Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૌચર જમીન મુદ્દે સરકારની ઉદાસીનતાઃ
જામનગર તા. ૨૩: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ સપ્તાહમાં જામજોધપુર-લાલપુર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ પોતાના સચોટ અને ધારદાર પ્રશ્નો થકી રાજ્યની ભાજપ સરકારને ગૃહમાં ઉઘાડી પાડી હતી. ગ્રામ્ય વિસ્તારના ગૌચર, ગરીબ બાળકોના શિક્ષણ, કથળતી કાયદો-વ્યવસ્થા અને સૌરાષ્ટ્રના પ્રવાસન જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારના પોકળ દાવાઓ ગૃહમાં ઉઘાડા પડી ગયા છે.
ધારાસભ્ય હેમંત ખવાએ ગૃહમાં પૂછેલા પ્રશ્નોના સરકાર દ્વારા અપાયેલા જવાબો પરથી ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં ગૌચર જમીન મુદ્દે સરકારની ઉદાસીનતા જોવા મળી છે. જામનગર જિલ્લાના ૧૦૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૦૮ ગામોમાં ગૌચર જમીનની ભારે ઘટ છે. વાવડી, ઘુમલી અને આંબલીયારા ગામોમાં તો ગૌચર છે જ નહી અને આ ગામોમાં ગૌચર નીમ કરવા અંગેની દરખાસ્તો વર્ષાેથી સરકાર પાસે માત્ર કાગળ પર વિચારણા હેઠળ છે. હિન્દુવાદની વાતો કરતી આ સરકાર પાસે ઉદ્યોગપતિઓને મફતના ભાવે આપવા માટે જમીન છે પણ ગૌચર ફાળવવા માટેની અરજીઓ વર્ષાેથી પડતર છે. જ્યારે કાનાછીકારી ગામે ગૌચર જમીન ખાનગી કંપનીને સંપાદિત કરી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના એક પ્રશ્માં આરટીઈના ગરીબ બાળકોને અન્યાય થતો શિક્ષણમંત્રીએ ગૃહમાં કબુલાત કરી છે કે પ્રવર્તમાન નિયમો મુજબ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ હેઠળ રાજ્યની ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા ગરીબ બાળકોને પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના (મધ્યાહન ભોજન)નો લાભ મળવાપાત્ર થી. આ સરકારની ગરીબ વિરોધી માનસિકતા દર્શાવે છે.
વિકાસના નામે માત્ર વાતો કરતી સરકારે જામનગર અને દ્વારકાના ધાૃમિક અને ઐતિહાસિક સ્થળોના વિકાસની વાતો માત્ર હવામાં લટકતી રાખી છે. બરડા ડુંગર સર્કીંગના કામો જેમાં ફૂલનાથ મહાદેવ મંદિર, નવલખા સૂર્યમંદિર વગેરેના કામો હજુ ટેન્ડર પ્રક્રિયા અને એનઓસીની મંજૂરીઓમાં જ અટવાયેલા છે. ગત બજેટ સત્રમાં મંજૂર થયેલા આ સ્થળોના કામો પાછળ સરકારે શૂન્ય રૂપિયાનો ખર્ચ કર્યાે છે.
શિક્ષણ જગતમાં ગેરરીતિ અને લાપરવાહીની ઘટનાઓ પણ સામે આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિ., રાજકોટ કેમ્પસમાં પ્લાન મંજૂર કરાવ્યા વગર થતાં બાંધકામો અંગેના પ્રશ્નમાં સરકારે શૂન્ય ફરિયાદો મળી હોવાનું કહી જવાબદારોને છાવરી રહી છે પરંતુ હકીકત એ છે કે સૌરાષ્ટ્ર યુનિ.ના જ એક સીન્ડીકેટ મેમ્બર દ્વારા આ અંગે અગ્ર સચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને લેખિત ફરિયાદ કરેલ હોવા છતાં ગૃહમાં શૂન્ય ફરિયાદ મળી હોય તેવો ખોટો જવાબ રજૂ કરી ભાજપ સરકારે ગૃહનું અપમાન કર્યું છે. જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકર યુનિ.માં ઉપકુલપતિની જગ્યા જ મંજૂર થયેલ નથી જે રાજ્ય સરકારની ઉચ્ચ શિક્ષણ પ્રત્યેની નીતિ છતી કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial