Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આર્યાવર્તની ગરિમા'ના વિષય પર યુવા જૈન મુનિ દ્વારા
જામનગર તા. ૯: વિશ્વના ઈતિહાસમાં, ભવ્ય ભારતના ઈતિહાસમાં, સૌ પ્રથમવાર જામનગરની ધન્યવંતી ધરતી પર તા. ૧ર-૧૦-ર૦રપ ના એક એવો પ્રસંગ થવા જઈ રહ્યો છે, જેનાથી જામનગરની કીર્તિમાં વધારો થશે.
આપના ભારતની ભૂમિ મુક્તિ, શક્તિ અને દિવ્યબુદ્ધિની ભૂમિ રહી છે. આપણે ક્રીડાજગતના, રમત-ગમતના, પર્વત-આરોહણના, ચિત્રકળાના, સ્પર્ધાઓના ઈતિહાસો સાંભળ્યા હશે! પણ, જામનગરમાં તો કોઈ અનેરો જ વાણી-શક્તિનો એક નવો ઈતિહાસ બનવા જઈ રહ્યો છે.
આપણે ભાવોને પ્રગટ કરવા ભાષાનું-વાણીનું આલંબન લેવું પડે છે, ભાષા-વાણી વ્યવહારથી જ આપણે વિચારો પ્રગટ કરી શકીએ છીએ. શબ્દો જોડાણ એવું થઈ જાય કે આપણે ક્યારે ક્યાં શબ્દોને બોલીએ છીએ...! ધ્યાન નથી હોતું...! આપણો શબ્દો પર પણ સંયમ રહેતો નથી. પણ હવે તો શબ્દ-સંયમનો પણ કેવો મહિમા થઈ શકે તેનું સાક્ષાત ઉદાહરણ નજીકના દિવસોમાં પ્રત્યક્ષ થવા જઈ રહ્યું છે.
આજથી ૩પ૦ વર્ષ પહેલા એક જૈન સાધુ મહારાજ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ... ખૂબ વિદ્વાન... એમણે ભરસભામાં વાદ-વિવાદ કર્યો હતો. વાદ-વિવાદ એટલે શાસ્ત્રમાં કહેલી વાતોથી સાચી વાત સિદ્ધ કરવી... આ જૈન મુનિએ સંસ્કૃતમાં વાદ-વિવાદ કર્યો... જાણવાલાયક વાત હવે શરૂ થાય છે. આ અશોવિજયજી મહારાજે ભરસભાને કહ્યું, જુઓ, હું આ વાદવિવાદ શરૂ કરૂ છું. આપને બધાને હું સ્પષ્ટ કહું છું, આ વાદ-વિવાદ વખતે એક પણ વાર મારા બન્ને હોઠ ભેગા થાય તેવા એક પણ અક્ષરોનો હું ઉપયોગ નહીં કરૂ. પ-ફ-બ-ભ-મઃ આ પાંચ ઔઠિયાક્ષરો જ્યારે બોલાય ત્યારે હોઠ એક બીજાને અડે છે. મારા નીચેના હોઠ પર સિંદૂર લગાવું છું. જો, એક હોઠ બીજાને અડશે તો હું મારી હાર સ્વીકારીશ. કેવી પ્રતિજ્ઞા, કેવો નિર્ણય, ઘણાં સમય સુધી સંસ્કૃતમાં વાદ-વિવાદ થયો, વિદ્વાન-પંડિતોની વચ્ચે. છેલ્લે, ઉપાધ્યાયજી મહારાજનો વિજય થયો, અને ભારતની કીર્તિમાં નવું સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું.
આવો જ વાણી-શક્તિનો, શબ્દ-સંયમનો કઠિન પ્રયોગ પુનઃ સંજીવિત થવા જઈ રહ્યો છે. શ્રી જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) માં બિરાજમાન પ.પૂ. પંન્યાસ શ્રી તારકચંદ્રસાગરજી મહારાજની નિશ્રામાં માત્ર ૧૯ વર્ષિય, યુવામુનિ શ્રી શ્રમણચંદ્રસાગર મહારાજ આવો પ્રયોગ કરશે.
આ બનનારા નવા-ઈતિહાસની વિશેષતાઓ
સંપૂર્ણ પ્રવચન દરમિયાન બે હોઠ ભેગા થાય તેવા એક પણ અક્ષર (પ-ફ-બ-ભ-મ) નો ઉપયોગ જરા પણ નહિં થાય. સંપૂર્ણ પ્રવચનનો વિષય 'આર્યાવર્તની ગરિમા' અર્થાત્ ભારતની ભવ્યતાના વિષયનો છે. આવા શબ્દ-સંયમ સાથે રાષ્ટ્ર-ભક્તિ, જ્યાં ૧ મિનિટ પણ આપણે આવું ન બોલી શકીએ ત્યાં ૧૦ નહિં ૬૦-૬૦ મિનિટ સુધી આવી કઠિન પ્રતિજ્ઞા સાથે મુનિશ્રી પ્રવચન ફરમાવશે. સંપૂર્ણ પ્રવચન 'હિન્દી ભાષામાં જ રહેશે. સાંસ્કૃતિક્તાને ઉજાગર કરવાનો નવો પ્રયાસ. જ્યાં સામાન્ય-વાણી-વ્યવહાર પણ આપણે કરી શકતા નથી ત્યાં મુનિશ્રી આટલું દીર્ઘપ્રવચન આપશે અને તે પણ આવી પ્રતિજ્ઞા સાથે. આવી વિગતો જાણીને અનેક જૈનશ્રેષ્ઠિ વર્યો, અનેક વરિષ્ઠ સજ્જનો આ પ્રસંગને જાણવા, માણવા, અનુભવવા પધારશે, તથા ઈન્ડિયા બુક્સ ઓફ વર્લ્ડ રેકોર્ડસના શ્રેષ્ઠિવર્યો પણ આવા અદ્વિતીય પ્રસંગથી અભિભૂત થઈને મુનિશ્રીને શબ્દ-સંયમી તરીકેનો વર્લ્ડ રેકોર્ડર તરીકે જાહેર કરશે.
જામનગરમાં આગામી તા. ૧ર-૧૦-ર૦રપ (રવિવાર) ના સવારે ૯-૩૦ વાગ્યાથી મ્યુનિ. ટાઉનહોલમાં ઉક્ત પ્રસંગ યોજવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial