Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં પંગુની ઉથીરામ ઉત્સવની ઉજવણી

દક્ષિણ ભારતીયો દ્વારા યોજાઇ શોભાયાત્રા

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં દક્ષિણ ભારતીય સમાજ દ્વારા પંગુની ઉથિરામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પંચેશ્વર ટાવરથી જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ ભગવાન કાર્તિક સ્વામીનાં મંદિર સુધી શોભાયાત્રા યોજાઇ હતી. શોભાયાત્રામાં ભક્તો પીળા રંગનાં પરંપરાગત પહેરવેશ ધારણ કરી મુખમાં સૂયો પસાર કરવાની ઉગ્ર તપસ્યા કરતા જોવા મળ્યા હતાં.શિવ પાર્વતી અને ભગવાન કાર્તિક સ્વામીની આરાધના માટે આ તહેવાર ઉજવવાની પરંપરા દક્ષિણ ભારતમાં પ્રચલિત છે જેને જામનગરમાં વસતા દક્ષિણ ભારતીયો દ્વારા પણ શ્રદ્ધાપૂર્વક નિભાવવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh