Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કીર્તન મંડળી સાથે વરણાગી નીકળીઃ દ્વાદશનું વિતરણ
દ્વારકા ચૈત્ર વદ અગિયારસના દિવસે પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ૪૯ મો પ્રાગટ્ય મહોત્સવ પૂ.પા.ગો. કાલિન્દીવહુજી નટવરગોપાલજી મહારાજ તથા લાલનશ્રી નૃસિંહલાલજી નટવરગોપાલજી મહારાજ (પોરબંદર-વેરાવળ-દ્વારકા-બરડિયા બેઠકજી તથા કંપાલા હવેલી) ની અધ્યક્ષતામાં ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએ મહાપ્રભુજીની વરણાગી સાંજે પ કલાકે કીર્તન મંડળી સાથે વાજતે ગાજતે પ્રસ્થાન થઈ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ પધારતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ ધાર્મિક અવસરે ઓખામંડળ તથા બારાડી પંથકના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારો ઉપસ્થિત રહ્યા હતાં. નવી હવેલીમાં સવારે ૧૦ કલાકથી કાલિન્દી વહુજી મહારાજના હસ્તે વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક છાશનું વિરણ કરવામાં આવ્યું હતું. સાંજે ગોમતી ઘાટ પર બિરાજતા મહાપ્રભુજીની બેઠકજીમાં વિશેષ પાઠ-પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં, જેમાં મોટી સંખ્યામાં વેષ્ણવો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial