Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માધ્યમિક અને ઉ.મા. શાળા કર્મચારી સંઘ-સમિતિ દ્વારા
ખંભાળીયા તા. ૬: ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર મા. શાળા કર્મચારી સંઘોની સંકલન સમિતિના હોદ્દેદારો વધુ એક વખત રાજ્યના શિક્ષણ મંત્રીને મળ્યા હતાં. રાજ્યના શિક્ષણ જગતને સ્પર્શતા પડતર પ્રશ્નોના ઉકેલ માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, આ સમિતિના હોદ્દેદારો નિયમિત રીતે અને વારંવાર રાજયના શિક્ષણ મંત્રીને રૂબરૂ મળી રજૂઆતો કરી જ રહ્યાં હતાં, તેમ છતાં ઉકેલ આવતો નથી, જેથી વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે. જો કે, આ મુલાકાત સંદર્ભમાં શિક્ષણમંત્રીએ સંલગ્ન અધિકારીઓને તાકીદે યોગ્ય કરવા સૂચના આપી હતી.
મહત્ત્વના મુદ્દાઓમાં ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર, મેડિકલ રજા જમા આપવા, તા. ૧-૪-ર૦૦પ પહેલા જાહેરાત આવી ગયેલ હોય, તેવા ૭૮૭ કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવા, જ્ઞાન સહાયકની લાયકાતમાં છૂટછાટ આપીને તેની નિમણૂકની સતા જિલ્લા શિક્ષણાધિકારીને આપવા, તાકીદે શિક્ષકોની તથા કલાર્ક, પટાવાળાની ખાલી જગ્યા ભરવા, ઉદ્યોગ શિક્ષક સેવા જોડાણ વિગેરે મુદ્દાઓ અંગે રજૂઆત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial