Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાન દિવસે ચેક ક્લીયરીંગ યોજનામાં દેશભરમાં મુશ્કેલીઃ
જામનગર તા. ૯: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તા. ૪ ઓક્ટોબરથી દેશભરમાં સમાન દિવસે ચેક ક્લીયરીંગની યોજના અમલમાં મૂકી છે પણ ફૂલપ્રૂફ પૂર્વ આયોજનના અભાવે સમાન દિવસે ચેક ક્લીયરીંગ યોજનામાં દેશમાં ધીમા સર્વર કે ચોકઅપ જેવા ટેકનિકલ કારણોસર ચેકના ક્લીયરીંગ નહીં થવાના કારણે ગ્રાહકો ત્રાહીમામ પોકારી ગયા છે. તો બેંકોના સ્ટાફને આ યોજનાના કારણે રાત ઉજાગરા કરવા પડી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે.
અનેક કિસ્સાઓમાં ૪-૫ ઓક્ટોબરે જમા કરાયેલા ચેક હજી સુધી ક્લીયર થયા નથી. દરરોજ સાંજે ૪ વાગ્યાનો સમય નક્કી થયો હોવા છતાં મોડીરાત્રિ સુધી સેટલમેન્ટ રિપોર્ટ મોકલવામાં આવતા સ્ટાફને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે. તેમાંય હાલ દિવાળીના તહેવારોના કારણે આ યોજનાના અમલીકરણમાં સમસ્યા વધુ જટીલ બની રહી છે.
આ સંજોગોમાં જામનગરની અગ્રણી સહકારી બેંક નવાનગર કો-ઓપરેટીવ બેંકના તથા જામનગરની અન્ય કો-ઓપરેટીવ બેંકોના કાર્યકારી અધિકારીઓએ રિઝર્વ બેંકના ચીફ જનરલ મેનજરને આવેદન પાઠવી આ યોજનાનો અમલ કમસે-કમ એક મહિના સુધી મોકુફ રાખવા રજુઆત કરી છે. જેથી દિવાળીના તહેવારો પર બેંકોના ગ્રાહકો, વેપારીઓ તથા આમ જનતાને કોઈ મુશ્કેલી પડે નહીં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial