Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેવા કેમ્પોના સંચાલકો સાથે બેઠકઃ
ખંભાળિયા તા. ૨૩: સુપરસિદ્ધ યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, જેના પરિણામે સમગ્ર રાજ્યમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પગપાળા પધારતા હોય છે, ત્યારે યાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને પ્રાંત કચેરી ખંભાળિયામાં પ્રાંત અધિકારી કે.કે. કરમટાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે હાઈ-વે પર માર્ગ સલામતી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમજ સેવા કેમ્પોના સંચાલકોને કેમ્પ દરમિયાન સ્વચ્છતા જાળવવા તેમજ ઉત્સવ પૂર્ણ થયા પછી પણ સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા માટે તેમજ ટ્રાફિક નિયમન જાળવવા પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ડીવાયએસપી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પીઆઈ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા સેવા કેમ્પોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial