Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આપઘાતનું કારણ જાણવા પોલીસ તપાસઃ
જામનગર તા. ૧૬: જામનગરના ભીમવાસમાં મુખ્ય ચોકમાં રહેતા એક પરિણીતાએ ગઈકાલે અગમ્ય કારણથી મરી જવાનો કઠોર નિર્ણય કરી પોતાના ઘરના બાથરૂમમાં જઈ દોરી વડે ગળાટૂંપો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૂ કરી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસની શેરી નં.રમાં મુખ્ય ચોક પાસે વસવાટ કરતા સખીનાબેન અસરફભાઈ ગેરા નામના ચાલીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં આવેલા બાથરૂમમાં જઈ ત્યાં એંગલમાં દોરી બાંધી કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની પોણા પાંચેક વાગ્યે કુલસુમબેન કાસમભાઈ ગેરા (ઉ.વ.૪પ)ને જાણ થતાં તેઓએ ૧૦૮ને કોલ કર્યાે હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ મહિલાને નીચે ઉતારી ચકાસતા સખીનાબેન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા સિટી બી ડિવિઝનના પીએસઆઈ એસ.જી. કેશવાલા દોડી ગયા હતા. તેઓએ મૃતદેહને પીએમ માટે ખસેડી કુલસુમબેનનું નિવેદન નોંધ્યું છે અને આ મહિલાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial