Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વર્ષથી દવાખાનું ચલાવતો હતોઃ
જામનગર તા. ૧૨: ખંભાળિયા તાલુકાના કાઠી દેવરીયા ગામમાં એક શખ્સના કહેવાતા દવાખાનામાં ગઈકાલે દ્વારકા એસઓજીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તબીબી સાધનો કબજે કર્યા હતા. મૂળ હરિયાણા જિલ્લાના શખ્સ સામે મેડિકલ પ્રેક્ટિસનર્સ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
ખંભાળિયા તાલુકાના કાઠી દેવરીયા ગામમાં એક પરપ્રાંતીય શખ્સ ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા ગઈકાલે દેવભૂમિ દ્વારકાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે પીઆઈ કે.કે. ગોહિલની સુચનાથી દરોડો પાડ્યો હતો.
કાઠી દેવરીયા ગામમાં એક મકાનમાંથી હરિયાણા રાજ્યના કરનાલ જિલ્લાનો નરેન્દ્રસિંગ રામચંદ્ર ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સ તેના કહેવાતા દવાખાનામાં દર્દીઓને ચકાસી રહ્યો હતો. એસઓજી ટીમે તેની પાસે ડોક્ટરની ડિગ્રી જોવા માંગતા આ શખ્સ ડોક્ટર ન હોવાનું ખૂલ્યું છે. આ સ્થળેથી બાટલા, સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન વગેરે સાધનો કબજે કરાયા છે. આ શખ્સ બેએક વર્ષથી ધતીંગ ચલાવતો હોવાનંુ બહાર આવ્યું છે. તેની સામે ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial