Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાશ્મીરના પુંચ ક્ષેત્રમાં પુંચથી રર કિ.મી.ના અંતરે રાજપુરા મંડીમા શ્રી બુઢ્ઢા અમરનાથજીનું એક અતિ પ્રાચીન મંદિર આવેલું છે. પહાડીઓની વચ્ચે આવેલા આ પવિત્ર સ્થળની યાત્રાનું મહત્ત્વ અમરનાથ યાત્રા જેટલું જ ગણાવાયું છે.
આ શિવજીને આદિ અમરનાથજી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે લંકાપતિ રાવણના પિતામહ(દાદા) મહર્ષિ પુલસ્ન્યએ ઉગ્ર તપસ્યા કરી હતી. તેથી જ આ જગ્યાએ પુલસ્તનગરના નામથી પણ ઓળખવામાં આવે છે. જે સમયાંતરે અપભ્રંશ થઈ પ્રોંસ, પુંતસ્, પુંજ અને પછી પુંચ થઈ ગયું. આ સ્થાન લાંબા સમય સુધી ગુપ્ત રહ્યું હતું.
આ સ્થળ અંગે એવી કથા છે કે, લોહકાર(લોરન) ના મહારાણી ચંન્દ્રિકાદેવી પરમ શિવભક્તિ હતા. તે દર વર્ષે પવિત્ર શ્રી અમરનાથજીના દર્શનાર્થે જતા. એક વખત અત્યંત ખરાબ વાતાવરણના કારણે તે આ યાત્રાને ન જઈ શક્યા. તેથી તે અત્યંત વ્યાકુળ થઈ ગયા. તેમણે અન્ન અને જળનો પણ ત્યાગ કરી દીધો. ભગવાન શ્રી અમરનાથજીના દર્શન ન કરી શકવા બદલ મહારાણી ચન્દ્રિકાદેવીને અત્યંત પ્રશ્વાતાપ થવા લાગ્યો. મહારાણી બેચેન બની ગયા.
ત્યારે સ્વયં ભગવાનશ્રી શિવજીએ એક વૃદ્ધ ઋષિના રૂપમાં મહારાણીને દર્શન આપ્યા. અને એક નિશ્વિત સ્થાન પર લઈ જઈ ત્યાં જમીન પર ખોદકામ કરાવવા જણાવ્યું. ત્યાં ખોદકામ કરવામાં આવ્યું તો ભવ્ય શિવ મંદિર નીકળ્યું.
આ મંદિરમાં સફેદ પથ્થરનું એક ભવ્ય શિવલીંગ નીકળ્યું. ઋષિએ મહારાણી ચન્દ્રિકાદેવીને કહ્યું, આ શિવલીંગના દર્શનનું શ્રી અમરનાથજી ના દર્શન કરવા જેટલું જ છે. આમ કહી ઋષિ અદ્રશ્ય થઈ ગયા. ભગવાન શ્રી શિવજી સ્વયં. વૃદ્ધના રૂપમાં આવ્યા તેથી આ સ્થાન બુઢ્ઢા(વૃદ્ધ) અમરનાથજીના નામથી જગપ્રસિદ્ધ થયું. મહારાણી પ્રસન્ન થઈ ગયા અને તેમની અભિલાષા પરિપૂર્ણ થઈ ગઈ.
- દેવેન કનકચંદ્ર વ્યાસ (અંજાર, કચ્છ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial