Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવાનગર નેચર કલબ તથા બી.જે.એસ. સંગઠન ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૨૦: જામનગર વન વિભાગ, નવાનગર નેચર ક્લબ તથા બી.જે.એસ. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયુક્ત ઉપક્રમે 'વિશ્વ જળ દિવસ' નિમિત્તે તા. ૨૨ માર્ચના 'જળ' વિશે જન જાગૃતિ અર્થે ઓપન જામનગર ચિત્ર પ્રદર્શન એન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં પાણીનું મહત્ત્વ, જળ સંરક્ષણ અને પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવાનો છે. આ સ્પર્ધા માટે જળ એ જીવન, પાણી અને પ્રદુષણ, જળ બચાવવાના સરળ ઉપાયોના વિષયો નક્કી કરાયા છે.
જામનગર જિલ્લાના ચિત્રકળામાં રસ ધરાવતા તમામ કલાકારોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધા તથા પ્રદર્શનમાં જામનગર જિલ્લામાંથી કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.
સ્પર્ધા ત્રણ વિભાગમાં રહેશે. ગ્રુપ એઃ ધોરણ ૫,૬,૭,૮ના વિદ્યાર્થીઓ, ગ્રુપ બીઃ ધોરણ ૯,૧૦,૧૧,૧૨ના વિદ્યાર્થીઓ, ગ્રુપ સીઃ ૧૯ વર્ષથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ.
સ્પર્ધાના નિયમોમાં સ્પર્ધકોએ પોતાનું ચિત્ર ઘરેથી બનાવીને લાવવાનું રહેશે. ચિત્ર એ-૪ સાઈઝની ડ્રોઈંગ શીટ ઉપર બનાવવાનું રહેશે. કોઈપણ કલર/માધ્યમોનો ઉપયોગ કરી શકાશે. તૈયાર કરેલ ચિત્ર તા. ૨૨ માર્ચે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ટાઉનહોલમાં પહોંચાડવાનું રહેશે. સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે આવનારને પુરસ્કાર તથા પ્રમાણપત્રો આપવામાં આવશે. નિર્ણાયકોનો નિર્ણય અંતિમ અને માન્ય રહેશે. રજીસ્ટ્રેશન ફ્રી છે પણ જરૂરી છે. નામ નોંધાવવા માટે વ્હોટ્સએપ નંબર ૯૯૨૫૫ ૬૦૧૯૯ ઉપર નામ, મોબાઈલ નંબર અને ઉંમર તથા ગ્રુપ લખીને મોકલી અપાવાના રહેશે. ત્રણેય કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાને તે જ દિવસે એટલે કે તા. ૨૨મી માર્ચે સાંજે ૪ થી ૫ દરમ્યાન પુરસ્કાર અને પ્રમાણપત્રનું વિતરણ ટાઉનહોલમાં કરવામાં આવશે. ભાગ લેનાર તમામ કલાકારોને તેમના માતા-પિતા સાથે તથા જાહેર જનતાને પધારવા આ તકે આમંત્રણ છે. આ આયોજન દ્વારા યુવા પેઢીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને પાણી બચાવવાની જાગૃતિ વિકસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વધુ વિગત માટે વિજયસિંહ જાડેજા (મો.૯૯૨૫૫ ૬૦૧૯૯), શરદ શેઠ (મો. ૯૯૭૯૯ ૬૯૫૯૫), જીગ્નેશ શાહ (મો. ૯૪૨૬૪ ૬૫૫૯૯)નો સંપર્ક કરવા સંસ્થાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial