Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગરમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર મહિલા સહિત છ પકડાયા

મંગલધામ તથા જાસોલીયા સોસાયટીમાંથી ૧૧ મહિલા ઝબ્બેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ગંજીપાનાથી જુગાર રમતા ચાર મહિલા સહિત છને પોલીસે રૂા.૪૬૭૬૦ સાથે પકડી લીધા હતા. જ્યારે મંગલધામ સોસાયટી અને જાસોલીયા સોસાયટીમાંથી અગિયાર મહિલા તીનપત્તી રમતા રૂા.૨૫૩૦૦ સાથે પકડાઈ ગયા હતા.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા સંજરી ચોકમાં ગઈકાલે સાંજે ગંજી૫ાના વડે જુગાર રમતા જનકબા ભીખુભા જાડેજા, શબનમબેન નઝીરભાઈ સૈયદ, રસીદાબેન હારૂનભાઈ જીવરાણી, કુંદનબા ભરતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા, અસલમ રફીકભાઈ સૈયદ નામના છ વ્યક્તિને પોલીસે પકડી પાડી પટમાંથી રૂા.૪૬૭૬૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા મંગલ ધામમાં છેલ્લી શેરીમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા રચનાબેન સાહીલભાઈ સેવક, વિજયાબેન રમેશભાઈ ઘાડીયા, કિરણબેન મનિષ રામોલીયા, મયુરીબેન દીપકભાઈ પટેલ, ભારતીબેન શૈલેષભાઈ પટેલ નામના પાંચ મહિલા પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂા.૧૫૨૦૦ રોકડા કબજે કરાયા છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગર નજીક જાસોલીયા સોસાયટીમાં ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ભાવનાબેન કિરીટભાઈ માલમ, ફૈઝાનાબેન આમીર સાટી, રોશનબેન સુલતાન ખફી, મહેઝબીનબેન બશીર સમા, સવિતાબેન માલદેવ નંદાણીયા, પ્રક્ષાબેન મનહરભાઈ બદલાણી નામના છ મહિલાને પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. પટમાંથી રૂા.૧૦૧૦૦ કબજે કરી પોલીસે જુગારધારાની કલમ ૧૨ હેઠળ કાર્યવાહી કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh