Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધર્મોત્સવમાં મંગળા આરતી, બાઈક રેલી, યજ્ઞ, સમૂહ જનોઈ, ભંડારા સહિતના આયોજનઃ
જામનગરમાં સિંધી સમાજના આરાધ્યદેવ ભગવાન ઝુલેલાલના ૧૦૭૬ મા જન્મોત્સવ અને સિંધી નુતન વર્ષ ચેટીચંડ નિમિત્તે આજે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ સવારે પાંચ વાગ્યે ત્રણ બત્તી સ્થિત આવેલા ઝૂલેલાલ મંદિરે મંગળા આરતી કરવામાં આવી હતી, ત્યારે સિંધી સમાજના અને પરિવારજનો ઉપસ્થિત રહૃાા હતા, અને દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ સવારે ૯ વાગે સાધના કોલોનીથી એક વિશાળ બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેવા સિંધી સમાજના અનેક યુવાનો મોટી સંખ્યામાં પોતાના હાથમાં ધર્મ ધજા લઈને જોડાયા હતા. જે રેલીએ નગર ભ્રમણ કર્યું હતું, અને ત્રણ બત્તી પાસે આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ હોમ, હવન યજ્ઞ, સમુહ જનોઇ, સહિતના અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, અને બપોરે ૧૨ વાગ્યે ભંડારા પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સાંજે ચાર વાગ્યે નાનક પુરીથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાશે, અને રાત્રે ૯ વાગ્યે ઝૂલેલાલ મંદિરે પહોંચ્યા બાદ ફરી જ્ઞાતિ સમૂહ ભંડારા નું આયોજન કરાયું છે, તેમજ કેક કટિંગ સહિતના અન્ય કાર્યક્રમો પણ યોજાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial