Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાણીતા અર્થશાસ્ત્રી અને આરબીઆઈના પૂર્વ ગવર્નર
નવી દિલ્હી તા. ર૯: જાણીતા અર્થશાસ્ત્રી અને આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નવી જવાબદારી મળી છે. તેમને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમને ત્રણ વર્ષ માટે આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ તેમની નિમણૂકને મંજુરી આપી છે. પટેલે પાંચ સપ્ટેમ્બર, ર૦૧૬ ના રિઝર્વ બેંકના ર૪ મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો. તેમણે રઘુરામ રાજનનું સ્થાન લીધું. તેમણે વ્યક્તિગત કારણોસર ડિસેમ્બર ર૦૧૮ માં ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું.
પટેલને જાન્યુઆરી ર૦રર માં એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેંકના વાઈસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતાં. પટેલે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે પણ કામ કર્યું છે. ગુજરાતી મૂળના ઉર્જિત પટેલનો જન્મ ર૮ ઓક્ટોબર ૧૯૬૩ ના કેન્યામાં થયો હતો. તેમણે પોતાનું શાળાકીય શિક્ષણ પણ કેન્યામાં મેળવ્યું હતું. તેમનું પૈતૃક ગામ ગુજરાતના ખેડા જિલ્લામાં છે.
લંડન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બેએસસી કર્યા પછી પટેલે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમ ફિલ અને યેલ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું. ૧૯૯૦ થી ૧૯૯ર સુધી તેમણે અમેરિકા, મ્યાનમાર, ભારત અને બહામાસના ડેસ્ક માટે અર્થશાસ્ત્રી તરીકે કામ કર્યું. પટેલે આરબીઆઈ ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યા પછી શશીકાંત દાસને સેન્ટ્રલ બેંકની જવાબદારી સોંપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ડો. ઉર્જિત પટેલના કાર્યકાળ દરમિયાન સરકારે નોટબંધી જેવો મોટો નિર્ણય લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial