Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેમેન્ટનો ચેક ન અપાતા ભાંડો ફૂટ્યોઃ
જામનગર તા. ૬: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં કારખાનુ ચલાવતા એક આસામી પાસેથી રૂ. ૧૫ લાખ ઉપરાંતનો બ્રાસ સ્ક્રેપ મેળવ્યા પછી જામનગરનો શખ્સ પોબારા ભણી જતા પોલીસમાં તેની સામે ફરિયાદ કરાઈ છે. આ શખ્સે પોતાનું ખોટું નામ કારખાનેદારને આપ્યા પછી જીએસટી નંબર અને પેમેન્ટનો ચેક લઈને આવું છું તેમ કહીને ઉઠા ભણાવ્યા હતા.
જામનગરના લાલપુર બાયપાસ નજીક આવેલા જયોત જયોતી પાર્કમાં વસવાટ કરતા અને દરેડ જીઆઈડીસી ફેસ-૩માં મહાવીર સર્કલ પાસે શેડ નં.૩૩૩૦માં હરે કૃષ્ણ એન્ટરપ્રાઈઝ નામનું કારખાનુ ચલાવતા પ્રફુલભાઈ પરસોત્તમભાઈ ગોંડલીયા નામના પટેલ કારખાનેદારે જામનગરના પી.એન. માર્ગ પર આવેલી પંચવટી સોસાયટીમાં શિતલ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે નામના શખ્સ સામે રૂ. ૧૫ લાખ ૧૫ હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ગયા મહિનાની ૬ તારીખ પહેલા પ્રફુલભાઈના સંપર્કમાં આવેલા પ્રિયેશ દવેએ પોતાનું નામ ચેતન મહેતા બતાવી બ્રાસપાર્ટ ખરીદવા ઉત્સુકતા બતાવી હતી. આ શખ્સે પિત્તળના સ્ક્રેપનો ૨૫૫૯ કિલો સામાન ખરીદ્યો હતો. તે પછી પ્રફુલભાઈએ બીલ બનાવવાનું કહેતા અને જીએસટી નંબર સાથે રાખી પેમેન્ટનો ચેક લઈને પાછો આવું છું તેમ કહી આ શખ્સ પોબારા ભણી ગયો હતો.
અંદાજે રૂ. ૧૫ લાખ ૧પ હજારની કિંમતનો સ્ક્રેપનો સામાન લઈ જઈ ચેતન મહેતા નામ બતાવનાર પ્રિયેશ દવે હોવાનું ખૂલતા અને પોતાનું પેમેન્ટ ન મળતા આખરે પ્રફુલભાઈએ પોલીસનું શરણું લીધુ છે. પંચકોશી બી પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત આચરવા અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial