Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ઓરલ હાઈજીન ડેઃ
જામનગર તા.૬: ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગર દ્વારા ભારતીય દંત ચિકિત્સાના પિતામહ, ઇન્ડિયન સોસાયટી ઓફ પેરિયોડોન્ટોલોજીના સ્થાપક ડો. જી.બી. શંકવલકરની જન્મજયંતીની યાદમાં ભારતમાં દર વર્ષે ૧ ઓગસ્ટે ઉજવાતા ઓરલ હાઈજીન ડે નિમિત્તે દંત સ્વાસ્થ્ય જાગૃતિ માટે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લોકોને મૌખિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવવાનો અને વિવિધ દંત રોગોથી બચવા માટેના ઉપાયો વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. આ બે દિવસીય આયોજનમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, મફત દંત નિદાન કેમ્પ અને મૌખિક સ્વચ્છતા માટેના સાધનોનું વિતરણ જેવા કાર્યક્રમો યોજાયા હતા.
કાર્યક્રમના પ્રથમ દિવસે સંસ્થાના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ માટે એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. જલ્પક શુક્લ દ્વારા દાંત અને મોઢાની સંભાળ તથા તેનાથી થતા રોગો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પર્યાવરણને અનુકૂળ એવા વાંસના ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ કરી પર્યાવરણ અને દંત સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે સંસ્થાના ડીન ડો.નયના પટેલ દ્વારા મૌખિક સ્વાસ્થ્ય અને શરીરના અન્ય રોગો વચ્ચેના સંબંધ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો બીજો દિવસે સામાન્ય જનતા સુધી પહોંચવાના હેતુથી મોરકંડા ગામની કન્યા શાળામાં દંત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ અને શાળાના સ્ટાફને દાંત અને મોઢાની સંભાળના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામના દાંતની તપાસ કરી, જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને *દાંત સાફ રાખવાના સોનેરી નિયમો* શીખવવામાં આવ્યા. આ ઉપરાંત, બધાને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફે લાભ લીધો હતો. શાળાના આચાર્ય શ્રી વિવેક મુરાસિયાએ આ જનજાગૃતિ કાર્યક્રમ બદલ ડેન્ટલ કોલેજનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ડીન ડો. નયના પટેલ, ડો. રોહિત અગ્રવાલ, ડો. નિશા વર્લિયાની, ડો. દેવાંશુ ચૌધરી અને ડો. અર્પિત પટેલ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial