૂછ્યું ''ક્યા કરી? સગા વાહલા કેવા છે?''
અનિલે ઉત્સાહભેર કહૃાું, ''આપણી જેવા જ છે.''
ચુનિયાએ તેના હાથમાંથી કપ ખેંચતા તરત જ કહૃાું, ''તો પણ કરી?''
અમદાવાદનો વન બીએચકે ફ્લેટ ઉડાડી લગ્નમાં ધામધૂમ કરી.
અનિલ અને તેની ઘરવાળીને હાશકારો થાય તે પહેલા મોઢામાંથી હાય કારો નીકળી જાય તેવા સમાચાર મળ્યા.
હનીમૂનમાંથી બંને પરત આવ્યા પરંતુ ઘરે નાનકો એકલો આવ્યો.
આવતા વેંત ઘરનાઓને કહી દીધું કે ''તેને મારી સાથે નહીં ફાવે. લગ્નનો અને હનીમૂનનો અડધો ખર્ચો મંગાવી લેજો.''
અનિલનો મને ફોન આવ્યો. હું તાત્કાલિક પહોંચ્યો.
વિગત જાણી તો મને હસવું કે રોવું તે ખબર ન પડી.
હનીમૂનના પાંચ દિવસ દરમિયાન છોકરીની એક પણ રીલ બનાવી ન દીધી તેથી છોકરીએ છૂટાછેડાના કારણોમાં એવું જણાવ્યું હતું કે ''છોકરાને રીલ બનાવતા આવડતી નથી એટલે આગળની જિંદગી કેમ નીકળે?''
સગાઈ નક્કી થતાં પહેલાં ઇન્ટરવ્યૂમાં છોકરાએ છોકરીને ચાંદ તારા દેખાડ્યા હોય,
લોંગ ડ્રાઈવમાં જવું ગમે.
બહાર હોટલોમાં જમવું ગમે.
વિદેશ પ્રવાસનો શોખ છે.
બહુ મોટું મિત્ર વર્તુળ છે.
પહેરવા ઓઢવાનો શોખ છે.
સામે દીકરીએ પણ બીએમડબલ્યુ સામે મર્સીડીસ કાઢી હોય.
મારા હાથની રસોઈ આંગળા ચાટી જાઓ તેવી સ્વાદિષ્ટ હોય છે. વાસ્તવમાં મેગી થી વિશેષ કાંઈ બનાવતા આવડતું ન હોય.
છોકરાના એક એક શબ્દ પર રોજ બહાર જવાના, ત્રણ મહિને એક વિદેશ પ્રવાસના, અદ્યતન વસ્ત્રોથી વોર્ડરોબ ભરવાના, ક્યારેક જ ઘરે જમવાના, ફિલ્મો જોવાના,... એવા કેટલાય સપનાઓ જોઈ લીધા હોય.
આ રીલ લાઈફ છે.
રીયલ લાઈફમાં છોકરાને ધંધા માટે કે નોકરીમાં ઓછો સમય મળતો હોય.
વાર તહેવારે જ બહાર જમવા જવાનું બનતું હોય.
રાત્રે થાકીને નોકરી ધંધેથી આવ્યા પછી ટહેલવાનું મન હોય લોંગ ડ્રાઈવનો મૂડ ન હોય.
ડખો ત્યાંથી શરૂ થાય છે.
આજની પેઢીને આભાસી અને વાસ્તવિક જિંદગી વચ્ચેનો ફર્ક કેમ કરી સમજાવવો?
હમણાં એક છોકરીએ સગાઈની મિટિંગમાં એક જ મિનિટમાં હા પાડી દીધી.
હું તે વાતનો સાક્ષી હતો એટલે મેં દીકરીને પૂછ્યું કે ''એક મિનિટમાં તે શું જજમેન્ટ લીધું?''
તો મને કહે, ''તેના મોબાઈલમાં ઝોમેટો, સ્વેગી જેવી એપ મેં જોઈ. એટલે મને જજમેન્ટ આવ્યું કે છોકરો મારી જેમ બહાર જમવાનો શોખીન છે,કે પાર્સલ મંગાવી અને મોજ કરશું.''
મેં કહૃાું, ''તેને બાળપણથી ઓળખું છું. આ બંને એપમાં વાનગીઓ જોઈ અને તેની મમ્મી પાસે ઘરે બનાવવાની જીદ કરે છે.''
એક ઘર બન્યા પછી ભાંગતું મેં બચાવ્યું.
શરૂઆતમાં તો દિલની રકઝક હોય છે. અને લગ્નના અમૂક સમય પછી વધુ પડતા બિલની રકઝક હોય છે.
''તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં.''થી મસ્ત લગ્નજીવન શરૂ થાય અને અમૂક સમય પછી ''કાં તું નહીં, કાં હું નહીં''થી પૂરી થાય છે.
લગ્નગ્રંથિથી બંધાવવા માટે પ્રેમ અને પૈસો જોવાય છે. હકીકતમાં સમજણ અને સહનશક્તિ જરૂરી હોય છે. પ્રેમ અને પૈસો પછીના ક્રમે આવે છે.
શરૂઆતના લગ્નજીવનમાં સ્પેસમાં (આકાશમાં) ઉડવાના સપનાઓ હોય છે. પરંતુ પછી એકબીજાને સ્પેસ (ફ્રીડમ) આપવાનું મહત્ત્વ હોય છે.
સાસુનો જમાઈ પર લગ્ન પછી ફોન આવે અને એટલું ખાલી પૂછે કે *મજામાં?* ત્યારે ગળગળા થતાં જમાઈ મેં જોયા છે.
ઘણા કંટાળીને અણી પર આવી ચૂકેલા જમાઈ તો બોલી પણ નાખે કે ''મારૃં જાવા દો તમારે તો જલસા થઈ ગયા ને?''
ચાલો 'વરસાદની સિઝન સુધી માવઠાથી બચી અને રહો તેવી શુભકામનાઓ.'
વિચારવાયુઃ હું: ચુનિયા છુટાછેડાનું મુખ્ય કારણ શું?
ચુનિયોઃ લગ્ન મારી લીધો મેં હોં
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
રાતના મોડે કાર્યક્રમ પતાવી અને સરસ ઊંઘ ખેંચી રહેલો પતિ સવારના સમયમાં માંડ હજુ તો સ્વપ્નમાં સરતો હોય ત્યાં એક મોબાઈલ ફોનના વાર્તાલાપથી નાનો છોકરો જેમ ભયાનક સપનું જોઈ અને જબકીને જાગી જાય તેમ પત્નીની પિયર ટોક સાંભળી હું જાગી ગયો.
હાં મમ્મી, નવરાત્રી તો બહુ સરસ રહી અમારે તો નવરાત્રી પછી પણ સાત આઠ દિવસ ગરબા ચાલે પહેલેથી છેલ્લે સુધી રમવાનું, ચાલે જ નહીં.
પણ હવે પગ બહુ દુખે છે.
આટલા દિવસ તો માતાજી એ લાજ રાખી. ત્યાં હવે માથે આ દિવાળી આવી.
આખા ઘરની સાફ-સફાઈ મારી ઉપર જ છે. એ તો તમારા જમાઈ સારા છે કે હારોહાર કામ કરાવે. બસ જો હમણાં જાગશે અને અમારૃં સફાઈ અભિયાન શરૂ થશે.''
મને અંદાજ આવી ગયો કે ગાળીયો તૈયાર થઈ રહૃાો છે. આ વખાણ એટલા માટે થઈ રહૃાા છે.
ચાલુ ફોને તેમના ચરણસ્પર્શથી મારા ચરણોને તેમની વ્યાખ્યા પ્રમાણે હળવો સ્પર્શ કર્યો. મારા અંગત અભિપ્રાય પ્રમાણે પ્રહાર કરવામાં આવ્યો હતો.
પત્નીએ ફોન પૂરો કરતા તેના મમ્મીને કહૃાું ''ચાલો હવે ફોન મૂકું એ જાગી ગયા છે એટલે ચા પાણી નાખતો કરાવી અમે કામે લાગીએ.''
મેં પથારીમાં સુતા સુતા જ કહૃાું કે ''કોઈ એજન્સી વાળાને કહી દે''
તરત જ અવાજના ડેસીબલ વધી ગયા અને તેમના મતે હળવા સાદે કહૃાું, ''અમને નહીં ખબર પડતી હોય? આખા ઘરની સફાઈના ૨૦,૦૦૦ રૂપિયા કીધા. મારી પાસે એવા ફાલતુ રૂપિયા નથી. અને આપણે બંને ૧૦, ૧૦,૦૦૦ બચાવીશું. ચાલો યુનિફોર્મ તૈયાર છે.''
મારા જૂના જીન્સ પેન્ટને ગોઠણથી કાપી સરસ મજાનો ચડ્ડો અને એક કાણાવાળું ગંજી પકડાવ્યા.
માળીયે ચડવા માટે ટેબલ ગોઠવી આપ્યું. જુના નેપકીનના કટકાને દાંડિયા સાથે બાંધી જાપટીયું તૈયાર કર્યું હતું.
મોઢા પર રૂમાલ બંધાવ્યો. અને કોઈ ઘર ફોડ ચોરીનો માહિર માણસ દબાતા પગલે સીફતથી ઘરમાં ઉતરે તેમ હું માળિયામાં પ્રવેશ કરી ગયો.
ત્રણ-ચાર કલાકે ઝાપટ ઝુપટ કરી અને સફાઈ કરી.
મને એમ થયું કે હવે પેરોલ મળશે ત્યાં તો બીજું કામ હાજર જ હતું.
ઘરના તમામ કાચના વાસણો નો ઢગલો કરી અને એક ટબમાં સાબુનું પાણી તથા બીજા ટબમાં સાદુ પાણી ભરાવી બાજુમાં પાટલો ગોઠવી મારૃં સ્થાપન કર્યું. ચાલુ પડી જાવ ત્યાં હું શીતલને ફોન કરી લઉં. આવું કહી તે અદૃશ્ય થઈ ગઈ.
મને જિંદગીમાં પહેલીવાર મારૃં જ નુકસાન કરવાનો વિચાર આવ્યો પરંતુ ચાણક્ય ની રફ બુકમાં વાંચેલું કે કામ ન કરવું હોય તો જે કામ સોપાયું હોય તેમાં નુકસાન કરો એટલે તમારા હાથમાંથી એ કામ લઈ લે.
મેં આ પ્રયોગ પ્રમાણે હાથમાંથી તેનો જ રોજબરોજનો કોફી પીવાનો મગ પાડ્યો,અવાજ આવ્યો, અને તેનાથી મોટો અવાજ પત્ની નો આવ્યો.
''એક કામ ઠીકથી થતું નથી. કરી દીધું ને નુકસાન?''
હું પાછળના વાક્યની રાહ જોતો રહૃાો. તે બોલી ''સારૃં થયું ચાલો જૂનું ગયું હવે નવું આવશે અને આમ પણ કાચનું તૂટવું તે શુકનની નિશાની છે''.
મારી ફરિયાદ શીતલને ફોનમાં કરતી રહી કે ''એકાદ કામ પણ સોંપીએ તો વ્યવસ્થિત ન કરે.
હું તો આખો દિવસ કામ કરી અને થાકી જાઉં છું.''
રાજા હરિશચંદ્રના આત્માને કેટલું દુઃખ થયું હશે?
અત્યારે રાતના આઠ વાગ્યા છે. શ્રીમતીજીને આજે ખૂબ કામ હોય રસોઈ બનાવી ન હતી.
ખાલી સેવ મમરા ખવડાવી મને તાત્કાલિક કામ પૂરૃં કરી તૈયાર થવાનું કહે છે.
કારણકે તે થાકી ગઈ છે અને ઘરે રસોઈ કા મારે બનાવવી પડે અને નહીંતર બહાર જમવા જવું તેવું ફરમાન છે.
ને પણ તેને કહી દીધું કે, ''હવે વધારે હેરાન ના થઈશ. આખો દિવસ કામ કરી તું થાકી ગઈ હોઈશ. અને ખરેખર તે મારા ૨૦૦૦૦ રૂપિયા બચાવ્યા. મે તો ૨૦૦૦ નું કામ કર્યું ૧૮,૦૦૦ નું તો તે કર્યું છે. ચાલ ખાતર માથે દીવો કરીએ.
ઘરમાં રાંધવાની એટલે ના પાડી કે આટલું કામ કર્યા પછી સારૃં ખાવાનું ન મળે તો કેમ ચાલે? મારા મનમાં આ એક જ ભાવના.
વિચારવાયુઃ બહેનો માટે પાણીપુરી એ માત્ર પાણીપુરી નથી. શક્તિ મેળવવા માટેના બાટલા છે.
દર ૧૦ દિવસે બાટલા ચડાવી દો એટલે સ્ફૂર્તિમાં રહે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આપણને લાભ ન થાય તો કંઈ નહીં પરંતુ ગેરલાભ ન થવો જોઇએ એટલે જીવનમાં 'ચુની'ઝ લો' અપનાવવો. 'સામ સામી ખેંચાણી અને આપણી આંખ મીંચાણી' આ એક વાક્યમાં જીવનની શાંતિનો મંત્ર છુપાયેલો છે.
વાઇફ ટીપોય સાથે ભટકાઈ હોય ત્યારે તમે એ જોયું નથી એવું રાખો તો થોડું બબડી શાંત થઇ જશે પરંતુ જો 'શું થયું? વાગ્યું? થોડું ધ્યાન રાખીને...' વાક્ય પૂરૃં થાય તે પહેલાં ટીપોય તમારા કારણે જ વાગી તે સાબીત ન થાય ત્યાં સુઘી ન જંપે. ''ત્રણ વર્ષ પહેલાં મેં કીધું હતું કે અહીં કરતા ખુણામાં ટીપોય રાખો. નો માયના એમાં હું ભટકાણી''. બોલો લ્યો, ડખ્ખો ક્યાંય લેવા થોડો જાવો પડે?
બીજો નિયમ, જમવામાં પહેલા, ફોટામાં વચ્ચે અને સભામાં છેલ્લા.
આ નિયમનો ફાયદો સમજવા જેવો છે જમવામાં પહેલા એટલે પહેલી પંગત કે જમવાની શરૂઆત થાય કે તરત બધા કામ પડતાં મૂકી થાળી પકડવી. છેલ્લે ભાવતી વાનગી ખૂટી જાય અને પ્રસંગે આશીર્વાદ દેવાની જગ્યાએ વાનગી ન મળવાના ગુસ્સાને કારણે કંઇક બીજું નીકળી જાય તેના કરતા પહેલાં જપટ બોલાવી એ વાનગી ખૂટવાનું કારણ બનવું વધારે સારૃં.
ફોટામાં વચ્ચે, આપણો સ્વભાવ પહેલેથી જ અત્યંત માયાળુ હોય એટલે ઘરધણી એવું ઈચ્છે કે ફોટામાં નહીં હોય તો જ ચાલશે. આ માટે તેણે ફોટોગ્રાફરને દરેક વખતે સમજાવ્યું હોય કે આ ગ્રુપ ફોટામાં જે બાજુ ઊભા રહે તે બાજુ ભલે બીજા બે કપાય પણ આ ફોટામાં ન આવે તે અચૂક જોવું. પરંતુ આપણે વચ્ચે જ ગોઠવાઈ જઈએ તો બેય બાજુ કપાય આપણે નહી. ફોટોગ્રાફર સાથે આપણો ફોટો જોઈને ઘરધણીને ડખ્ખો થવો જોઇએ. આપણે વચ્ચે ન પડવું.
સભામાં છેલ્લે, અત્યારે રાજનીતિમાં નીતિ નથી રહી એટલે નીતિ વગરના લોકોની સભામાં ક્યારેક પાછળથી પથ્થરમારો થતો હોય છે. વટ મારવા આગળ બેસો આપણને એમ થાય કે ગામ પણ ભલે જાણે કે આપણી પહોંચ કેટલે સુધી છે. પરંતુ જયારે પાછલી બેન્ચવાળા કાંકરી ચાળો કરે ત્યારે આગલી બેંચે અદબવાળી અને બેસાવાવાળા નિશસ્ત્ર હોય વાક્ બાણ ચલાવી શકે પથ્થર નહીં અને તોલો રંગાઈ જાય.
એના કરતા સાચા જ્ઞાન પામેલા લોકો સાથે પાછળ બેસવું જેથી મુઠ્ઠીવાળી ભાગવામાં સરળતા રહે.
ક્યારેક કવિ સંમેલનમાં ગયાં છો? છેલ્લે જ બેસાય, ભૂલે ચૂકે જો કોઇ કવિને આગળ બેસી અને દાદ અપાઈ ગઈ તો આખું ખંડકાવ્ય તમને જોઈ અને બોલે. તમે દાદ આપતા થાકી જાવ એ કાવ્યો વાંચતા ન થાકે. તમારે જો વચ્ચે બાથરૂમ જવું હોય તો પણ એક છેલ્લી રચના ખાસ તમારા માટે એમ કહી અને અડધા ઊભા થયેલા તમને ફરી બેસાડે અને એવું જબરજસ્ત લાંબુ લાંબુ કાવ્ય જીકે અને દરેક કડી બે વાર બોલે જાણે તમને ગોખાવતા હોય તેવી રીતે હથોડાની જેમ ફેકે.
આવા અમુક ધરાહાર કવિઓ, કલાકારો, ગાયકો, હાસ્ય કલાકારોને કારણે જ એડલ્ટ ડાઇપરની શોધ થઈ હશે 'ન જઈશ ન જાવા દઈશ'. આવા સમયે છેલ્લી ખુરશીમાં આરામથી બેસી સહન થાય ત્યાં સુઘી સાંભળી પછી ઊભા થઇ ખંખેરી ચાલતા થઇ જવું. આગળથી ઊભા થવું એ ગાળો આપવા વાળાઓને જાતે આમંત્રણ આપવા જેવું જ કામ છે.
ડખ્ખો થાય એટલે ચુનિયાની જેમ મીંઢા થઈ જવું. એમાં પણ જો ચુનિયો વાંકમાં હોય તો એક અક્ષર ન બોલે સામેવાળાનું બ્લડ પ્રેશર વધે પણ ચુનિયો ન બોલે.
આજકાલના જુવાનિયાઓને હાલતા ડખ્ખા થાય છે. નાની નાની વાતમાં બ્રેક અપ બોલો. અમારે જોવો બંગડીના ધોકા વાગી વાગી અને લીલ જામ થઇ જાય છે તોય બ્રેક અપ? શક્ય જ નથી. ડખ્ખામાં જીત મેળવવા પુરૂષો તરત જ સોરી બોલી પ્રયત્ન કરતા હોય છે. પણ પત્નીઓને એમાં મજા ન આવે. હમણાં એક જગ્યાએ લગ્નના ૪૦ વર્ષે એક માજીએ છૂટાછેડા લેવા કોર્ટમાં કેસ દાખલ કર્યો. જજે પૂછ્યું કે ડખ્ખો શું છે કે આટલાં વર્ષે હવે આ છૂટાછેડા? માજી કહે, 'સવારથી એની (ભાભાની) કચકચ ચાલું હોય હુ બધું સાંભળુ, મારૃં નાનું મોટુ કામ પતાવી, જમીને રાડારાડ કરવાની તાકત ભેગી કરી અને હું ચાલું પડું, જજ સાહેબ આમ મારૃં બોલવાનું ચાલું થાય કે તરત એનું સાંભળવાનું મશીન કાનમાંથી કાઢી નાખી અને બોખા મોઢે આપણી સામુ ખીખી.. ખીખી.. હસીને શેર લોહી બળાવે મારે કોઈદી આનંદ જ નહીં લેવાનો?
ડખ્ખો શબ્દ જ એવો છે કે બીજાનો હોય તો જ ગમે. પણ જીવનમાં શાંતિ જોઈતી હોય તો ડખ્ખાથી દૂર રહેવું.
વિચારવાયુઃ- આ શેનો ડખ્ખો છે?
કંઈ નહીં 'ડખ્ખાથી દૂર રહો' વિષય પર પરિસંવાદ હતો.
પહેલા કોણ બોલશે એમાં દલીલ થઇ અને...
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
હું દોડતો દોડતો ઘરની બહાર નીકળ્યો, નક્કી કંઈક ડખ્ખો છે. ક્યાંક યુદ્ધની શરૂઆત થઈ લાગે છે. લોકોમાં અફડા તફડી મચી હશે. મેં હરતા ફરતા ન્યૂઝ ચેનલ જેવા ચુનીલાલ ને ફોન કર્યો.
'ચુનિલાલ આ ક્યાં યુધ્ધ થયું?''
હિન્દી ફિલ્મોમાં આપણી પેઢીના ખૂંખાર વિલન અમરીશ પુરીની જેમ ખડખડાટ હસતા બોલ્યો.
''ગરબા ગ્રાઉન્ડમાં આજ 'જેન ઝી' ના ગરબા છે.
''કેમ આજ મંગળાબેનનું ગળું બેસી ગયું છે કે... મેં કાલે રાત્રે જ કીધું હતું કે નાસ્તો પારકો છે પેટ ક્યાં પારકું છે. રાત્રે મિક્સ ભજીયાની ત્રણ પ્લેટ ઉલાળી ગયા છે અને અધૂરામાં પૂરૃં પ્લાસ્ટિકનું ઝબલુ ભરી અને સવારના નાસ્તા માટે પણ લેતા ગયા હતા. પછી તકલીફ થાય કે નહીં?''
અરે એવું નથી પરંતુ રાત્રે તમે નીકળી ગયા પછી આપણી સોસાયટીની ટણક ટોળકી ગરબા સમિતિ પાસે આવી અને ભજીયા ખાતા ખાતા રજૂઆત કરી કે આવતીકાલનો દિવસ તમારા સાઇલેન્ટ જનરેશન, બેબી બૂમર્સ, જનરેશનને જનરેશન એક્સ, મિલેનિયલ એટલે કે જનરેશન વાય, માટેનો નથી પરંતુ જનરેશન ઝેડ અને ઝેન આલ્ફા માટેનો છે. બધું અમારી પસંદગીનું થશે.
તમારી પાસે બે જ ઓપ્શન છે *હા પાડો અથવા તો હા પાડો*
અધરવાઈઝ... એટલું કહી અને વીડિયોમાં તાજેતરમાં જ નેપાળમાં થયેલા રમખાણો દેખાડ્યા.*
*તમે નહીં માનો આપણી સોસાયટીમાં લગભગ ૨૫-૩૦ જનરેશન ઝેડ છે. પરંતુ ટોળું ૬૦-૭૦ જણાનું લાગતું હતું. ઝીણી આંખે મેં જોયું તો ખબર પડી કે આપણા ૩૫-૪૦ સુધી પહોંચેલા બૈરાઓ અને અમુક માથામાં કલર કરી પોતાની જાતને જનરેશન ઝેડમાં ખપાવવા માગતા આપણી સોસાયટીના પ્રૌઢો પણ હા એ હા કરવામાં હતા. હવે તમે કંઈક રસ્તો કાઢો તો ખરા અર્થમાં માતાજી ના ગરબા ગાઈ અને રમી શકાય.*
મેં ચુનિયાને કહૃાું કે *ચિંતા કર માં રાત્રે મેદાનમાં ભેગા થઈએ.*
આજે ગરબાના સ્ટેજ પર મોટા મોટા સ્પીકર અને ન સમજાય તેવા વાજિંત્રો સાથે વિખરાઈ ગયેલા વાળ અને રાત્રે પણ ગોગલ્સ પહેરી અને વારેવારે ઠેબા ખાતા અતરંગી કલરના થીગડા ધારણ કરેલ કપડાવાળા ૧૦ જણા આમથી તેમ દાંડીઓ વાજિંત્ર પર ઉલાળી યા.. યા... યા.. કરી અને ઇન્સ્ટ્રુમેન્ટ બેલેન્સ કરાવતા હતા. મને થયું કે આ લોકોના પેન્ટ બેલેન્સ નહીં થાય તો જોયા જેવી થશે. અમુક તો પોણા ચડા પહેરી અને સ્ટેજ પર ૩૧ ડિસેમ્બરના માહોલમાં હતા.
બધા ભેગા થઈ જતા જ મેં માઈક હાથમાં લઇ અને યંગ જનરેશનને ચિયરઅપ કર્યું.
મોઢામાં સોપારી રાખી અને થોડું અંગ્રેજી બોલ્યો એટલે અમેરિકન સ્ટાઇલ દેખાય.
પછી ઓરીજનલ જેનેક્સ મોડમાં આવ્યો.
ફ્રેન્ડ્સ તમારે એન્જોય કરવાની છૂટ છે પરંતુ એઝ પર ગવર્મેન્ટ રૂલ જીએસટી ઇઝ કંપલસરી.
અચાનક મારા આ સ્ટેટમેન્ટ થી ગેટ ટુ ગેધરમાં બોલાવી અને ફાળો માગી લીધો હોય અને જે હાલત આવનારની થાય તેવી સૌની હાલત થઈ.
પરંતુ ઝેન ઝી દલીલ તો કરે જ એટલે બે ત્રણ યંગ લેડી વિખરાઈ ગયેલા વાળ સાથે આરગ્યુમેન્ટ કરવા લાગી કે *ગયા અઠવાડિયે જ જીએસટી રીમુવ કરવામાં આવ્યો છે. ડોન્ટ લાય અંકલ...*
આ છેલ્લું વાક્ય મને હાડો હાડ લાગ્યું. પરંતુ હસતા હસતા મેં કહૃાું લુક યંગ લેડી... હું આગળ બોલું ત્યાં તો હુટીંગ થયું.. અંકલ હું દિનેશભાઈ નો મોન્ટી છું અને આ રમણીકભાઈનો રોની. સાલુ પહેલીવાર હું થાપ ખાઈ ગયો. પરંતુ તે લોકોએ જે વેશ કાઢ્યા હતા તેમાં મારો કોઈ વાંક ન હતો. મગજ પર બરફ રાખી અને મેં કહૃાું *આઈ નો, પણ આ જીએસટી એટલે જી મીન્સ 'ગરબા' એસ મીન્સ 'સાથે' ટી મીન્સ 'તાળી' ફરજિયાત છે.
ઓહ.. નો... હાવ કેન બી.... પછીના શબ્દો હવામાં વિલન થઈ ગયા..
પચરંગી પોશાકમાં જે વાજિંત્રકારો આવ્યા હતા તે મૂંઝાઈ ગયા.કારણકે લયબધ કે તાલબધ તાળીઓ તો ગરબા સિવાય વાગે નહીં.
મેં તરત જ એનાઉન્સમેન્ટ કર્યું કે ''જે પૂરેપૂરો જીએસટી ભરશે તેમને આજે મિલેટ પિઝા સોસાયટી તરફથી ફ્રી છે. વિથ ડબલ ચીઝ લેયર...''
ફરી હુટીંગ થયું અને મંગળા બહેને સ્ટેજની પાછળથી ગરબો ચાલુ કર્યો. નવી પેઢીના સંગીતકારોએ વાત સરસ રીતે જીલી લીધી અને ત્રણ તાલી રાસ શરૂ થયો.
એ હાલો....
વિચારવાયુઃ- આ ગરબાનું ગ્રાઉન્ડ ખાડા ટેકરાવાળુ છે. રોલર ફેરવવું પડશે.
ચંદુભાઈ પરિવારને પાંચ દિવસ માટે આ ગ્રાઉન્ડમાં ગરબા રમાડો. લેવલ થઈ જશે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
''એલા... આ કોણ રાગડા તાણે છે? આને કો'ક બંધ કરો, આના કરતા તો રૂબરૂ આવી અને એક એક ઢીકો મારી લે તો સારું. શરદભાઈ આનું ગળું....''
વધુ કાંઈ બોલવા જાઉં ત્યાં તો શરદભાઈ બોલ્યા ''આજે જરા બેસી ગયું છે. બાકી ગળું સારું જ છે. મારો સાળો ગાય છે.''
જરાકમાં સરકતું ગયુ. હું તરત જ ગાય જેવો થઈ ગયો. ''અરે સવાલ જ નથી ને ખુલ્લુ ગળું છે. પણ શું છે કે તબલા વાળો ફગી જાય છે. ગાયકની સાથે તાલમાં રહેતો નથી.''
શરદભાઈ એ તરત જ ન્યુટનના નિયમો મુજબ એક્શનની સામે રિએક્શન આપ્યું ''ના.. ના.. એવું નથી. મારા સાળાનો છોકરો જ વગાડે છે. મારો ભાણેજ. બાપ દીકરા ની જુગલબંધી ફરતા ગામમાં વિશ્વવિખ્યાત છે.''
પહેલું બટન ખોટું દેવાય એટલે છેટ લગી મેળ ના આવે.
મેં તરત જ કહૃાું કે શરદભાઈ તમે કાંઈ કામ અર્થે આવેલા?
''હા મારે ઢોલક ચડાવવા માટે પાનું જોઈએ છે.''
મેં કહૃાું ''પાછળની શેરીમાં ચુનીલાલ રહે છે તેની પાસે પહોંચી જાવ પાનું પણ મળશે અને બની શકે કે ઢોલક પણ મળે.''
શરદભાઈ સર્વ દુઃખ ભૂલી ઉતાવળા પગે ચુનિયાના ઘરે પહોંચ્યા. એ પહેલા તો મેં ચુનિયાને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી.
શરદભાઈએ વાતનો ઉપાડ કર્યો. ''આ ઢોલક નમાલુ નમાલુ વાગે છે... મિલનભાઈ એ કહૃાું છે ચુનીલાલ કંઈક રસ્તો કાઢશે તેની પાસે પાના પકડ હોય.''
ચુનીલાલે ઉન્ડો નીસાસો નાખ્યો. આ વર્ષના વચલે દહાડે ઢોલક વાગતું હોય ત્યાં પાનું કાઢવું ક્યાંથી? ચાલો મારી સાથે કાંઈક જુગાડ કરીએ. ગોતતા ગોતતા ઉઘાડા પગે શેરીમાં નીકળ્યા તો પેલા તરુણ માસ્તરનું ઘર પડે ત્યાં માસ્તરનો દરવાજો ખખડાવ્યો ''માસ્તર..એ...માસ્તર સાહેબ..'' ચારપાંચ રાડે માસ્તર દરવાજો ઉઘાડતા જ ચુનિયો બોલ્યો, ''પાનું આપજો ને'' એટલે માસ્તરે પૂછ્યું ''નાનું આપું કે મોટું?'' ''નાનું હાલશે'' તો માસ્તર અંદરથી નોટબુકમાંથી પાનું ફાડી આવ્યાં. શરદચંદ્ર કે ''અરે ભાઈ આ પાનું નહીં ઢોલક ચડાવવું છે''. માસ્તર માથાભારે, કહે ''હા હો ચડાવી દ્યો ઉભા રહો હું સીડી આપું'' ઘરધણી મૂંઝાયા. ત્યાં માસ્તરે વધુ એક ટપકું મૂક્યું ''ચડાવી દ્યો ને માળિયે આ પાછલી શેરીમાં કોકના ઘરે નગારા નહીં ને તગારા ઉપર પાણા પડતા હોય એવું કોક વગાડે છે'' શરદભાઈ કહે, ''મારો સાળો ગાય છે અને ભાણેજ વગાડે છે.''
જો કે શરદચંદ્રને હાશકારો થ્યો ને ગુસ્સો પણ આવ્યો કે હાલો કોઈક તો છે કહેવા વાળું કે તમારો સાળો બહું ભંગાર ગાય, વગાડે છે.
ત્યાંથી હાલતા હાલતા પાનાની શોધમાં શેરીના નાકે જઈ ચઢ્યા તે રજાના દિવસે માંડ એક ગેરેજ વાળો મળ્યો. ગેરેજવાળાને કીધું ''ભાઈ પાનું આપજો ને'' ત્યાં તો સામેથી નંબરના બોમ્બ છૂટ્યા ''કયું આપું? એક નંબર, બે નંબર, ત્રણ નંબર, ચાર નંબર?'' ''અરે ભાઈ ઢોલક ચડાવવું છે એટલે ઈ પાનું આપો'' તો ઓલા ગેરેજ વાળાએ આખો સેટ આપ્યો ''જાઓ લઈ જાઓ'' ત્યાં આખા સેટને ઉંચકી ને ઘરે આવ્યા તો ઢોલક વાળો ભાણો કહે ''આ તો મેં સાણસીથી ચડાવી લીધું'' ભર શિયાળામાં કોઈક એકનું એક ગોદડું ખેંચી જાય અને અંદરથી જે સુવાક્યો નીકળે તેવા જ સુવાક્યો મનમાંથી નીકળ્યા પણ ભાણાને કહેવાય તો નહીં.
ઢોલક ચડાવ્યું,
માથે પાવડર-બાવડર છાંટી ને લિસ્સું કર્યું,
એક થાપ મારીને ધોળા ડિબાંગ પાવડરના ધુમાડા હવામાં ગોથા મારતા નીકળ્યા હો.
અમુક હરખ પદુડા કોરસ સિંગર બોલ્યા ચાલો હવે નોન સ્ટોપ ગરબાની રમઝટ જામશે.
''મગનચંદ્રકુમાર તમે કંઈક ગાઓ''
અને ત્યાં તો ભાઈ મગનચંદ્ર રંગમાં આવ્યાં. જિંદગીમાં આ જણે હરામ છે કોઈ દિવસ સુરમાં ગાયું હોય તો. એક વાજિંત્ર વગાડ્યું હોય તો.
બાપ દીકરાએ એક કલાકમાં ફેલાવાય એટલો ત્રાસ ફેલાવી દીધો.
પાડોશી આવી અને શરદભાઈના પગમાં લાકડી પડે એમ લાંબા થઈ અને પડ્યા. ''ભલા માણસ મને ખબર નહીં કે મારા મકાન માલિક આટલા બધા પહોંચતા છે. મેં તો એમ જ કહૃાું હતું કે અમુક વર્ષો પછી મકાન ભાડુવાતનું થઈ જાય. પરંતુ તમે એમને કહી દેજો હું આવતીકાલે જ ખાલી કરી અને જતો રહીશ. એક અઠવાડિયું ધર્મશાળામાં રોકાઈને બીજે મકાન શોધીશ.''
જે મકાન માલિક આટલા વર્ષોથી ભાડુઆત પાસે મકાન ખાલી કરાવી નહોતો શકતો તે શરદના સાળાએ એક કલાકમાં કરાવી નાખ્યું. આ છે સંગીતની બીજી બાજુની તાકાત.
ચાલો હવે વાંચવાનું પૂરૃં કરો નહીં તો હું ગાવાનું શરૂ કરીશ.
વિચારવાયુઃ હાય... હું સિંગર છું. તમે? હું બહેરો છું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ સામાન્ય માણસને વિરોધ કર્યા સિવાય બીજો ધંધો નથી. કેટલો સરસ કાયદો હેલ્મેટનો બનાવ્યો અને લોકો બસ વિરોધ કરવો એટલે કરવો. સરકાર કેટલી ચિંતિત છે સામાન્ય માણસની જિંદગીને લઈને રાતદિવસ વિચારે છે. વિરોધ પક્ષો બસ પીપૂડી વગાડશે કે ચારેબાજુ મંદી છે, માંદગી છે અરે ભાઈ માથામાં મચ્છર ન કરડે અને ડેન્ગ્યુ ન થાય, ઉઘરાણીવાળા બુમ પાડે તો કાન આડે હેલ્મેટ હોય તો ન સંભળાય અને નીચું જોઈ અને તમે નીકળી જઈ શકો, આ હેલ્મેટનો એક જ કાયદો કર્યો તો કેટલા રોજગાર મળ્યા? લોકોની બુદ્ધિ શક્તિ ખીલી, લોકો નવા નવા રસ્તા જે ગૂગલે પણ ન જોયા હોય તેવી ગલી શોધતા શીખી ગયા, એકબીજા સાથે સંબંધો સુધારી અને અજાણ્યા સાથે પણ વાર્તાલાપ કરતા થયા, સામેથી આવતો માણસ તરત જ સામેવાળાને ઓળખતો હોય કે ન ઓળખતો હોય પરંતુ જાણ કરશે કે આગળ ચોકમાં પોલીસવાળા છે હેલ્મેટ નું ચેકિંગ ચાલુ છે જરા ધ્યાન રાખજો, લોકો આમને આમ પુણ્યનું ભાથું બાંધતા થયા છે. જો ચોકમાં પોલીસવાળાએ ઉભા રાખ્યા તો તરત જ તેની ઓળખાણ કાઢી અને તે તેને કઈ રીતે ઓળખે કઈ રીતે સગો થાય તે મગજ કસી અને જણાવશે. લોકોની મગજ શક્તિ ખીલી કે નહીં? રૂબરૂ પોલીસવાળા ને સમજાવી શકાય પરંતુ આ આઇ-વે પ્રોજેક્ટમાં જે કેમેરા લગાડ્યા છે તેને કેમ છેતરવા તો તેનો પણ રસ્તો લોકોએ શોધી કાઢ્યો છે. નંબર પ્લેટ પર બે આંકડા એવી રીતે ચૂનાથી ઢાંકી દે કે કોઈએ કલરકામ કરતા પીછડો માર્યો હોય અથવા ગારો ઉડ્યો હોય તેમ બે આંકડા ઢંકાઈ જાય અને કેમેરા માં આવે નહિ આ શક્તિ સામાન્ય રીતે આપણામાં આવે? તે સરકાર ને આભારી છે.
હેલ્મેટને કારણે કેટલા નવા રોજગાર ઊભા થયા આજે સવારે જ ચુનિયાની ટચુકડી જાહેર ખબર મેં વાંચી કે '૫૦ છોકરા જોઈએ છે'. મેં તરત જ ફોન કર્યો અને કહૃાું કે 'ચુનિયા તારા બે છોકરાને તું લાઈને નથી લાવી શક્યો ત્યારે ૫૦ છોકરાને ક્યાં ધંધે લગાડવા છે? મને કહે કે, 'ધંધાનું સિક્રેટ છે રૂબરૂ મળો તો જણાવું ફોન પર વાતો ન હોય'. અને ફોન કાપી નાખ્યો હું હાલ પૂર્વક રૂબરૂ જઈ અને પ્રગટ થયો તો લાઇન બંધ છોકરાઓ ઊભા હતા અને તેને ધંધાની લાઇન શીખવી રહૃાો હતો. વાત ઇન્ટરેસ્ટીંગ હતી છોકરાઓને સમજાવી અને તેણે પોઈન્ટ ઉપર મોકલી દીધા. દરેકના હાથમાં હેલ્મેટ હતી પરંતુ ચાલતા જતા હતા મને નવાઇ તો લાગી પરંતુ હું પણ સાથે સાથે પગપાળા પ્રવાસમાં જોડાયો અને ચારચોક એ ઊભો રહી ગયો. થોડીવાર પછી જે લોકોએ હેલ્મેટ નહોતી પહેરી તેની પાસે છોકરો વચ્ચે ઊભો રહી અને કહે કે, 'આગળ ચોકમાં પોલીસવાળા છે જો તમારે હેલમેટના ૫૦૦ રૂપિયા દંડથી બચવું હોય તો માત્ર ૧૦ રૂપિયામાં હું તમને ચોક પાર કરાવી દઈશ.' આમ હેલ્મેટ પહેરાવી અને તે ચોક પાર કરાવી સામેના રસ્તે ઉતારી જાય, દસ રૂપિયા લઈ ત્યાંથી બીજો હેલ્મેટ વગર નીકળે તેને ચોકની આ બાજુ લઈ આવી જાય, આમ દિવસમાં કેટલાયને જેમ રામને કેવટે હોડીમાં બેસાડી અને નદી પાર કરાવી હતી તેમ હેલ્મેટ પહેરાવી અને ચોક પાર કરાવતા હતા. સાંજ પડે દરેક છોકરાનો હિસાબ લઈ ચુનીયા એ સરવાળો માંડ્યો હતો ૫,૦૦૦ રૂપિયાની કમાણી કરી હતી આ પ્રમાણે સરકારને લગભગ એકાદ લાખ રૂપિયાની ખોટ કરાવી હતી. ચુનિયાનું રોકાણ માત્ર દસ હજાર રૂપિયાનું હતું થોડીક હેલમેટ લઈ અને છોકરાઓને હાથમાં લઈ ઊભા રાખી દીધા હતા. છેલ્લા ઘણાં દિવસથી ચુનિયો આ ધંધો કરે છે.
અમારા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તો અત્યારે હેલ્મેટ પહેરવા સામે આંદોલન શરૂ થયા છે અને માત્ર કોર્પોરેશનની હદમાં હેલ્મેટની છૂટ મળે તેવી માગણી કરી રહૃાા છે અને દલીલ કરી રહૃાા છે કે શહેરમાં ક્યાં વાહન સ્પીડમાં ચાલતા હોય કે હેલ્મેટની જરૂર પડે. પરંતુ સરકારની દૂરંદેશી તો જુઓ તેઓને તેમના બનાવેલા રસ્તા ઉપર કેટલો કોન્ફિડન્સ હશે કે તમે ભલે કહો કે શહેરમાં વાહન પરથી પડો તો હેડ ઇન્જરી ના થાય પરંતુ અમે રસ્તા બનાવ્યા હોય અમને ખબર ન હોય કે તમે પડો તો તમને કેટલું વાગે? લગભગ દરેક સિટીમાં રસ્તાઓમાં એટલા બધા ખાડા હોય છે કે બમ્પની જરૂર જ ન પડે અને વિધિની વક્રતા એવી હોય છે કે રસ્તાઓ તૂટે છે અને બમ્પ એવા અકબંધ રહે છે કે લોકો ઉછળી અને સીધા ખાડામાં પડે. પરંતુ આ અબુધ પ્રજા ને કોણ સમજાવે? સરકારે જ્યારથી ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો કર્યો છે ત્યારથી નવા નવા ધંધા રોજગાર ખુલવા મંડ્યા છે. લોકો મોબાઈલ વાન બનાવી અને કોઈ હોલની બહાર ઊભી રાખી દે છે. તમે કોઈ પ્રસંગમાં ગયા હોય તો તમારી હેલમેટ પણ સાચવે એ બહાર લઈ અને ઊભા રહે અને તમારી હેલ્મેટ ૧૦ રૂપિયામાં સાચવે તમને ટોકન આપે ટોકન આપો એટલે તમારી હેલ્મેટ તમને પાછી મળે. મેં દલીલ કરી કે જો હેલ્મેટનો કાયદો નીકળી જાય તો આ બધી હેલ્મેટનું શું કરીશ એટલે મને કહે તેનો પણ રસ્તો મેં કાઢી નાખ્યો છે હેલમેટ કે પડી રહે તેને ચાર જગ્યાએ ચાર કાણા પાડી નાની સાંકળ બાંધી અને બારસાખ ઉપર ટીંગાડી અને તેમાં સરસ મજાનાં ફૂલ છોડ વાવી અને ઘરે કુંડા કરીશ. હેલ્મેટ માં ઘણા પાડી અને સરસ મજાનો લેમ્પ પોસ્ટ બનાવીશ, નાના છોકરાને તેમાં બેસાડી અને ગોળ ગોળ ફેરવી ચકરડી ની જેમ આનંદ અપાવીશ.
અત્યારે લોકો સસ્તી હેલ્મેટ જ લે છે જેથી કરી અને બહુ ખર્ચો ન થાય અને હેલ્મેટ પહેરી પણ ગણાય. હેલ્મેટ ન પહેરવાની માટેની દલીલો એવી પણ છે કે જો હેલ્મેટ પહેરી અને શહેરમાં જ અકસ્માત થાય અને જો મૃત્યુ થાય તો સરકાર કોઇ એક્સટ્રા પૈસા દેવાની જવાબદારી સ્વીકારે છે કે નહીં?, બહેનો એ તો એવી પણ દલીલ કરી છે કે અમને ખાસ સંજોગોમાં હેલ્મેટમાંથી છૂટ આપવામાં આવે કારણ કે અમારી હેર સ્ટાઈલ બગડી જાય છે અને મોટી ઉંમરના બહેનો હોય તો એ એ પણ દલીલ કરે છે કે અમે તો અંબોડો વાળીને તેમાં હેલ્મેટ કેમ પહેરવી? આ વખતે કદાચ હેલ્મેટ નો કાયદો હશે નહીં કારણ કે વિપક્ષમાં દમ નથી. હાલની સરકાર જ્યારે પક્ષમાં હતી ત્યારે તે લોકોએ હેલ્મેટનો વિરોધ કરેલો અને ઘણી સારી દલીલો કરેલી જો કે હવે તે બધું ભુલાઈ ગયું છે. તાજેતરમાં જ એક ઝઘડામાં સામસામી ફરિયાદ થઇ તેમાં હથિયાર તરીકે હેલ્મેટ પકડાઈ. સામસામે હેલ્મેટ માથામાં મારી અને માથા તોડી નાખ્યા હતા હવે આ કાયદો કઈ રીતે સજા કરશે?
વિચારવાયુઃ- હેલ્મેટ પહેરવાથી મગજની ઇજાથી બચી શકાય છે. અમૂક નેતાઓઃ તો અમે ન પહેરીયે તો ચાલેને?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(અ) પ્રિય ફુવા,
આમ તો તમને ક્યારેય અમે પત્ર લખ્યો નથી કારણ કે આપણે રૂબરૂ મળવાના અને ભેટવાના સંબંધો છે.
પરંતુ આ વખતે તમે જે મોઢુ ફુલાવ્યું છે એ ખરેખર વ્યાજબી નથી. આપણા ખાટા થયેલા સંબંધને કારણે તમારી પરજા અને અમારી પરજા બે'ય હેરાન થાય છે. વાર તે'વારે આપણે અવારનવાર ભેગા થઈએ ત્યારે કેટલો આનંદ કરીએ છીએ. તમે અહીં આવ્યા ત્યારે મેં તમારૃં સ્વાગત કરવામાં બાકી રાખ્યું હતું? અમારા ગુજરાતી સમાજમાં એક સાથે ક્યારેય ન હોય તેટલા મિષ્ટાન અને ફરસાણ તમારા મોઢામાં ઠુસ્યા હતા. મેં પણ ત્યાં આવી અને ન ભાવતા હોવા છતાં ગોદડા જેવા પીજાના ડુચા માર્યા છે ભુલી ગયા?
હશે ભગવાન તમને સદબુદ્ધિ આપે. પણ તમે કુટુંબી છો એટલે જાણ કરૃં છું કે અમે તમને ક્યારેક ગમતા અને ક્યારેક ન ગમતા એવા તમારા મિત્રો સાથે ડિનર કરવાના છીએ. મેનુ પણ ફિક્સ થઈ ગયું છે. ઢોકળા, નુડલ્સ અને વોડકા અને તે પણ આજુબાજુના વિસ્તારમાં પણ ક્યાંય પીઝા ન મળતા હોય તેવા ટાપુ પર પાર્ટી રાખી છે. મને હજુ થોડું તમારૃં પેટમાં બળે એટલે જાણ કરૃં છું. બાકી બીજા બે સગાવાલા તમારો ફોટો જોવા પણ રાજી નથી.
લીખીતંગ
ચા ની ચૂસકી લેતા લેતા તમારો મિત્ર
સૌ પોત પોતાના ડબ્બા લઇ અને અદૃશ્ય ટાપુ ઉપર ભેગા થઈ ગયા અને બળાપો ઠાલવવા લાગ્યા.
વોડકા પીતા-પીતા પરસોત્તમ તેલવાળા બોલ્યા, ''મને તો પહેલેથી જ ખબર હતી કે આ કુટુંબમાં ભળી શકે એવો જણ નથી. લ્યો તમે તમારા ડબ્બામાંથી ઢોકળા આપો અને નુડલ્સ અને ઢોકળા ગળે ઉતારવા આ એક ઘૂંટડો મારો.''
અત્યાર સુધી ચમચી ફરતે અળસીયા જેવા નુડલ્સના ગુંચળા કરતો જયંતિ મોટા ગલફામાં નુડલ્સ નો ડુચો મૂકી બીજા ગલોફામાં ઢોકળા ના બે કટકા નાખ્યા અને વોડકાનો જગ ઉપાડી ઘટક ઘટક ચાર પાંચ ઘુંટડા વોડકાના ગાગર જેવા પેટમાં ઉતારી ગયો અને ખોટો ઓડકાર ખાઈ બંનેના ખભે હાથ મૂકી સાંત્વના આપી કીધું, ''જો તમે નયણા કોઠે નુડલ્સ ખાવાનું વચન આપતા હોય તો, અને બંને જમણા હાથમાં વોડકા લઈ સંકલ્પ કરતા હોય કે આજ પછી ભોજનમાં ક્યારેય પીઝા નહીં આરોગું તો, બાય વન ગેટ વન ફ્રી ની સ્કીમ સાથે હું આજીવન નુડલ્સ સપ્લાય કરવા તૈયાર છું.''
''મારૃં પણ વચન છે કે આજીવન મારા કુટુંબને પણ ન મળ્યું હોય એટલા ડિસ્કાઉન્ટ સાથે વોડકાની ટાંકીયુની ટાંકી દેવા તૈયાર છું.'' હવે પરસોત્તમ પણ રંગમાં આવી ગયો હતો.
ઢોકળા ખાતા ખાતા મુછમાં હસતા હસતા નાનજીભાઈએ બંનેનું મૌન અભિવાદન કર્યું. પરસોત્તમ અને જયંતિ સમજી ન શક્યા કે હા પાડે છે કે ના.
હસી ખુશી દર પાંચ મિનિટે એકબીજાને ભેટી નવી નવી સસ્તી સસ્તી સ્કીમ એકબીજાને તાલી દેતા દેતા રજૂ કરતા હતા. અચાનક ટચલી આંગળી દેખાડી નાનજીભાઈ ઊભા થઈ અને નીકળી ગયા.
ફૂવાને અમેરિકા ફોન લગાડ્યો અને ડિનર પાર્ટીની જાણ કરી. અને એ પણ કહૃાું કે મારૃં અને તમારૃં કુટુંબ એક થઈ અને રહે તેવું ઇચ્છતા હો તો જયંતીના નુડલ્સ અને પરસોતમની વોડકા લિમિટમાં લઉ. બાકી ભૂખ્યા પેટે હવે માપ રહેશે નહીં.
ટપુફૂવા હજારો કિલોમીટર દૂર પણ પેટમાં ઊંધો ગેસ ચડે અને આકુળ વ્યાકુળ થાય તેમ આળોટવા મંડ્યા.
નાનજી એ છેલ્લે કહૃાું કે ''મને મેસેજ કરી દેજો. નહીં તો રોજ સવારમાં ૫ વાગ્યે હું યોગા ટીચરને મોકલી શીર્ષાસન કરાવીશ.''
''પરસોત્તમભાઈ તેલની ઘાણીમાંથી તેલ મોકલવાનું બંધ કરશે તો તમારી ગાડી બંધ થઈ જશે અને તમારે સાયકલ લઇ અને નીકળવું પડશે.''
''જયંતિની તો તમને ખબર જ છે. એવા મોબાઈલ મોકલશે કે ફોન કરતા જ સાયબર ક્રિમિનલ જેમ તમારો ડેટા અને બેંક બેલેન્સ ઉડાડી મૂકે છે તેમ તમારા ભૂતકાળના લફરા ઉજાગર થઈ જશે અને તમારી ઊંઘ ઊડી જશે. હું તો તમારૃં હિત ઈચ્છું છું એટલે આટલી મગજમારી કરૃં છું ફુવા.''
હવે જોઈએ કે ટપુ ફૂવા લઈને આવે છે કે. વોડકા, નુડલ્સ અને ઢોકળાનો નાસ્તો કાયમી મેનુમાં ઉમેરાઈ જાય છે.
વિચારવાયુઃ- ટેરીફના વધવાથી અમેરિકામાં ''ચાય પે ચર્ચા'' નહીં થઈ શકે. કારણ કે દસ ડોલરની ચા કરતા પાંચ ડોલરની વ્હીસ્કી ગમે તેમ બોલવાની છૂટ સાથે પોસાય. ''ઓછા ખર્ચા, ફાવે તેમ ચર્ચા''.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
છેલ્લા ૧૫ દિવસથી ગણપતિ બાપ્પાને વધાવવાની તૈયારીઓ અમારા ફ્લેટમાં શરૂ થઈ ગઈ હતી.
જુદી જુદી કમિટીઓની રચના કરવામાં આવી હતી. મૂર્તિ પર્ચેસ કમિટી, ડેકોરેશન કમિટી, પ્રસાદ કમિટી, આરતી કમિટી, પ્રોગ્રામ કમિટી, જેમ જેમ કમિટીઓની રચના થતી ગઈ તેમ તેમ ગંભીર મુખમુદ્રા ધારણ કરી કમિટીના ચેરમેનો પોતાના સભ્યોને અલગ અલગ ખૂણામાં લઈ ચર્ચાઓ કરવા લાગ્યા.
જનરેશન ઝેડ જેને આપણે ઝેન ઝી કહીએ છીએ તે ખુન્નસ ખાઈ અને વડીલો સામે જોઈ રહૃાા હતા. મેં પરિસ્થિતિ પામી અને તેમની વચ્ચે જઈ અને પૂછ્યું, ''શું વાત છે કેમ તમે કોઈ મૂડમાં નથી દેખાતા?'' ઉપરવાસમાં ખૂબ વરસાદ થયો હોય અને ડેમ ઉપર સુધી ભરાઈ જાય પછી થોડોક દરવાજો ખોલે અને જે પાણીનો પ્રવાહ ચાલુ થાય કેમ એક સાથે ધાણી ફૂટ શબ્દો આવવા લાગ્યા. જામભાઈ જમાદાર નો નાનકો ચકુ ચતુર તરત જ બોલ્યો,
''તમને વડીલોને કોઈ આયોજન કરતા આવડતું નથી. મુખ્ય કમિટી તો તમે બનાવી જ નહીં.''
માથાભારે ગીતાબેન ગંભીરનો દીકરો મન્યો કૂદયો ''સોશિયલ મીડિયા કમિટી બનાવી? કેવું લાગશે જ્યારે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપ સ્ટોરીમાં કે સ્ટેટસમાં આપણા ગણપતિ દેખાશે નહીં?''
શાંતિલાલની ૧૨મુ નાપાસ જીગલીએ તાન છેડ્યો, ''વડીલોને તો કાંઈ ન હોય પરંતુ અમારી કોમ્યુનિટી અમને ક્યારેય માફ ન કરે. ગણપતિને લઈ અને એક પણ પોસ્ટ ન હોય તો તેટલું ઓકવર્ડ અને બેકવર્ડ ફિલ થાય?''
મેં તરત જ બધા વડીલોને બોલાવી અને કહૃાું કે ''આ છોકરાઓ આપણા ગણપતિના પ્રચાર અને પ્રસારની જવાબદારી લેશે. એટલે સોશિયલ મીડિયા કમિટી આ લોકોને સોંપીએ છીએ.''
અડધા સાંભળતા અને અડધા ન સાંભળતા વડીલોએ 'મેં કાંઈ કીધું છે તો વ્યવસ્થિત હશે' એમ માની અને હાથ ઊંચા કરી સંમતિ આપી દીધી.
નિકી, બબુ, ટોની, રાજુ, જીગલી, ચકુ, મન્યો, ઓસ્કાર એવોર્ડમાં ફિલ્મ મૂકવાની હોય અને જેટલી ગંભીરતાથી ચર્ચા થતી હોય તેટલી જ ગંભીરતાથી માંડ્યા ચર્ચા કરવા લાગ્યા.
સ્ટેડી શોટ કોણ લેશે?, ટ્રોલી શોટમાં કોની માસ્ટરી છે?, ગીમ્બલ શુટ કોણ કરશે? સૌ પોતપોતાના ઇન્સ્ટા એકાઉન્ટમાં પોતાનું વર્ક દેખાડી સારામાં સારૃં કામ દેખાડવાની ગેરંટી લેતા હતા.
વડીલોની કમિટીમાં મૂર્તિ કેવડી પસંદ કરીશું? કેટલા બજેટમાં જઈશું? પ્લાસ્ટર ઓફ પેરિસની કે માટીની મૂર્તિ લેવી?
બહેનોની કમિટીમાં ડેકોરેશન કેવું કરશું કોના ઘરે શું પડ્યું છે અને કઈ રીતે લગાડી શકાય તેની ચર્ચાઓ થવા લાગી વોટ્સએપ ગ્રુપ બની ગયા અને તેમાં શું સારૃં લાગશે શું નહીં ધડાધડ ફોટા મુકવા લાગ્યા.
લેડીઝુ કોણ પ્રસાદ બનાવશે તેની જવાબદારી એકબીજા પર નાખી રહી હતી.
જેન્ટસુ ભૂતકાળના પ્રશ્નોમાં કોણ નડતરરૂપ હતું તે પ્રમાણે ચોકઠા ગોઠવી વિરોધ કરી રહૃાા હતા.
તમામ કમિટીમાં વિવાદ ચાલી રહૃાો હતો. વાતાવરણ ધીમે ધીમે ઉગ્ર થતું ગયું. મારે વચ્ચે પડવું પડ્યું અને ''આવતીકાલે ગણપતિ બાપાને લઈ આવવાના છે બધું ઘી ના ઠામમાં ઘી પડી જશે તેવું સમજાવી બધાને ઘરે રવાના કર્યા.''
સૌ પોતપોતાની રીતે તૈયારીમાં લાગી ગયા હતા.
બહેનોએ સરસ મજાનું ડેકોરેશન કરી લીધું, પ્રસાદના થાળ આવી ગયા, ખાલી પંડાલથી માંડી અને ઉપસ્થિત ભક્ત સમુદાયની રીલ બનવા માંડી.
બહેનોમાં અને છોકરાઓમાં ઉત્સાહ હતો પરંતુ વડીલો મોટાભાગે એકબીજાને પીઠ દેખાડી બેઠા હતા. મોઢા ચડાવી મનમાં ગણગણતા હતા.
પોણા ૧૧નું મુરત છે બાપાનું સ્થાપન કરવા મેં વડીલોને કહૃાું કે ''ચાલો ગણપતિ બાપા ને વાજતે ગાજતે લઈ આવીએ.''
બધા એકબીજા સામે જોતા હતા કારણ કે મૂર્તિ કેટલા ફૂટની? પ્લાસ્ટર ઓફ પેરિસની કે માટીની? તેમાં એટલી ઉગ્ર ચર્ચા થઈ ગઈ કે એકબીજાને કહી દીધું 'તમારે જેમ કરવું હોય એમ કરો.' અને આ મગજમારીમાં કોઈએ કાંઈ કર્યું ન હતું.
બધી તૈયારી પછી ગણપતિબાપા જ ભૂલાઈ ગયા હતા. ખરેખર ગણપતિ ઉત્સવ છે તે રિદ્ધિ અને સિદ્ધિના ઓવારણા લેવાનો ઉત્સવ છે, વિધ્નહર્તા દેવ છે, અને એવા ઘરે જ રાજી ખુશીથી બાપા પધારે જ્યાં ખુલ્લા મને, રાગ દ્વેષ વગર, સંપૂર્ણ ભક્તિ ભાવથી તેમને આવકાર મળે. બાપાએ અમારા વડીલોને ચમત્કાર દેખાડી દીધો. બધાના મોઢા વિલા થઈ ગયા. એકબીજાની માફી મંગાઈ, બગીચામાં જઈ માટીનો પિંડો તૈયાર કર્યો અને એક જ કલાકમાં સરસ મજાના ગણપતિ બાપા તૈયાર કરી ભક્તિ ભાવથી સેવા પૂજા કરી તેમની સ્થાપના કરી.
વિચારવાયુઃ ગણપતિ બાપાઃ એ'લા તમે પણ ખરા છો. રિસાયેલા ફૂવાને મનાવવા એક મહિનો સાચવી શકો. અને હું બધી રીતે અનુકૂળ, સુખ સમૃદ્ધિ આપુ, છતાં દસ દિવસે મને પાછા ધકેલી દ્યો છો.' આવતા વર્ષે આવજો'
એ'લા આવ્યો છું તો રહેવા દે ને તને ક્યાં નડું છું?
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયો હાંફતો હાંફતો મારા ફળિયાની ડેલી ખૂલે તેની પણ રાહ જોયા વગર વંડી ઠેકી અને કોઈ ચોર મધરાતે ખાતર પાડવા કોઈના ઘરમાં ઘૂસે એમ ઘૂસ્યો.
મેં કહૃાું ''ભાઈ બહાર બેલ પણ મૂકી છે અને હમણાં જ નવી 'ભલે પધાર્યા', 'ભલે પધાર્યા' ની બેલ ટોન પણ ફીટ કરી છે. વગાડ્યા વગર અંદર આવ તો મારા ખર્ચેલા રૂપિયા નું શું?''
મને કહે ''અહીં રાષ્ટ્રીય સમસ્યા છે અને તમને તમારી પાંચ સો રૂપિયાની ઘંટડી મગજમાં આવે છે?''
ચુનિયાનો તપેલો પારો જોઈ અને હું ફ્રીઝમાંથી કાઢેલા ટમેટા જેવો ટાઢો થઈ ગયો.
પડખે બેસાડી પાણી પાયા પછી મેં પૂછ્યું કે 'શું થયું?'
મને કહે 'મતદાન કાર્ડ કઢાવવા ગયો હતો ભેજાનું દહીં કરી નાખ્યું.'
મેં કહૃાું 'તારી પાસે તો કાર્ડ હતું.'
તો મને કહે 'મને એમ થયું કે સારો ફોટો આવતો હોય તો નવું કાર્ડ કઢાવું. હું ઓફિસ પર ગયો તો મને નામ પૂછયું મેં ચુનીલાલ કહૃાું તો લગભગ ૨૦ ચુનીલાલ નીકળ્યા. આખું નામ ચુનીલાલ ઘરછોડદાસ ચંચુપાતી કીધું એટલે હું એકલો બચ્યો. પણ લોચો એવો થયો કે મારા સસરા ગયા વખતે કાર્ડ કઢાવવા આવ્યા હતા તો તેણે જમાઈને માનભેર જ બોલાવાય. આવું મનમાં ધારી મારૃંં નામ ચુનીલાલકુમાર ઘરછોડદાસ ચંચુપાતી એવું લખાવેલું. હવે આધાર કાર્ડમાં મારૃંં નામ ખાલી ચુનીલાલ છે. અધિકારી મારી ઉપર ભડક્યા અને મને કહે 'તમારૃંં નામ મતદાર યાદીમાં છે જ નહીં'. મેં આંગળી મૂકી અને કહૃાું કે 'આ હું' તો મને કહે 'એ તો ચુનીલાલ કુમાર છે.' મેં કહૃાું 'એ પણ હું.'
'સવાર સવારમાં ૨૦૦ નો ખર્ચો કર્યો ત્યારે ચુનીલાલ કુમાર અને ચુનીલાલ બંને એક થયા.''
મેં કહૃાું ''ચાલો કામ તો પતી ગયું ને મને કહે તંબુરો કામ પત્યુ. કાર્ડ માં ફોટાની જગ્યાએ કાળુ ધાબુ દેખાય છે''.
મારા શબ્દો હોઠ પર આવતા આવતા અટકી ગયા કે ''તારા કલર પ્રમાણે તું કાગડા સાથે બથો બથ આવ તો ઉજળા કલરવાળા જતુ કરે તેવી ભાવનાથી કાગડો તને માફ કરે. ગમે તેટલી ફ્લેશ મારે તો પણ કલરમાં ફેરફાર ન થાય એટલે મતદાર કાર્ડના કેમેરામાં કાળુ ધાબુ આવે તેમાં કોઈનો વાંક નથી''. પરંતુ મેં તેને કહૃાું કે ''ચાલ આપણે ઓફિસ પર જઈએ અને ફરીથી ફોટો પડાવી દઉં.''
સાહેબને મારી ઓળખાણ આપી અને નવો ફોટો પડાવવા રાજી કર્યા. ફોટો પાડે તે પહેલા આજુબાજુમાં ચાર-પાંચ મિત્રોને મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ રાખી ઉભા રાખ્યા અને ચુનીલાલને જગમગાટ કરી દીધો. આ વખતે ખરેખર સરસ ફોટો પડ્યો એટલે અધિકારીએ તરત જ કહૃાું કે ''મેરેજ બ્યુરોમાં ફોટો દેવાનો છે? આવા ફોટા તો પાસપોર્ટ પર પણ નથી આવતા.''
વાત ચૂંટણી કાર્ડની તો પતી ગઈ પરંતુ ચુનિયો ગઈકાલે અમારા વિસ્તારના નવા ધારાસભ્યને ચૂંટવા ગયો અને જેવો મતદાન કરવાનો વારો આવ્યો ત્યાં પોલિંગ ઓફિસરે કહૃાું કે ''તમારૃંં નામ મતદાર યાદીમાં નથી''. ચુનીલાલે કાર્ડ દેખાડ્યું તો કહે ''આ કાર્ડ ડુપ્લીકેટ છે આવા સારા ફોટાવાળા કાર્ડ અમારા નો હોય.''
બાજુમાં એક કાકા તે ઓફિસરને પૂછતા હતા કે ''તારી કાકી મતદાન કરી ગઈ?'' અધિકારીએ જોઈ અને કહૃાું કે ''હા અડધી કલાક પહેલા કરી ગયા.''
કાકા નિરાશ થઈ ગયા અને નિશાશો નાખતા કહે ''આઠ વર્ષ પહેલાં મને છોડી અને સ્વર્ગે સિધાવી. પણ દર વર્ષે કોઈને કોઈ ચૂંટણીમાં મતદાન કરવા અચૂક આવે છે અને મને મળતી નથી.''
ચુનિયો બધી વાત સમજી ગયો અને અધિકારીને કહૃાું કે 'કાંઈ વાંધો નહીં સાંજે સુધીમાં કોઈ ચુનીલાલ અદૃશ્ય સ્વરૂપે આવી મતદાન કરી જશે.'
મારો છોકરો તો પહેલીવાર ચૂંટણી કાર્ડ કઢાવવા ગયો ત્યારે કેટલી તૈયારી સાથે ગયો હતો. મને આખી નિયમાવલી ગોખાવી. ફોટો પડાવતી વખતે દાઢી કરાવીને જવું, વાળ વ્યવસ્થિત ઓળીને જવું, તેલ નાખીને ના જવું જેથી કરી અને વાળ ચમકે નહીં અને સફેદ ન લાગે. ચશ્મા હોય તો ચશ્મા પહેરી અને ફોટો પડાવવો. ફોટો પડાવતી વખતે પ્લેઈન અને ઉજળા કલરનો શર્ટ પહેરવો.
શર્ટનું ઉપલું બટન બંધ રાખવું. ફોટો પડાવતી વખતે મનના ભાવ સ્થિર રાખવા જેથી કરી અને કોઈ હાવ ભાવ ચહેરા પર આવે નહીં. ચહેરા પર કોઈ નિશાની હોય તો તેને મેકઅપથી છુપાવવી નહીં.
આવા ઘણાં નિયમો મને સમજાવતો સમજાવતો ફોટો પડાવવા ગયો હતો. આવ્યો ત્યારે તેના ચહેરા પર નૂર અદૃશ્ય થઈ ગયું હતું. ટેબલ પર કાર્ડનો ઘા કર્યો. મેં કહૃાું કે ''ગમે તેના કાર્ડ મને ના દેખાડ. કોક તડીપાર અને રીઢો ગુનેગાર હોય તેના કાર્ડને તારે શું કામ લાવવું જોઈએ?''
મને કહે બસ મારા દસમાંથી આઠ ભાઈબંધો મને આ કાર્ડમાં ન ઓળખી શક્યા. પરંતુ મેં તમને આવા નહોતા ધાર્યા.
પછી મેં ધ્યાનથી કાર્ડ જોયું ત્યારે ખબર પડી કે આ તો મારા વંશનો અંશ છે. મને મારા દીકરાના ફોટા પડાવવાના હરખનું બારમું થયાનું દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. મેં તેના ખભ્ભે હાથ મૂકી અને મારૃંં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ દેખાડ્યા ત્યારે તેને તેનું દુઃખ હળવું લાગવા માંડ્યું.
ખરેખર તો આપણા ઓળખકાર્ડના ફોટા એક જ કામમાં આવે છે. અને તે દિલાસો દેવા માટે કે ''બેટા સોશિયલ મીડિયામાં અપલોડ થતા ફોટા જોઈ અને રાજી થઈ તું સગપણ કરવા દોડ્યો હતો અને પછી નાસીપાસ થાય તેના કરતાં દીકરા આપણે સકારાત્મકતા રાખવી જોઈએ અને વિચારવું જોઈએ કે તેના આધાર કાર્ડ કે મતદાન કાર્ડ કરતાં તો સારી જ હતી ને?
ભૂતકાળમાં મેં કહૃાું જ છે કે નામમાં શું રાખ્યું છે? આજે એ પણ કહું છું કે ફોટામાં શું રાખ્યું છે?
વિચારવાયુઃ ચૂંટણી કાર્ડમાં હસતા ફોટાની એટલે મનાઈ છે કે તમે ગંભીર મતદાતા લાગવા જોઈએ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મેળાના મેદાનમાં પ્રવેશતા જ આંખુ ચકડોળની જેમ ચકળ વકળ ફરવા માંડે, ગમતી વ્યક્તિ સાથે આંખ ચાર કરવા ચિત્ત વ્યાકુળ થઈ ઉઠે. મેળામાં એકલા હોય તેવું લાગે અને જેવી ''એણે'' કીધેલી જગ્યાએ એ દેખાય ત્યાં તો હૃદયમાં મોતના કૂવામાં ચાલતા સ્કૂટર જેવું ઘમાસાણ સર્જાય. પછી બે'ય એકલા હોય તો પણ મેળો, મેળો...
આ છે જુવાનિયાવની મેળાની વ્યાખ્યા.
આમ તો મેળા કેટલાય પ્રકારના થાય છે અમૂક તો સરકાર આયોજિત હોય છે જેમાં જન્માષ્ટમીનો મેળો, ગરીબ કલ્યાણ મેળો, સરકારી યોજનાના જુદા જુદા મેળા...
જુવાનીયાઓને બે પ્રકારના મેળા પસંદ પડે.
જન્માષ્ટમીનો મેળો અને જ્ઞાતિ આધારિત પસંદગી મેળો.
આજે જન્માષ્ટમી નજીક છે એટલે એ મેળાની વાત કરાય અને એમાં સરખું આવે તો જ્ઞાતિ પરિચય મેળામાં જવાની જરૂર ન પડે.
અમારો સ્વાનુભવ કહીએ તો ચુનિયો એટલો હોશિયાર માણસ છે કે અમારા રૂપિયે આખો મેળો માણે અને છેલ્લે હું કંઈક ખવડાવીશ એવું વચન આપ્યું હોય એટલે અમે પણ હોંશે હોંશે ખર્ચ કરતા જઈએ.
ગયા વર્ષે કુલ ૭૪૫ રૂપિયાનો ખર્ચ કરાવ્યા પછી ખાવાની ઉઘરાણી કરી એટલે તરત જ ગીર્દીવાળી જગ્યા તરફ આગળ વધ્યો અને એક બે બહેનોની એવી મસ્તી કરી કે બેફામ ગાળો મળી. આ પૂરૂ થયું એટલે અમને એમ કે ચુનિયો હવે તો ખવડાવશે એટલે ફરી ઉઘરાણી કરતા તરત જ જવાબ આપ્યો આટલી બધી ગાળો તો ખવડાવી, હવે ઇચ્છા હોય તો માર ખવડાવવાની આપણી તૈયારી છે.
જો હિન્દી સંગીતકારોને નવા કંપોઝીસન ન સુઝતા હોય તો એકવાર અમારા સૌરાષ્ટ્રના મેળામાં ચક્કર મારવું. મેળાની ખાસિયત હોય છે કે બે બાજુ લાઉડ સ્પીકરના ભૂંગળામાં સામસામે ગીતોનું યુદ્ધ ચાલતું હોય કેમ કે બધાને પોતાનો માલ વેંચવો હોય એટલે શોધી શોધીને ગીતોનો મારો ચાલતો હોય. સંગીતકાર જો વચ્ચોવચ ઊભા રહી જાય તો ચારે બાજુનું મિશ્રીત સંગીત તેને નવા કંપોઝીસન ન સુઝાડે તો કહેજો. માત્ર સંગીત જ નહીં અહિંયા જાતજાતના વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ મળી રહે. હિન્દીભાષી મોતના કુવા વાળા અને ચકડોળ વાળા ગુજરાતીઓને લલચાવવા માટે જે હથોડા છાપ ગુજરાતી બોલે એ વોઇસ ઓવર તો ક્યાંય સાંભળવા ન મળે. સવારથી સાંજ સુધી સતત તેમની રેકર્ડ ચાલુ હોય ત્ય ારે સાંજ પડ્યે ટ્રેક ઘસાયા પછીનો તેમનો અવાજ માણવા લાયક હોય છે. મોતના કુવા જોવા.. આવો આવો.. બીસ રૂપિયામાં છોકરી ગાડી ચલાવવાના.. થોડા જ સીટ બાકી.. જલ્દી કરવાના..શો ચાલુ કરવાના ટાઇમ થઇ ગયા છે. આવો આવો આવો.. તરત જ એક કડી ગીત વાગે સુનકે તેરી પુકાર.. સંગ ચલને કો તેરે કોઈ હો ના હો તૈયાર હિંમત ના હાર પાછો તરત જ અવાજ આવે ચાલો ચાલો ચાલો.. બાબાએ જોયા, બાબાના બાપુજીએ જોયા. તમે રૈ ગ્યા. બીસ રૂપિયામાં મોતના કૂવા. ગીત તો ગોખાય ગયું છે કેમ કે વર્ષોથી આ એક જ ગીત વાગે છે પણ હું ખાસ ત્યાં ઊભો રહું આ સાઉથ ઇન્ડયન ટોનમાં બોલાતા ગુજરાતી સાંભળવા
દરેક મેળા પછી અમારે ચૂનિયાની ડોકીનો ઇલાજ કરાવવાનો જ હોય. જો કોઈ રાઇડ્સમાં સારૂ પ ાત્ર જોઈ ગયો હોય તો પાલખીની સાથોસાથ એટલી વાર ડોકા ધૂણાવ્યા હોય કે જેવો તેવો હોય તો ચક્કર આવી જાય. મેળ તો હજુ સુધી પડ્યો જ નથી પણ આદત થોડી છૂટે! અમારો ચુનિયો ફેમિલી સાથે નીકળ્યો હોય ત્યારે તેનો છોકરો એક ફૂગ્ગા માટે આખો મેળો રડતા રડતા ફર્યો હોય પણ જો ચૂનિયો અમારી સાથે હોય અને કોઈ હસીને સામે જૂએ અને સાથે જો નાનો છોકરો હોય તો ચુનિયો પાંચથી ઓછા ફૂગ્ગા ન જ અપાવે અને પાછો બોલે પણ ખરો કે સરસ મમ્મી જેવો જ ક્યૂટ છોકરો છે.
આમ જૂઓ તો મેળો એ સંસ્કૃતિનું પ્રતિક છે. સૌરાષ્ટ્રના મેળામાં હજુ એ છાંટ રહી છે. તરણેતરનો મેળો તો જગ વિખ્યાત છે. ભૂરિયાઓ વિદેશથી પણ માણવા આવે છે પણ આપણા હાઇ પ્રોફાઇલ કહેવાતા દેશી વિદેશીઓ મેળાનું નામ આવતા જ કહે કે બહુ ડર્ટી હોય. પણ જેણે ધૂળ સાથેનો સંબંધ મૂક્યો છે એ જીવનની સાચી મઝા માણી નથી શક્યો. જેટલી અગવડતા એટલી જ મઝા તમે મેળામાં માણી શકો પણ શરત એ છે કે મહોરૂ ઉતારીને આવવું પડે. દરેક વરણને દિલ ફાડીને પ્રેમ કરવો પડે.. મેળો એ મનનો મેળ છે અને મેળ હોય તો જ મન પાંચમનો મેળો માણી શકાય. આવો છો ને આ વખતે સૌરાષ્ટ્રમાં???
વિચાર વાયુઃ ટેટુ ડ્રો કરાવવાવાળા માટે મેળો નથી, અહીં છૂંદણાંની બજાર લાગે છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
મૌનનું મહત્ત્વ સમજાવવા દોઢ કલાક ભાષણ કરે. અને ''બાળકોને પ્રેમથી કેમ સમજાવવા'' તે ન સમજતા લોકોને કાન આમળી, ટાપલિઓ મારી મારી સમજાવતા ચાર પાંચ વડીલો મારા ધ્યાનમાં છે.
મારા ત્રીજા ઘરે રહેતા ત્રંબક સુંવાળીયા 'ધીરૂ બોલવું, મીઠું બોલવું' વિશે તેના દીકરાના દીકરાને સમજાવતા હતા. પરંતુ મારા ઘરે છણકા સહિત બધું સંભળાતું હતું.
સમાધાન માટે મળ્યા હોય અને ધબધબાટી બોલી ગઈ હોય તેવું તો ઘણા કિસ્સામાં જોવા મળે છે.
અમારા બિલ્ડિંગમાં ૩૫ થી ૪૦ ફ્લેટ છે હું કાર્યક્રમમાં હતો છતાં ફ્લેટના પાર્કિંગમાં ધબધબાટી બોલી ગઈ.
મનુ ચિંગુશ, જતીન જોર, ચુનિયો, દિનુ દાઢી,હું... બીજા સભ્યો પણ ઘટનાનું પોસ્ટમોર્ટમ કરવા ભેગા થયા હતા.
શરૂઆતમાં તો બધા મૂંગા મંતર બેઠા કારણ ભેગા થયા છીએ તો ચા કોણ પીવડાવશે તે હજુ નક્કી થયું ન હતું.
મારે નીકળવાની ઉતાવળ હતી અને જો ચા નુ નક્કી કરવામાં બે કલાક થશે તો આખો મુદ્દો ઉકેલતા બીજી બે ત્રણ કલાક નીકળી જાય.પથારી કરતા રાત નીકળી જાય તો સુવું ક્યારે? એટલે 'ચા હું પીવડાવીશ' તેટલી જાણ કરતા જ સહર્ષ મને બિરદાવી લેવામાં આવ્યો અને અભિવાદન કર્યું.
મેં કહૃાું ''તાત્કાલિક મુદ્દા પર આવો કાલે કોના કારણે ઝઘડો થયો? અને ઝઘડો શરૂ થાય કે તરત જ તમારે હાજરમાંથી કોઈએ કહી દેવાય ને કે 'શાંતિ રાખો' .''
ચુનિયો કહે શાંતિનો તો ડખો છે. અને હું હાજર હતો મેં કહૃાું 'શાંતિ ન રાખો'.
એટલે મેં તો ચુનિયાને ખખડાવ્યો કે 'તું ખરેખરો છે આપણા નેતાઓ શાંતિ સ્થાપવા માટે અડધાથી ઉપર સમય વિદેશોમાં ફરે છે અને તને શાંતિની કદર નથી?'
''મિલનભાઈ તમે સમજતા નથી આ લલિત્યો લખાણખોટો શાંતિ રાખે તો ઘરે મોટું મહાભારત સર્જાય.
તમને ખબર નથી લલિતિયાની ઘરવાળી જ્યારે કોલેજમાં ભણતી ત્યારે કુસ્તીમાં રાજ્ય કક્ષા સુધી નંબર લાવતી લગ્ન પહેલા લલિતિયાને ખબર ન હતી પણ એકવાર સામે બોલી ગયો અને એની ઘરવાળીએ ધોબી પછાડ દાવ અજમાવ્યો. એ તો સારૃં થયું કે પલંગ ઉપર પડ્યો એટલે એકાદ મહિનામાં સાજો થઈ કામ કરતો થઈ ગયો. તે દિવસની ઘડીથી લલિત્યો કે સોસાયટીના કોઈપણ સભ્ય એની ઘરવાળી સામે બોલતા નથી. અને તમે કહો છો લલિત શાંતિ રાખીલે તો ભાભી તેને જતો કરે એમ?''
મેં કહૃાું ''હા એમ જ ઈચ્છું છું કે લલિત શાંતિ રાખી લે તો સામે વાળો પણ શાંતિ રાખે. હું તો કહું છું ફ્લેટમાં દરેક જણાય એ આવા સંજોગોમાં શાંતિ રાખવી જોઈએ.''
ચુનીલાલ કહે ''એમ તમે કહો તેમ ન થાય. તમારી જ વાત કરો તમે શાંતિ રાખી શકો?'
મેં કહૃાું ''ગમે તેવા સંજોગોમાં હું શાંતિ રાખી શકું.''
હવે હાજર રહેલા દીનુ દાઢી એ દાઢી ખંજવાળતા ખંજવાળતા મને કાનમાં પૂછી પણ લીધું કે ''શાંતિ કઈ રીતે રાખી શકાય તે મને એકલા સમજાવજો''.
મેં કહૃાું 'જાહેરમાં પણ સમજાવી શકું કે શાંતિ રાખવા શું કરવું. દીનું એ તરત જ કહૃાું' નહીં એવી ભૂલ ન કરતા પહેલા આપણે શાંતિ રાખવી છે પછી બીજા ભલે રાખે.'
મનુ ચિંગુસ તરત જ બોલ્યો 'મફતમાં શાંતિ રખાતી હોય તો મને પણ રસ છે.'
મેં કહૃાું કે 'તેમાં રૂપિયા ખર્ચવાની જરૂર નહીં મેં ઘણીવાર મફતમાં શાંતિ રાખી છે.'
હવે ચુનિયો આશ્ચર્યથી મારી બાજુ જોવા માંડ્યો અને હાથ પકડી થોડે દૂર લઈ ગયો પછી ધોખો કરવા લાગ્યો ''બસને તમને મિત્ર માન્યા હતા અને તમે મારી પીઠ પાછળ, એકલા એકલા, કોઈને કહૃાા વગર, અને એ પણ મફત શાંતિ રાખી લો એ વ્યાજબી નહીં. મને ખરેખર અંતરથી દુઃખ થયું છે.''
મેં કહૃાું ''ચુનિયા નાટક બંધ કર મેં તને પણ અસંખ્ય વાર કહૃાું છે કે શાંતિ રાખ પણ તું મારૃં માન્યો નથી.''
મિલનભાઈ મારે મારા ઘરના નું પણ વિચારવાનું ને હું શાંતિની વાત કરૃં એટલે ઘરવાળી મારૃં જીવવું મુશ્કેલ કરી નાખે.
મને પણ સાલુ હવે તો આશ્ચર્ય થવા લાગ્યું કે આ લોકોને હું શાંતિ રાખવા માટેની વાત કરૃં છું અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયત્ન કરૃં છું અને આ બધા ભેગા થઈ શાંતિ ન રાખવાની વાત કરે છે. મેં તરત જ કહૃાું કે *તમને બધાને શાંતિ રાખવામાં વાંધો શું છે?*
બધા એક સાથે બોલ્યા કે ''શાંતિ એક છે અને આપણે અનેક છીએ. બધા એક સાથે શાંતિ કઈ રીતે રાખી શકે? અને તમે કલાકાર થઈ અને એક સ્ત્રી માટે આવું કઈ રીતે વિચારી શકો?''
હું તરત જ તેની તરફ ધસી ગયો અને ઊંચા અવાજે વાત કરી કે ''આમાં સ્ત્રીની વાત ક્યાં આવી? જો તમે આવી વાતો કરશો તો પછી હું શાંતિ નહીં રાખી શકું.''
ચુનીયાએ કહૃાું કે ''મિલનભાઈ તમારી કદાચ કાંઈક ભૂલથી મિસ્ટેક થાય છે. અમે સોસાયટીમાં એકટીવા લઈ અને લટક મટક કરતી કામ કરવા આવતી શાંતુડી ની વાત કરીએ છીએ. અને તમે શાંતિ રાખો શાંતિ રાખો જામી પડ્યા છો.''
હવે મને સમજાયું કે તમામ પુરુષ વર્ગ જાહેરમાં શાંતિ રાખવાનો વિરોધ શું કામ કરે છે અને ખાનગીમાં શાંતિ રાખવાના કીમિયા શીખવાના અભરખા શુ કામ જાગે છે.? આમાં શાંતિ માટે ધબધબાટી બોલે તેમાં નવાઈ નથી. શાંતિનું નોબેલ પારિતોષિક મેળવવા કરતા શાંતિને પારિતોષિક દેવાવાળા ઘણા છે. ચાલો ત્યારે તમે શાંતિ રાખજો.''
વિચારવાયુઃ- ''રેતી ન હોય તો તરત ફોન કરો.''
આવી જાહેરાત વાચીને આખા દિવસમાં ૩૦૦ ફોન આવ્યા. દરેક પુરૂષની ફરિયાદ હતી કે દર ૧૫ દિવસે પિયર હાલી જાય છે. દુકાનદારે માંડ સમજાવ્યું કે હું ચણતરમાં રેતી ન હોય તો ફોન કરવાનું કહું છું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
કપાળે ભસ્મ કે ચંદનનું ત્રિપુંડ, ઉગુ ઉગુ થતી કાબરચીતરી દાઢી, માટે મોટેથી મહાદેવ હર... ના અવાજ આ બધી નિશાની દેખાય એટલે શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે એમ સમજવું.
પરંતુ ઉપવાસની વાત આવે ત્યાં મારા તો ટાંટિયા ઢીલા થવા લાગે. આમ તો ડાયેટીંગનો મોટો ભાઈ એટલે ઉપવાસ પણ ડાયેટીંગ કરતા સારો. આમ પણ નાનો ભાઈ કોઈપણ સ્ટોરીમાં કાં તો સાવ બગડેલો હોય અને કાં તો ખૂબ જ સારો હોય. જોકે મને ડાયેટીંગ કરતા ઉપવાસ ગમે કેમ કે જાતજાતના ફરાળ તો મળે.
આ વાંચીને હરખાઇ જવાની જરૂર નથી કેમ કે તમારા ઘેર કદાચ સારા સારા ફરાળ બનાવવામાં આવતા હશે, મારા ઘેર તો 'શરિર જોયું? આમા ફરાળ ન હોય સીધો અને કોરેકોરો ઉપવાસ જ તમારે કરવાનો છે' એવો ફરજિયાત ઓર્ડર આવી જાય છે. આ નહીં પણ ઉપરથી પાછું પીવાનું પણ બંધ કરવાનું! ખરેખર અમારા ગુજરાતીઓને 'હું શ્રાવણમાં નથી લેતો' બોલતા જોવા એ એક લ્હાવો છે.
આટલું દુઃખ ભરેલું મોઢું તો કોઈક ગુજરી ગયું હોય અને તેના ઉઠમણામાં ગયો હોય ત્યારે પણ એ માણસનું આટલું દુઃખી મોઢું જોવા નથી મળતું!!!
સામાન્ય રીતે પત્નીના સાદે જાગતો હું રસોડાની કુકરની સીટી પર જાગ્યો. મોઢુ ઉટકીને રસોડામાં ડોકિયુ કર્યું. પત્નીએ મને જોયો પણ ખરો પણ રોજની જેમ જ મને ઇગ્નોર કર્યો! મેં કોગળા કરવામાં એટલો અવાજ કર્યો કે તેનું ધ્યાન મારા તરફ આકર્ષિત થાય. એમ છતાં કોઈ જવાબ ન આવ્યો એટલે મેં કાયમ બોલાતો શબ્દ 'સાંભળ્યું' નો પ્રયોગ કર્યો. મને ખબર હતી જ કે તાડુકશે અને એ મુજબ જ જેમ રોજ એ જગાડે પછી જ હું જાગતો હોઉં ત્યારે આજે તેના કામમાં વગર જગાડ્યે ડીસ્ટર્બન્સ ઊભું કરતો હોઉં જે તેના નિયમ વિરૂદ્ધ હોય તો પછી ગમે ક્યાંથી? મને ચા પીવડાવવાની હતી એ તેમને ખબર જ હતી પણ 'હવે કુકર ઉપર ચડી જાઉં તો થાય' જેવા શબ્દોએ મને શાંત પાડી દીધો. સાચુ કહું તો મને કુકર ઉપર દયા આવી કે જો આ મહાકાયા સાચે કુકર પર ચડી જાય તો બચારા કુકરની થાળી બનતા વાર નહીં લાગે! રાહ જોયા પછી ચા તો મળી પણ મારો મૂળ હેતુ તેમને એ જણાવવાનો હતો કે શ્રાવણ મહિનો શરૂ થયો છે તો હું ઉપવાસ કરૂં.
એ જણાવ્યાનો મને આનંદ હતો પણ જે અટ્ટહાસ્ય મેં સાંભળ્યું કે જાણે મેં કોઈ મોટો ગુન્હો આચરી લીધો હોય. મારા પત્નીની એ ખૂબી છે કે એ ઇચ્છતી હોય છતાં આ રીતે મારા ઝમીરને હલાવે અને એ ઉપરાંત એ ઇચ્છતી હોય અને તમે કહો એ પણ એનાથી સહન ન થાય! જો એ ઇચ્છે અને એના મુખે સુચનો આપે અને જો તમે સ્વીકારો તો રાજાપાઠમાં આવી જાય.
મારો ઇરાદો મજબૂત હતો એટલે હાસ્ય ગળી જઈને તેમને મારી અડગ ઇચ્છાઓની વાત કરી. આમ તો તેના ચહેરા પર મને નાસ્તો કરતો જોઈને એ ભાવ તો હતાં જ કે જે માણસ નાસ્તો જમવા જેટલો કરી જાય છે ઉપવાસ શું કરશે? તેમ છતાં તેણે હામી ભરી અને એક લીસ્ટ તૈયાર કરવા માટે મારા હાથમાં કાગળ પેન પકડાવ્યા. મનનો રાજીપો એટલો હતો કે મારૂ કેટલું ધ્યાન રાખે છે કે હમણાં ફરાળી વાનગીઓ માટે જોઈતી સાધન સામગ્રી લખાવશે પણ મને લખાવવાનું શરૂ કર્યું ત્યારે મુખડૂ બાંધ્યું કે 'ઉપવાસ માટેના નિયમો' આ ટાઈટલ વાંચીને જ લેખની અંદર શું સામગ્રી હશે એ તમને ખબર પડી જાય એમ જ મને પણ ભયંકરતાનું ભાન તો થઈ જ ગયું હતું પણ એ કળી ન જાય એ માટે હસતા મુખે આગળ ચાલવા દીધું.
નિયમ ૧-શ્રાવણ મહિનાના ઉપવાસ ૪ દિવસ ચાલ્યા ગયા છે એટલે શ્રાવણ પતી ગયા પછી પણ એક અઠવાડિયું ચાલુ રહેશે.
નિયમ ૨-ઉપવાસ દરમિયાન રસોડાંથી ૧૦ ફૂટનું અંતર જાળવી રાખવું એટલે એ લોકો જે વાનગીઓ બનાવીને ખાતા હોય તેના પર નજર ન પડે અને સંયંમ જળવાઈ રહે. બિનઉપવાસી લોકોને ખાધા પછી લૂઝ મોશન ન થાય!
નિયમ ૩-ઉપવાસ દરમિયાન બને તો મૌન જ રાખવું જેથી કરીને કોઈ ફરાળી વાનગીનું નામ ભૂલેચૂકે પણ ન બોલાઇ જાય. ટૂંકમાં ઉપવાસ ફરાળ વગરના રખાવવા ઇચ્છતા હતાં!
નિયમ ૪-બહાર એકલા ફરવા જવાની મનાઇ છે. હું (એટલે કે એ) ઇચ્છું એ મેમ્બરને સાથે લઈને જ નીકળવાનું જેથી ખબર ન પડે એ રીતે હું કંઈ ખાઇ ન લઉં. આમ તો ફરાળના આકાશી સપનાઓ કડડભૂસ થઈ ગયા હતાં, ગાત્રો શિથિલ થવા લાગ્યા હતાં. લો બીપી તો આ નિયમો સાંભળતા જ થઈ ગયેલું તો પણ મેં પ્રશ્ન કર્યો કે જો તબિયત બગડી જશે તો શું કરવાનું રહેશે? એના જવાબમાં નવો નિયમ આપ્યો,
નિયમ ૫-ઉપવાસીની તબિયત મને લથડતી જણાય તો લીંબુ સરબત અને એ પણ યોગ્ય માત્રામાં આપવામાં આવશે.
નિયમ ૬-શંકર ભગવાનના નામે દારુને સોમરસમાં ખપાવી સેવન કરવાની છૂટ નથી. મારા પર શું વિતતી હતી એ હું જ જાણતો હતો. યુદ્ધમાં પણ નિયમો હોય કે જો કોઈ હથિયાર છોડી દે તો ઉદાર દિલે તેને માફ કરી દેવામાં આવતો પણ મારી સામેનો યો્ધ્ધી તો હું ઘા પર ઘા કરીને મને પતાવવાની જ તૈયારીમાં જ હતી!
નિયમ ૭-શ્રાવણ માસ દરમિયાન ફ્રીઝ અને રસોડું બંને લોક રહેશે જેની ચાવી માત્ર અને માત્ર મારી પાસે રહેશે કારણ કે દરેક વખતે પ્રોગ્રામ પૂરો થયા પછી આયોજકો જમાડતા નથી અને તેમણે ડબ્બા ફંફોસવાનો અવાજ અને ફ્રીઝ ચેક કરતો મને જોયો છે.
નિયમ ૮-બોલાતાં જ મેં વિરોધ કરવાને બદલે ટેબલ પર ઉંઘી જવાની એક્ટીંગ કરી મને હચમચાવીને જગાડ્યો એટલે તરત જ મેં કહૃાું કે 'અહિંયા હું કેમ ઊંઘી ગયો છું? અને આ કાગળ પેન કેમ મારી પાસે પડ્યા છે? મને લાગે છે રાત્રે લેખ લખવા માટે લીધા હશે અને અહીંયા જ ઊંઘી ગયો હોઇશ. ચાલ ચા બનાવ' મારી દરેક એક્ટીંગને ઓળખી જતી હોય એટલે હું કહું એ પહેલા જ બોલી ગઈ કે 'ટૂંકમાં ઉપવાસનો પ્રોગ્રામ કેન્સલ ને?' મારા મૌનમાં મારી હા છુપાયેલી હતી.
વિચારવાયુઃ આપણે ઉપવાસ ન કરી શકીએ પરંતુ ઉપવાસી ના ઘરે ફરાળના સમયે જઈ તો શકીએ જ. બોલાવજો હોં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
એક જમાનો હતો જ્યારે એક ગામથી બીજા ગામ ખરીદી કરવા જવું પડતું. રૂપિયાનું હજુ એટલું મહત્ત્વ નહોતું વધ્યું એટલે વિનિમય પ્રથા અમલમાં હતી. મેં તો સાંભળેલું છે કે ચુનિયાના પરદાદા એક બકરીના બદલામાં પત્ની લાવેલા! ચુનિયાના પરદાદા ખૂશ હતા કેમ કે ઢીક મારતી, ખૂબ ખાતી, સતત રાડો પાડતી બકરી આપીને સુશીલ પત્ની લાવ્યા. મેં એ પણ સાંભળેલું છે કે કર્મની થીયરી પ્રમાણે જેવું વાવો તેવું બકરી પધરાવી દીધાનું સુખ કે આનંદ ટૂંક સમયમાં વિસરાઈ ગયો પસ્તાવો પણ થયો હતો. જો કે સામેવાળા છેવટ સુધી એમ જ કહેતા હતા કે આ પ્રેમનો સોદો છે, વિનિમય પ્રથાનો ભાગ નથી! આ વિનિમય પ્રથા ચાલુ રાખવા માટે એકબીજાના સરનામાની આપ લે થતી. કાં લખીને અથવા અભણ હોય તો યાદ રાખીને ગાડુ રોડવતા પરંતુ જેમ જેમ યુગ બદલાતો ગયો તેમ તેમ માણસની પ્રકૃત્તિ બદલાતી ગઈ. સતત કામ કરતો માણસ આળસવૃત્તિ તરફ ઢળતો ગયો. વૈજ્ઞાનિકો ભલે કહે જરૂરિયાત એ શોધખોળની માતા છે.
મારૂ તો દૃઢપણે માનવું છે કે સંશોધન પાછળ જો કંઈ કારણભૂત હોય તો એ માણસની આળસવૃત્તિ અને કંટાળો જ હોય છે. ગે્રહામ બેલે ટેલિફોનની શોધ કરી પણ મારુ માનવું છે કે એ માટેનું કારણ તેમનું સાસરાપક્ષ જ હશે. બે-ચાર દિવસે નાની નાની વાત કરવા માટે સહકુટુંબ સાસરિયાઓ ધામા નાખતા હોય તો બચારો આવો રસ્તો ન કાઢે તો શું કરે? આવી તો ઘણી શોધો થઈ છે. જેમ કે કપડા ધોવાવાળી બાઈ વારે ઘડિયે રજાઓ પાળે અને આજુબાજુની ગોસીપ સાંભળવા ન મળે તો કેટલી અકળામણ થાય એટલે વોશિંગ મશીનની શોધ થઈ એનાથી કામવાળીને રજા નથી મળી પરંતુ તેને જેટલો સમય મળે એટલો સમય આડોશી પાડોશીની ગોસીપ કરવા માટે વધારે સમય મળે!!! આજનો વિષય શોધ સંશોધન નથી પણ એકબીજાને મળવા માટે સરળ રસ્તો અને ભાઈ/બહેન શું કરે છે તેની જાણકારી મેળવવાનો સરળ રસ્તો એટલે વિઝિટીંગ કાર્ડ છે.
ઘણાં સમયથી વિઝિટીંગ કાર્ડ ચાલતું હશે પણ મને યાદ છે કે વર્ષો પહેલા એક ભજનિકે પોતાનું કાર્ડ છપાવ્યું હતું અને પહેલું કાર્ડ તેમણે તેના તબલચીને આપેલું. મને આજે પણ એ દૃશ્ય યાદ છે કે તબલચી તબલાની થાપો ચૂકી જતો હતો કેમ કે આ એક નવા ગેઝેટની શોધથી એ અભિભૂત થઈ ગયેલો. કાર્યક્રમ પૂરો થયા પછી તેનો પહેલો સવાલ હતો કે આ શું છે? ભજનિકે વિગતવાર સમજાવ્યો કે તેનો કોઈએ સંપર્ક કરવો હોય તો ફોન નંબર અને સરનામું લખેલું છે અને ઉમેર્યુ કે એક કાર્ડની કિંમત ૯૦ પૈસા છે. ત્યારે પાછી ૯૦ પૈસાની કિંમત પણ હતી કેમ કે આખા પ્રોગ્રામની કિંમત ૨૦૦ રૂપિયા હતી. ભજનિકે તબલચીને સલાહ આપી કે એ પણ કાર્ડ છપાવી લે. તબલચીનો જવાબ હતો કે છપાવી તો લઉં પણ સામેવાળા પાસે ૯૦ પૈસા ખુલ્લા હોય કે નહીં અને પાછા ૧૦ પૈસાના સિક્કાઓની પણ તંગી છે તબલચીને ખબર પડી કે આ કાર્ડ મફતમાં આપવાનું હોય ત્યારે એનો વસવસો એ હતો કે ૧૦ રૂપિયાનું કુલ બજેટ તેનું હોય અને જો આ રીતે કાર્ડ વહેંચે તો પછી ઘેર શું લઈને જવાનું???
તમે રખે ને નહીં માનતા કે વિઝિટીંગ કાર્ડ લોકો માત્ર જાણકારી માટે જ લઈ જાય એવું નથી. મેં પણ એક જમાનામાં વિઝિટીંગ કાર્ડ છપાવેલા અને એ પણ પ્લાસ્ટીક કાર્ડ કેમ કે જાડા કાગળના હોય તો પણ કાર્ડ બગડી જ જાય છે એટલે લાંબો સમય સુધી ટકેલા રહે અને હું માનતો કે લોકો કાર્ડ જોઈને પણ પ્રોગ્રામ આપે. તમે નહીં માનો કે પ્લાસ્ટીક કાર્ડની ખબર પડ્યા પછી એકવાર મારા શૂટીંગમાં ચાર પાંચ બાળકો દોડતા આવ્યા અને મારી પાસે કાર્ડ માંગ્યુ. મેં એક કાર્ડ આપીને કહ્યું કે બધા મારો નંબર યાદ રાખી લેજો પણ બાળકોની જીદ્દને લીધે બધાને કાર્ડ આપવા પડ્યા. મનમાં ખુશી હતી કે આ કાર્ડ જરૂર બાળકોના મમ્મી પપ્પા સુધી પહોંચશે અને મને બે-ચાર નવા પ્રોગ્રામ મળશે પણ જેવું શૂટીંગ પત્યું અને હું બહાર નિકળ્યો ત્યારે ખબર પડી કે કાર્ડ તો મમ્મી-પપ્પાઓએ જ મંગાવ્યા હતા પણ પ્રોગ્રામ આપવા માટે નહીં, એ બધાએ બાળકોને ભેળ ખવડાવવી હતી અને ચમચીની વ્યવસ્થા નહોતી! જો કે ભૂલ મારી જ હતી મારે આ રીતે શૂટીંગમાંથી સીધુ બહાર ન નિકળાય કેમ કે મારો ભૂતકાળનો અનુભવ હતો કે મારી લખેલી બૂકના પેઇજમાં જ મેં શીંગ ખાધી હતી. મારા પ્લાસ્ટીક કાર્ડના ઉપયોગો વિશે તમને કહું તો તમને પણ દુઃખ થાય. અમારા સૌરાષ્ટ્રના લોકો પાન, ગુટકા, ફાકી સતત આરોગતા હોય અને પછી પાછા મારી પાસે કાર્ડ માંગે. મારી તો એ હાલત ખરાબ થાય કે એ સમયે એ લોકો મારી નજર સામે મારા જ કાર્ડથી લાલ સડેલા દાંત વચ્ચેથી સોપારી કાઢતા હોય!!!
ખાસ કરીને પ્રોગ્રામ પૂરો થાય પછી કાર્ડ માંગવા વાળાની સંખ્યા વધારે હોય એટલે તમારે નક્કી કરવાનું હોય કે કોણ સારૂ દેખાય છે, કોણ પ્રોગ્રામ આપી શકે એવું દેખાય છે, કોણ તમને ફેન ફોલોવીંગ અપાવી શકશે. હમણા જ એક કાર્યક્રમ પછી લોકો કાર્ડ માંગવા માટે લાઇનમાં હતા. એક સુંદર બહેન (કોઇકના) મને ક્યારના જોઈ રહ્યા હતા અને ખૂબ જ પ્રેમ ભર્યા શબ્દ સાથે તેમણે મારુ કાર્ડ માગયું અને ટકોર પણ કરી કે મારો પર્સનલ નંબર પણ તેમાં લખેલો છે. બહેને (કોઇકના) તરત જ પાછળ કંઈક લખ્યું અને મને પરત આપતા કહ્યું હું પણ ભજનિક છું અને હું પણ પ્રોગ્રામ આપુ છું એટલે જો ક્યારેય કામ પડે તો ચોક્કસ યાદ કરજો મને કાર્ડના આ ઉપયોગની ખબર સોગંદપૂ ર્વક પહેલીવાર ખબર પડી! મારો એક આઇડિયા લખી લો અને મારી પાસે પેટન્ટના રૂપિયા નથી બાકી પેટન્ટ કરાવી લેજો. મોટાભાગના લોકો કાર્ડને કચરાપેટીમાં નાખે અથવા ફાડીને રસ્તા પર ફેંકે. ભારતીય માનસિકતા મુજબ કોઈ પણ કાર્ડ છપાવો એટલે આગળ પાછળ માતાજીનો ફોટો છપાવી નાખો એટલે મજાલ છે કોઈની કે કાર્ડ ફેંકે કે કચરા ટોપલીમાં નાખે. મેં તો મારા અનુભવથી નોંધેલું છે કે જો કોઈ કોર્પોરેટ ઓફિસમાં જવું હોય તો તમે કોણ છો એ બતાવવા તમારે તમારૂ કાર્ડ આપવું પડે બાકી બૂટલેગરને ક્યાં કાર્ડની જરૂર હોય છે? તમારા બંધ પડેલા નંબરના પણ જો મીસ કોલ આવતા હોય તો બૂટલેગરને ગુજરાતમાં ૨૦૦ કોલનો મેસેજ ન આવેલ હોય તો મને કહેજો!!!
વિચારવાયુઃ જેનું કામ હોય તેને લોકો ગોતી જ લેતા હોય છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આ કોઈ સરકારી અધિકારી પ્રત્યેનો આક્રોશ નથી. સાચોસાચ ખોરાક ખાવાની વાત છે. સવારના જાગી બ્રેકફાસ્ટથી માંડી રાત્રે અંકરાંતિયા જેમ ખાધેલું પચાવવા ખાવામાં આવતા ચૂર્ણ ખાવા સુધીની જર્નીની રામાયણ છે.
'અમારો રોકી તો એપલ જ ઇટ કરે'. આવા વાક્યો ગુજરાતી મીડિયમમાં ભણેલી અને અંગ્રેજી માધ્યમમાં બાળકને ભણાવતી રામપરા ગામનું કેમ્બ્રીજ વર્જન ધરાવતી ઘણી માતાઓ સ્પીકતી હોય છે ત્યારે આપણને એમ થાય કે અંગ્રેજીનું ચલણ પણ નથી ઘટતું અને વેચાણ પણ નથી ઘટતું. વેચાણમાં તો હજી પણ એકાદ ડ્રાય ડે હોય પણ આ મરૃભૂમિમાં કાયમી અંગ્રેજી વિરડો ફૂટતો જ રહે. તમે પણ ખરા છો મને વિષયાંતર કરાવી નાખો છો. અહિંયા થોડો હું પીવાની વાત લઈને આવ્યો છું. હજુ ગયા શનિવારે તો પીવાની મજા માણી, કંઈક ખાવું કે નહીં? ચાલો ગુજરાતીનો પ્રિય વિષય ખાધા ખોરાકીની વાત કરીએ...
વાત કરવી છે ખાધોડકી બાયો અને ભૂખડી બારસ ભાઈઓની. લેડીઝુ પહેલા. હવે કહો સૌથી વધારે લેડીઝુને શું ભાવે? જગત આખુ એક જ અવાજે બોલી શકે ''પાણીપૂરી''. આ પાણીપૂરીનો ઇતિહાસ ઉત્તર પ્રદેશના કોઈ ગામમાં હશે એવું હાલના વેપારી મંડળને જોતા લાગે છે. જ્યાં સુધી એ પૂરીના લોટને વેપારીના ચરણ સ્પર્શ ના થાય ત્યાં સુધી એ કરકરી નથી બનતી એવું જાણકાર ખાધોડકાઓનું કહેવું છે. પુરૃષોનો સૌથી ઇર્ષાપાત્ર આ વેપારી છે. મધમાખી મધપૂડાની આસપાસ જેમ વિંટળાય રહે એમ જ આ વેપારી સતત સારી સારી સ્ત્રીઓ અને છોકરીથી ઘેરાયેલ રહે છે. પુરૃષો સામાન્ય રીતે સ્કૂલમાં હિન્દી શીખે છે પછી જેવું આવડે તેવું જેમ કે 'ઇધર સે વળાંક લે લેના', 'જમણી બાજુ વળ જાના', 'હમારે ઘર મેં તો બધા સંપીને રહેતે હૈ' વિગેરે વિગેરે પણ બહેનો (તમારી) પાણીપૂરીના ભૈયા પાસેથી શીખે છે. ધનૂર ઉપાડે એવું હિન્દી ચાલુ કરે. 'મોટી મોટી પૂરી દેના'. સામે ભૈયો 'મોટીઇઇઇ, આપ બોલો વૈસી હી દુંગા' આપણને એમ થાય કે આ બહેનને મોટી કહૃાું કે પૂરી મોટી દેવાની વાત કરી! 'મસાલા જાજા નાખના', 'કાણા વાળી નો દેના', 'પાણી ઢોળાતા હૈ તો કોણી બગડતી હૈ, રૃમાલ સે લૂછના પડતા હૈ ઔર સાસુ કો ખબર પડ જાતી હૈ' આ સ્ટેટમેન્ટની અંદર ઘુસો તો ખબર પડે કે ૧૦૦ રૃપિયા શાક માટે સાસુએ આપ્યા હોય અને શાકવાળા સાથે ધડ કરી ૯૦ રૃપિયામાં મામલો પતાવ્યો હોય પછી જે પાછળ ૧૦ રૃપિયા કટકીના વધે તેમાંથી પાણીપૂરીનો જુગાડ કર્યો હોય. પાણીપૂરી ખાધા પછી વટથી રોકડા આપે પણ છેલ્લી બે મસાલાવાળી મફતમાં તો ખાવી જ પડે...
આવું જ બીજુ સ્વાદિષ્ટ વ્યંજન જેને ભૂખાળવાઓ પીઝા તરીકે ઓળખે છે. ફરક એટલો છે કે પગેથી કણેક ન ગુંદતા મશીનમાં ફેરવવામાં આવે છે. આમ જુઓ તો મહેંદામાં પોતાનો કોઈ સ્વાદ જ નથી પણ ઇટાલીયનના નામે આપણી ગુજરાતી બટાલીયનને લસણ-ડૂંગળી અને ચીઝના થર સાથે બેખૂબી પધરાવી દેવામાં આવે છે. બહારના સારા પીઝા ખાધા પછી ઘેર ક્યારેક પત્નીઓ વર પર પ્રયોગ કરે ત્યારે પીઝા નહીં અને ગોદડા ચાવતા હોય એવો અહેસાસ થાય પણ બહાર થોડીક ચૂંકમાં હોટલ વાળાને ખખડાવી નાખતા આ મજબૂત પુરૃષો પીઝા જેટલા જ સોફ્ટ થઈ ઘેર ચૂપચાપ આ ગોદડા ચાવી જતા હોય છે અને રાત્રે સમૂહમાં પેટ સાફ કરવાની ફાકીનું સેવન કરતા હોય છે. બહુ ભણેલા કુટુંબમાં તો અઠવાડિયે ત્રણ ચાર વાર ફાસ્ટફૂડનું નિયમિત સેવન થતું હોય પણ હવે તો નાના ગામડાં સુધી આ ચલણ પહોંચ્યું છે. હમણાં ગામડાની એક માનૂની શહેરના એક છેલબટાઉ રોમિયોના પ્રેમમાં પડી, છોકરો પહેલીવાર જ ડેટ પર છોકરીને લઈ ગયો અને પીઝા ખાવા એક સારા રેસ્ટોરન્ટમાં બંને બેઠાં. છોકરીને પૂછ્યું 'શું ખાવું છે?' છોકરીએ તરત જ કહૃાું 'ઉપર શાકભાજી પાથરેલો જાડો રોટલો'...
આવું જ એક વ્યંજન એટલે 'હોટડોગ'. બનાવવામાં સહેલું, ખાવામાં ઝડપી અને જો ગુજરાતમાં ફરો તો સૌથી સહેલાઈથી દરેક રોડ પર મળી રહે એવો આહાર. બહેનો રાંધણ કળા ભૂલતી જાય છે છતાં રસોઈ શોની ટી.આર.પી. સૌથી વધારે હોય છે. આપણને એમ થાય કે શું ન બનાવવું એ જોતા હશે! હમણા રસોઈ શોના એક એક્સપર્ટ બહેનની ઘેર હું ગયો તો તેમના પતિ રસોઈ કરતા હતાં. બહેન તો લગભગ રોજ ટી.વી. પર રસોઈ બનાવતા જ હોય છે. ક્યારેક કોઈ બહેનને હૈયે રામ વસે અને રસોઈ શો જોઈ પ્રયોગ કરે તો તેનો પહેલો ભોગ સર્વ સ્વિકાર્ય રીતે પતિને જ બનવાનું હોય છે. હમણાં એક મિત્રને હું મળ્યો તો આગલા બે દાંત નહોતા. મેં દાંત વિસે પૂછતા તેણે ખીસ્સા માંથી સુખડીનું બટકુ કાઢ્યું. મેં હાથમાં લીધા પછી ખબર પડી કે બેય દાંત સુખડીમાં ચોંટેલા હતા!!!
સામાન્ય રીતે બહેનો શનિ-રવિ તો રસોડે તાળુ જ મારી દેતા હોય છે અને પતિ સાથે એવું ફૂલ્લીના એક્કા જેવું મોઢું કરી ઊભી રહે જાણે પઠાણકોટનો હુમલો એકલા હાથે લડીને થાકી ગઈ હોય. વાતની રજૂઆત થવાને બદલે ઓર્ડરની જેમ સાંભળવા મળે કે 'બહાર જમવા લઈ જાવ, અમે થાકી ન ગયા હોય?' પુરૃષ પણ બચારો ના નથી પાડતો ૫-૬ દિવસ ઓફિસમાં કે પેઢી પર મગજમારી કરી થાકી ગયો હોય ત્યાં ઘેર ક્યાં મોરચો ખોલે? અને તેના નસીબમાં પણ એક-બે દિવસ તો સારૃ જમવાનું લખ્યું હોય કે નહીં? રોજબરોજમાં બપોરે ફીક્સ મેનુ હોય. રોટલી, દાળ, ભાત, શાક અને નસીબ સારા હોય તો એકાદ સંભારો. જો કે દાળના ભાવે માઝા મુકતા ઘણા ઘેર બહેનોને રાંધવામાં રાહત મળી છે એટલે ખાલી રોટલી શાકથી ચલાવી લેવામાં આવે છે પરંતુ સાંજે શાંતિ મંત્રણાનો મુદ્દો જેટલો ચર્ચામાં નથી એવડો મુદ્દો બહેનો મીસ કોલ કરી અને પતિ સાથે ચર્ચતા હોય છે અને યક્ષ પ્રશ્ન પૂછે 'શું બનાવું?' મારો અનુભવ એમ કહે છે કે આજ સુધીમાં પતિનું કહૃાું કંઈ જ બન્યું નથી. ભાખરી શાકના મૂડમાં ઘેર પહોંચો તો થાળીમાં ખીચડી શાક ઠલવાય પણ આપણને પૂછવામાં તો આવે જ કે 'સાંજે શું બનાવું' તમે એક પછી એક વિકલ્પ આપતા જાવ તેની સામે પાકિસ્તાનના વડાપ્રધાન જેમ સફાઈ આપે એ રીતે સફાઈ આપતા જાય અને ભારત જેમ નીચી મૂંડી કરીને સ્વીકારી લે છે એમ પતિ સ્વીકારતો જાય...
જે કહો તે પણ ગુજરાતીથી વધારે ખાવાની શોખીન પ્રજા તમને ક્યાંય નહીં મળે. ફરવા જવાના સ્થળે તમે માર્ક કરજો કે આખું ઘર આવે, પાથરણું પાથરે અને બસ તરત જ ડબ્બાઓ ખૂલવા લાગે. ખાઈ અને તરત જ કુટુંબ ઘરતરફ રવાના થઈ જાય એટલે આ ફરવાનો પ્રોગ્રામ પૂરો! તાજમહાલ જોવા ગયા હોય અને આગ્રાની કોઈ સારી હોટલમાં જમીને પાછા ફર્યા હોય એવા અનેક ગુજરાતીના દાખલા છે. જ્યાં જે વસ્તુ ન મળતી હોય એ વસ્તુ શોધીને ખાવી એ આપણી લાક્ષણિકતા છે. થાઈલેન્ડ જઈને ગુજરાતી ફૂડ શોધીને ખાશે પણ ઘેર હોય તો ગુજરાતી ખાવાને બદલે થાઈ વાનગી શોધતા હોય. ઘણીવાર તો પર રાજ્યના રેસ્ટોરન્ટના રસોડા પર કબજો કરી આપણા વ્યંજનો તબિયતથી રાંધીને ખાતા ગુજરાતીઓ ક્યારેય ફૂગાવાની જેમ વધતી જતી ફાંદની ચિંતા કરતા નથી. ઓહોહો.. આખી વાતમાં પુરૃષના ખોરાકની વાત તો રહી જ ગઈ! પણ પુરૃષને માટે કહી શકાય કે જે થાળીમાં આવે એ ચૂપચાપ ગમતી વાનગી કરી હંસતા મોઢે ખાય લેતી આ નિર્દોષ પ્રજાતી છે. અને ખાય લેવું જ પડે નહિતર આ ખાધા ખોરાકી પાછળ ઊભી થતી ખાધા ખોરાકીની હાલાકી સહન કરવાની તૈયારી રાખવી પડે....
વિચારવાયુઃ શબ્દો પણ ખાઈ ગયો છું.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
લેખનું શીર્ષક વાચી અને તમને એમ થયું હશે કે હું જિંદગીથી કંટાળી અને કટાક્ષ કરૃં છું. પરંતુ ના હું જિંદગી ભરપુર માણું જ છું. છતાં મને અમુક સંજોગોમાં એવું લાગે છે કે જિંદગી કૂતરા જેવી હોવી જોઈએ પરંતુ *(ફૂદડી) તેમાં પણ ખરી, એટલે કે શરતો લાગુ. અમે સ્કૂલ સમયના મિત્રો દર ૬ મહિને ભેગા થઈ અને ભૂતકાળ વાગોળીએ અને દરેક મિત્ર પરિણીત હોય પુરૂષો પોતાનું દુઃખ ભુલવાનો પ્રયત્ન કરે અને પત્નીઓથી એ ચાર-પાંચ દિવસ આઝાદી મેળવે છે અને આનંદ કરે છે, જોકે આવું અમે પુરૂષો માનીએ છીએ હકીકતમાં તો સ્ત્રીઓ એટલે કે અમારી મિત્રોની એકલૌતી પત્નીઓ જે આનંદ કરતી હોય છે તે જોઈ અને એવું થાય કે ખરેખર અમે એમને ત્રાસ આપતા હશુ કે શું?
હવે મૂળ વાત પર આવું તો પહેલા એક જમાનો હતો જ્યારે કૂતરો ઘરની બહાર બંધાતો અને પરિવારના સભ્યો ઘરની અંદર રહેતા. અત્યારે પરિસ્થિતિ વિપરીત છે કૂતરા પણ એવા બાદશાહી થઈ ગયા છે કે પરિવારનો એક સભ્ય બહાર ખાટલો નાખીને સૂતો હોય ત્યારે કૂતરા અંદરના એસી રૂમમાં પલંગ પર આળોટતા હોય.
અમારા મિત્ર શૈલેષના ઘરે બે કૂતરા પાળ્યા છે અને શૈલેષનું કહેવું છે કે બંને અજાણ્યા માણસોને બહુ કરડે છે એટલે મહેમાનોની સંખ્યા બહુ ઓછી રહે છે. પરંતુ અમે સાથે ભણતા દરેક મિત્રો પરિવારના સભ્યો તરીકે જઈએ છીએ મહેમાનોમાં અમારી ગણતરી ન હોય અને કૂતરાઓ પણ આ વાત સારી રીતે જાણી ગયા છે એટલે શૈલેષને રાહત મળતી નથી.
લોનાવાલા જતાં જ રાત્રે બંગલામાં પહોંચ્યા કે તરત જ એક કૂતરાએ દરવાજા ઉપર જ અમારૃં સ્વાગત કર્યું આવો આવો ના અવાજો અંદરથી આવ્યા મેં બહારથી જ પૂછયું કે 'તમારૃં કૂતરૂ કરડતું નથી ને'? અંદરથી અવાજ આવ્યો કે ના અમારૃં કૂતરૂ કરડતુ નથી પરંતુ જેવો મારો દીકરાએ અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો કે તરત જ કૂતરાએ જીણકુ બટકું ભરી લીધું. મેં તરત કહૃાું કે 'આ તો કરડ્યું તો મને કહે એ ક્યાં અમારૃં છે'.
અંદર પ્રવેશતા પહેલા કૂતરાની બાદશાહી જોઈ કે લગભગ દસથી બાર એની જુદી જુદી જાતની વાનગીઓ બેઠો બેઠો તે આરોગતો હતો અને તેમાં તેને ડિસ્ટર્બન્સ ઊભું થતાં તેણે આ ચેતવણી આપી હતી. અમને પણ ખૂબ ભૂખ લાગી હતી એટલે તરત જ ડાઇનિંગ ટેબલ ઉપર બેસી ગયા મુંબઈના અમારા મિત્રોએ આગોતરૃં આયોજન કરેલું અને અમને પણ એમ થયું હતું કે જો કૂતરાને બાર જાતની વાનગીઓ હોય તો આપણે તો જલસા જ હશે.
અને ટેબલ ઉપર બેસતા જ શૈલેષ અને જયેશ બંને ભાઈઓએ કહૃાું કે તમે ટ્રેનમાં ખૂબ ખાધુ છે. એવા સમાચાર તમે લખ્યા હતા તો હવે એમ થયું કે તમારા પેટ ખૂબ ભરાયેલા હશે એટલે ખીચડી અને કઢી રાખેલ છે, મેં ખાલી એક નજર કૂતરા તરફ કરી. અહીં પહેલીવાર એમ થયું કે જિંદગી કૂતરા જેવી હોવી જોઈએ. જોકે બીજા દિવસથી સવારના નાસ્તાથી લઈને રાત્રિના જમવા સુધીમાં જલસો જ કર્યો છે તોય કૂતરા જેવો નહીં. અમે એક પલંગમાં ત્રણ જણા સુઈએ અને કૂતરૃં સાલું બિન્દાસ સોફા ઉપર એકલું પથરાયેલું હોય જીવ તો બળે જ ને, અને કૂતરૃં એકવાર સુતુ એટલે સુતુ, અમારે શું કામ પછી પણ માંડ ઉંઘ આવી હોય ત્યાં કોક આવીને ઓઢવાનું ખેંચી જાય માથા નીચેથી ઓશિકા તાણી જાય, સદ્ભાગ્યે અમે લોનાવાલા રિલેક્સ થવા જ ગયેલા એટલે એક બંગલામાં અમે પુરૂષ મિત્રો અને બીજા બંગલામાં બધાની પત્નીઓની વ્યવસ્થા કરેલી. સંપૂર્ણપણે સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા માણવા મળે તે માટે અમે આગોતરૃં આયોજન કરેલું અમને જે ફાયદો થવાનો હતો તેના કરતાં વધારે અમારી પત્નીઓને થયો. સવારના ચાથી માંડી અને લેઇટ નાઈટ નાસ્તા સુધી સળી ભાંગી અને બે કરવાની નહોતી એટલે તેઓ જે આનંદમાં હતા તે અવર્ણનીય છે. એક જ ગાડીમાં અમે પાંચ પાંચ છ જણા ભરાઈ અને જતા હતા આખા પ્રવાસ પછી ખબર પડી કે અમારી સાથે કૂતરૂ ફરતું જ હતું અને તેને માટે સ્પેશિઅલ એસી ગાડી આવતી હતી, હવે તો તમને વાંચવાવાળાને પણ એવું થયું ને કે આના કરતા તો કૂતરો થવું સારૃં.
ચુનિયાને ઘરે પણ એક સરસ મજાનું રૃંછડાવાળું ડોગી છે. ચુનીલાલને હું ચુનિયો કહી શકું છું પરંતુ ડોગીને મારે માનથી એટલે કે મોન્ટી કહીને બોલાવો પડે છે.
ચુનિયાનો છોકરો છેલ્લા પાંચ વર્ષથી પગની એડી ઘસી ઘસી અને રોવે છે કે મારા રૂમમાં હવે ગરમી ખૂબજ થાય છે એટલે એસી લગાવો પરંતુ એની એડી અડધો અડધો ઇંચ ઘસાઈ ગઈ છતાં વાંકા થઇ ગયેલા પાંખિયાવાળા પંખાથી ચલાવે છે. ત્યારે તેનો ડોગી આરામથી તેની નાનકડી રૂમમાં અડધા ટનના એસી સાથે જિંદગી માણે છે. જોકે એ વાત અલગ છે કે ચુનિયાનો છોકરો ઘણીવાર ડોગીના રૂમમાં જઈને સૂઈ આવે છે.
આતો હસવાની વાત છે બાકી ઈશ્વરે તમને જે મનુષ્ય જીવન આપ્યું છે તે અદ્ભુત છે. તમે તમારી આંગળીઓથી કોઈના આંસુ લુછી શકો છો, ડોગી માત્ર તમારૃં મોઢું ચાટી શકે આંસુઓ ના લૂછી શકે. જીવનના કપરા સમયે તો મિત્રો અને પરિવારજનો જ કામ આવે ડોગીની સારસંભાળ રખાય પરંતુ ત્રાજવાના બન્ને પલ્લા બેલેન્સ કરવા જરૂરી હોય છે.
વિચારવાયુઃ કૂતરાને કદાચ પરિવારનો સભ્ય ગણી શકાય પરંતુ પરિવારના સભ્યને કૂતરા તરીકે ના ગણાય.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
દસ-બાર જુના મિત્રો ભેગા થયા હોય અને ખીખીઆટાના અવાજ જો ચાર ઘર લગી સંભળાતા હોય તો સમજી લેવું કે જૂની વાતો નીકળી છે અને એમાં પણ મૂરખ બન્યાની વાતો છે.
મજા એ વાતની છે કે જ્યારે મૂરખ બન્યા હોય ત્યારે આપણે કોઈકના પર ગુસ્સો કરી નારાજ થયા હોઈએ. એ જ વાત અમુક સમય પછી કે વર્ષો પછી આપણે જાતે જ આપણા મિત્રોમાં પરિવારમાં શેર કરીએ.અને 'હું કઈ રીતે મૂરખ બન્યો' તે વાત વટથી કહી પોતે પણ હસીએ અને બીજાને પણ હસાવીએ.
નાના હોઈએ ત્યારે જ કોઈ મૂરખ બનાવે તેવું નથી આ મૂરખ બનાવવાની અને બનવાની મજા દરેક ઉંમરે આવતી જ હોય છે.
મારી સાથે બનેલી એક ઘટના જણાવુ તો ...
અજાણતા મૂરખ સાબિત થવાય અને પછી આપણે મૂરખ છીએ તેવું લાગવા મંડે ત્યાર પછીની આપણી હરકત ખરેખર હાસ્ય ઉત્પન્ન કરે તેવી અને હાસ્યસ્પદ પણ હોય છે.
મુંબઈમાં જૈન સોશિયલ ગ્રુપના સળંગ ચાર પ્રોગ્રામ હતા. બીજા દિવસે એક જૈન શ્રેષ્ઠી અમારી હાસ્ય શૈલી પર ઓળઘોળ થઈ અમને ત્રણેય કલાકારોને તેમના ઘરે ચા-નાસ્તા માટે લઈ ગયા.
અડધી પોણી કલાક ચા-પાણી નાસ્તા પછી બેઠા અને જતી વખતે સૌરાષ્ટ્રની સંસ્કૃતિ પ્રમાણે એક નાનકડો છોકરો ત્યાં બેઠો હતો તેના હાથમાં અમે ૧૦૦ની નોટ મૂકી અને બહુ લાડ પ્રેમથી કહૃાું 'લે બેટા ચોકલેટ ખાજે' તરત જ ઘરધણીએ કહૃાું અરે મિલનભાઈ 'એને ના હોય'....
મેં કહૃાું, 'ભલા માણસ અમારી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે એટલે પ્રેમથી આપીએ છીએ. લે બેટા ચોકલેટ ખાજે, કેડબરી ખાજે'
ઘરધણીએ પણ પ્રેમથી ઇનકાર કર્યો મિલનભાઈ 'એને ન હોય'
મેં થોડા ઊંચા અવાજે અને વઢવાની સ્ટાઇલથી કહૃાું,
'વડીલ અમે સ્ટેજ પરથી સંસ્કારની વાત કરીએ સંસ્કૃતિની વાત કરીએ અને જો તમારી પરંપરા ભૂલી જઈએ તો વ્યાજબી નહીં. તમે ના બોલો છોકરાનો હક લાગે. લે બેટા કેડબરી ખાજે'
હવે વડીલ પણ અવાજ ઊંચો કરી અને બોલ્યા, 'મિલનભાઈ એને ન હોય એ પાડોશી નો છે'.
ત્યાં સુધીમાં તો છોકરાએ અમારા હાથમાંથી ઝપટ કરી અને ૧૦૦ની નોટ લઈ લીધેલી.
હવે અમારો ઉમળકો અફસોસમાં પલટાઈ ગયો હતો.
હાસ્ય કલાકારો હું, ગુણવંત ચુડાસમા, અને તરૂણ કાટબામણા એકબીજા સામે જોઈ અને આંખો આંખોમાં એક નિર્ણય પર પહોંચી ગયા.
ત્રણેયને મૂરખ બન્યાનો અહેસાસ તીવ્ર થતો ગયો અને એક મિશનની શરૂઆત થઈ. અમારે કેટલું ધ્યાન રાખવાનું હતું? ઓપરેશન સિંદૂરમાં જેટલું ધ્યાન રખાયું હશે એટલું જ 'ઓપરેશન ૧૦૦ ની નોટ'માં રાખવાનું હતું.
છોકરાને જગ્યા પરથી ઊભો ન થવા દેવો. ૧૦૦ની નોટ મુઠ્ઠીમાંથી છોડાવવી.
આ દરમિયાન જૈન શ્રેષ્ઠી પોતાના જ ઘરમાં આ ઘટના સ્થળે હાજર ન હોવા જોઈએ. એટલે કે બીજા રૂમમાં હોવા જોઈએ.
ઘરધણી પણ અમારા ચાહક હતા. એટલે આગતા સ્વાગતતામાં અમને રેઢા મૂકવા માગતા ના હતા.
પછી મૌન રીતે અમે ત્રણેય અલગ અલગ કાર્યો નક્કી કરી લીધા. મારે છોકરાને એન્ગેજ રાખવાનો અને ઊભો નહીં થવા દેવાનો. ગુણવંતભાઈએ ઘરધણીને ગમે તેમ કરી અમારા વચ્ચેથી રવાના કરવાના. અને તરૂણ તેમની સાથે જઈ બે મિનિટ પાછા આવી ન જાય તેનું ધ્યાન રાખે.
દુશ્મનોના દેશમાંથી ટેન્ક પાછી લેવાની હોય તેમ અમે ઓપરેશન ૧૦૦ ની નોટ શરૂ કર્યું.
ગુણવંતભાઈએ નવકાર મંત્રના દર્શન કરવા માટેનો તરૂણનો નિયમ ઘરધણીને જણાવ્યો અને ઘરધણી ઉભા થયા. તરુણને ઘરધણી પાછળ મોકલ્યો. છોકરો સજ્જડ મુઠ્ઠી બાંધી અને ઘરે જવાની પેરવીમાં હતો.
અમે કોઈપણ સંજોગોમાં ૧૦૦ની નોટ ખોટા હાથમાં જવા દેવા માગતા ના હતા.
જેવા ઘરધણી અને તરૂણ દેખાતા બંધ થયા એટલે અમે છોકરાને ચિટિયો ભર્યો છોકરાની મુઠ્ઠી થોડી ઢીલી પડી અને ૧૦૦ની નોટ અમે છોકરા પાસેથી પરત પડાવી લીધી.
છોકરાએ રડવાનું શરૂ કર્યું એટલે અમે તેને આંગળી પકડી બહારના દરવાજા સુધી મૂકી આવ્યા.
ઘરધણી છોકરાના રડવાના અવાજથી વિચલિત થઈ જ્યારે પરત મારી પાસે આવ્યા ત્યારે અમે ડાહૃાા ડમરા થઈ નિરાંતે બેસી ગયા હતા. અને સામેથી જણાવી દીધું કે 'છોકરો જબરજસ્ત સ્વમાની હો. ૧૦૦ રૂપિયાની નોટ ન લીધી તે ન જ લીધી. કેટલું સમજાવ્યો કે આ લક્ષ્મી કહેવાય, તેને ઠુકરાવાય નહીં, ગલ્લામાં નાખજે, મમ્મીને આપજે, કેડબરી ખાજે,... પણ આ તારે રાખવા ના જ છે.'
'છેલ્લે તો ડોળા કાઢીને પણ કીધું. તો રોવા મંડ્યો અને ૧૦૦ની નોટ અમારા હાથમાં ધરાહારથી પકડાવતો ગયો.'
ચાલો વડીલ ખૂબ મજા આવી. ફરી મળીશું કહી અને ત્રણેય કલાકારો વિજયયાત્રામાં નીકળ્યા હોય તેમ હોટલ પરત ફર્યા. અલબત્ત પેલી સોની નોટ ટેક્સી ભાડામાં વપરાઈ ગઈ.
વિચારવાયુ : દસ રૂપિયાની ખોટી નોટ આપી અને ખરીદેલું છાપુ ચાર દિવસ પહેલાનું જૂનું નીકળે તેનું નામ કર્મનો સિદ્ધાંત.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
આ ભુરીયાઓને અહીંથી રાડ પાડી અને કહેજો કે ''અમારા જેવી મોજ તમે ક્યારેય નહીં માણી શકો.''
કેવી અને કેટલા પ્રકારની એ પણ કહેવી.
દાખલા તરીકે વરસાદનું ઝાપટું પડે અને વીજ તંત્ર તમારા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બગડી ન જાય તે માટે વીજ પ્રવાહ બંધ કરે. (આપણે તો આમ જ મન મનાવવું)
તમે પરસેવે રેબઝેબ થઈ જાવ, પછી ઊભા થઈ અને બાજુના ઘરમાં ડોકિયું કરો, ત્યાં પણ લાઈટ બંધ જુઓ, છતાં તમે પૂછો કે ''લાઈટ છે?'' તેની ''ના'' આવે એટલે હૈયે ટાઢક વળે કે ચાલો મારે એકને નથી ગઈ.
થોડા કલાકો પછી લાઈટ આવે અને જે આનંદ આવે તે આનંદ ભુરીયાઓ તમને ક્યારેય ન મળે. કારણ કે તમારે ત્યાં લાઈટ જતી નથી.
આ લાઈટનો એક કિસ્સો મને યાદ આવે છે એક અંતરિયાળ ગામમાં જવાનું થયું લગભગ અડધો દિવસ રોકાયો તેમાં સાત આઠ વાર લાઈટ ગઈ એટલે મેં ઘરધણીને કહૃાું ''આટલી બધી વાર લાઈટ જાય છે?'' તો મને કહે ''ના આટલી બધીવાર લાઈટ આવે છે.'' તેની સકારાત્મકતા ઉપર મને માન થયું.
અમારે ત્યાં રસ્તો જામ હોય ત્યારે અમે જામથી ભલે અડધો કિલોમીટર પાછળ હોઈએ તેમ છતાં હોર્ન મારી મારીને અમારી લાગણી વાયા વાયા આગળ પહોંચાડવાનો સતત પ્રયત્ન કરતા રહીએ. તમારી જેવું નહીં કે શાંતિથી કોઈને ખબર ન પડે તેમ જામ માં ફસાઈ રહેવું.
રસ્તામાં પણ અમે અમારી લાઈટ ડીમ ના કરીએ સામેવાળાની માથે નાખી દઈએ. મોજ આવે.
તમારે તો સામેવાળો ફુલ લાઇટ કરે તો ફાટી પડો અને તરત ડીમ લાઇટ કરી બાજુમાંથી નીકળી જાવ.
હમણાં મારા હાસ્યના કાર્યક્રમની એક વિદેશ ટૂર દરમિયાન મને ડ્રાઇવર વગરની ગાડી લેવા આવેલી. બધુ મોબાઈલ પર સમજાવી દીધું અને ખાલે ખાલી ગાડીમાં હું બેસી ગયો. સાલુ, વાત કોની સાથે કરવી? મૂંગો મંતર થઈ અને આખો રસ્તો મુઢની જેમ બેસી રહૃાો.
અમારે અહીંયા તો યજમાનની ઓળખાણ પૂરેપૂરી થાય તે પહેલાં તો લેવા આવેલ ડ્રાઇવરને સાત પેઢી સુધીનું પૂછી લીધું હોય એટલી વાતો કરીએ અને હાઇવે ઉપર કોઈને કાંઈ ગાડી અડી જાય તો અમે જે છુટા હાથની મારા મારી કે ડીક્ષનરી બાર ના શબ્દોથી તેને વધાવીએ તે આ ડ્રાઇવર વગરની ગાડીમાં ક્યારેય શક્ય બને? ગાડી અડી જાય તો ગાળો કોને દેવી, વઢવું કે મારવા કોને? જિંદગી જીવવાની મોજ જ ના આવે.
તમારે ત્યાં છૂટથી તમે પાનની પિચકારી પણ ના મારી શકો અને કદાચ પિચકારી મારી હોય તો ૫૦૦ ડોલરનો દંડ કરો.
અમે અહીં રોજના પાંચ હજાર ડોલરની તો પિચકારી મારી નાખીએ. અમીર હોવાનો અહેસાસ અ મને આ એક માત્ર બાબતમાં થાય છે. આ કંઈ જેવી તેવી મોજ છે?
તમને લોકોને ગંધ કે દુર્ગંધ નો ફરક જ નથી ખબર. ક્યાંથી હોય ત્યાં કોઈ ખુલ્લી ગટર જોઈ છે? અનુભવી છે?
અહીં આવો નાક ફાટી જાય તેવી દુર્ગંધ આવતી હોય અને ત્યાર પછી તમે કોઈ અત્તર કે પરફ્યુમ ની મજા માણો તો એ આનંદ કેવો અલૌકિક હોય? એ તમને ક્યારેય નહીં સમજાય.
અહીં રસ્તા ઉપરના અમારા ખાડા પહેલે ખાડે ચીપટી આવી હોય અને બીજા ખાડે ચીપટીમાંથી મુક્તિ મળે ત્યારે સુખની ચરમશીમાએ પહોંચી અમને આનંદ આવે. તમારે ત્યાં હોય તો પણ નાની-નાની ખાડુડી. અમારા એક ખાડામાં આવી સો ખાડુડી સમાઈ જાય.
જેને જીવનમાં ચીપટી નથી આવી તેને એ ચીપટીમાંથી મુક્તિનો આનંદ ક્યારેય ના અનુભવાય. એ આવી મોજ તમારા જીવનમાં?
જોકે અમારે અહીંયા તો શેર બજારમાં કે હીરા બજારમાં પણ સોદો ઊંધો પડે તો એને ચીપટી આવી કહેવાય છે. અહીં અમારે જેટલા ખાડામાં ચીપટી આવે છે તેનાથી વધારે કદાચ નિફ્ટીમાં ચીપટી આવે છે.
તમારે ત્યાં આજુબાજુમાં રહેતા હોય એને પણ તમે ઓળખતા ન હો. અને અમારે અડધું ગામ એકબીજાને ઓળખતું હોય. કારણ વગરના બે કલાક વાતો કરી શકીએ. એકબીજાની પંચાત ડહોળી શકીએ.
તમે ઓળખાણની તો વાત જ જવા દો. સાવ અજાણ્યા, કદાચ બીજીવાર મળવાના પણ નથી તેવા લોકો ટ્રેનમાં સાથે પ્રવાસ કરતા હોય ત્યારે એકબીજાના થેપલા અને છુંદા ઉલાળી જાય. ઘરધણી પહેલા બાજુની સીટવાળો દહીંની વાટકી મોઢે માંડી જાય. આગ્રહ કરી કરી અને ગાંઠિયા મરચા સંભારો ખવરાવે.
આ મોજ તમે સપનામાં પણ નહીં વિચારી શકો.
ભુરીયાવ તમે ભલે અમારા રોટલા રોટલી કે સાત્વિક ખોરાક ખાવ પણ અમે તમારા પીઝા બર્ગર ધીમે ધીમે અપનાવતા રહૃાા છીએ અને બદલો લેતા રહીશું.
તમે અમારા યોગને અપનાવશો પણ અમે તો તમારા દેકારાવાળા સંગીતને અપનાવી બદલો લઈ લઈશું. ભલે તે સંગીતમાં ખબર ના પડે પણ *દેખાડાની મોજ*,તમને ક્યારેય ન આવે એવી મોજ અમે કરીએ છીએ.
આવી તો ઘણી મોજ છે જે અમે માણી શકીએ તમે નહીં, ભુરીયાવ ...
વિચાર વાયુઃ અહીંના લોકોને ત્યાં જઈ અને નિયમો પાળવા છે. અહીં કોઈ બોલતું નથી એટલે બેફામ થવું છે. પાછા વખાણ કરે કે ''ત્યાં બધું સ્ટ્રીક બહુ''.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
આજકાલ વોટસએપ ગ્રંથાલયમાં એક ખોફનાક કીસ્સો ફરે છે. વાંચાનારનું હ્ય્દય એક થડકારો ચુકી જાય એવો કિસ્સો. વાંચો...
અમારી સોસાયટીનો વિશ્વાસ ન આવે એવો કિસ્સો,જેને સાંભળીને તમારા રુવાડા ઉભા થઈ જશે.
એ જાલીમોના હાથ ના ધ્રુજયા.સવારના ૭:૦૦ વાગે માત્ર ૬ વર્ષનો છોકરો જે એટલો સમજદાર પણ ન હતો.જેને ત્રણ જણાએ ઘેરી લીધો.
જાણો છો એ કોણ હતા???? એનો સગો બાપ,એની મૉં,અને એનો સગો ભાઈ!!!!
પહેલાં એને મીઠી મીઠી વાતુ કરીને ફોસલાવ્યો અને પછી...ફળિયાની વચ્ચોવચ દબોચી લીધો.એ હાથ જોડતો રહૃાો.અને રોતો રહૃાો.કરગરતો રહૃાો. એની ચીસોથી આસમાનને પણ શરમ આવી ગઈ પણ સગા મૉં-બાપ અને ભાઈએ એની એક પણ ના સાંભળી અને જબરદસ્તી!! નવડાવી દીધો. અને નિશાળ મોકલી દીધો.
આપણે તો પહેલાં સ્કૂલે જવાની દિલ દગડાઈને કારણે મા-બાપ ઢસડીને શાળાએ મૂકી જતા પણ બે ચાર દીવસ પછી મિત્રોને કારણે ઊંધુ થતું, સ્કુલેથી ઢસડીને ઘરે લાવવા પડે એવું ગોઠી જતુ. શાળાએ જવાની મસ્તી અલગ હતી ફરજિયાત કશું જ ન હતું પરંતુ ધમાલ મસ્તી કરવા માટે થઈ નિયમિત શાળાએ જવા નીકળતા અને અધિકતમ સમય શાળાએ રહેવાનો પ્રયત્ન કરતા.
અઠવાડીયે એક વાર જ્યારે લેશન ચેક કરવાનું હોય ત્યારે ચુનિયાને અચૂક પેટમાં દુખવા ઊપડતું અને તે ઘરે આરામ કરતો.તે બેંચ પર બેઠો નથી તેનાથી વિશેષ બેંચ પર ઊભો છે. ફૂટપટ્ટી લીટી આંકવામાં નથી વપરાઈ એટલી વાંસામાં મારવા માટે વપરાતી. ભણતર તો હતું જ પણ સાથે ગણતર પણ મળતું.
મુશ્કેલીમાંથી રસ્તો કેમ કાઢવો તે બાળગોઠિયાઓ સાથે મળી અને વિચારતા અને માસ્તરને ગોટે ચડાવતા.
ત્યારના માસ્તરો બાળક સામેથી આવતું હોય કે તરત ઓળખી જતા કે તે શું પ્રવૃત્તિ કરીને આવ્યું છે. અત્યારના શિક્ષકો પોતાની સાઇકોલોજીમાં ગોથા ખાય છે તો ચાઈલ્ડ સાયકોલોજી શું સમજી શકે?
સ્કૂલ શરૂ થઈ ગઈ છે પરંતુ હજી કેટલાક બાળકો સ્કુલમાં પણ મોબાઈલ ખોલી ને બેસે છે.ભલેને માસ્તર સામે ઉભો ઉભો બરાડા પાડે. ઘણાં બાળકોએ તો ફરિયાદ પણ કરી કે ગેમ રમવા દયો, અમને ગેમ રમતા રમતા ભણવાની આદત છે.
સ્કૂલ સાથે જોડાયેલા અમુક ધંધાધારીઓ નફો કમાઈ અને ફરવા માટે નીકળી ગયા છે. પરિવારમાં અને મિત્રોમાં ચાર પાંચ ઉઠેલ પાનિયા હોય તો દરેકને એક સ્કૂલમાં કેમ ગોઠવવા? એટલે તેમાંથી અમુકને સ્કુલ ડ્રેસની દુકાન તો અમુકને ભણવાની ચોપડીઓ ની દુકાન કરી દીધી અને નમાલા વાલીઓને ફરજિયાત ત્યાંથી જ બધો માલ સામાન લેવો એવી સૂચના આપી દીધી છે.એટલે તેમની કમાણી પૂરી થઈ ગઈ.
આજકાલ એક નવી ચિંતા ઊભી થઈ છે. કોઈ છોકરા છોકરીઓ નાપાસ જ થતા નથી. બધાને સરસ ટકાવારી આવે છે. દેશને ચિંતા કહે છે કે જો આવું ન આવું રહૃાું તો દેશને ચલાવવા વાળા નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો ક્યાંથી મળશે?
અત્યારે વિદ્યાર્થીઓને જેટલા ટકા આવે છે તેટલો આપણને તાવ આવતો.૯૯, ૯૮.૫.... આ દેશને શું થવા બેઠું છે?
હમણાં અમારા ફ્લેટમાં ઉપરના માળે ધબધબાટી અને રોકકળ નો અવાજ આવ્યો. મને મનમાં થયું કે હજુ ગઈકાલે જ છોકરો ૯૦ ટકા લઈ અને પાસ થયો છે અને આજે વળી શું થઈ ગયું? હું દોડતો ઉપર પણ પહોંચ્યો તો તેની મોમ કે'તા મમ્મી છોકરાને મારતી હતી કે 'આટલા ઓછા ટકા કેમ આવ્યા?'
હું વચ્ચે પડ્યો અને ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. મેં કહૃાું ''તમે માર્કશીટ કદાચ જોઈ નથી ૯૦ ટકા આવ્યા છે. અને ગઈકાલ સુધી તમે ખુશ હતા. આખી શેરીમાં જેની સાથે બોલવા વ્યવહાર નહોતા તેમના ઘરે પણ કામનું બહાનું કાઢી સમાચાર આપી આવ્યા છો.''
તો મને કહે ''આજે સવારે જ સમાચાર મળ્યા છે કે ઉપરવાળી નો ૯૫ લઈ આવ્યો છે.''
મને મનમાં થયું કે ઉપરવાળી અને ઉપરવાળો બંને હોશિયાર છે. કૂવામાં હોય તેવું અવેડામાં આવે.
તમારા બે માણસના જેટલા ટકા આવ્યા હતા તેનું ટોટલ કરો તો પણ પાંચ ટકા વધારે લઈને આવ્યો છે.
દેખાદેખીમાં છોકરાનો વાંસો અને ગાલ લાલ કરી નાખ્યા હતા.
દેખાદેખીમાં તો આજકાલના મા બાપ છોકરાઓ સાથે કેદીઓ જેવો વ્યવહાર કરે છે. સવારે ક્યારે ઉઠશે અને રાત્રે ક્યારે સુશે ત્યાં સુધીનું ટાઈમ ટેબલ બનાવી દે.
વિચારવાયુઃ- ભણતર જરૂરી છે તેમાં ના નહીં. પરંતુ ગણતર વગરનું ભણતર ગુલામી કરવાની માનસિકતા ધરાવતું હોય છે. આ ફર્ક પહેલી બેંચ અને છેલ્લી બેંચ વચ્ચેનો છે.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
ચુનિયાએ સવાર સવારમાં જાણે મારી નસ ખેંચવાનું નક્કી કર્યું હોય તેમ મારી માથે આવી બેસી અને હજી તો ઊંઘમાં હતો ત્યાં જ ઢંઢોળી અને આ પ્રશ્ન પૂછ્યો કે, 'નોકરી છે?' મારૃં પણ કહેવું છે કે સવારમાં હજી હું વોટ્સએપ ખોલ્યું ન હોય એટલે મગજથી તરોતાજા જ હોઉં. એટલે તરત જ મેં જવાબ મનમાં તેને આપી દીધો કે નોકરી હોત તો હું થોડો હાસ્ય કલાકાર હોત. કહેવાવાળા તો એમ પણ કહે છે કે ગાંધીજીને જો વકીલાત સરખી ચાલી હોત તો સત્યાગ્રહ ના કરત. આ વાતની જો અંગ્રેજોને ખબર હોત તો સામેથી આઠ-દસ કેસ દર મહિને મોકલતા રહેત. હજી પણ આપણે અંગ્રેજોના રાજમાં જલસા કરતા હોત. (આને જોક સમજવો કારણ કે અત્યારે એવું થતું જાય છે કે માણસો શોધતા જ હોય છે કે કોણ કલાકાર ક્યાં ચિપટીમાં આવે છે.) પરંતુ મૂળ વાત પર આવું કે આમ જુઓ તો સવાર સવારમાં મને ક્યારેય હેરાન કરે નહીં દિવસ આખાની વસ્તુ જુદી છે. પરંતુ આજે સવાર સવારમાં એણે મને હલાવી અને પૂછી નાખ્યું કે નોકરી છે? એટલે તરત જ સ્વસ્થ થઇ અને તેના પ્રશ્ન પર ધ્યાન આપ્યું. ઉપર કાઠે ખૂબ વરસાદ થયો હોય અને ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય એવા સમયે જો ડેમનો એકાદ દરવાજો ખોલો અને જે પાણીનો પ્રવાહ ચાલુ થાય તે જ રીતે માત્ર ચુનિયાના ખભે હાથ મૂકી અને મેં એટલું પૂછ્યું કે, 'આ પ્રશ્ન કેમ પૂછો પડ્યો?, અને કોના માટે પૂછો પડ્યો?' ત્યાં તો પાપણના બંધ તૂટી ગયા. અંગત સગા ગુજરી ગયા ત્યારે પણ આવો ધ્રુસકે-ધ્રુસકે અમારો ચુનિયો રોયો ન હતો. માંડ મેં મારા ભાગમાંથી થોડી ચા ચખાડી એટલે તે શાંત થયો.
ચુનિયાએ માંડીને મને વાત કરી કે, 'ભાઈ તમે મારા માસીના દેરના નણંદના દીકરાને ઓળખો કે નહીં?' મારો દૂરનો સાળો થાય. પાંત્રીસ વર્ષનો થયો છે તેને ઠરીઠામ કરવો છે. મેં તરત જ કહૃાું કે 'તો અહીંયા નહીં મેરેજ બ્યુરોમાં નામ લખાવ' મને કે, 'તંબુરો મેરેજ બ્યુરોમાં નામ લખાવું? ઠરીઠામ એટલે પહેલા નોકરીએ વળગાડવો પડશે અને નોકરી થોડોક સમય કરે પછી છોકરી જોગુ થાય. હવે ચુનિયાને કેમ સમજાવવું કે નોકરી કાંઈ ડાળે નથી ઉગતી કે હાથ ઊંચો કરી અને તોડી લ્યો. પરંતુ સમજે તો ચુનિયો નહીં, મેં તેને કહૃાું કે અત્યારે નોકરી ગોતવી બહુ તકલીફવાળી વાત છે. એટલે તરત જ મારી ઉપર ભડકી ગયો અને મને કહૃાું કે, 'આટલી બધી તમારી ઓળખાણ છે તો એક નાનકડી નોકરી તમે ન આવી શકો? તો અમારા મિત્ર શું કામના? અને સરકાર દર મહિને બે લાખ નોકરીઓ આપે છે. તો મારા દૂરના છતાં નજીકથી ગળે વળગેલા એવા સાળાને તમે નોકરીએ નહી લગાડી શકો? મેં તરત જ કહૃાું કે ભાઈ ધીમે બોલ જો એન્જિનિયરિંગ કોલેજના સ્નાતકો સાંભળી જશે તો હરખના માર્યા ગુજરી જશે. અત્યારે બેકારી એટલી બધી છે કે એક પોસ્ટ બહાર પડે અને તેના ફોર્મની ફી સો રૂપિયા હોય તો એટલા બધા ફોર્મ, ફી ભરાય છે કે એ પોસ્ટ માટે આજીવન મોટો પગાર આપે તો પણ એ ભરેલા ફોર્મની ફીમાંથી સરકાર તેને આખી જિંદગી પ ગાર પૂરો પાડી શકે અને રિટાયર થયા પછી સારૃં પેન્શન પણ આપી શકે તેવી પરિસ્થિતિ છે. એટલે તરત જ ચુનિયા એ કહું કે, 'એની ચિંતા ના કરો મારો સાળો છે તે ચાર ચોપડી પાસ છે. એટલે આવું બધું મગજમાં નહીં લે. મને પણ શાંતિ થઈ કે ચાલો બહુ ભણેલો નથી એટલે તરત નોકરી તો મળી જશે. પરંતુ અનુભવ વિશે હજી ચુનિયાને હું કાંઈ પૂછું તે પહેલાં જ ચુનિયા એ મારા મનની વાત જાણી અને કહી દીધું કે, 'તે નોકરી માટે અસંખ્ય જગ્યાએ ધક્કા ખાઈ ચૂક્યો છે, એટલે ધક્કા ખાવાનો પૂરતો અનુભવ છે. ગમ્મે ત્યાં ધક્કા ખાવાની નોકરી હોય તો તેને બહુ ફાવશે. ખરેખર તો મગજ શાંત રાખી અને કોઈ પણ બાબત માટે ધક્કા ખાવા તે મોટું કૌશલ્ય છે. અને આજકાલ ડિ ગ્રીનો જમાનો નથી કોઈપણ કૌશલ્ય તમે કેળવ્યું હશે તો નોકરીમાં વાંધો નહીં આવે. અને મને આ ધક્કા ખાવાનું કૌશલ્ય ખરેખર ગમ્યુ. કેમ કે આજકાલ એવી વસ્તુ છે કે જીએસટી અને નોટ બંધી પછી ધંધા-રોજગાર લોકોને કરવા છે. પરંતુ લોકો પાસે પૈસા નથી. આવા સંજોગોમાં માલ લઈને પૈ સા રોકડા ચુકવતા નથી. અને જ્યારે ચૂકવવાની વાત આવે ત્યારે માલ દેવાવાળી પાર્ટીને ધક્કા ખાવાના હોય છે. જો આવા સમયે ચુનિયાનો સાળો નોકરીએ રહી જાય તો શાંત ચિત્તે રોજ દિવસમાં ચાર-પાંચ ધક્કા ખાઈને પણ એ સામેવાળો કંટાળે અને રૂપિયા આપી દે ત્યાં સુધી ધક્કા ખાઈ ઉઘરાણી પકવી દે. એટલે આ કૌશલ્ય ખરેખર જો કોઈ ધ્યાનમાં લે તો તરત નોકરી મળી જાય તેવું હતું. ટ્રાયલ માટે એક જગ્યાએ ચુનિયાના સાળાને મે સ્યો... કર્યો, ડોબરમેનની જેમ છૂટયો અને સાંજ સુધીમાં ચાર-પાંચ ધક્કા ખાય તેની સામે બેસી અને ઉઘરાણી લઈ આવ્યો.
બીજા દિવસ સવારથી અમે ચુનિયાના સાળાને લઇ અને નોકરીની શોધમાં નીકળ્યા. શરૂઆતમાં તો બહુ મોટી મોટી પોસ્ટ માટે અમે કોશીશ કરી પણ આખો દિવસ ચુનિયાના સાળા સાથે રહેવાથી અને એક વખત વાતની ખબર પડી ગઈ કે સાળો ભલે દૂર ન થતો હોય પરંતુ બુદ્ધિ ક્ષમતાની રીતે ચુનિયાનો સગો ભાઈ હોય એટલો ઈન્ટેલિજન્ટ હતો. મેં મારા એક મિત્ર કલેકટર ઓફિસમાં નોકરી કરતા હતા એટલે ચુનિયાને કહૃાું કે, 'ચાલો કલેકટર ઓફિસ આપણે નોકરી માટે જવાનું છે.' એટલે તરત જ ચુનિયાએ કહૃાું કે, 'ના ના એમ સીધો કલેકટરના બનાવાય, એકાદ-બે મહિના નોકરીનો અનુભવ થઇ જાય પછી વાત.' ધરમ સોગન મને એમ થયું કે કલેકટર ઓફિસ ગ્રાઉન્ડ ફલોર પર છે. જો અગિયારમાં માળે હોત તો ત્યાંથી ચુનિયાને અને તેના સાળાને ઠેકડો મરાવી દેત. તારા સાત ખાનદાનમાં કોઈ કંડકટર થવાને લાયક નથી અને તું કલેકટરની વાત કરે છે? મારો આટલો હજી ગુસ્સો શાંત થાય એ પહેલા જ ચુનિયાના બાપુજીનો ફોન આવ્યો અને ચુનિયો તેમની પર ગરમ થઈ ગયો. અને તેને શાંત પાડતા કહૃાું કે, 'ગમે તેમ તો એ બાપુજી છે ગુસ્સો ન કરાય' મને કહે શું કામ ગુસ્સો ન કરૂ? હજી આને ડફોળને નોકરી મળતી નથી. અને મારા બાપા એમ કહે છે કે એમના માટે હું નોકરી ગોતુ. મેં તેમને કહૃાું કે આ ઉંમરે નોકરી નહીં પ ેન્શનની ઉંમર છે. તો મને કહે છે પેન્શન અપાવ. હવે હું શું કરૃં?' મેં તરત જ કહૃાું કે સો રૂપિયા હું આપું રૂબરૂ જા અને બાપુજીને વઢવાની જગ્યાએ એકાદ ધબ્બો મારીને આવ.
હજુ આ આઘાતમાંથી બહાર નીકળ્યો ત્યાં મેં બે ચાર જણાને નોકરીની વાત કહી દીધેલી ત્યાંથી એક મિત્રે ફોન કર્યો કે એક જગ્યાએ નોકરી છે, પગાર નથી પણ બે ટાઈમ ખાવાનું મળી રહેશે. માત્ર એ કહે એટલું જ કામ કરવાનું બહુ નથી બે ટાઈમનું કામ છે. મેં તરત જ ત્યાં રિક્ષા લઇ અને એ ભાઈને મળવા માટે એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી. મહાકાય શરીર ધરાવતા એ મહાશયએ નોકરી નો પ્રકાર કયો ત્યાં મને પણ ધનુર ઉપડી ગયું. ચુનિયાના સાળાને તેણે એટલું જ કહૃાું કે બે ટાઈમ વાહન લઇ અહીંથી અડધી કલાક દૂર એક આશ્રમ છે ત્યાં જઈ અને જમી આવવાનું. અને મારા માટે ટિફિન લઈ આવવાનું. બસ આટલું જ કામ લાંબી વિગતે ખબર પડી કે આશ્રમમાં મફત જમાડે છે પરંતુ આ મહાશયને ત્યાં જવું ન પડે એટલા માટે ઘરે બેઠા જુગાડ કરે છે. ચુનિયાના સાળાને તો વાહનના લોભે એ કામ પણ કરવાનું મન હતું પરંતુ વાહનમાં પંખા વગરની સાઈકલ છે તેવું જાણ્યા પછી એણે પણ પગ પછાડયા. પરંતુ આખી વાત આશ્રમની જાણ્યા પછી ચુનિયાએ મને થોડોક દૂર લઇ જઇ અને એટલું જ કહૃાું કે, 'મિલનભાઈ આને નોકરી મળે ત્યાં સુધી જો આ મફતમાં જમાડે છે એ આશ્રમમાં રહેવાનું થઈ જાય તો પગાર પેટે ૫૦૦ રૂપિયા દર મહિને હું આપીશ. કારણ કે આ મારા ઘરે રહે છે છેલ્લા એક મહિનાથી. તેનો ખોરાક એટલો છે કે એક વર્ષના દાણા ઘરમાં ભરાવ્યા છે પરંતુ બે મહિનામાં આ બાર મહિનાનો માલ સાફ કરી નાખશે તેવું મને લાગે છે. અમારૃં આખું કુટુંબ દસ રોટલી ખાય છે. જ્યારે આ એકલો ૨૦ નો આંકડો પાર કરી જાય છે. વિશ્વાસ ના આવતો હોય તો બે દિવસ તમે તમારા ઘરે જમાડો. મેં તરત જ કહૃાું કે, 'હું તારા પર અવિશ્વાસ કરી જ ન શકુ દોસ્ત' આટલું હું બોલ્યો અને ફરી ચુનિયો ગળગળો થઈ ગયો અને કહૃાું કે, 'દોસ્ત બોલો છો તો બે દિવસ તમે રાખી પણ નહીં શકો એમને? પહેલીવાર મેં એક ખંધા રાજકારણની રીતે એ વાત સાંભળી જ ન હોય તેવા મોઢા પર એક્સપ્રેશન આપી અને આશ્રમનું સરનામું પેલા ભાઈ પાસેથી લઈ અને એ તરફ પ્રયાણ કર્યું.
તમે પણ શું શાંતિથી વાંચો છો? અમે આટલા હેરાન થઈએ છીએ તો તમને એવું ન થાય કે િ મલનભાઈના મિત્ર ચુનિયાના સાળા માટે તમારી પેઢીમાં કે ઓફિસમાં નોકરી હોય તો મિલનભાઈને ફોન કરીએ. ચાલો બધા પોત પોતાનું સરનામું મને મોકલો એટલે બે દિવસ આ ચુનિયાના સાળાને તમારે ત્યાં મોકલુ છું કામ જે કરાવો તે બસ ખાલી જમાડી દેજો.
વિચાર વાયુઃ- આખો દિવસ કામ એવી રીતે કરીએ કે..... બીજે દિવસ સવારે જ શેઠ ઘરે આવી અને ના પાડી જાય.
લિખિતંગઃ-સાળાસાહેબ.
મિલન ત્રીવેદી
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો