Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોમગાર્ડઝ કમાન્ડન્ટનો અનોખો અભિગમઃ
જામનગર તા. ર૧: જામનગર જિલ્લામાં પોલીસની સાથે ખભેખભો મિલાવી દિવસ-રાત પોતાની ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્યોનો ક્યારેક સંજોગવશાત ગેરહાજરનો રિપોર્ટ આવતો હોય છે. જે રિપોર્ટના આધારે જિલ્લા કચેરીએથી હોમગાર્ડઝને સજા સ્વરૂપ ફરજ મોકુફ રાખવામાં આવે છે અને તેનો ખુલાસો આવ્યા પછી ફરી વખત તેને ફરજ સોંપવામાં આવે છે.
હોમગાર્ડઝ સભ્યો આર્થિક રીતે નબળા પરિવારમાંથી આવતા હોય છે અને હોમગાર્ડઝની સાથે અન્ય ધંધો નોકરી પણ કરતા હોય છે. તેમજ સરકારી દરેક કાર્યક્રમમાં હોમગાર્ડઝ અગ્રેસર હોય છે તેથી હોમગાર્ડઝને આર્થિક નુક્સાન ન થાય અને તેમના હાથે સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય એવા ઉમદા હેતુથી જિલ્લાના કમાન્ડન્ટ ગિરીશ સરવૈયાએ નવો વિચાર અમલમાં મૂક્યો છે.
આવા ગેરહાજરીનો રિપોર્ટ આવતા હોમગાર્ડઝના સભ્યના હાથે સ્વૈચ્છાએ બ્લડ ડોનેશન કરાવે છે, અને એ રીતે હોમગાર્ડઝ સભ્યોને સજા સાથે પુણ્યનું ભાથું પણ બંધાય એવી અનોખી સજા કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial