Advertisement
Author: નોબત સમાચાર

રાધે સ્કેટિંગ રીંકના ૧૪ બાળ કલાકારો રામભકિતમાં લીન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં યોજાયેલી ૪૫ મી રામ સવારીમાં આ વખતે રાધે સ્કેટિંગ રીંકના ૧૪ બાળ રામ ભક્તો જોડાયા હતા, અને સ્કેટિંગના માધ્યમથી ભગવાન શ્રીરામની જુદી જુદી કૃતિ રજૂ કરી હતી, તેમજ એક બાળ કલાકાર કે જે હનુમાનજીના પાત્રમાં જોડાયો હતો, અને સ્કેટિંગની સાથે હાથમાં ગદા લઈને ભગવાન શ્રીરામના ભજન પર જોરદાર પરફોર્મન્સ કર્યું હતું, પ્રભુ શ્રી રામ અને હનુમાનજીની સાથે અન્ય બાળ રામભક્તો એ પણ શોભાયાત્રાના રૂટ પર જુદા જુદા સ્થળો પર પોતાનું પર્ફોમન્સ રજૂ કરીને વાતાવરણ રામમય બનાવી દીધું હતું, અને તેઓના પરફોર્મન્સથી રામ સવારી જોવા આવેલા અનેક રામભક્તો, કે જેઓએ તાળીઓના ગડગડાટથી તમામને વધાવી લીધા હતા. રાધે સ્કેટિંગ રિંકના મુખ્ય સંચાલક જ્યોતિ જોઈશર તેમજ રાધે જોઈશરની રાહબરીમાં રિવા કનખરા, જીયાન્સ ચાંદ્રા, જિયાંશી હરવરા, તીર્થ કનખરા, મિતાંશ નંદા, દેવ કનખરા, મંથન નંદા, હયંગ નંદા, નક્ષ નંદા, કર્ણવ કનખરા, ભવ્ય પરમાર, દ્રોણ નંદા, જય ઠક્કર અને દર્શિત કનખરાએ પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh