Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલમાં ગંજીપાનાથી જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયાઃ રૂ।.૧૦૦૪૦ની રોકડ કબજે

દરેડમાંથી ત્રણ પત્તાપ્રેમી મળી આવ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ધ્રોલમાં ગઈકાલે બપોરે જાહેરમાં તીનપત્તી રમતા એક વૃદ્ધ સહિત પાંચને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે દરેડમાં તીનપત્તી રમતા ત્રણ શખ્સ ઝડપાઈ ગયા છે. બંને સ્થળેથી રોકડ તથા ગંજીપાના કબજે કરવામાં આવ્યા છે.

ધ્રોલ શહેરમાં આવેલી દરજી શેરીમાં ગઈકાલે બપોરે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ધ્રોલ પોલીસ સ્ટેશનના સ્ટાફે શબ્બીર  તાયાણી નામના આસામીના મકાન પાસે દરોડો પાડતા ત્યાં દીવાલ નજીક જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા આમીરહુસેન જાવિદ સુમારીયા, સમીર જાવિદ સુમારીયા, અફઝલ ગફાર કટારીયા, જાહિદશા જમાલશા શાહમદાર, અબ્બાસભાઈ ઈસ્માઈલભાઈ મકરાણી નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૦૦૪૦ રોકડા કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

જામનગર નજીકના દરેડમાં બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે રાત્રે સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના કૂટતા મનજી કરશનભાઈ પરમાર, સોનુકુમાર હરીરામ મુખીયા, ભાગચંદ ચીનુલાલ પટેલ નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રોકડ તથા ગંજીપાના ઝબ્બે લીધા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh