Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોર્ડ-હોર્ડીંગ્ઝ, એડવર્ટાઈઝમેન્ટ તથા સુવિધાચાર્જ જેવી
રાજકોટ તા. ૧૬: ગેર-ભાડા આવક (એનએફઆર) માં રાજકોટ ડિવિઝનનો દબદબો યથાવત છે. વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સહિત ચાર રેલવે અધિકારી-કર્મચારીઓ તે સન્માનિત કરાયા છે.
પશ્ચિમ રેલવે દ્વારા ગેર-ભાડા આવક (નોન-ફેર-રેવન્યુ - એનએફઆર) ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરતાં સતત બીજા વર્ષે સમગ્ર ભારતીય રેલવેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ગૌરવપૂર્ણ સફળતા માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર પશ્ચિમ રેલવેના વિવિધ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓને ચર્ચગેટ સ્થિત મુખ્યાલયમાં આયોજિત વિશેષ સમારંભમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર (પીસીસીએમ) શ્રી તરુણ જૈન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ સિદ્ધિના સંદર્ભમાં રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક (એસઆર. ડીસીએમ) શ્રી સુનીલ કુમાર મીના ના કુશળ નેતૃત્વ તેમજ વાણિજ્ય વિભાગની ટીમ દ્વારા કરવામાં આવેલા ઉત્તમ કાર્યની પ્રશંસા કરવામાં આવી.
આ અવસર પર રાજકોટ ડિવિઝનના ચાર અધિકારીઓ અને કર્મચારીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા. સમારંભ દરમિયાન મુખ્ય વાણિજ્ય પ્રબંધક (યાત્રી સેવાઓ) સ્વપ્નિલ વાલિંગકર સહિત મુખ્યાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહૃાા.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪૨૫ દરમિયાન રાજકોટ ડિવિઝને વિવિધ નવતર પહેલોના માધ્યમથી ૪.૦૧ કરોડની ગેર-ભાડા આવક પ્રાપ્ત કરી. આ વર્ષે પ્રથમ વખત ડિવિઝન દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા (એ.આર.) આધારિત એકીકૃત જાહેર જાહેરાત પ્રણાલી, એલઈડી ટીવી મારફતે જાહેરાતો સાથે ટ્રેન સંબંધિત માહિતીનું પ્રદર્શન, વેગન સફાઈ સેવા, ગેમ ઝોન, સ્ટેશન વિસ્તારની બહાર પાર્કિંગ સુવિધા, ગુડ્સ શેડમાં કેન્ટીન, પૂજા સામગ્રી કિયોસ્ક તેમજ સ્ટેશન અને સર્ક્યુલેટિંગ વિસ્તારમાં હોર્ડિંગ્સ અને ફ્લેક્સ બોર્ડ માટે કરારો આપવામાં આવ્યા.
સન્માનિત થયેલા રાજકોટ ડિવિઝનના રેલવે અધિકારી-કર્મચારીઓમાં સુનીલ કુમાર મીના વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક, રાજકોટ, શ્રી હિતેશ જોશી સહાયક વાણિજ્ય પ્રબંધક, રાજકોટ, ચંદ્રસિંહ ઝાલા તત્કાલીન મુખ્ય વાણિજ્ય નિરીક્ષક, રાજકોટ (હાલ એસીએમ ટિકિટ ચેકિંગ, ચર્ચગેટ), શ્રી અમિત જોશી રિઝર્વેશન સુપરવાઈઝર, રાજકોટનો સમાવેશ થાય છે.
રાજકોટ ડિવિઝનની આ સિદ્ધિએ માત્ર ડિવિઝનની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી નથી, પરંતુ પશ્ચિમ રેલવેને ભારતીય રેલવેમાં અગ્રણી સ્થાન પર જાળવી રાખવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમ જનસંપર્ક કાર્યાલય, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial