Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુદ્દલ કરતા વધુ નાણા પડાવી ચેક પરતની થઈ ફરિયાદઃ
જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ રૂ।.સાડા ત્રણ લાખના મુદ્દલ સામે ૧૦ ગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ ગાળો ભાંડી પતાવી દેવાની ધમકી અપાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જ્યારે એક યુવાન પાસેથી મુદ્દલ કરતા વધુ નાણા પડાવી વ્યાજની ઉઘરાણી કરાતા અને ચેક રિટર્નની ફરિયાદ પણ કરાતા પોલીસમાં તેની રાવ કરવામાં આવી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પેટ્રોલપંપ પાછળ વાડી વિસ્તારમાં વસવાટ કરતા જીગ્નેશભાઈ મગનભાઈ ખાણધર નામના સતવારા યુવાને થોડા સમય પહેલા રણજીતસાગર રોડ પર મારૃં કંસારા હોલની પાછળ રહેતા અશોકભાઈ મૂળજીભાઈ નંદા પાસેથી રૂ।.૭૦,૦૦૦ દસ ટકાના વ્યાજે લીધા હતા અને કટકે કટકે રૂ।.૭,૦૦,૦૦૦ ચૂકવી આપ્યા હતા.
ત્યારપછી જ્યારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે અશોકભાઈ પાસેથી પૈસા લાવતા જીગ્નેશભાઈએ કુલ રૂપિયા સાડા ત્રણ લાખ વ્યાજે લીધા હતા અને તેની સામે પાંત્રીસેક લાખ રૂપિયા વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં અશોકભાઈ નંદા અવારનવાર વ્યાજની ઉઘરાણી કરતા હોય અને જ્યાં મળે ત્યાં ગાળો ભાંડી જાનથી પતાવી દેવાની ધમકી આપતા હોવાથી જીગ્નેશભાઈએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના વંડાફળી વિસ્તારમાં આવેલા મોહન એપાર્ટમેન્ટમાં રહેતા કુલદીપભાઈ હરીશભાઈ પંડ્યા નામના વિપ્ર યુવાનના મોટાભાઈ બ્રિજેશ પંડ્યાને પોતાના ધંધા માટે થોડા સમય પહેલા પૈસાની જરૂરિયાત ઉભી થતા તેઓએ ગાંધીનગરમાં રેલવે સ્ટેશન રોડ પર રહેતા પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ જાડેજા પાસેથી રૂ।.૪ લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. તે પછી રૂપિયા સવા ત્રણ લાખ ચૂકવી આપ્યા હતા અને રૂપિયા ૭૫૦૦૦ બાકી હતા.
તે રકમ તથા રૂ।.૨ લાખ ૬૦ હજાર ચેક રિટર્નના મળી કુલ રૂ।.૩ લાખ ૩૫ હજારની ઉઘરાણી કરતા પ્રદ્યુમનસિંહે અદાલતમાં બ્રિજેશ પંડ્યા સામે ચેક પરતનો કેસ પણ કર્યો હતો. ચેકમાં ખોટી રકમ ભરી મુદ્દલ કરતા વધુ નાણા પડાવી લઈ વધુ નાણાની માગણી કરનાર પ્રદ્યુમનસિંહ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં કુલદીપભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial