Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિ પર્વ પર યોજાનારી
જામનગર તા. ૪: છોટીકાશી-જામનગરમાં હિન્દુ ઉત્સવ સમિતિ તેમજ મહાદેવ હર મિત્ર મંડળના ઉપક્રમે છેલ્લા ૪૪ વર્ષથી મહા શિવરાત્રિના પાવનકારી પર્વના દિવસે શિવ શોભાયાત્રાનું આયોજન કરતા આવ્યા છીએ. આ વર્ષે સતત ૪૫ મા વર્ષે પણ પરંપરાગત રીતે નગરનાં રાજમાર્ગ પર ભવ્યાતિભવ્ય *શિવ શોભાયાત્રા* નું આયોજન થઈ રહૃાું છે.
જેની ચર્ચા-વિચારણા અર્થે પ્રથમ બેઠક તા. ૭.૨.૨૬ને શનિવારે રાત્રિના ૯:૩૦ કલાકે પંચેશ્વર ટાવર, પાસે આવેલા શ્રી રામદૂત હનુમાનજી મંદિરે મળશે. જેમાં પાલખી સમિતિ, સંકલન સમિતિ અને ફ્લોટ સમિતિના તમામ સભ્યો સહિત જ્ઞાતિ મંડળો, ધાર્મિક સંસ્થાઓ, સત્સંગ મંડળ, સામાજિક સેવાકીય સંસ્થાઓ, મિત્ર મંડળોના હોદેદારો - સભ્યો વગેરેને સમયસર ઉપસ્થિત રહેવા મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશ ડી. વ્યાસ (રાજુ મહાદેવ) દ્વારા અનુરોધ કરાયો છે.
શિવ શોભાયાત્રામાં ચલિત કે સ્થાયી ફ્લોટ સાથે જોડાનારા તમામ મંડળના આગેવાનોએ પોતાના આયોજનની સવિસ્તાર વિગતો મિટિંગમાં રજૂ કરવાની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial