Advertisement
Author: નોબત સમાચાર

મોટરની ટેસ્ટ ડ્રાઈવ વખતે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિની જિંદગી હણાઈઃ એકને કરાઈ સજા

વર્ષ ૨૦૧૫માં સર્જાયો હતો અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરના ચાર વ્યક્તિ વર્ષ ૨૦૧૫માં એક મોટરની ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે મોટરના ચાલક સાથે હાઈવે પર ગયા પછી બ્રેક સિસ્ટમ ચેક કરતી વખતે મોટરને અકસ્માત નડ્યો હતો. તેની પોલીસમાં ફરિયાદ થયા પછી અદાલતે મોટરના ચાલકને બે વર્ષની કેદ ફટકારી છે.

જામનગરમાં આવેલા એક કારના શો-રૂમમાં કાર ખરીદવા માટે મુસ્તાક યુસુફભાઈ તથા હસન ઈસ્માઈલ, યુનુસ વલીમામદ અને મોહસીન નામના વ્યક્તિઓ ગઈ તા.૨૦-૨-૧પના દિવસે ગયા હતા.

આ વેળાએ એક મોટરની ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે ઈચ્છા વ્યક્ત કરાયા પછી મોટરમાં બેસાડી ચારેય વ્યક્તિઓને જામનગર બાયપાસ તરફ લઈ જવામાં આવ્યા હતા જ્યાં આ મોટરનું બેલેન્સ અને બ્રેક સીસ્ટમ ચેક કરતી વખતે મોટર ગોથું મારી જતા અકસ્માત સર્જાયો હતો અને મોટરમાં રહેલા હસન ઈસ્માઈલભાઈનું ગંભીર ઈજાના કારણે મૃત્યુ નિપજ્યું હતું.

ત્યારપછી મુસ્તાક યુસુફભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પંચકોશી એ ડિવિઝન પોલીસે બ્રિજેશ મોહનભાઈ સામે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતાં અદાલતે તે મોટરની કંપનીના ચાલકને તકસીરવાન ઠરાવી બે વર્ષની કેદ અને રૂ।.પ હજારનો દંડ ફટકાર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh