Advertisement
Author: નોબત સમાચાર

હત્યા પ્રયાસના કેસમાં સરપંચ સહિત પાંચ આરોપીની જામીન અરજી નકારતી અદાલત

નાના પાંચદેવડાના યુવાન પર થયો હતો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૨: કાલાવડના નાના પાંચદેવડા ગામના એક યુવાન પર સવા મહિના પહેલાં ગામના સરપંચના ઈશારે ચાર શખ્સે પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. આ ગુન્હામાં જેલહવાલે થયેલા પાંચેય આરોપીએ કરેલી જામીન અરજી અદાલતે ગ્રાહ્ય રાખી નથી.

કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામના હાર્દિક તાળા ઉર્ફે ડિમ્પલ પટેલ નામના યુવાન ગઈ તા.૩૦ ડિસેમ્બરની રાત્રે પોતાનો ટેમ્પો લઈને કાલાવડના મગફળી કેન્દ્રમાં મગફળી ઉતારવા ગયા ત્યારે નાના પાંચ દેવડાના સરપંચ સાજીદ હારૂન મલેકના ઈશારે તેમના પર ધોકા-પાઈપથી હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડાઈ હતી.

આ બનાવની પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે હત્યા પ્રયાસ અંગે ગુન્હો નોંધી સરપંચ તેમજ તેના સાગરિત સાહીદ ઈસ્માઈલ મલેક, હાજી ઉર્ફે ડાડુ ગુલમામદ સમા, યાસીન ગુલમામદ સમા ઉર્ફે ભડીયો, વસીમ અકરમ કુરેશીની ધરપકડ કરી હતી. જેલહવાલે થયેલા આરોપીઓએ જામીનમુક્ત થવા અરજી કરતા મૂળ ફરિયાદીના વકીલ અને પૂર્વ ડીજીપી દિનેશભાઈ વિરાણી, જયદીપ મોલીયા, સિદ્ધાર્થ સાપરીયા, દર્શનપુરી તથા ડીજીપી જમન ભંડેરી તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે પાંચેય આરોપીની જામીન અરજી નકારી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh