જાણો, તા. ૦ર જુલાઈ, ગુરૂવાર અને જેઠ વદ બીજનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૮ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ વદ-૦૨ :

તા. ૦૨-૦૭-ર૦૨૬, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,

મુસ્લિમ રોજઃ ૧૬, નક્ષત્રઃ ઉત્તરષાઢા,

યોગઃ વૈધૃતિ, કરણઃ વણિજ

 

તા. ૦૨ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્યમાં સુધારો આવતો જોવા મળે. જુના રોગો, તકલીફોમાંથી મુક્તિ મળતા  રાહતનો અનુભવ થાય. નોકરી-ધંધામાં આપના કામ ઉકેલાતા જાય. આપની  બુદ્ધિ-અનુભવ-આવડતથી મહેનતથી પ્રગતિ કરી શકો. સિઝનલ ધંધામાં આપને લાભ થાય.  કુટુંબ-પરિવાર-મિત્રવર્ગ સાથે યાત્રા-પ્રવાસ થઈ શકે. પરદેશ જવાના યોગ ઊભા થાય.

બાળકની રાશિઃ મકર

જાણો, તા. ૦ર જુલાઈ, ગુરૂવાર અને જેઠ વદ બીજનું રાશિફળ

ધન સહિત બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વૃદ્ધિ તથા ધારણા મુજબનું ફળ  મળતું જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લેવામાં મન  વ્યગ્રતા અનુભવે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને  ચિંતા જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દેશ-પરદેશના, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા રહે. સંયુક્ત ધંધામાં  ભાઈ-ભાંડુ મદદરૂપ થાય.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૨

 

Cancer (કર્ક: ડ-હ)

દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને.  સામાજિક-વ્યાવહારિક કામ થાય.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ લાવી શકો. સિઝનલ ધંધામાં  લાભ-ફાયદો થાય.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૩

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકૂળતા જણાય. આપે ઉતાવળ કરવી નહીં. પરદેશના કામ  અંગે ખર્ચ જણાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૪

 

Libra (તુલા: ર-ત)

આપની ગણતરી-ધારણા પ્રમાણેનું કામ થવાથી આપનો કામ કરવાનો ઉત્સાહ વધે. સરકારી  કામ અંગે મુલાકાત થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૫-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

નાણાકિય રોકાણ-વ્યવહારના કામમાં સાનુકૂળતા રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવવાથી  આવક જણાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૪-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામ થવાથી આપને આનંદ જણાય. પરદેશના  કામમાં પ્રગતિ જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૮

 

Capricorn (મકર: ખ-જ)

આપને કામકાજમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. જમીન-મકાનના કામમાં ઉતાવળ  કરવી નહીં.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૩

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. સંતાનના  પ્રશ્ને ખર્ચ-ખરીદી થાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના  કાર્યભારમાં વધારો થાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૧-૪

જાણો, તા. ૦૧ જુલાઈ, બુધવાર અને જેઠ વદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૮ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, જેઠ વદ-૦૧ :

તા. ૦૧-૦૭-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,

મુસ્લિમ રોજઃ ૦૮, નક્ષત્રઃ સ્વાતિ,

યોગઃ શિવ, કરણઃ તૈવિણિજ

 

તા. ૦૧ જુલાઈ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કૌટુંબિક-પારિવારિક બાબતે સારૃં રહે. સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવવાથી  રાહત-આનંદની લાગણીનો અનુભવ થાય. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે દોડધામ-શ્રમ-ખર્ચ  જણાય. નોકરી-વ્યવસાયના કામમાં સરળતા રહે. આપના કાર્યની કદર-પ્રસંશા થાય.  પરદેશના કામ થઈ શકે. મહત્ત્વના નિર્ણય લઈ શકાય.

બાળકની રાશિઃ તુલા

જાણો, તા. ૦૧ જુલાઈ, બુધવાર અને જેઠ વદ એકમનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોના કામની કદર-પ્રશંસા થાય. દોડધામ-શ્રમ વધે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

સંસ્થાકીય કામ, જાહેરક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા જણાય. રાજકીય-સરકારી કામકાજ અંગે  મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૬

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપને કામકાજમાં પ્રતિકૂળતા જણાય.  ઉદ્વેગ-ઉચાટ રહે. આપે ધીરજ અને શાંતિ રાખીને  દિવસ પસાર કરી લેવો.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. અગત્યના કામકાજ અંગે  મિલન-મુલાકાત થાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૪

 

Cancer (કર્ક: ડ-હ)

જમીન-મકાન-વાહનના કામ અંગે બહાર કે બહારગામ જવાનું બને. મિત્રવર્ગ-સંબંધીવર્ગનું  કામકાજ રહે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૯-૧

 

Leo (સિંહ: મ-ટ)

આપના કામની કદર-પ્રશંસા થવાથી આપને આનંદ જણાય. કામનો ઉકેલ આવતો જવાથી  દોડધામ-શ્રમ વધે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૮

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપને રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડે. નાણાકીય  લેવડ-દેવડમાં સંભાળવું.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩

 

Libra (તુલા: ર-ત)

આપના મહત્ત્વના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. અગત્યના નિર્ણય લેવાના હોય તો  લઈ શકાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૨-૪

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપને કામકાજમાં સાનુકૂળતા રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ  જણાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૬-૩

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે.  મિલન-મુલાકાત થઈ શકે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૧-૪

 

Capricorn (મકર: ખ-જ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં.  ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૮

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાની ઓછી થાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી  જાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપની બુદ્ધિ-અનુભવ-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ  સરળ થાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧

જાણો, તા. ૩૦ જુન, મંગળવાર અને જેઠ વદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૬-૦૭ - સુર્યાસ્ત : ૭-૩૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, નિજ જેઠ વદ-૦૧:

તા. ૩૦-૦૬-ર૦૨૬, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૦,

મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ પૂર્વષાઢા,

યોગઃ બ્રહ્મ, કરણઃ બાલવ

 

તા. ૩૦ જૂન ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં વ્યવસાયિક બાબતે ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતાનો સામનો કરવો  પડે. તેથી આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર આપે આગળ વધવું. નાણાકિય  આયોજનમાં ધ્યાન રાખવું પડે. ખોટા ખર્ચાઓને લીધે નાણાભીડનો સામનો કરવો પડે.  વિદ્યાર્થીવર્ગે વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરવી.

બાળકની રાશિઃ ધન

જાણો, તા. ૩૦ જુન, મંગળવાર અને જેઠ વદ એકમનું રાશિફળ

મીન સહિત બે રાશિના જાતકોને સિઝનલ ધંધામાં લાભ-ફાયદો જણાય. મહત્ત્વના  નિર્ણય લઈ શકાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યની સાથે અન્ય કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. દિવસ પસાર થાય તેમ  કામનો ઉકેલ આવે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૩

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના-સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી  બેચેની અનુભવાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

દિવસનો પ્રારંભ સુસ્તી-બેચેની સાથે થાય. થાક-કંટાળો અનુભવાય. પરંતુ જેમ દિવસ પસાર  થાય તેમ શાંતિ રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૧-૫

 

Cancer (કર્ક: ડ-હ)

જુના સ્નેહી, મિત્રવર્ગની આકસ્મિક મુલાકાતથી આનંદ અનુભવાય. યાત્રા-પ્રવાસનું આયોજન  ગોઠવાઈ શકે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૬

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામ અંગે  દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૯

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસનો પ્રારંભ સારો રહે. કામનો ઉકેલ આવતો જાય. જેમ દિવસ પસાર થાય તેમ આપને  પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

માનસિક પરિતાપ-વ્યગ્રતામાં દિવસ પસાર થાય, વિચારોની દ્વિધા-અસમંજસતા લીધે કામમાં  ધ્યાન રાખવું.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે  મિલન-મુલાકાતથી આપને આનંદ રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપને દોડધામ-શ્રમ રહે. ભાઈ-ભાંડુનો  સાથ મળી રહે.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

આડોશ-પાડોશના, ભાઈ-ભાંડુના કામ અંગે વ્યસ્તતા જણાય. બપોર પછી આપને તબિયતની  અસ્વસ્થતા જણાય.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

બપોર સુધી આપને કામમાં પ્રતિકૂળતા જણાય. કામ કરવાની ઈચ્છા ન થાય. ત્યાર બાદ ધીરે  ધીરે રાહત થતી જાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૧

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

સિઝનલ ધંધામાં આપને લાભ-ફાયદો જણાય. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. બપોર પછી  કામમાં વ્યસ્તતા જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪

જાણો ર૯ જૂન થી ૦૫ જુલાઈ સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

કર્ક સહીત ત્રણ રાશિના જાતકોને અગત્યના કામમાં સાવધાની રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, આર્થિક તંગી રહે

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે મધ્યમ પ્રકારનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં વાતાવરણ શુષ્ક જણાય. આર્થિક બાબતે નાણાકીય તંગીનો સામનો કરવો પડી શકે છે. હાલ મોટા આર્થિક રોકાણને મુલતવી રાખવા યોગ્ય રહેશે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ મળી રહે. સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓ હાવિ થતા જણાય. માતા-પિતા, વડીલ વર્ગથી લાભ થાય. તા. ર૯ થી ર નાણાભીડ. તા. ૩ થી પ સ્વાસ્થ્ય સુધરે.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે વ્યસ્તતા વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના થકી કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થાય, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. મોજ-શોખ પાછળ સમય અને નાણાનો વ્યય થતો જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે પ્રગતિ-ઉન્નતિની તકો પ્રાપ્ત થાય. સંતાનના અભ્યાસ અને આરોગ્ય બાબતે ચિંતા રહ્યા કરે. યાત્રા-પ્રવાસનું આયોજન આ સમયમાં શક્ય બને. તા. ર૯ થી ર વ્યસ્તતા રહે. તા. ૩ થી પ ખર્ચાળ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે ધંધા-વ્યવસાય ક્ષેત્રે લાભ અપાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી મંદીની અસરમાંથી મુક્તિ મેળવી શકશો. ધાર્યો લાભ પ્રાપ્ત થતાં ઉત્સાહમાં વધારો થતો જોવા મળે. નાણાકીય સ્ત્રોતો મેળવવાનો માર્ગ મોકળો થતો જણાય. ગૃહસ્થ જીવનમાં વાતાવરણ ડામાડોળ થતું જોવા મળે. જમીન-મકાન-રોકાણને લગતા પ્રશ્નો હશે તો તેનો નિકાલ લાવી શકશો. તા. ર૯ થી ર વિવાદ ટાળવા. તા. ૩ થી પ સફળતા મળે.

 

Cancer (કર્ક: ડ-હ)

તમારા માટે મહત્ત્વના કાર્યોમાં સાવધાની રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના મહત્ત્વના નિર્ણય લેવામાં થાપ ખાઈ શકો છો. કલ્પના અને હકીકત વચ્ચે અટવાતા જણાવ. આર્થિક રોકાણ તથા મિલકતની ખરીદીમાં સાવચેત રહેવું. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહેવા પામે. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ, માતા-પિતા તરફથી સહકાર તથા સ્નેહ પ્રાપ્ત કરી શકો. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. તા. ર૯ થી ર આરોગ્ય સુધરે. તા. ૩ થી પ સંભાળવું.

 

Leo (સિંહ: મ-ટ)

આપના માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય અને સંજોગો આપને અનુકૂળ રહેતા જણાય. વ્યાપાર-વ્યવસાયમાં આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય બાબતે કોઈ સમસ્યા હશે તો તેમાં ધીમી ગતિએ પણ સુધારો જોવા મળે. ગૃહસ્થજીવનમાં વાતાવરણ ઉગ્ર બની શકે છે. વાણી ઉપર સંયમ રાખવો શ્રેષ્ઠ રહેશે. જમીન-મકાનના પડતર પ્રશ્નોનો નિકાલ લાવી શકશો. સંતાન અંગે ચિંતા રહ્યા કરે. તા. ર૯ થી ર તણાવ રહે. તા. ૩ થી પ શુભ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

તમારા માટે ક્રોધ-આવેશ ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપના અંગત સંબંધો વણસતા જણાય. નાની-નાની વાતમાં વાદ-વિવાદ મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. ધીરજ અને સંયમથી વર્તશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. નાણાકીય દૃષ્ટિએ સપ્તાહ સારૂ રહે. અપેક્ષા અનુસાર કામ મેળવી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે સમય આત્મમંથન કરાવવાવાળો બની રહે. તા. ર૯ થી ર વિવાદ ટાળવા. તા. ૩ થી પ આર્થિક લાભ થાય.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે માનસિક શાંતિનો અનુભવ કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ પ્રન્નતાભરી રહેવા પામે. પરિવારજનો-સ્નેહીજનો સાથે સમય આનંદપૂર્વક પસાર કરી શકશો. ભૌતિક સુખ-સગવડના સાધનો પાછળ નાણાનો વ્યય થતો જણાય. વ્યાપાર-વ્યવસાયમાં મંદીના દર્શન થાય. ધાર્યો લાભ મેળવવા હજુ યોગ્ય સમયની રાહ જોવી પડે. સાંસારિક જીવનમાં એકમેકનો સાથ-સંગાથ મળી રહે. તા. ર૯ થી ર આનંદદાયી. તા. ૩ થી પ ખર્ચ-વ્યય.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે તબિયત સાચવવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આરોગ્ય નરમ-ગરમ રહેતું જણાય. બહારના ખાન-પાન, આહાર-વિહારમાં તકેદારી રાખવી આવશ્યક બની રહે. વેપારી વર્ગને નવી ધંધાકીય ખરીદી શક્ય બને. સામાજિક ક્ષેત્રે ગુમાવેલી નામના પરત મેળવી શકશો. ભાઈ-બંધુ સાથે કોઈ વિવાદ હશે તો તેનો સુખદ નિકાલ લાવી શકશો. મિત્રથી લાભ થાય. વડીલ વર્ગના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. તા. ર૯ થી ર સ્વાસ્થ્ય સાચવવું. તા. ૩ થી પ સારી.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે પરિશ્રમ કરાવનો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ જેટલી મહેનત કરશો તેટલું ફળ આપને મળશે. ભાગ્ય કરતા પુરુષાર્થનું ફળ વધારે મળતું જણાય. દાંપત્યજીવનમાં એકરસતા અને મધૂરતા જળવાઈ રહે. સંતાન બાબતે ચિંતા રહ્યા કરે. નાણાકીય સ્થિતિ એકંદરે સારી રહે. આવકના સ્ત્રોત ચાલુ રહે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી સાથે મતભેદ-વિવાદ થઈ શકે છે. નાની-મોટી યાત્રા-પ્રવાસ થઈ શકે. તા. ર૯ થી ર આનંદદાયી. તા. ૩ થી પ કાર્યશીલ.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સુખદ પરિસ્થિતિનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન લાંબા સમયથી ચાલી આવતી તકલીફોમાંથી મુક્તિ મળવાના રસ્તા પ્રાપ્ત થતા જણાય. નાણાકીય સ્થિતિ મજબૂત બનતા માનસિક રાહતનો અનુભવ થાય. પારિવારિક ક્ષેત્રે વડીલ વર્ગ તરફથી લાભ થઈ શકે. આરોગ્ય બાબતે તકેદારી રાખવી. નોકરિયાત વર્ગને કામના બદલામાં પ્રશંસા-વખાણ સાંભળવા મળે. વિદ્યાર્થી વર્ગે ઈચ્છિત પરિણામ મેળવવા મહેનત વધારવી પડે. તા. ર૯ થી ર સુખદ. તા. ૩ થી પ આર્થિક લાભ.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે આર્થિક આયોજનની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની નાણાકીય સ્થિતિ તંગ બનતી જણાય. આવક સામે ખર્ચનું પ્રમાણ લગભગ બમણું થતું જણાય. નિશ્ચિત આયોજનથી આગળ વધશો તો લાભદાયી બની રહેશે. સામાજિક ક્ષેત્રે યશ-કીર્તિ પ્રપ્ત થતા જણાય. આપના કાર્યોને વખાણવામાં આવે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. તા. ર૯ થી ર આર્થિક આયોજન કરવું. તા. ૩ થી પ સામાન્ય.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે નવી દિશાઓનું નિર્માણ કરતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના વ્યાવસાયિક ક્ષેત્રે ઉન્નતિના માર્ગો ખૂલતા જણાય. વ્યાપારીવર્ગ માટે નવી ખરીદી માટે સમય શ્રેષ્ઠ ગણી શકાય. પારિવારિક ક્ષેત્રે મતભેદ કે મનદુઃખ હશે તો તેનું નિરાકરણ લાવી શકશો. જાહેરજીવન ક્ષેત્રે શત્રુ વિરોધીઓથી ચેતતા રહેજો. સામાજિક-રાજકીય ક્ષેત્રે સાવધાન રહેવું. તબિયત સુખાકારી સારી રહેવા પામે. તા. ર૯ થી ર લાભદાયી. તા. ૩ થી પ મિશ્ર.

જાણો રર જૂન થી ર૮ જૂન સુધીનું સાપ્તાહિક ભવિષ્ય

કન્યા સહીત ત્રણ રાશિના જાતકોને આવનારા સપ્તાહમાં તબિયત સુધરે, આર્થિક તંગી રહે, લાભ થાય

 

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે મિલન-મુલાકાત કરાવનારો સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન કોઈ નવી વ્યક્તિ સાથેની મુલાકાત વ્યાપારિક સંબંધો મજબૂત કરી શકશો. યાત્રા-પ્રવાસ મજાનો, પણ સાથે સાથે ખર્ચાળ પૂરવાર થાય. નોકરી-ધંધામાં આપની બુદ્ધિ અને કૌશલ્યથી ધારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પારિવારિક સંબંધોમાં આપની લાગણીઓ ઉપર કાબૂ રાખવો. દિલની જગ્યાએ દિમાગથી કામ લેશો તો સફળતા મેળવી શકશો. તા. રર થી રપ સારી. તા. ર૬ થી ર૮ મિલન-મુલાકાત.

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ખર્ચાળ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન ભૌતિક સુખ-સગવડ, ભોગ-વિલાસના સાધનો પાછળ નાણાનો ખર્ચ કરવા આપ આકર્ષાતા જણાવ. આર્થિક ક્ષેત્રે થોડા-ઘણાં અંશે નાણાભીડનો સામનો કરવો પડે. કૌટુંબિક સંબંધોમાં કોઈ વિવાદ હશે તો તેનો સુખદ અંત આવતા માનસિક ચિંતા હળવી બને. મિલકત-જમીન-મકાન, રહેઠાણને લગતી બાબતોમાં પરિણામ આપના પક્ષમાં આવી શકે. યાત્રા-પ્રવાસ ખર્ચાળ સાબિત થાય. તા. રર થી રપ ખર્ચાળ. તા. ર૬ થી ર૮ શુભ.

 

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે કાર્યબોજ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન એક કરતા વધારે જવાબદારીઓને કારણે આપ સતત વ્યસ્ત રહેતા જણાવ. મહેનતનું મીઠું ફળ પણ ચાખી શકશો. વ્યાપાર-ધંધામાં તેજીના દર્શન થાય. ગૃહસ્થ જીવનમાં વડીલ વર્ગ સાથે ઘર્ષણ ટાળવું. સંબંધોની ગરિમા જાળવતા શીખવું પડશે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોએ શત્રુ વિરોધીઓથી સાવધાન રહેવું. આરોગ્ય ધીમે ધીમે સુધરતું જણાય. તા. રર થી રપ કાર્યબોજ રહે. તા. ર૬ થી ર૮ સ્વાસ્થ્ય સુધરે.

 

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની માનસિક સ્થિતિ ત્રસ્ત બનતી જણાય. ઘર-પરિવારમાં નજીકના સંબંધો વણસતા જણાય. ક્ષમા કરવાની ભાવના કેળવશો તો મહદ્અંશે ફાયદામાં રહેશો. વ્યવસાય ક્ષેત્રે કોઈ નવી તક હાથમાં આવી શકે. ધાર્યો લાભ પ્રાપ્ત થતા આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામાજિક જીવનમાં મિલન-મુલાકાતના પ્રસંગો બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. તા. રર થી રપ વ્યાવસાયિક લાભ. તા. ર૬ થી ર૮ વિવાદ ટાળવા.

 

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને વ્યાપારિક-રોજગાર ક્ષેત્રે લાભદાયી તકો પ્રાપ્ત થાય, જેથી આપ સફળતા તથા ઉન્નતિના શિખર સર કરી શકશો. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારી તરફથી પ્રોત્સાહન મળે, જેના કારણે આપનો આત્મવિશ્વાસ દૃઢ બને. આર્થિક સ્થિતિ સુખદ રહેવા પામે, જો કે આરોગ્ય બાબતે સમય નબળો પૂરવાર થાય. પડવા-વાગવાથી સાવધાન રહેવું. મિત્રથી લાભ થાય. તા. રર થી રપ પ્રગતિકારક. તા. ર૬ થી ર૮ સાનુકૂળ.

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને જુના રોગોમાંથી મુક્તિ મળતા શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય મેળવી શકશો. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે ધારેલા લાભ માટે યોગ્ય સમયની રાહ જોવી પડે. વ્યાપારી વર્ગે હાલ મોટું આર્થિક રોકાણ ટાળવું. દાંપત્યજીવનમાં વાતાવરણ એકંદરે શાંતિમય રહે. વિદ્યાર્થી વર્ગને નવી રાહ, નવી દિશા મળી રહે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જાતકોને માન-સન્માન મળે. તા. રર થી રપ આરોગ્ય સુધરે. તા. ર૬ થી ર૮ મિશ્ર.

 

Libra (તુલા: ર-ત)

તમારા માટે આનંદદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ માનસિક રીતે પ્રસન્ન રહી શકશો. ચિંતાઓ તથા જવાબદારીઓનો ભાર હળવો થતો જણાય. નાની-મોટી યાત્રા કે પ્રવાસનું આયોજન શક્ય બને. પારિવારિક ક્ષેત્રે મિલકત-જમીન-મકાન અંગેના વિવાદનો સુખદ અંત આવે, જો કે નાણાકીય બાબતે સ્થિતિ નબળી રહેવા પામે. સુખ-સગવડના સાધનોની પાછળ નાણા ખર્ચવા આકર્ષાશો. આરોગ્ય નરમ-ગરમ રહેવા પામે. તા. રર થી રપ સુખમય. તા. ર૬ થી ર૮ ખર્ચાળ.

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે નાણાભીડ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આર્થિક સ્થિતિ કથળતી જણાય. આકસ્મિક ખર્ચાઓને કારણે મહિનાનું બજેટ હાલક-ડોલક થતું જણાય. બિનજરૂરી ખર્ચ ટાળવો, અન્યથા ઉછીના નાણા લઈ વ્યવહાર ચલાવવો પડે. આરોગ્ય સુધરતું જણાય. રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા રાહત અનુભવશો. સાંસારિક જીવનમાં પરિવારજનોનો સહકાર પ્રાપ્ત થાય. નાની-મોટી યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. શત્રુ વિરોધીઓ બળવાન બનતા જણાય. તા. રર થી રપ સ્વાસ્થ્ય સુધરે. તા. ર૬ થી ર૮ નાણાભીડ રહે.

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે ભાગ્યબળ વધારતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ પુરૂષાર્થ કરતા પ્રારબ્ધનું ફળ વધારે મળતું જણાય. સમય-સંજોગો આપના પક્ષમાં રહેતા જણાય. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી ન શકાય. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહ્યા કરે. ઋતુગત બીમારીઓથી પરેશાની રહી શકે. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં રૂચી વધતી જણાય. વડીલોપાર્જિક મિલકત અંગેના વિવાદોનો નિકાલ સુખદ આવી શકે. રાજકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જાતકોને ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત થાય. તા. રર થી રપ શુભ. તા. ર૬ થી ર૮ સામાન્ય.

 

Capricorn (મકર: ખ-જ)

આપના માટે સંયમપૂર્વક ચાલવાની સલાહ આપતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સમય થોડો નબળો જણાય. સામા પવને ચાલતા હોય તેવો અનુભવ થાય. પરિસ્થિતિને કાબૂમાં લેવા અથાગ પરિશ્રમ કરવો પડે. વ્યાપાર-ધંધામાં, આર્થિક વ્યવહારોમાં સાવધાની દાખવવી. કોર્ટ-કચેરી જેવા કાર્યોમાં અન્ય વ્યક્તિની મધ્યસ્થી દ્વારા સારૂ પરિણામ આવે. જાહેર જીવનમાં વરિષ્ઠ વ્યક્તિઓ સાથે મિલન-મુલાકાત થાય. ધાર્મિક બાબતોમાં આપનું મન ખેચાતું જણાય. તા. રર થી રપ સંભાળવું. તા. ર૬ થી ર૮ મિલન-મુલાકાત.

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે લાભદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન નોકરી-ધંધા-વ્યવસાય ક્ષેત્રે સારો એવો લાભ પ્રાપ્ત કરી શકશો. આપના પ્રયત્નોને બિરદાવવામાં આવે. આર્થિક પ્રગતિ સાધવાની ઈચ્છા ફળતી જણાય. આરોગ્ય બાબતે સમય નબળો રહેવા પામે. પડવા-વાગવાથી સાચવવું. વાહન ચલાવવામાં તકેદારી દાખવવી. દાંપત્યજીવનમાં સંબંધોમાં એકરૂપતા બની રહે. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થાય. મોજ-શોખ પાછળ ખર્ચ થાય. તા. રર થી રપ લાભ. તા. ર૬ થી ર૮ ખર્ચાળ.

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે શાંતિપૂર્ણ સમય સાથે લાવતું સપ્તાહ શરૂ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ આનંદમય રહે. કાર્યબોજ હળવો થતો જણાય. સ્નેહીજનો સાથે સુખની પળો માણી શકવાનો અવસર પ્રાપ્ત થાય. વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે સ્થિતિ મધ્યમ જણાય છે. ધાર્યો લાભ પ્રાપ્ત થવામાં નાની-મોટી અડચણો આવી શકે. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહેવા પામે. શારીરિક તથા માનસિક સ્વસ્થતાનો અનુભવ થાય. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં વધારે મહેનતે ઓછું ફળ પ્રાપ્ત થવાની લાગણી અનુભવાય. તા. રર થી રપ સુખદ. તા. ર૬ થી ર૮ ખર્ચ-ખરીદી.

close
Ank Bandh