Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેલમાં રહીને ચૂંટણી લડવાનો જામનગરમાં કદાચ પ્રથમ કિસ્સોઃ
જામનગર તા. ૮: તાજેતરમાં જ જામનગરમાં પોલીસ વિભાગ દ્વારા ગુજસીટોકના કાયદા હેઠળ બાર-તેર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને તમામને ૭ દિવસના રિમાન્ડ પર લેવાયા છે. જેમાં ગત્ ટર્મનાબે કોર્પોરેટરો છે, અલ્તાફ ખફી અને અસલમ ખીલજી જાણવા મળતી વિગતો મુજબ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ગયેલા અને પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી દ્વારા વોર્ડ નં. ૧ર માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તેનું ફોર્મ રજૂ કરનાર છે. તેમની સાથે પૂર્વ કોર્પોરેટર જેનબબેન ખફી પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કરશે.
જ્યારે વિરોધ પક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફી કોંગ્રેસ પક્ષમાંથી વોર્ડ નં. ૧ર ના ઉમેવદવાર તરીકે ફોર્મ ભરે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. આમ જો બન્ને વ્યક્તિ મનપામાં ઉમેદવારી કરશે અને તેમના ફોર્મ માન્ય રહેશે તો જામનગરના ઈતિહાસમાં જેલમાંથી કોઈ ઉમેદવાર ચૂંટણી લડે તેવી પ્રથમ ઘટના બની રહેશે, અને તે પણ બબ્બે વ્યક્તિ!
જામનગરના એક નિષ્ણાત અને સિનિયર ધારાશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે કોઈપણ આરોપી પછી તે રિમાન્ડ ઉપર હોય, પોલીસ કસ્ટડી/જેલમાં હોય કે જામીન પર મુક્ત હોય તે વ્યક્તિ કોઈપણ ચૂંટણી માટે ઉમેદવારી કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial