Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટઃ
ખંભાળિયા તા. ૨: ભાણવડના ઘુમલી પાસે ડુંગર પર આવેલા બે ઐતિહાસિક મંદિરમાંથી રૂપિયા અડધા લાખની કિંમતના આભૂષણ ચોરાઈ જવાના બનાવમાં પોલીસે શકમંદોના સગડ દબાવ્યા છે. નજીકના સમયમાં ચોરીનો ભેદ ખૂલી જવાની આશા વ્યક્ત કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ઘુમલી પાસે ડુંગર પર આવેલા ઐતિહાસિક બે મંદિરમાં તાળા તોડીને રૂપિયા પચ્ચાસેક હજારના આભૂષણ ચોરાઈ જવાની ઘટના બનતા સમસ્ત બ્રહ્મસમાજ, બરડાઈ બ્રાહ્મણ સમાજ તથા શ્રદ્ધાળુઓ દ્વારા શનિવારે જિલ્લા પોલીસવડા તથા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
ઉપરોક્ત રજૂઆત દરમિયાન આ ચોરીમાં સંડોવાયેલા તસ્કરો નજીકના સમયમાં પકડાઈ જવાની શક્યતા જોવા મળી રહી છે. એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી વિસ્મય માનસેતાના વડપણ હેઠળ પીઆઈ કે.બી. રાજવીની ટીમ તપાસ કરી રહી છે. તસ્કરોએ ચોરી કરતા પહેલાં પૂજારી અને જીઆરડીનો જવાન જે ઓરડામાં હતા તે ઓરડા બહારથી બંધ કરી દીધા હોવાનું જણાઈ આવ્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial