Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દારૂબંધી ભંગના બે ગુન્હા નોંધાયેલા હતાઃ
જામનગર તા. ૨૩: જામનગરના એક શખ્સ સામે એલસીબીએ પાસાની દરખાસ્ત કર્યા પછી તેને મંજૂરી આપવામાં આવતા આ શખ્સને વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે. આ શખ્સ સામે દારૂબંધી ભંગના બે ગુન્હા નોંધાયેલા હતા.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદનવન સોસાયટી નજીક પીંજારાવાસમાં વસવાટ કરતા સાહિલ ફિરોઝભાઈ પીંજારા (ઉ.વ.૨૩) નામના શખ્સ સામે અગાઉ દારૂબંધી ભંગના બે ગુન્હા નોંધાયેલા હતા.
આ શખ્સ સામે એલસીબીના સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચનાથી પાસાની દરખાસ્ત તૈયાર કર્યા પછી જિલ્લા મેજીસ્સ્ટ્રેટ સમક્ષ રજૂ કરતા તે દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ શખ્સની ગઈકાલે અટકાયત કરી લેવામાં આવી છે અને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial