Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેસિકા બેસ્ટ એકટ્રેસઃ ભારતીય મૂળની ગીતા ગંધબીરે રચ્યો ઈતિહાસ
નવી દિલ્હી તા. ૧૬: ઓસ્કાર ૨૦૨૬માં વન બેટલ આફટર અધર બેસ્ટ ફિલ્મ જાહેર થઈ છે. જયારે જેસિકા બકલી બેસ્ટ એકટ્રેસ બની છે. ભારતીય મૂળની ગીતા ગંધબીર અને ઓટમ ડયુરાલ્ડના ઐતિહાસિક વિજય સાથે હોલીવુડમાં નવો ઈતિહાસ રચાયો છે. માઈકલ બી. જોર્ડન શ્રેષ્ઠ એકટર જાહેર થયા છે. પ્રિયંકા ચોપરાની ગ્લેમરસ એન્ટ્રી અકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
૯૮મા એકેડેમી એવોર્ડ્સની રાત્રિ સિનેમા જગત માટે માત્ર પુરસ્કારોનો મેળાવડો નહીં, પણ રેકોર્ડ તોડનારી અને ભાવુક ક્ષણોની સાક્ષી બની છે. આ વર્ષે સિનર્સ ફિલ્મે ૧૬ નોમિનેશન મેળવીને ટાઈટેનિક જેવી ફિલ્મોના વર્ષો જૂના રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો હતો, જ્યારે વન બેટલ આફ્ટર અધર ફિલ્મે બેસ્ટ પિક્ચર સહિત ૬ મોટા એવોર્ડ્સ પોતાના નામે કરીને સાબિત કરી દીધું કે વાર્તામાં કેટલી તાકાત છે.
લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયેલા આ સમારોહમાં જ્યારે પોલ થોમસ એન્ડરસનને બેસ્ટ ડિરેક્ટર જાહેર કરવામાં આવ્યા, ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. ભારતીય ચાહકો માટે પણ ગૌરવની ક્ષણ હતી કારણ કે ગીતા ગંધબીરે બે અલગ-અલગ દસ્તાવેજી શ્રેણીઓમાં નોમિનેશન મેળવીને વૈશ્વિક મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે.
રેડ કાર્પેટ પર પ્રિયંકા અને નિક જોનસ ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા વ્હાઈટ સ્ટ્રેપલેસ ગાઉનમાં તેના પતિ નિક જોનસ સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. પ્રિયંકા એવોર્ડ પ્રેઝન્ટર તરીકે હાજર રહી છે અને તેના લુકના ફોટા વાયરલ થઈ રહૃાા છે.
આ સમારોહની સૌથી મોટી અને ઐતિહાસિક ક્ષણ સિનેમેટોગ્રાફીની શ્રેણીમાં જોવા મળી હતી. સિનર્સ ફિલ્મ માટે ઓટમ ડ્યુરાલ્ડ આર્કાપાવે બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ જીતીને ઇતિહાસના પાનાઓમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવ્યું છે; તે આ શ્રેણીમાં ઓસ્કાર જીતનાર પ્રથમ અશ્વેત મહિલા બની છે.
બીજી તરફ, આઇરિશ અભિનેત્રી જેસી બકલી જ્યારે હેમ્નેટ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ લેવા સ્ટેજ પર પહોંચી, ત્યારે તેની આંખોમાં હર્ષના આંસુ હતા. તેની આ ભાવુક ક્ષણે વિશ્વભરના દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત, જેમ્સ કેમેરોનની અવતાર ફાયર એન્ડ એશિઝ એ તેની અદભૂત વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે અપેક્ષા મુજબ ઓસ્કાર જીતીને ટેકનોલોજીની દુનિયામાં પોતાની બાદશાહત જાળવી રાખી હતી.
જોકે, આ ભવ્યતાની વચ્ચે ભારતીય સિનેમાપ્રેમીઓ માટે એક નિરાશાજનક ક્ષણ પણ આવી હતી. એકેડેમીના ઇન મેમોરિયમ વિભાગમાં, જે અંતર્ગત વર્ષ દરમિયાન વિદાય લેનાર મહાન કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, તેમાં ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. આ ગેરહાજરીએ સોશિયલ મીડિયા પર ચાહકોમાં આક્રોશ અને દુઃખની લાગણી જન્માવી છે. આમ છતાં, લુડવિગ ગોરાન્સન દ્વારા સિનર્સ માટે જીતેલો બેસ્ટ ઓરિજિનલ સ્કોર અને ઝેન્ડાયા પ્રિયંકા ચોપરા જેવી સ્ટાર્સની રેડ કાર્પેટ પરની ચમક આ ૯૮મા ઓસ્કારને લાંબા સમય સુધી યાદગાર બનાવી રાખશે.
બેસ્ટ કાસ્ટિંગનો પહેલો ઓસ્કર ઓસ્કરના ઇતિહાસમાં પહેલીવાર કાસ્ટિંગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે. આ યાદગાર એવોર્ડ વન બેટલ આફ્ટર અનધર માટે કસાન્ડ્રા કુલુકુન્ડિસને મળ્યો છે. ભારતીય-અમેરિકન ફિલ્મમેકર ગીતા ગંધબીર પર સૌની નજર છે. તેમને ધ પરફેક્ટ નેબર (બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર) અને ધ ડેવિલ ઇઝ બીઝી (શોર્ટ ફિલ્મ) માટે નોમિનેશન મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial