Advertisement
Author: નોબત સમાચાર

લક્ઝરી કાર અને ભારતના રસ્તાઓ

                                                                                                                                                                                                      

મુંબઈમાં ટેસ્લાનો પ્રથમ શોરૂ.મ ખુલ્યો, એટલે કે એલન મસ્કે ભારતની કાર માર્કેટમાં વિધિવત પ્રવેશ કર્યો. એટલે કે પશ્ચિમની દૃષ્ટિએ આજ સુધી પછાત ગણાતા  ભારતમાં ટેસ્લાનો યુગ  શરૂ. થયો.

ટેસ્લા તો અલ્ટ્રા મોડર્ન લક્ઝરી કાર છે, તેના માટે તો રસ્તાઓ પણ અલ્ટ્રા મોડર્ન હોવા જોઈએ, શું ભારતમાં તેવા રસ્તાઓ છે ? અને છે તો કેટલા ? અને જો રસ્તાઓ જ આવી લક્ઝરી કાર માટે અનુકૂળ નથી તો શું ટેસ્લા ભારતમાં સફળ થશે...?

એલન મસ્કે પણ ટેસ્લાનો આવો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો. પ્રથમ રિપોર્ટ થોડો નેગેટિવ આવ્યો, લખ્યું હતું કે આ પ્રોજેક્ટ દસ વર્ષે પણ નફામાં આવે તો સારૃંં.

પરંતુ હાર માને એ બીજા, એલન મસ્ક નહીં. તેણે તરત જ બીજો રિપોર્ટ તૈયાર કરાવ્યો, *શું કરવાથી ટેસ્લાનો પ્રોજેક્ટ ભારતમાં સફળ થાય ?*

અને આ બીજા રિપોર્ટમાં સફળતા માટે સૂચન આવ્યું કે *ભારતમાં ટેસ્લાના વધુમાં વધુ સર્વિસ સ્ટેશન ખોલો..!!*

ખરેખર તો ભારતની કાર માર્કેટમાં સફળ થનાર દરેક ઉદ્યોગપતિ જાણે છે કે ભારતમાં કારના વેચાણ કરતા પણ તેના રીપેરની સર્વિસમાં વધારે કમાણી છે. અને તેનું કારણ છે, ભારતના ખરાબ રસ્તાઓ.

હમણાં થોડા સમય પહેલા પ્રવાસીઓનું એક ગ્રુપ દિલ્હીથી આગ્રા જઈ રહ્યુ હતું, તાજમહેલ જોવા માટે. પ્રવાસ શરૂ. થયો અને દસેક મિનિટ સુધી રસ્તા પર એક પણ ખાડો ના આવ્યો.

ભારતના રસ્તાથી પરિચિત પ્રવાસીઓ મૂંઝાયા, પ્રવાસીઓના ચહેરા જોઈને જ ગાઈડ તેઓની મુશ્કેલી સમજી ગયો અને બોલ્યો, *ચિંતા ન કરો મિત્રો, આપણે ભારતમાં જ છીએ. અહીં ક્યારેક ક્યારેક ખાડા - ટેકરા વગરનો રસ્તો પણ આવી જાય છે. બસ હવે થોડી રાહ જુઓ, હમણાં જ ખાડા ટેકરા શરૂ. થશે અને આપણે બધા પ્રવાસની સાચી મોજ માણીસુ..*

ભારતમાં મોટાભાગના રસ્તાઓની હાલત જ એવી છે કે તેના પર કાર જેટલી દોડે છે તેનાથી પણ વધુ બગડે છે. અને તેથી જ, વધુને વધુ સર્વિસ સ્ટેશનની જરૂ.ર પડે છે.

એક નાજુક નમણી આધુનિક કાર તેના આયુષ્યનો મોટાભાગનો સમય હાઇવે પર નહીં પરંતુ સર્વિસ સ્ટેશનમાં જ પસાર કરે છે.

અહીં એક પ્રશ્ન મને સતત સતાવે છે કે શું ભારતના રસ્તા ક્યારેય નહીં સુધરે ? શું હંમેશાં ખાડા ટેકરાવાળા રસ્તા ઉપર જ મુસાફરી કરવાનું આપણા નસીબમાં લખાયેલું છે ?

તૂટેલા રસ્તાઓ કેમ ઝડપથી રિપેર નથી થતા તેનું એક કારણ મેં હમણાં નજરે જોયું. આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે આપણા શહેરમાં મોટાભાગના રસ્તા ઉપર ખાડા પડી ગયા છે. તૂટેલા રસ્તાઓ ઝડપથી રીપેર થાય અને લોકો તેનો ઉપયોગ કરી શકે એટલે મનપાએ તેમાં કપચી નખાવી.

ખાડામાં કપચી નાખવાવાળો કોન્ટ્રાક્ટર તો કપચી નાખીને ચાલ્યો ગયો. થોડીવારમાં  તે જ રસ્તા પર કચરાવાળો આવ્યો, અને થોડીવાર પહેલા જ ત્યાં ખાડો પુરવા માટે પાથરેલી કપચી પોતાની કચરા ગાડીમાં ઉપાડીને ચાલતો થયો. કારણ એટલું જ કે કપચી વજનદાર હોય અને તેથી મનપામાંથી કચરાના પૈસા વધુ મળે..!!

વિદાય વેળાએ:  હિન્દીના પ્રખ્યાત વ્યંગકાર હરીશંકર પરસાસાઈજી કહે છે કે જો સૌથી નિરર્થક આંદોલન હોય તો તે છે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન. આ તો એક એવી રમત છે કે જે દરેક રાજકીય પક્ષો ક્યારેક ક્યારેક રમી લે છે...!!

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh