Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પંજાબના ખેડૂતો ઘઉં લણવાની આજથી શરૂઆત કરે છે, અને સારા વર્ષની કામના કરે છે...
જામનગરમાં ગુરૂદ્વારામાં વૈશાખી પર્વની ૩ર૭ મી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શીખ-સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં સંગત સાથે જોડાયા હતાં. જામનગરના ગુરુદ્વારા ગુરસિંઘ સભામાં પ્રતિવર્ષ વૈશાખી પર્વને હર્ષોઉલ્લાસથી મનાવવામાં આવે છે, ત્યારે આજે તા. ૧૪-૪-ર૦ર૬ (મંગળવાર) ગુરુદ્વારામાં સવારે ૧૦-૩૦ વાગ્યે પાઠ, ત્યારપછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રંથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવીને ધન્ય થયા હતાં. ત્યારપછી ગુરુદ્વારામાં 'ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ૧૪ એપ્રિલના વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં (ગેહુની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે દેશના ખેડૂતનું આ વર્ષ ખૂબ જ સારૂ જાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial