Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખની અધ્યક્ષતામાં
જામનગર તા. ૧૭: મોરબી જિલ્લાના વાંકાનેરમાં આગામી તા. ૨૮-૦૭-૨૦૨પ ને સોમવારના ગાયત્રી શક્તિપીઠ મહાકાળી તળેટીમાં સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજની કારોબારી સમિતિની બેઠક સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ વિજયભાઈ બુજડના અધ્યક્ષસ્થાને બપોરે ૧-૩૦ થી ૩-૩૦ દરમ્યાન મળશે.
આ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના ૧ર(બાર) જિલ્લાના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સમિતિના સદસ્યો ઉપરાંત બહોળી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિતિ રહેશે. કારોબારી સમિતિની બેઠકમાં દિવંગત થયેલા બ્રહ્મબંધુઓને શ્રધ્ધાંજલિ અર્પણ, ગત મિટિંગની કાર્યવાહી વંચાણે લઈને બહાલી આપવા, વિધવા સહાય (ગ.સ્વ. સહાય) ભંડોળ એકઠું કરવા ઉપરાંત વરિષ્ઠ બોડીની મુદત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થાય છે તેથી ઓકટોબર-૨૦૨પ તારીખથી નવી કારોબારીની રચના કરવા સહિતના મુદાઓની ચર્ચા કરવામાં આવશે.
કારોબારીની બેઠક બાદ તા.૨૯,૩૦,૩૧ જુલાઈના વાંકાનેરમાં ત્રિદીવસીય પરશુરામ ધામમાં પૂ.પરશુરામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન થયેલ છે. જેમાં સર્વે ભુદેવોને પધારવાનું ભાવભર્યુ આમંત્રણ છે. વધુ માહિતી માટે અનીલ મહેતા (મો. નં.૯૭૨૭૭ ૩૧૩૬૧), ભરત ઓઝા (મો.નં. ૭૯૯૦૪ ૬૯૨૧૫) નો સંપર્ક કરવો. બહારથી આવનારા મહેમાનો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial