Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ ત્રણ મહિનામાં ચૂકવવા આદેશઃ
જામનગર તા. ૨૩: જામનગરની એક પેઢી પાસેથી રૂ।.સાડા નવ લાખ ઉપરાંતનો ભંગાર ખરીદનાર પેઢીએ રૂ।.સાડા સાત લાખથી વધુનો ચેક આપ્યો હતો. તે ચેક પરતના કેસમાં અદાલતે આરોપીને એક વર્ષની કેદ ફટકારી છે.
જામનગરમાં બ્રાસપાર્ટ તથા પીતળ ભંગારનો વ્યવસાય કરતા આનંદ એક્સટ્રુઝન નામની પેઢી પાસેથી દરેડમાં ડુ મેટલ્સ નામની પેઢી ચલાવતા પ્રણવ પંકજભાઈ સાવલીયાએ રૂ।.૯,૫૬,૦૧૮ની કિંમતનો પિતળનો ભંગાર ખરીદ્યો હતો. જેમાંથી રૂ।.૭,૫૬,૦૧૮ માટે ચેક અપાયો હતો.
ઉપરોક્ત ચેક આનંદ એક્સટ્રુઝન દ્વારા બેંકમાં રજૂ કરાતા ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો. આ પેઢીના સોહિલ નીતિનભાઈએ અદાલતમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પ્રણવ પંકજભાઈ સાવલીયાને એક વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. ફરિયાદી પેઢી તરફથી વકીલ એમ.એચ. ઉનડદલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial