Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સની ધરપકડઃ
જામનગર તા. ૨૩: જામનગર નજીકના ફલ્લા ગામમાં ગઈરાત્રે ચલણી નોટના નંબર પર જુગાર રમતા દસ શખ્સને પોલીસે પકડી લઈ રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂ।.દોઢેક લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. કામદાર કોલોનીમાંથી એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો પકડાઈ ગયો છે અને ખંભાળિયામાંથી બે પત્તાપ્રેમી મળી આવ્યા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા ગામમાં ગઈરાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ચલણી નોટના નંબર પર જુગાર રમી રહેલા ચંદ્રેશ ભાઈલાલ ધમસાણીયા, યોગેન્દ્રસિંહ કિરીટીસિંહ સોઢા, મોમભાઈ દેવાભાઈ બાંભવા, રોહિત માંડાભાઈ બાંભવા, જયસુખભાઈ ગિરધરભાઈ વરીયા, નાગજીભાઈ ગિરધરભાઈ વરીયા, રાજ જયસુખભાઈ વરીયા, ટીડાભાઈ ભૂરાભાઈ બાંભવા, સંદીપ નારણભાઈ રાઠોડ, હિતેન્દ્રસિંહ ભીખુભા પરમાર નામના દસ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧૧,૧૪૦ રોકડા, આઠ મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂ।.૧,૫૭,૧૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરમાં કામદાર કોલોનીમાં ગઈકાલે રાત્રે જાહેરમાં ઉભા રહી પોતાના મોબાઈલમાં ગઈકાલની ભારત તથા સાઉથ આફ્રિકાની ટીમ વચ્ચે રમાઈ રહેલા ક્રિકેટ મેચ પર એક એપ્લિકેશનથી જુગાર રમી રહેલા ગોકુલનગર નજીકના વિજયનગરમાં રહેતા મોહન વિરમભાઈ ઓડીચ ઉર્ફે ભોલા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. તેની પાસેથી રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂ।.૭૫૨૦૦નો મુદ્દામાલ પોલીસે ઝબ્બે લીધો છે. આ શખ્સે પોતાના સાગરિત ચિરાગ વાણંદનું નામ અને મોબાઈલ નંબર પોલીસને આપ્યા છે.
ખંભાળિયાના સંજયનગરમાંથી ગઈકાલે સાંજે તીનપત્તી રમતા દેવેન્દ્રસિંહ મયુરસિંહ ગોહિલ, લગધીરભાઈ જેસાભાઈ ભાન નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial