Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતની પોલીસે કરી લીધી અટકાયતઃ
જામનગર તા. ૧૩: જામનગર નજીકના બેરાજા ગામમાં એક ખેતર ફરતે બાંધવામાં આવેલી વાડમાંથી ગઈકાલે બપોરે એક પશુપાલક યુવાનને વીજ આંચકો લાગતા તેનું મૃત્યુ નિપજ્યંુ છે. મૃતકના ભાઈએ શેઢાની વાડમાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂકનાર ખેડૂત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતા અને ત્યાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીનમાં વાવેતર કરતા કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના વ્યક્તિએ હાલમાં કપાસનું વાવેતર કર્યું છે.
પોતાના વાવેતરના સ્થળે જનાવર ઘૂસી ન જાય અને નુકસાન ન કરે તે માટે કનુભાએ તે જમીનના શેઢા ફરતે વાડ બનાવી તેમાં લગાડેલા વાયરમાં જીવંત વીજ પ્રવાહ વહેતો મૂકયો હતો. તે દરમિયાન ગઈકાલે બપોરે ભૂપતભાઈ હરજીભાઈ ઠુંગા નામના ભરવાડ યુવાન પોતાના ઘેટા-બકરા ચરાવવા માટે ઉગમણી સીમમાં ગયા હતા જ્યાં તેઓ આ શેઢે રાખવામાં આવેલા વીજ વાયરને કોઈ રીતે અડકી જતા જોરદાર વીજ આંચકો લાગવાના કારણે મોતને શરણ થયા છે.
આ યુવાન ઘેર પરત નહીં ફરતા તેના પરિવારે શરૂ કરેલી શોધખોળ પછી મૃતદેહ મળી આવતા મૃતકના ભાઈ રમેશભાઈ ઠુંગાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખે ઉપરોક્ત બાબતે રમેશભાઈની ફરિયાદ પરથી કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ સામે ગુન્હો નોંધી તેની અટકાયત કરી છે.
આ શખ્સે તે વાયરને કોઈ માનવ અડકી જાય તો વીજ શોર્ટ લાગી શકે અને તેનું મૃત્યુ નિપજી શકે તેમ જાણવા છતાં જીવંત વીજ પ્રવાહ વહેતો રાખ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial