Advertisement
Author: નોબત સમાચાર

પવનચક્કીના દરવાજા તોડી કોપર વાયરની ચોરીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો

આરોપીઓ માટે એલએડીસીના વકીલ ફાળવાયા હતાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: વર્ષ-ર૦૧૮ માં લાલપુરના પીપર ગામ પાસે આવેલ પવનચક્કીના દરવાજા તોડી કિંમતી કોપર વાયરની ચોરીના કેસમાં સેસન્સ કોર્ટમાં બે આસામીઓનો નિર્દોષ છૂટકારો થયો છે. આ કેસ માટે એલ.એ.ડી.સી. તરફથી એડવોકેટ ફાળવાયા હતાં.

લાલપુર તાલુકાના પીપર ગામ નજીક આવેલા એક પ્રાઈવેટ વિન્ડફાર્મની પવનચક્કી નં. પપ ના દરવાજાઓ તિક્ષણ હથિયારો વડે તોડીને ઈલેકટ્રીક અર્થીંગ માટેના રૂ।. ૧૬,૮૦૦ ની કિંમતના કોપર ઈલેક્ટ્રીક કેબલની ચોરી કરીને રૂ।. ૮પ૦૦ જેટલા સ્પેરપાર્ટસને નુક્સાન પહોંચાડવાના આરોપ હેઠળ વર્ષ ર૦૧૮ ના સપ્ટેમ્બર મહિનામાં ગુન્હો નોંધાયો હતો.

એ પછી તપાસ દરમિયાન આરોપીઓ જાફરભાઈ નુરાભાઈ ભટ્ટી તથા નવાઝભાઈ જુમાભાઈ દેશા, રહેવાસી-પીરલખાસર, તા. ખંભાળિયા, જિ. દેવભૂમિ દ્વારકાને ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા હતાં. તે પછી કેસ સેસન્સ કમિટ થયો હતો. આરોપીઓ તરફથી લીગલ એઈડ કાઉન્સિલના એડવોકેટ મનિષભાઈ બી. સોમૈયા નિમાયા હતાં.

તે પછી થયેલી તબક્કાવાર સુનાવણીઓ દરમિયાન નવ સાહેદો તથા તેટલા જ દસ્તાવેજો રજૂ થયા હતાં, અને સરતપાસ, ફેરતપાસ અને ઉલટતપાસ થઈ હતી. બચાવ પક્ષેથી એલએડીસીના એડવોકેટ તરફથી ઉલટતપાસ તથા તેના સંદર્ભે ધારદાર દલીલો રજૂ કરાઈ હતી. સાહેદો તથા રજૂ થયેલા દસ્તાવેજો અંગે પણ દલીલો થઈ હતી, અને બચાવપક્ષની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે આખરી ચૂકાદો સંભળાવ્યો હતો.

જામનગર સેસન્સ કોર્ટના બીજા અધિક સત્ર ન્યાયાધિશ અને વિશેષ (ઈલે) ન્યાયાધિશ વી.પી. અગ્રવાલ સાહેબે રપ મી માર્ચે પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવ્યા હતાં. આમ, એલ.એડી.સી.સના એડવોકેટ મનિષભાઈ બી. સોમૈયાએ બન્ને આરોપીઓને નિર્દોષ છોડાવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh