Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસો નવરાત્રિમાં અનુષ્ઠાન-મંત્રજાપઃ સામૂહિક યજ્ઞ યોજાશે
જામનગર તા. ૧૩: ગાયત્રી શક્તિપીઠ-જામનગરમાં પ્રતિવર્ષ ચૈત્ર માસ અને ભાદરવા માસની અમાસના દિવસે પિતૃ શાંતિ માટે સામૂહિક તર્પણનો નિઃશુલ્ક કાર્યક્રમ રાખવામાં આવે છે. તદ અનુસાર ચાલુ વર્ષે ભાદરવા માસની અમાસ નિમિત્તે રવિવાર તા. ૨૧-૯-૨૫ના રોજ સવારે ૮ થી ૧૦ સામૂહિક તર્પણ વિધિનો ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આથી ઈચ્છુક વ્યક્તિઓએ ગાયત્રી શક્તિપીઠ કાર્યાલયમાં મોડામાં મોડુ તા. ૧૯-૯-૨૫ના રાત્રેે ૮ વાગ્યા સુધીમાં પોતાના નામ નોંધાવી દેવા ગાયત્રી શક્તિપીઠ જામનગરની યાદીમાં જણાવાયુ છે.
ચાલુ વર્ષે આસો માસની નવરાત્રિનું અનુષ્ઠાન ગાયત્રી શક્તિપીઠમાં તા. ૨૨-૯ થી તા. ૨-૧૦ સુધી સંપન્ન થશે. આથી અનુષ્ઠાન કરવા ઈચ્છતા ભાઈઓ/બહેનોને શક્તિપીઠ ના ધ્યાનખંડમાં આગલા દિવસે સાંજે ૫ થી ૬ દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા તથા ત્યાર બાદ અનુષ્ઠાન માટે સાંજે ૫ થી ૬ દરમ્યાન સંકલ્પ વિધિ માટે હાજર રહેવા તથા ત્યાર બાદ અનુષ્ઠાન માટે ગાયત્રી શક્તિપીઠમાં ગાયત્રી મંત્રના જાપ/માળા વહેલી સવારના ૪ વાગ્યાથી આખા દિવસ દરમ્યાન અનુકૂળતા મુજબ સંપન્ન કરવા હાર્દિક નિમંત્રણ છે. અનુષ્ઠાન પૂર્ણાહૂતિનો નવકુંડી સામૂહિક ગાયત્રી હવન ગાયત્રી શક્તિપીઠના ધ્યાનખંડમાં તા. ૨-૧૦ ના સવારે ૮ થી ૧૧ સુધી આયોજિત કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા તથા દર્શનનો લાભ લેવા ગાયત્રી શક્તિપીઠએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial