Advertisement
Author: નોબત સમાચાર

બાઈક અડી જવાના પ્રશ્ને નિલકમલ સોસાયટીમાં બોલી ગઈ બઘડાટીઃ યુવાન પર પાંચનો હુમલો

વચ્ચે પડનાર યુવાનને પણ માર પડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરની નિલકમલ સોસાયટીમાં ગઈરાત્રે એક બાઈક બીજા બાઈકને અડકી જતાં થયેલી બોલાચાલી પછી એક યુવાનને પાંચ પરપ્રાંતીય શખ્સે ધીબેડી નાખ્યો હતો. વચ્ચે પડનાર અન્ય એકને પણ માર મારી તેનો મોબાઈલ ઝૂંટવી પછાડવામાં આવતા ડીસ્પ્લેમાં નુકસાન થયું હતું. સિટી સી ડિવિઝનમાં તેની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એમ-૮ બ્લોકમાં વસવાટ કરતા હર્ષ પરેશભાઈ મહેતા નામના યુવાન ગઈકાલે બપોરે ખોડિયાર કોલોની સામે નિલકમલ સોસાયટી સામે એક દુકાને સોડા પીવા ગયા હતા. આ વેળાએ હર્ષ મહેતાએ બાઈક પાછું વાળ્યું ત્યારે આલોક વિનોદકુમાર સિંગના બાઈક સાથે ટક્કર થઈ ગઈ હતી.

ત્યારપછી બોલાચાલી થતાં આલોકની સાથે તેના મિત્ર નિશાંત રીશપાલ, પ્રિયબત બીજીપાનંદ શાહ, પુનીતરાજ પંકજકુમાર સિંગ અને મુન્ના દિલેન્દ્રપ્રસાદ નામના ચાર શખ્સ મળી હુમલો કરાયો હતો. બોલાચાલી થયા પછી હર્ષને ફડાકો ઝીંકી આલોક ચાલ્યો ગયો હતો તેની પાછળ ગયેલા હર્ષ પર ઉપરોક્ત પાંચેય શખ્સ તૂટી પડ્યા હતા.

આ શખ્સોએ હર્ષને પછાડી દઈ ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત આલોકે તેના પર બેસી જઈ ગળુ દબાવી દીધુ હતું. તે દરમિયાન વનરાજસિંહ બચાવવા વચ્ચે પડતા તેઓને પણ માર મારી આ શખ્સોએ મોબાઈલ પડાવી લીધો હતો અને જમીન પર પછાડી ડીસ્પ્લે તોડી નાખી હતી. હર્ષ મહેતાએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh