Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતામહ બ્રહ્માજીના પત્ની સાવિત્રી દેવીએ મૃત્યુલોકના લોકોના કલ્યાણ માટે પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં શિવજીના લિંગની વિધિવત્ સ્થાપના કરી. ત્યાર બાદ નિયમિત રીતે તેની વિધિસર પૂજા કરતાં કરતાં ઈન્દ્રીયોને વશમાં કરી અન્ન-જળનો પણ ત્યાગ કરી કેવળ વાયુનો આશ્રય લઈ ભગવાન શિવજીના ધ્યાનમાં તે તલ્લીન થઈ ગયા.
સાવિત્રી દેવીની આવી ઉગ્ર તપસ્યાથી આખરે પ્રસન્ન થઈ અને દેવાધિદેવ મહાદેવ ત્રિશુલ સહિત સાક્ષાત પ્રગટ થયા. સાક્ષાત શિવજી દર્શન કરી તેમણે સ્તુતિ કરવા માંડી, ' હે દેવાધિદેવ, આ સમગ્ર જગત તમારાથી જ ઉત્પન્ન થાય છે અને તમારામાં જ લય પામે છે. આપ સનાતન રૂપ છો. સત્ય કામના વાળા સજજન લોકો માટે તમે ઉત્તમ છો. મુક્ત લોકો માટે અપવર્ગ રૂપ છો. આત્મ જ્ઞાનિયો માટે કેવલ્યરૂપ છો. જે પ્રાણીમાત્ર શ્રધ્ધા અને ભક્તિપૂર્વક તમારા શરણે આવે છે અને તેને આપ દર્શન આપો છો. જે તારા સાક્ષાત સ્વરૂપના દર્શન કરે છે તે પ્રાણીનો ક્યારેય પૂનર્જન્મ નથી થતો. તેને મરણનો પણ ભય નથી રહેતો. તેને કશુ જાણવાનું કંઈ બાકી નથી રહેતું.
આ પ્રકાશે સાવિત્રીજીની સ્તુતિ સાંભળી અને તેમના અંતઃકરણનો અભિપ્રાય જાણી બ્રહ્મેશ્વર ભગવાન શિવજી બોલ્યા, 'જે મનુષ્ય પૂર્ણિમા તિથિએ ચંદન, પુષ્પ વગેરે ઉપકરણો વડે તમે સ્થાયેલા આ શિવલીંગની વિધિવત્ પૂજા કરશે, તેને હું ઈચ્છીત વરદાન આપીશ. હવેથી આ શિવલીંગમાં હું અંશથી નિવાસ પણ કરીશ. તેનું પૂજન કરનારા મહાપાપી હશે તો પણ તે બધા જ પાપોથી છુટી જઈ, તમામ સારી મનોકામનાઓથી પૂર્ણ થઈ તે મારા લોકને પામશે.'
આ વરદાન આપી શિવજી અર્ન્તધ્યાન થઈ ગયા અને સાવિત્રી દેવી બ્રહ્મલોકમાં ગયા.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial