Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રપ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીઃ નવરાત્રિના આયોજકો ચિંતામાં
અમદાવાદ તા. ર૦: આજે વહેલી સવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તદુપરાંત મોડી રાત્રે અમરેલી, જૂનાગઢ સહિતમાં ઘણાં જિલ્લાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે ર૯ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી રપ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા જાહેર કરાઈ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત્ જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, જો કે મોડીરાતથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો હતો. આજે વહેલી સવારથી અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિત નહેરૂનગર, શિવરંજની, મેમનગર, વસ્ત્રાપુર વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે. મોડીરાત્રે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢમાં લાંબા વિરામ પછી વરસાદ આવવાથી જળબંબાકારની સ્થિતિ બની હતી.
છેલ્લા ર૪ કલાકમાં એટલે કે ૧૯ સપ્ટેમ્બરના સવારના ૬ વાગ્યાથી ર૦ સપ્ટેમ્બરના સવારના ૬ સુધીમાં રાજ્યના ૮૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભરૂચના વાગરામાં ૩.૭૮ ઈંચ તો સૌથી ઓછો મહેસાણાના વિજયનગરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર આગામી ૪ દિવસ ગાજવીજ સાથે ૩૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. અત્યારે અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ગાવજીજ સાથે હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગહીકાર અંબાલાલના જણાવ્યા મુજબ રર સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. પુનઃ વરસાદ અંગે જોઈએ તો નવરાત્રિની શરૂઆતમાં રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.
ર૭ મી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ર૮ સપ્ટેમ્બરથી લગભગ ર-૩ ઓક્ટોબર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણાં ભાગોમાં થવાની શક્યતા છે. કોઈ ભાગમાં ૪ થી ૬ ઈંચ, તો કોઈક ભાગમાં ૮ ઈંચ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે કેટલીક નાની નદીઓમાં પૂરની સ્થિતિ પણ સંભવી શકે અને આ વરસાદથી વીજ પ્રપાતથી જાન-માલની જાળવણી એ હિવતાહ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ કાળા ડીબાંગ વાદળો સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. ધોધમાર વરસાદ શરૂ થતા રાણપુર શહેરની મુખ્ય બજારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતાં. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં ગરમીનો અનુભવ થતો હતો ત્યારે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા ગઈ છે. ત્યારે ધોધમાર વરસાદ થતા રાણપુરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે.
ગઈકાલે રાત્રિના સમયે ગઢડા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સાથે ભયાનક ગાજવીજ જોવા મળી હતી. આ દરમિયાન ગઢડા શહેરના સામાકાંઠે આવેલી વાડી વિસ્તારમાં દુઃખદ ઘટના બની હતી. સ્થાનિક ખેડૂત લવજીભાઈ ભીખાભાઈ કળથિયાની ગાભણ ગાય પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પાળલું ગાય લવજીભાઈ અને તેમના પરિવાર માટે અતિપ્રિય હતી. આ અચાનક ઘટનાથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
છોટા ઉદેપુર સહિતના પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અડધો કલાક સુધી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી વરસાદ પડતા કામ અર્થે જતા લોકો અટવાઈ ગયા હતાં. વરસાદ વરસતા રસ્તા તેમજ એસટી ડેપોમાં પાણી ભરાયા છે.
અમેલી જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અને લાઠી, સાવરકુંડલા અને વડિયા કુંકાવાવ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થવાથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો.
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે જૂનાગઢમાં પણ છેલ્લા ઘણાં દિવસોથી મેઘરાજાએ લાંબો વિરામ લીધો હતો, જેના કારણે નાગરિકો અસહ્ય બફારા અને ગરમીથી ત્રાહિમામ્ પોકારી હતાં હતાં, જો કે ગત્ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. જેનાથી સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ પછી શરૂ થયેલા વરસાદથી શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ આ નવરાત્રિના આગમન ટાણે વરસાદ વરસતા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial