Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયુું:
જામનગર તા. ૨૬: જામનગરમાં આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા ગઈકાલે બપોરે કલેકટર કચેરીમાં પોતાની વિવિધ માંગણીઓને વાચા આપવા માટે ધરણાં પ્રદર્શન કર્યા પછી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યુ હતું.
દેશભરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા આક્રોશ રેલી, ધરણાં, પ્રદર્શન વગેરેનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવે છે. પરંતુ તેમને પૂરતુ મહેનતાણુ મળતુ નથી. અને કામગીરી ઓનલાઈન કરવાની હોય છે પરંતુ તે માટે મોબાઈલ ફોન પણ આપવામાં આવતો નથી. આ સહિતના તમામા મુદ્દાઓને વાચા આપવા માટે ગઈકાલે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરમાં પણ ગુજરાત રાજ્ય આશા વર્કર કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં બપોરે ૩ થી ૫ સુધી ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. અને ત્યાર બાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial