Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયદાથી સંઘર્ષિત કિશોરની હાથ ધરાઈ પૂછપરછઃ
જામનગર તા. ૨૬: જામનગર મહાનગર પાલિકાના સ્પોર્ટ્સ સંકુલ તથા નવા એસટી ડેપો પાસેથી બે સ્કૂટરની થયેલી ચોરીની તપાસમાં એલસીબીએ કાયદાથી સંઘર્ષિત એક કિશોરને દબોચી લઈ બંને વાહન ઝબ્બે લીધા છે. આ કિશોરે ઉપરોક્ત વાહનો ચોરી કરી કે છણકપટથી મેળવ્યાનું બહાર આવ્યું છે તેની પૂછપરછ કરાઈ રહી છે.
જામનગર મહાનગર પાલીકાના સ્પોર્ટસ સંકુલ પાસેથી તાજેતરમાં એક ઈટરનો સ્કૂટર ચોરાઈ ગયું હતુુ. તે ઉપરાંત પ્રદર્શન મેદાન નજીક બસ ડેપો પાસેથી પણ એક સ્કૂટર ઉપડી ગયું હતું. તેની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ગુન્હાઓની ચાલી રહેલી તપાસ દરમિયાન એલસીબીના યુવરાજસિંહ, મયુરસિંહ, ઋષિરાજસિંહને મળેલી બાતમીના આધારે કાયદાથી સંઘર્ષિત એક કિશોરને તળાવની પાળ નજીકથી દબોચી લેવામાં આવ્યો હતો. આ કિશોરની પૂછપરછ કરાતા તેણે ઉપરોક્ત બંને ચોરાઉ સ્કૂટર કાઢી આપ્યા છે. એલસીબીએ રૂ।.૪૦ હજારની કિંમતના બંને સ્કૂટર કબજે કરી આ ચોરીમાં સંડોવાયેલા કાયદાથી સંઘર્ષિત કિશોરની પૂછપરછ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial